Thursday, September 22, 2011

ચટપટું



તમારી સાથે આકાર લેતી ઘટનાઓ અને દુનિયા તરફનો તમારો દ્રષ્ટિકોણ, તમે કેવું વિચારો છે તેનાથી રંગાયેલું હોય છે.જે નેગેટીવ થીન્કર હોય છે તે પોસીટીવ થીન્કર કરતા, ઘણી બાબતો માં વધારે જમીન પર ચાલતા હોય છે અને રીયાલીસ્તિક હોય છે. પણ, નેગેટીવ થીન્કીંગ બહુધા તમને જિંદગીના એક ગ્લુંમી ચિત્ર તરફ ધકેલી દે છે.
અને જયારે તબિયત ની વાત આવે ત્યારે તો એક જ વાત આવે, પોસીટીવ થીન્કીંગ જ તમને વધારે ફાયદો કરાવી આપશે.
મને મોક્ષ ઉછીનો આપો ના સર્જન દરમ્યાન જાતે અનુભવેલ.





તમારે જ્યાં જવું હોય તેના ફોલ્ટ શોધો, સંસારમાં અથવા પોતાનામાં.
હુંય સ્વાર્થી બનવા માંગું છું.દાદા કહેતા કે...લોકો ને સ્વાર્થી બનતા આવડ્યુંજ નથી.એક વખત સ્વાર્થી બને તો કામ નીકળી જાય. લોક સ્વાર્થી ક્યારે બની શકે કે તેને પોતાનું હિત શેમાં છે તેની જાણ થાય.


જિંદગીની કમ્પ્લેઇન ના કરો. એના છોતરા કાઢી નાખો.નહીતર એતો છે જ એવી તમારા છોતરા કાઢી નાખશે...
ગાવસ્કર કહેતા કે ફાસ્ટ બોલને એટલી જ ફાસ્ટ બાઉન્ડ્રી બતાવીએ,તો સલામ આપી કહેવાય



શીતળા માતા ગયા, બળિયા દેવ ગયા, ચાંદામામા ની ડોશી અને એની બકરીય ગયી,હવે સ્વર્ગ અને નર્ક નો વારો છે... 


ઊંઘમાંથી ઉઠી જવું અને જાગી જવું બે અલગ અલગ પ્રક્રિયા છે મારા ભાઈ.
ઉઠવું એતો શારીરિક છે અને જાગવું એ માનશીક.
જ્યાં ફરીથી ઊંઘમાં પડી જવાય ત્યાં ઉઠવું સબ્દ વપરાય અને
જ્યાંથી ફરીથી ઊંઘમાં ના પડાય ત્યાં જાગવું સબ્દ વપરાય :



દુનિયા ને ઝુકાવાની મથામણ ના કરશો તમે ઉંચે જતા રહો ..


પપ્પું:ડેડી,શ્રદ્ધા અને હકીકત માં ફર્ક કેટલો હોય.
ડેડી :જો આ તારા મોમ છે તે હકીકત છે, અને હું તારો ડેડ એ ...શ્રદ્ધા છે. : 



જુઓને રામ ગયા, કૃષ્ણ ગયા, મહાવીર ગયા,બુદ્ધ ગયા, કેટલા બધા આવ્યા ને ગયા સમાજ જો સુધારવાનો હોત તો આજે આવો હોત? તુંય જઈશ ને હુંય જઈશ... બહુ બહુ તો એક દિવસ ની રજા પડશે... આતો ચાલવાનું આવું ...તારા સવારે મૃત્યુના સમાચાર સાંજે વાશી થયી જશે ને દીકરો છાપું વાંચવા માંડશે... મેલ પૂળો... : 


ધર્મ એ "ઓર્ગેનૈઈસ્ડ ક્રાઈમ" અધ્યાત્મ એ જ વ્યવસ્થિત માઈમ (એક પાત્રીય અભિનય-સ્કિટ) છે .


નોકરી કરનાર ગુલામ તો બને જ છે...
તે દેશમાં ગુલામી કરનાર હોય કે પરદેશમાં.
કેટલાક કહે છે દેશના લોકોની ગુલામી સારી
તો,કેટલાક પરદેશ ની ગુલામી પર થૂંકે...
સવાલ એ છે કે, હવે બચત કેટલી રહે છે અને
તમારા સ્વપ્ના ક્યાં પુરા થાય છે.
કેટલાક દેશના પૈસા દેશમાંજ રહે છે તેવું કહે છે
અને આ વિદેશના પૈસા દેશમાં લાવવાનું કહે છે...
લોકો કહશે કે સ્વપ્ના તો કોઈના પુરા નથી થતા ...
તો તમે શું પસંદ કરશો ...
દેશ ભક્તિની કે દેશદ્રોહની તમારી વ્યાખ્યા શું છે?
દેશમાં રહેશો તો પૂછશે
તમે ભાજપમાં છો કે કોંગ્રેસ માં
તમે મોદીની વિરુધ બોલશો તો કોન્ગ્રેસીજ હોવાના
અને કેન્દ્રની વિરુધ બોલશો તો ભાજપી જ હોવાના
અને બંને વિષે બોલશો તો છક્કા...
ભારતમાં કોઈ તથસ્થ હોય કેવી રીતે ..?
કોઈ એક તથસ્ત નીકળે તો ....તો ...
એતો આખી ભારતની પ્રજા ને બોલેલી ગાળ...
બોલો ,
દેશભક્તિની કે દેશદ્રોહની તમારી વ્યાખ્યા શું છે?
કે પછી તમે આ રાજકારણમાં નથી પડવા માંગતા...
પછી એતો માં-બેન ની ગાળ ...



તમારી પાકીટ ભરેલું હશે તો ધર્મ તમે છુટકારા માટે પાળશો,
નહીતર તો લોકો ધર્મ મજબૂરી થી પાળતા હોય છે.



આખરે તો ધર્મ તો ખરોજ પણ પહેલા ખિસ્સા ભરેલા હોય તો મજા આવે છે ... કારણકે ગરીબોના ધર્મ વિશેના સવાલો બોદા હોય છે.
હા, કેટલાક ધર્મનો બિઝનેસ કરશે તો કેટલાક બિઝનેશ માં ધર્મ રાખશે ... પણ પૈસા એ ધર્મ વિશેના સવાલો ની મીનીમમ જરૂરિયાત છે ... અહી કેટલાય ગ્રુપ છે જે બિઝનેસ માટે ધર્મના નામે ગ્રુપ બનાવે છે. અરસપરશ નો વ્યવહાર ... બધો ...
જેમને ધંધો કરવો છે તે કોઈ પણ ધર્મ માં જઈને આવી ચેનલ ચાલુ કરશે જ ...એમના માટે ધર્મ નહિ ધંધો મહત્વનો હોય છે ... :) હોય એતો રહેવાનું જ ... :) :)



લોકોના મુઢે તાળા મારવા કરતા પોતાના કાને રૂ ખોસવા સસ્તા પડે. હમજ ને દિયોર..


કોઈ ને ખીલે બંધાવું ગમતું નથી.
પણ ભરવાડ ગાય ને ખીલે બાંધે એટલે સરુઆતમાં ધમપછાડા કરે. જેટલા કરે એટલું એનેજ દર્દ થાય. એટલે ગાય સમજી જાય કે અહી કઈ ચાલે એવું લાગતું નથી. પછી ધીમે ધીમે ગાય ટેવાઈ જાય અને માની લે કે ખીલે બંધાયીજ છે.
અને પછી તો ખીલે બંધાયેલ હોવાનું જ વર્તન તેનું થયી જાય. ભલે ને પછી ખીલોજ ના હોય અથવા દોરડું પણ ના હોય.
ગાય કે ભેંશ પછી એટલી હદે પરવશ થયી જાય કે તેને કોઈ એક દિવસ એવા ધમપછાડ કરેલા એ પણ યાદ ના હોય.
આપણે પણ સંસાર થી આવીજ રીતે ટેવાઈ જઈએ છીએ ...



એય મહાત્માની પાવલી, હેઠો બેસ. કેટલાને તું સંતોષ આપી શકીશ? લોકો તો હજાર મુઢે લાખો વાત કરશે.તમ-તમારે તારું કર્યે જ. ધાર્યું કર્યે જા.હા,તને શંકા પડે તો કોકને પૂછી લેજે. લોકોના મુઢે તાળા મારવા કરતા પોતાના કાને રૂ ખોસવા સસતા પડે. હમજ ને દિયોર. :




ભિખારી ફૂટપાથ પર ગમે તેટલો સુખી લાગે,પણ તે મહાત્મા ના કહેવાય.
લેખકો,"..તેઓ કેટલા સુખી છે અને તમે મણ રૂની ગાદીમાંય સુખ નથી પામી સકતા.." એવું લખીને તમને છેતરે છે.
એણે ભોજન કે ધનનો ત્યાગ કર્યો ના કહેવાય. તે ઉપવાસી ના કહેવાય. તે મહાવ્રતી ના કહેવાય. એણે મજબૂરીનું નામ મહાત્મા ગાંધી કહેવાય.
તમ-તમારે પૈસા કમાવો, તમારી એક એક ઈચ્છા પૂરી કરવા કમર કશો.પોતાની જાતને, આવા લેખકો ના વાદે છેતરશો નહિ. કારણકે, અધૂરી ઇચ્છાએ કોઈ સુખેથી મૃત્યુ પામી નથી શકતું. મોક્ષ તો બાજુ એ રહ્યો.
ઈચ્છાઓને દબાવશો નહિ. કારણકે તે ઈચ્છા સ્પ્રિંગ બનીને છટકશે. જો ઇચ્છાના બંધારણ સમજી જશો તો તે આપોઅપ ખરી જ પાળવાની છે. :



લોકો ને લાગેલો સૌથી મોટો માનશીક રોગ "ઘર-કી-મુર્ગી" નો હોય છે અને તેનું પહેલું લક્ષણ "સુખ બહારની દુનિયામાં રહેલું છે" તેવી માન્યતા ની છેક ગ્રંથી બની ગયેલી હોય છે. : 


ઈન્ટરનેટ ચાલુ કરીને પોર્ન જ દેખ્નારાઓ, કહ્યી સકે કે ઈન્ટરનેટ ખરાબ છે. બલ્બના પ્રકાશમાં કોઈ ચોપડી વાંચે અને કોઈ તીનપટ્ટી રમે. તીનપત્તી રમનારો, હારે ત્યારે બલ્બનો જ વાંક કાઢે. ચોપડી વાંચનારને વાંક કાઢવાનો સમય જ ક્યાં હોય છે? 


માણશની ઇન્ટેલીજન્સ ને ટ્રેઈન કરી સકાય પણ, કોન્સીઅસના બનાવી સકાય. ઇન્ટેલીજન્સ એ બુદ્ધિનો પર્યાય(ભાગ) છે. કોન્સીઅસ્નેસ એ આત્મા(પ્રજ્ઞા) નો પર્યાય(ભાગ) છે.
ઉ.હ.
કોમ્પુટર ની કેપેસીટી દર બે વર્ષે ડબલ થવા લાગે તો તે ૨૦૫૦ સુધીમાં આજના કરતા દોઢ કરોડ ઘણું ઇન્તેલીજંત થયી જશે તોયે ....કોન્સીઅસ(જાગૃત) નહિ થઇ સકે.
માટે જ હું કહું છું... આ અવશર છે જવા દેવાય તેવો નથી... ભાગો નહિ જાગો ...



ઘણા લોકોને ભ્રાંત માન્યતાઓનો અનુભવ થયેલો હોય છે. તેઓને અંધારી રાત્રે ડાકણના પગલાઓ સંભળાય છે,તેઓ એકલા હોય ત્યારે,તેમના ખભા પર કોઈકનો હાથ અડ્યો હોય તેવું લાગે છે,રૂમમાં પડછાયા પડતા હોય ત્યારે એક ખૂણામાં કોઈ ભેદી આકૃતિઓ ફરતી દેખાય છે.
જયારે આ માન્યતાઓને, અનુભવોને ભૂલથી હકીકત તરીકે માનવા લાગે છે તેને મતીભ્રંશ કહેવાય છે.



અમીર અને ગરીબ ???? સિમ્પલ ...
તમારી પાસે જેટલું બેંક બેલેન્સ હોય તેના કરતા ઓછું બેલેન્સ હોય એ બધા ગરીબ કહેવાય અને વધારે હોય તે બધાજ અમીર.



સંડાસ ગયા પછી હાથ ધોવાનું નથી ભૂલતો, તો આમ અતિક્રમણ કરીને પ્રતિક્રમણ કોણ ભુલ્વાડે છે મહી? કોઈને મારી ને માફી નહિ માંગવાની? તે જંતુઓની ચિંતા નથી તને ? એ પરમાણું હિસાબ માંગશે,ડાહ્યા.
સંડાસ ગયા પછી હાથ ધોવાની જે સહજ ક્રિયા થાય છે તેટલું સહજ અતિક્રમણ પછી પ્રતિક્રમણ થાય એટલે કેવલજ્ઞાન ને રસ્તે આવી ગયા. : 


પ્રતિક્રમણ એટલે પગલુછ્ન્યું ...
સંડાસ માંથી બહાર નીકળ્યા પછી પગ લુછ્નીયા પર પગ લૂછ્યા વગર ઘરમાં ફરો તો, ઘર ગંદુ થાય. તેમજ અતિક્રમણ પછી પ્રતિક્રમણ ના કરો તો ભવ ગંદો થાય. : મને મોક્ષ ..

વિષય એટલે ...
દૂધ પીવું જોઈએ તેવું સાંભળે, પછી
દૂધ તબિયત માટે સારું એવું મંતવ્ય બંધાય,પછી
દૂધ વગર કેવી રીતે ચાલે? તેવો અભિપ્રાય બંધાય અને પછી
તે બે લીટર દૂધ માટે ભેંશ પાળે. : મને મોક્ષ ..
----
વાશનાને એવી અમે ભાળી છે
લીટર દૂધ માટે ભેંશ પાળી છે 



ભાવની રકઝક કરી,તાળાં લાવ્યા ખંભાતના
ઝાંઝવાના જળ જેવા,દરવાજા હતા કાચના
૩.
કાના-માત્રા વગર અહી આવે છે બધા
શબ્દોના ગણગણાટ મૂકી જાય છે બધા
૪.
દમયંતીને પૈણવા ભલે સૌ નળ થઈ આવો
દમયંતીએ કહ્યું "માઉસ ક્લિક કરી બતાવો"



મારી સાથે રડતા રડતા મારી વાતો કઢાવી
આંખા શહેરમાં હસીને કીધી,ફ્રેમ એની મઢાવી 



નાનપણ થી ગઢપણ સુધી ની યાત્રામાં, સ્લેટ,પેન્સિલ અને પેન ના મુકામો આવે છે. પેન આવતા જ ધ્યાનમાં આવે છે કે હવે તમે ભૂલો કરશો તો છેકી નાખવું અઘરું પડશે.




દરેક બાળક ના બે હીરો હોય છે પહેલા પિતા અને બીજા શિક્ષક. આ બને માં જેટલો ભલેવાર હશે એટલો એ સમાજમાં ભલેવાર હશે.
આ બાવાઓ જે વસ્તુઓ તમને અહી છોડાવશે, તેવીજ વસ્તુઓ ની લાલચ તમને સ્વર્ગમાં આપવાની કરશે. : 



જેમના માં-બાપના નામનો ય કોઈ પત્તો ના રહ્યો હોય, તેવાસલાહ આપતા હોય છે, કે એવું કૈક કરો કે જેથી તમારું નામ ઈતિહાસ માં અમર થયી જાય.


કાદવ ની રમતમાં,તમે જીતો કે હારો કપડા ચોખ્ખા તો નહીજ થાય. તમારી પોસ્ટ ગોળ જેવી હશે તો માંન્ખીઓ પણ ગણગણતી આવશે જ.


આ પક્ષીઓને દેખુ છું ત્યારે તેમની હમેશને માટે મજામાં રહેવાની આદત મને બહુ ગમે છે. એવું એમની પાશે શું હશે :(
એમની પાંખ પર ખિસ્સા નથી હોતા ને એટલે... :



ગણિતનો સવાલ ભાષાના પેપરમાં પુછાય એવું કેમ કરીને માનું? શું કરૂ હું,એનું દિલ મોટું હતું પણ પાકીટ હતું નાનું. 


કેટલીક વખત ઘણા ને દેખીને મન માં એક પ્રશ્ન ઉઠે છે કે શું આ એજ સ્પર્મ હતો કે જે રેશ જીતી ગયો હતો ???


લઘુતમ પદમાં કેવી રીતે રહ્યી સકાય અને ગુસપુસ/છાનામાના રહ્યીને,ઉધયની માફક પોતાના ધ્યેય ને કેવી રીતે પામી સકાય ? તે રસ્તો બતાવે તે ગુરુ.
ઘણી વખત, આટલા વર્ષોના વહાણ વીતી ગયા પછી પણ, મને મળી રહેલા પ્રેમ ના કારણે સ્વીકારવું પડે છે કે શિક્ષકના વ્યવ્શાય ને છોડી ને મેં ભૂલ તો કરી જ છે. :(



સંઘઠન મેં શક્તિ હૈ,ક્યોંકી....અકેલે મેં ફટતી હૈ...


જ્યોતીશ્વીધ્યા
બંધ પડેલી ઘડિયાળ, દિવસ માં બે સેકંડ પેર્ફેક્ત સાચો સમય(ચાલુ હાલતની ઘડિયાળ કરતા પણ પરફેક્ટ) અને દિવસ માં બે વખત ૧૦ -૧૦ મીનીટ આઘોપાછો પણ સાચો સમય બતાવે એટલે તે ઘડિયાળ સાચી અમુક લોકો સમજી લે તેવું બને, પણ તે ઘડિયાળ જે ઘરમાં હોય તેને જ ખબર પડે કે આ બંધ પડેલી છે. વિજ્ઞાન કઈ આવા ના હોય .... ને !!!


No comments:

Post a Comment