Sunday, September 4, 2011

ઉપવાસ અને નવકારમંત્ર

સવાલ :આ ઉપવાસ અને નવકારમંત્ર કેવી રીતે થયું.
જવાબ: જયારે હું સોફ્ટવેરનું કોડીંગ કરતો હતો કે CA ની તૈયારી કરતો,ત્યારે ખુબ મગ્ન થયી જતો. ગણી વખત ખાવા પીવાનું ભાન ના રહે. મેં તે વખતે મારા CA ના જ્ઞાનનો ઉપયોગ કરી નવું સોફ્ટવરે બનાવવાનું નક્કી કર્યું. સળગ ૮-૯ દિવસ એવી મજા આવી કે મને ખાવા પીવાનું પણ યાદ નહોતું રહેતું.અને પછી સારી સફળતા મળી.અમારા પડોશ માં પછી બધા મને દેખી ને તેમના બાળકો ને એવું કહેતા કે જુઓ વિપુલભાઈ , અઠવાડિયા મહિનાઓ ખાધા પીધા વગર રહ્યા હતા અને આજે શું થયી ગયા. તેમના દીકરાઓ પછી ખાવા પીવા નું શું છોડી દીધું મારા જેવા બનવા માટે?

પછી કેટલાક ઉત્સાહી લોકો મને પૂછવા આવતા કે તમે શું કરતા હતા કે જેથી આવી સફળતા મળી?
હું તેમને મારા કામકાજ નું લીસ્ટ લખાવતો કે;
૧. જુઓ પહેલા હું સ્વીચ ઓન કરું છું.
૨. પછી હું સોફ્ટવેર ચાલુ કરું છું.
૩. સાથે મેઈલમાં આવેલા પ્રોબ્લેમ જોવું છું .... તે લખી લેતા. પછી તે દરરોજ સવાર સાંજ તે ભૂલી ના જાય એ માટે તેને ગોખતાં. પછી તેની ઘોખાણપટ્ટી તેમનું રૂટીન બની ગયું. કેટલાક આ લીસ્ટ ની જ પૂજા કરવા લાગ્યા. કેટલાક તો પાછા કેટલી વાર આ લીસ્ટ બોલ્યા તેની ય ગણતરી રાખે. :)

આમ જ લોકોએ મને ઉપર ઉપર થી દેખ્યા અને તે જ ફાઈનલ ગણી લીધું. કોઈ મારી પ્રક્રિયા પૂછે તો બતાવું ને ? બસ, આજ રીતે મહાવીરની સાધના ના દીવશો આમજ ઉપવાસ બની ગયા અને તેમનું લીસ્ટ નવકારમંત્ર. મહાવીર શું કરવામાં મગ્ન બની ગયા હતા તે ના દેખાયું અને કેમ સિદ્ધો તમામ આત્મા ને વંદન કરતા હતા તે ના પૂછયું? બસ વંદન નું લીસ્ટ આજે અપણા હાથમાં છે. અને કહીએ છીએ કે આ અદભુત છે. પણ હકીકત આવી છે.

એતો બુદ્ધે પણ સરુઆતમાં ભાંગરો વાટ્યો હતો. લોકોને તપ કરતા દેખીને તપ કરવા લાગ્યા હતા. માણસ પહેલા તો અજ્ઞાનતાને કારણે નકલ કરવાનોજ પ્રયત્ન કરે. પણ જો તે નકલ પછી તેને ખબર પડી જાય કે આ અસલી વસ્તુ નથી, અને શોધવા લાગે તો તે મળી જ જાય છે.પણ મારું બેટુ અહી કોઈને એય કેવી રીતે ખબર પડશે કે આ નકલ છે. કારણકે વર્ષોથી કોઈને મળ્યું નથી તોયે પેઢી દર પેઢી એમ જ કહેવાય છે કે આજ રીતે મળશે.

મારા માં-બાપ જે કરતા તેનાથી આ જિંદગીમાં તેમને અસલી વસ્તુ કે સત્ય પામેલા દેખ્યા નહિ. હું પૂછું તો કહેતા આને કારણે આગળના જન્મ માં મળશે. હમણાં કહું તે આગળના જન્મ માં મળશે. મને તો આ જન્મ માં જ રોકડું જોઈએ. મારે કોઈના દિલાશા નથી જોયતા. એમતો હું પણ ગયા જન્મો માં આ બધું સાંભળીને આવ્યો છું. પણ હવે કંટાળી ગયો છું. તમે આવતા ભવે કંટાળ્જો. બુદ્ધે પછી શરીરની ક્રિયા ઓ છોડી અને જ્ઞાનની ક્રિયાઓ પકડી. અને જ્ઞાન ને પામ્યા.

એક તરફ ભક્તિ નો માર્ગ છે તો બીજી તરફ પુરુષાર્થનો માર્ગ છે. મીરાં નો માર્ગ ભક્તિનો છે. મહાવીરનો માર્ગ પુરુષાર્થનો. બુદ્ધે તેમાંથી વચલો માર્ગ કાઢ્યો જ્ઞાનનો.મહાવીરનો માર્ગ પુરુષાર્થ નો છે, ભક્તિ કરી ને રીઝવવાનો નથી. લાકડી લઈને ઉભા થયીને ચાલવા માંડવાનો છે. તે Expedition from Ocean to Sky નો છે. ગુરુત્વાકર્ષણના નિયમ થી વિરુદ્ધ ચાલવાનો માર્ગ છે. પડવું તે કુદરતી અને સહજ છે. પાલીતાણાનો ડુંગર ચડવો અઘરો લાગશે.. ઉતરવો નહિ. કોઈકની સુંદરતા દેખીને પતન થવું સહજ છે. તેમાં મહેનત નથી. તમારી અંદર રહેલી કયી ગાંઠ સક્રિય થયી તે જાણવું કઠીન છે. ગાંઠ ને જાણો એટલે બુદ્ધ સુધી પહોંચી ગયા. અને તે ગાંઠને ઓગાળો એટલે મહાવીર.

No comments:

Post a Comment