Saturday, April 30, 2011

ભાષા છોડીને.. ફિલિપિનો આક્રમણ

નજીકના ઇતિહાસ ની વાત કરીએ તો મહાવીર અને બુદ્ધે વૈચારિક ક્રાંતિ કરી હતી ૨૫૦૦ વર્ષ પહેલા, જયારે ફીલીપીનોએ રોજગાર માટે સામુહિક રીતે, પોતાના દેશ અને ભાષા ને છોડી, બીજા દેશ અને બીજી ભાષા ને અપનાવી ને આ યુગ માટે સાંસ્કૃતિક તેમજ બીજી ઘણી રીતે નવા પ્રકારની ક્રાંતિની શરૂઆત કરી હતી. આજે હું જાણું છું, માનું છું કે જે દિવસે ભારત પ્રગતિના પંથે દોડવા માંડશે, ત્યારે એક મારી વાત પણ,આરસ ની તકતી પર લખી રાખજો, મોટા ભાગની ઓફીસો માં આ ફિલિપિનો ઘુસી જશે... કારણકે તેઓ નું વૈચારિક આક્રમણ આપણાં સંસ્કૃતિ, સંસ્કૃતિ કરનારા સામાજિક માળખા કરતા તદ્દન ઉલટું છે. તેઓ પોતાની સંસ્કૃતિ નથી જાળવવા માંગતા, તેઓ આ દુનિયામાં અત્યારે એક એવી ક્રાંતિ લઈને/ધૂની ધખાવીને બેઠા છે કે કામ કરો પછી તે ગમે ત્યાં હોય. અહી દુબઈમાં ગુજરાતીની ઓફિસમાં પણ ફિલિપિનો ને કામે રાખવા માંડ્યા છે. કારણકે બોસ્સ ને ખબર છે તેની ઓફીસ માં ફિલિપિનો કેવું કામ કરે છે અને કોસ્ટ માં કેટલું સસ્તું પડે છે કેટલાક ફિલિપિનો તો ગુજરાતી પણ ઓફિસમાં રહ્યી સીખવા માંડ્યા હોય તેવું પણ છે. તે શા માટે શીખે છે ? તેમની ગુજરાતી સાહિત્યમાં રસ પડ્યો છે ને નર્મંદ કે મેઘાણીને વાંચવા છે ? ના તેમણે, ગુજરાતી બોસ ને ગુજરાતી બોલીને ભરમાવા છે. અને અહી ઘણા ભરમાયા પણ છે. પણ પછી તેમની કામ કરવાની શૈલી દેખી કોઈ તેમણે કાઢવાનું નામ નથી દેતું.
________
આ એક એવું આક્રમણ છે જે આવનારા વર્ષો માં ક્યારે ભારતમાં આવી જશે તે નક્કી નહિ. હા ભારતમાં આવતા વાર લાગશે .. પણ અશક્ય નથી . અત્યારે સુધીના તમામ ડેવેલોપ દેશોમાં તે પહોંચી ગયું છે. તેમને ખબર છે કે કોઈ પણ બીઝનેસમેન આખરે કોસ્ટ કટિંગ માં અને ઓફીસ મેનેજમેન્ટમાં ના માને તો તે ધીરે ધીરે ધંધામાંથી આઉટ થયી જશે. અને તે લોકો ત્યાજ આક્રમણ કરે છે ..તેઓ કોઈ બિઝનેશ નથી કરતા. બસ ફક્ત જે બીસ્નેસ્સ કરે છે તેમને હેલ્પ કરે છે.
________
ચીનની સ્કૂલોમાં જયારે હિન્દી સીખ્વાડવામાં આવતું દેખ્યું ત્યારે અમારા ગ્રુપના બધા બહુ ખુશ થયા, પણ મેં તેમની બીઝનેસ કરવાની સ્ટાઈલ દુબઈમાં દેખી છે, એટલે, ત્યારે એ ગ્રુપ માં રડ્નારો હું એકલો હતો.
________
આ ઠાકરેઓને કોણ સમજાવે કે...સંસ્કૃત ભાષા પણ ગયી જેણે તમે દેવો ની કહેતા હતા.. દંભી ના બનો ...ગુજરાતી કે માતૃભાષા ને ટકાવી સકાય છે ચીની લોકો ની જેમ, કોરિયન લોકો ની જેમ વર્તીને ...જો ભાષા ને જીવાડવી હશે તો તે ભાષા માં થતા ધંધા ઓ જીવાડવા પડશે ,ધંધા જીવશે તોજ ભાષા જીવશે.
________
આપણે ભારતીયો, ગુજરાતીઓ દુનિયા ની કઈ કઈ મોટી પોસ્ટ પર બેઠા છે તેનું એક લીસ્ટ હાથમાં રાખીએ છીએ અને હરખાઈએ છીએ, જયારે બીજી બાજુ એ વાત ભૂલી જઈએ છીએ કે, જો આ વાત ગર્વ લેવા જેટલી હોય તો, આ બધ્ધી જગ્યા એ જ્યાં સુધી, આ લોકો ત્યાની ભાષા માં વાત કરશે ત્યાં સુધીજ ટકશે ...
________
હું તો ત્યાં સુધી કહું છું કે ભલે તમે એજુકેસન માતૃ ભાષા માં લો, પણ તમારે જ્યાં પહોંચવું છે ત્યાંની ભાષા તમને નહિ આવડતી હોય તો તમારી કિંમત ચણા મમરાની જ છે. સમાજ શું કહે છે? , અખબાર શું કહે છે ? તેની ચર્ચા થવા દો.. હા એ હા પણ કરો ... પણ આંખ મીચકારી ..પાછળ થી ચેતી ને રહજો .. ધાર્યું તો તમારું જ કરજો ...
________
આગળની પેઢી એ જયારે સંસ્કૃત ભાષા ભૂલવાડી દીધી ત્યારે આપણને પૂછવા નહોતી આવી. આ તો એક સમયના પ્રવાહ માં આવતું રહેતું નાનું વાવાઝોડું છે . અને મારું માનો કોઈ તેમાંથી છટકી નહિ સકે. બસ તમે આ વાવાઝોડા ને જોઈ જાવ અને ચેતી જાવ. જે પ્રગતિનું કામ સવા અબજની વસ્તીની ભાષા માં ના થયી શકતું હોય તો .જે ભાષા માં થતું હોય તેમાં કરવામાજ સમજદારી છે.તત્વોનું ટુંપણું ભાષાનું ભૂંગળું જેણે ગાવું હોય તેને ગાવા દો. વાવાઝોડું આવે ને ભગવદ ગીતાને છોડીને હું ના ભાગું..તેવું બોલનાર ખાલી ભારતીય ફિલ્મો અને વાર્તા માં જ બચે છે વ્યવહારમાં નહિ .
________

નીચે આગ લાગી હોય ત્યારે મદદ માટે માતૃભાષા નહિ, લોકલ ભાષાનો ઉપયોગ કરવો પડે. નવલકથા; મને મોક્ષ ઉછીનો આપો

Sunday, April 17, 2011

ધર્મ અને ધર્મના વાંદરા

એક વાર વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો. એક રૂમ મા ૮ વાંદરાઓને પૂરી દીધા. રૂમની છતમાંથી એક છાબડી લટકાવી અને તેમાં તાજા કેળા મુક્યા. એ કેળા ને લેવા માટે થોડા થોડા અંતરે દોરડા લટકાવ્યા જેથી તે વાંદરા તે કેળા સુધી પહોંચી સકે. પણ તેમને એક રચના એવી કરી કે જેવા તેઓ કેળા ને અડે કે તરત ઉપરથી પાણી પડે. હવે વાંદરાઓને તેમની પર પાણી પડે તે સહેજેય નાં ગમે. એટલે એક બે વારની વડીલ વાંદરાની કોશિશ પછી કોઈ યુવાન વાંદરાથી કેળા વગર નાં રહેવાય અને પકડવા કુદકો મારે, તો વડીલ બધા ભેગા થયી ને પેલા ને ધોઈ નાખે અને પાણીથી બચાવે.

વૈજ્ઞાનિકોએ એ થોડા થોડા દિવશો એ કેળા બદલવાનું ચાલુ રાખ્યું અને એક એક વાંદરાને કાઢીને નવો વાંદરો મુકતા ગયા. નવા વાંદરાને વળી,ફરી કેળા દેખે અને કુદકો મારવાનું મન થાય તો પાછા જુના વાંદરા મારવા લાગે.નવો વાંદરો વિચારતો હોય કે મારું બેટુ કેળા દેખાય છે તોયે કોઈ કુદકો નથી મારતું અને હું મારું તો કેમ બધા મારે છે??? પણ આવું ચાલ્યું પછી તો નવો આવ્યો, તે બીજા નવા ને મારવા લાગ્યો ... વળી પાછો નવો વાંદરો આવે અને જુનો જાય. છેલ્લે એવું બન્યું કે બધા વાંદરા નવા થયી ગયા. પણ કોઈને એ ખબર નહોતી કે આ મારવાનું કેમ ? તેમને કેળા અને પાણી નો સંબંધ તો ખબર જ નહોતી પણ મારવાનું ચાલુ રહ્યું.

બીજી બાજુ પર પણ વૈજ્ઞાનિકોએ આવીજ રીતે કેળા લટકાવી રાખેલા.આ રૂમ મા પાણી ની વ્યવસ્થા રાખી નહોતી. અહી જેમ જેમ ત્યાંથી વાંદરાને કાઢે તેમ તેમ અહી આ રૂમમા મુકતા જાય.આ રૂમ મા પહેલા નાના વાંદરાઓ હતા તેતો મજે થી કુદમ કુદી કરતા હતા અને કેળા ખાતા હતા.પણ ત્યાંથી માર ખાઈને આવેલા વાંદરા પોતાનો ત્યાં નો અનુભવ ભૂલતા નહોતા. શું થતું હશે તે તો હવે સમજી જ સકાય તેવી વાત છે. જેવા પેલા વડીલ અહી આવ્યાતો અહીના વાંદરા ઓને પણ મારવા લાગ્યા. આ નાના વાંદરાઓ કઈ બોલી તો સકે નહિ. એટલે પછી તો તેઓ પણ કુદકા મારવાનું ભૂલી ગયા. અને વડીલો ને જોઇને બીજાને માર મારતા થયી ગયા.

બસ આવુજ કઈક ચાલ્યું આવે છે, નવા વાંદરાઓ પાસે નવા નિયમો છે, અને કોઈને એય નથી ખબર કે આવું કેમ છે? કોઈકે કીધું હોય કે પ્રભુ તો અમાસ પછી ઉઘડતા બીજના ચાંદ છે તો બધા બીજના ચાંદ ની પૂજા કરવા લાગ્યા ...કોઈકે કીધું કે હું આ તમામ ને નમસ્કાર કરું છું લખ.. કોને કોને ....તેને લખી કાઢ્યા અને પછી ભૂલી નાં જવાય એટલે મોઢે કર્યા અને પછી તે કેટલી વાર બોલ્યા તેની ગણતરી ચાલુ કરી...હવે તે કેટલી વાર ગણ્યા તેનું બેલેન્સ પણ યાદ રાખે છે...કોઈક એમ કહે કે લાખ નવકાર ગણ્યા કોઈક એમ કહે કે પાંચ લાખ ગણ્યા.. કોઈક એમ કહે કે મહાવીર ભૂખ્યા રહ્યા હું પણ ભૂખ્યો રહું...અને હુંય મોક્ષે જાઉં.

સવાલ : શું કહેવા માંગો છો તે સમજમાં ના આવ્યું..

હા, સાચી વાત છે.. ઘણી વખત ઘણી જગ્યા એ આપણે આવું બોલી નથી સકતા કે "સમજમાં ના આવ્યું, સમજાવો " એની જ આ મોકાણ છે. હજી આજે પણ આપણને ખબર નથી કે બટાકા કેમ ના ખાવા? કંદમૂળ કેમ ના ખાવા? જો આદિશ્વર ભગવાને ખેતી ની શોધ કરી હતી, તો તે પહેલા ની ચોવીશી શું ઝખ મારતી હતી ? નેમિનાથ ની જાનની આગતા સ્વાગતા કરવા માટે,લઇ જવાતા પશુઓ શું સૂચવે છે ? ... બસ આવું જ ચાલે છે. કેળા કેમ ના લેવા તેનો ખુલાશો ખોવાઈ ગયો, બસ હવે તો મારવાનું જ ચાલુ છે. કોઈ પણ નિયમ સાશ્વત નથી હોતા. એ ભલે મહાવીરનો બોલેલો નિયમ તમને ગળે ના પડતો હોય તો અઈન્સ્તૈન પણ આ કહી ગયા છે પછી તો હા પાડો. દરેક નિયમ જે તે સંજોગોમાં વેલીડ ગણાય છે. નાનપણમા જે ચડ્ડી સારી લગતી હતી તે મોટા થયા પછી ઝંઘીયા તરીકે ના વપરાય. 


સવાલ: તો કંદમૂળ ખાવા જોઈએ ?

કંદમૂળ ને જાગૃતિ જોડે સંબંધ છે. કંદમૂળ ને માનશીકતા સાથે સંબંધ છે. કંદમૂળ એ તમારી જાગૃતિ ઓછી કરી નાખે છે અને તમને મદ માં (ઘેનમાં) લાવી સકે છે. કેટલાક કંદમૂળથી માંન્શીકતા માં ઉગ્રતા આવે છે. જે "સાધક"ને ના પાલવે. મૂળ વસ્તુ આત્મા ને પામવાની છે. તીર્થંકરોએ જાગૃતિ ને પ્રાધાન્ય આપવા માટેના એક ઉપાયો તરીકે કંદમૂળ ના ખાવાની સલાહ આપી છે. 

પણ, જો કંદમૂળ ના ખાવાથી વધેલી જાગૃતિ કચકચ કરવામાં વપરાતી હોય તો કંદમૂળ ખાઈ ને ઘેન માં જતું રહેવું ઉત્તમ છે. કારણકે "કષાયો થાય" તે કંદમૂળ થી થતી જીવ હિન્ષા કરતા ઘણું નેગેટીવ અસરો આત્માં પર પાડી જાય છે. કષાયો થવા એ સક્રિય કર્મ છે, અને કંદમૂળ ખાવાથી થતી "જીવ હિન્ષા" એ નિષ્ક્રિય કર્મ છે. કષાયો એ તત્કાલ મલ્ટીપ્લાયર ઈફ્ફેક્ત થી વધે છે.

મોક્ષ ને આહાર સાથે સીધો કોઈ સંબંધ નથી. હા સાત્વિક ભોજન થી જાગૃતિ વધે છે અને તે જરૂર આત્માંની ઓળખ  માટે, જરૂરી એવી જાગૃતિ લાવી શકે છે.

ધર્મો ના વેપારી અને હું

બધા ધર્મોની શરૂઆત તેના સો called સ્થાપકને પહેલા ભગવાન નું પદ આપીને થાય છે. પછી એ પણ ધોષિત કરવામાં આવે છે કે હવે કોઈ આવું નહિ થાય.એમના જેવા જ્ઞાનીની વશાવેલી અહી પૂરી થાય છે.. જે છે તે આજ છે. અને પછી મારા જેવા બુદ્ધિસાળી લોક તેનો એક પંથ બનાવે. અને તે "ભગવાન"ની કરુણા મેળવવા માટેના નિયમો બનાવે. અને પછી તેને અનુશરણ કરનારની સંખ્યા વધારવાના ચક્કરો ગતિમાન થાય. વારે તહેવારે તેમના ચમત્કારોની વાતો ફેલાય. તેમના કારણે કેટલી આર્થિક, શારીરિક કે સામાજિક મુશ્કેલીઓ ટળી ગયીની વાતો આવે .આ બધું તમને કોઈક શક્તિના ગુલામ બનાવી દે છે. ધીમે ધીમે તમને એ શક્તિની સામે ડરપોક બનાવી દેવાય છે. અને પછી તમે પોતે કોણ છો તે જાણવા નથી દેવાતું. બસ તમે "એમને" ને "તેમને" જાણવામાં, પછી આખો ભવ ગુઝારી દો છો. આ ધર્મ એ એક ઓર્ગેનાઈઝ્દ ક્રાઈમ છે.

પણ બુધ્ધીસાળી લોકો આવું કેમ કરે..?

કારણકે તેમને જ્ઞાન સાથે નહિ વેપાર સાથે નીશ્બત હોય છે. જ્યાં સુધી "આ છેલ્લા જ " આવું જાહેર કરવામાં ના આવે ત્યાં સુધી તેમનો ધર્મ નામનો વ્યાપાર અટકી જાય છે. કારણકે કોઈ બીજો આવી ને ( બીજું ગ્રુપ બનાવીને) પોતાને ભગવાન જાહેર કરીને ઉપદ્રવ કરી દે તો ? વ્યાપારીઓ ની કોઈ કમી છે અહી? કેટલાક જ્ઞાની ની વાત સમજીને અંદર ઉતારી દે છે,જયારે મારા જેવા સારી વાતોના એજન્ટ બનવા માંગતા હોય છે. મારા માટે જેના વિચારો સહજતા થી વેચી સકાય તેવા હોય તે વિચારો ઉત્તમ માલ છે. પછી તે માલ નું જરૂર પ્રમાણે પેકિંગ કરીને વેચી સકાય છે. હું તો એક Distributor છું. મારા ત્યાં બધાના વાક્યો છે બધાની વાતો છે. આ માલ ખરીદવા માટે હું દુરદુર જઈને તપાસ કરું છું. હીરાની જેમ ચકાશું છું. અને પછી તમારે જોઈએ તેવું પેકિંગ કરી આપું છું.

હું કિરાણા સ્ટોર જેવો છું. અને કેટલાક એક્ષ્ક્લુસિવ સ્ટોર વાળા હોય છે. અહી તમને તમારી પસદગી મુજબ નોજ માલ બતાવવું તે સેલ્સમેન્શીપ ની સ્કીલ કહેવાય. ત્યાં તમને તેમના જેવું કોઈજ નથી તેવું કહીને જે છે તે જ માલ મળશે.માણસની ચિંતાઓ સવાલો ક્ષણે ક્ષણે બદલાતા રહે છે અને એટલે તેમના ધર્મ વિશેના પ્રશ્નો પણ બદલાય છે. અહી સવાલ જવાબ છે. ત્યાં ભાષણ છે. તમારે જોઈએ છે તે માલ જો મારી પાશે નથી તો મારે પણ તેને શોધવોજ પડશે ને ?




ગાંધીજી અને હું

ગાંધી ...

**************************​******
જો..જેમ દરેક ઓવરમાં રમવાની strategy અલગ હોય છે તેમ ઉમરે ઉમરે સત્ય પણ બદલાતું રહે છે. નાનપણ માં જે ચડ્ડી સારી લગતી હતી તે અત્યારે પહેરીને ફરીએ તો હનુમાનજી લાગીએ.. ગાંધીજીના વિચારો તે વખતે સારા હતા. હવે અહી ફીટ ના થાય.
**************************​*******
એ વખતે બીજો કઈ કામ ધંધો હતો નહિ તો ચરખો ભલે તે ફેરવતા. અત્યારે તે પોતાનું કપડું જાતે વહાટ કરવા જાય તો એટલા કલાકમાં કોઈ પાકિસ્તાની બોમ્બ ફોડીને બાપુને પ્રણામ કરીને કરાંચી પાછો પહોચી જાય. વાત કરે છે ગાંધી તો સનાતન વાળો.. જો ગાંધીજી એમ માનતા હોય કે, એક મશીનરીથી જે કલાકો બચે તેપછી વસ્તી વધારવામાં વપરાશે તો તે બરાબર હતા. કે મશીનરી ના લાવવી જોઈએ .. ખાલી મગજ ના ખા નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો
**************************​********
જો તમારે પુજાવું હોય તો પહેલા બીજાના મંદિર બનાવી સિરસ્તો પાળો.. લોકો તો પાગલ છે પછી તેને ફોલો કર્યા કરશે ને પછી તમારો વાળો આવશે .. આ ભારત છે અહી બધું વારષામાં આપવાનું અને લેવાનું ચલન અમથું થોડું છે ? હું બાપજીનું મંદિર બનાવડાવું તો તેમાં પછી મારી મૂર્તિ મુકતા તમને કોણ રોકશે?

Come at 6.00 p.m. at IIM Kittlee... even you Donot want to participate , don't worry, atleast તમે સાક્ષી તો બનો કે તમારી હયાતીમાં જ શું થયું હતું.. કારણકે દરેક નવી પેઢીને " ...જૂની પેઢીએ આ રોકવું જોઈતું હતું હવે કશું ના થાય તેવું બોલવાની આદત હોય છે "

તમે સાક્ષી તો બનો કે તમારી હયાતીમાં જ શું થયું હતું.. કારણકે દરેક નવી પેઢીને " ...જૂની પેઢીએ આ રોકવું જોઈતું હતું હવે કશું ના થાય તેવું બોલવાની અડત હોય છે "

**************************​***************
ગાંધી એવી હિંમતના માણશ હતા કે અત્યારે જીવતા હોત તો ફરીથી લડાઈ શુરુ કરી દીધી હોત. ભલા આદમીની ને એક કમજોરી હોય છે કે તે આખી દુનિયાને પણ ભલા સમજી લે છે. ...વ્હેત છેટું સુખ. ગાંધીજી એ આજ ભૂલ કરી હતી
***********************
જે trustiship ના નિયમ પર ગાંધીજી એ સ્વપ્ના દેખ્યા હતા તેની આઝાદી મળતાજ ધજીયા ઉડી ગયી હતી. અને ભારતે આઝાદીની લડાઈમાં યોગદાન આપનારા ઉધ્ધ્યોગ પતિઓને લાઇસન્સની લાણની કરીને તેમને કરેલા investment નું પૂરું વળતર ચૂકવી દીધું હતું. કોંગ્રેસની સ્થાપના પછી મોતીલાલ પંડિતે કરેલી મદદનું જવાહરલાલે પૂરું વળતર લીધું હતું તો બજાજ વગેરેને લાઇસન્સ આપીને ખુશ કાર્ય હતા. એતો ધીરુભાઈ વચ્ચે આવ્યા ને લોકો ને વળતર આપવાનું ચાલુ કર્યું..
***********************
લોકતંત્ર અંતહી ધન્તંત્ર છે
************************
દુનિયામાં કાળા કામ કરનારા સફેદ કપડા શોધીજ કાઢે છે. જો આવીજ રીતે રાજકારણીઓ ની સામે જનતા ભભૂકતી રહશે તો એક વખત ખાદી અને ગાંધી ટોપિઓની જાહેરમાં હોળી કરવી પડશે ... નાના બચ્ચા ભવિષ્ય તરફ દેખે છે બુઢ્ઢા લોક ભૂતકાળ ની તરફ દેખે છે જે દેશ ભૂતકાળની વાતો કરે છે સમજો બુઢ્ઢો થયી ગયો..
**************************​**
ગાંધીજી અને તેમના અનુયાયીઓ માં આધ્યાત્મિકતા અને રાજકારણ નું સંયોજન હતું અને આઝાદી મળતાજ સાર અસાર નો ભેદ પર્ખાયી ગયો. ગાંધીજી માટે રાજકારણ અસાર હતું તે છૂટી ગયું અને અનુયાયીઓ માટે આધ્યાત્મિકતા અસાર હતી તે છૂટી ગયી. પછી જે થયું તેના આપણે સાક્ષી છીએ. ગાંધી કે તેમના અનુયાયીઓ ક્યારેય ખોટા નહોતા. ગાંધીની, અનુયાયીઓ પાશેથી જે અપેક્ષા હતી તેની હાર થયી હતી. કોન્ગ્રેસને વિખેરી નાખવાના પ્રસ્તાવ વખતે ગાંધી બધું જાણતા હતા.
**************************
સવાલ નજરોનો હતો ગાંધીની નજર અને તેમના અનુયાયીઓની નજર ક્યાં હતી તે આઝાદી મળતાજ થયેલા ના.હું..હૂઊ ના...હૂઊઊ કરવા બેઠેલા નેતાઓ થી ખબર પડી ગયી હતી
**************************​****
ગાંધીજી કઈ ઓછી માયા નહોતી, બહુ ઉચ્ચ કક્ષાની ખોપડી હતી, તે અત્યારે હોત તો એમ ના કહત કે પ્રદુષણને બચાવવા પોલીશઓ એ સાયક્લ ચલાવવી જોઈએ, એમની કોઈપણ વાત માં તે સમયે વજૂદ રહેતું. તે જીદ્દી નહોતા બહુ દુરન્દેશી હતા. નહીતર વસ્તી વધારા ને અટકાવવા માટે સ્ત્રી કેળવણી ની વાત ના કરત. જો કોન્ડોમ પણ ખાદીના બનાવડાવ્યા હોત તો કહેવાત કે તે ખાદીના જીદ્દી હતા. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો


પાપ,પુણ્ય,પૈશો,પદ, પ્રતિષ્ઠા, પતી કે પત્ની

પૈસા એટલે શું ?

હું જયારે આઠમાં ધોરણમાં ભણતો હતો ત્યારે પૈસા એટલે શું તેનો જવાબ મળેલો તે આજે આધ્યાત્મિક પરીભાષા ની ઐસીકી તૈસી કરી કહું છું. પૈસા એ તમે કરેલા કામની કમાણી નું સંગ્રહ સ્થાન છે. દરેક તીર્થંકરોના વખત માં ફક્ત સાટાસાટી પધ્ધતિ હતી. એટલે લોકો પોતાને આવડે તેવું કામ કરતા અને તે કામ ના બદલામાં જેની જરૂર હતી તે મેળવી લેતા. હા જે કામ નહોતા કરતા તેમને સામે પોતાની ચીજ વસ્તુઓ મળી શક્તિ નહોતી.
સમય જતા વિભાજન નો સવાલ ખડો થયો. મારી પાશે ભેસ હોય અને ૨૦ કિલો ચોખા જોયતા હોય પણ ભેશ નો ભાવ ૫૦ કિલો ચોખા હોય તો કરવું શું ? વળી પાછો સાચવવાનો સવાલ થયો, માની લોકે મેં ભેશના બદલામાં ૫૦ કિલો ચોખા લઇ લીધા તો ૨.૫ વર્ષ સુધી સાચવી રાખવાના કેવી રીતે !!! રાજા પણ પોતે લકક્ષર રાખતા અને શરક્ષણ પૂરું પાળતા અંને તેના બદલામાં વેરા લેતા.
આ બધા સવાલો નો જવાબ આપવ માટે પહેલા સોના મહોરો નું ચલણ આવ્યું. જે આજની તારીખ માં પૈસો બન્યું.
જે કામ કરવા માંગતું હતું તેમના માટેની આ બધી વાત હતી. જેમણે કામ નહોતું કરવું તેમને તો પહેલાય સવાલ નહોતો અને આજેય પણ નથી. પહેલાય માંગીને ખાતા હતા અને આજેય ખાઈ સકે છે.
ગુરુઓને પણ તેમની સીક્ષાના બદલામાં દક્ષિણા આપવાનો રીવાજ હતો અને છે. એ વખતના ગુરુઓ માં વાણી અને વર્તન ની એકતા હતી. તેથી પૈસા ને પાપ સમજીને નહિ, પણ જરૂર ના હોવાથી સાથે નહોતા રાખતા. તેમની જરૂરીયાત ફક્ત ઘાતિ , અઘાતી કર્મો ની નિર્જરા રહેતી. અને તેના માટે તેમની જરૂરીયાત ફક્ત શરીરની ક્રિયાઓ ના સમભાવે નિકાલ ની રહેતી. ક્યારેય કોઈ તીર્થંકરોએ કે ગુરુઓએ પૈસા બાબતે વર્ણન કર્યું નથી અને કેમ કરે? આવી તુચ્છ બાબતો આપણાં ભેજા માંથી ઉપજાવી કાઢેલી વાતો છે. આતો નાના છોકરા ઘર ઘર રમે અને દલીલો કરે તેવી વાતો છે.

શું હવે જમાનો એવો આવ્યો છે કે ...આવશે ....કે જેમાં પૈસા ને પાપ સમજવામાં આવે? તમે મને કહો કોના માટે આ પાપ સમાન છે. જેમણે કામ ધંધા ના કરવા હોય તે ભલે ને પડી રહે. જેને મોક્ષ જોઈએ છે તે પહેલા પૈસા કમાવા માંડે ..પૈસા હશે તો તમે transportation કરી શકશો,જ્ઞાનની ચોપડીઓ વાંચી શકશો.. અને તમને મોક્ષ લઇ જાય તેવા ગુરુ ની ખોજ કરી શકશો. નહીતર પડી રહશો દુનિયા ના એક ખૂણે અને રાહ જોજો કે કોઈ ગુરુ તમારા ઘરે આવીને હાથ પકડીને મોક્ષે લઇ જાય.. રામ રામ કરો અને રાધે રાધે કર્યા કરો.
જમાનો ક્યારેય ખરાબ થતો નથી, પણ આપણાં વિચારો જડ જેવા રહે છે, જ્ઞાન દિવશે દિવશે વધતું જાય છે જો આપણું મોક્ષ નું લક્ષ જડ રહે તો નવા જ્ઞાનનો ઉપયોગ કરી તે સિદ્ધ કરી સકાય છે.
પાપ તો આ જગત માં કશું છે જ નહિ. ફેર ખાલી જગતની દ્રષ્ટિમાં છે,તો પૈશો ક્યાંથી પાપ થયો ? બલ્બ પ્રકાશ આપે પણ તે પ્રકાશ નો ઉપયોગ તમે બેટરી માં બલ્બ ભરાવી રાત્રે ચોરી કરવા માં વાપરો તેમાં બલ્બ ક્યાંથી ચોર થયો? એના કરતા છાનોમાનો ચોપડીઓ વાંચને...આવી ઘેલી ઘેલી વાતો કાં કરે ? મોટો ન્યાયાધીશ, પાપ અને પુણ્ય નો ચુકાદો આપવા વાળો ......


પૈસા ને પાપ એજ લોકો ગણતા હતા જે "ક્યારેક પૈસા એ પુણ્યથી મળે છે" તેવું કહેતા હતા 

Saturday, April 16, 2011

ભ્રષ્ટાચાર અને હું.

છોકરા છોકરી શોધવાના હોય ત્યારે ગવાર્ન્મેન્ત સર્વિસ વાળા ને પ્રેફેરેન્સ અઆપ્વાનું કારણ તેની "ઉપરની" કમાઈ છે. જ્યાં સુધી તે મૂળભૂત દ્રષ્ટી નાં બદલાય,
અરે પુજારીને પૈશા આપીને વહેલા દર્શન કરનારા નાં બદલાય,
અરે હું પૈશા લઈને કામ નહિ કરું તો બીજો કોઈ કરી દેશે ....નો અભિગમ નાં બદલાય,
ત્યાં સુધી આન્ના નું કશું ઉપજે તેમ નથી. :

_______________________________
અહી અન્ના હજારે ને સપોર્ટ કરનારને કાલથી કોઈ પણ જગ્યા એ ટ્રાફિક પોલીસ,સરકારી ઓફીસ કે કોઈ પણ જગ્યા એ ભ્રષ્ટાચાર ને પ્રોત્સાહન આપ્યું તો અન્ના જી નાં ઉપવાસ નાં સોગંધ : 
______________________________
આ ભ્રષ્ટાચાર નું મૂળ મારામાં જ છે. મેં કેટલીય વખત, તેઓ ભ્રસ્તાચારી છે તેવું જાણવા છતાં,આ ભ્રસ્તાચારીઓને મત આપ્યા છે અને તેમને તક આપેલી છે. આતો મારી જ મારી સામે ની લડત છે. આ તો તેઓ લઇ ગયા અને અમે રહ્યી ગયા ની લડત છે. જો એક ફિલ્ટર મુકવામાં આવે કે જીવનભર જેમને ભ્રષ્ટાચાર નાં કર્યો હોય તેજ આગળ આવે તો ? હું પ્રમાણિકપણે, કહું છું કે આ લડત ને હું ખુલ્લેઆમ ટેકો આપવાને નૈતિકરીતે લાયક નથી, કારણકે ભ્રષ્ટાચાર મેં પણ કરેલો છે. એક ટેબલ પર થી બીજા ટેબલ પર, અટવાયેલી ફાઈલોને મેં ખુદ પૈસા આપીને આગળ ધપાવેલી છે. અને ફરીથી જયારે જરૂર પડશે ત્યારે તે હજી પણ કરવાની ઈચ્છા ધરાવું છું. જો મને મારા કામમા કોઈ રોકશે, તો હજી જરૂર હું "કઈક" કરીશ. અને જો કોઈ રોકશે નહિ તો, મારે જરૂર પણ નહિ પડે
________________________________
વલ્ડ કપ જીત્યા ત્યારે જોવા મળેલા ઝંડા ની સંખ્યા કરતા ૧ ટકા ઝંડા પણ આ અન્ના હજારે નાં સરઘસ મા મળે તો ???? , આજે ભારતને ફરીથી એક તક મળી છે કે જે ઈજીપ્તમાં શક્ય બન્યું તે અહી પણ કરી દેખાડી શકીએ ...ક્યા સુધી ફક્ત ક્રિકેટ માટે જુસ્સો રાખીશું એક પલ આવનારી પેઢી માટે પણ આવો જુસ્સો નાં બતાવી શકીએ ? ?
________________________________
કાલે "...ચાલો દિલ્હી " નામનું મેં પોસ્ટ લખેલું.અને તેમાં સવાલ કરેલો શું ઈજીપ્તમા થયો તેવો જુવાળ ઉભો થશે ? તો તેના જવાબ મા મારા એન આર આઈ મિત્રોએ, એ મુદ્દા ને હિંસક- અહિંસક નો મુદ્દો બનાવી નાખ્યો. બંને મિત્રો નું કહેવું એમ હતું કે તેઓ અહિંસાનાં પુજારી છે અને હું હિંસાનો પુજારી. કારણકે;
"મેં સુભાષચન્દ્ર બોઝ અને ગાંધીજી વચ્ચે થયેલા ખટરાગ નાં થોડાક મુદ્દા પહેલા ચર્ચેલા. ત્યારે તે મીત્ર એ એવો ભર મુકેલો કે આઝાદી ફક્ત અહિંસા ને કારણે મળેલી. અને અહિંસા ની જીત જ સમગ્ર ઈતિહાસમા પ્રવર્તે છે. મેં તેઓ ને કહેલું કે એવું નથી જયારે "જે " જરૂરી લાગે તે થાય છે અને "જે " મજબુત હોય તેની જીત થાય છે. તો તેમને એવો સવાલ ઉઠાવેલો કે નક્સલવાદીઓ પોતાની માંગ માટે હિંસા કરે છે તે વ્યાજબી છે ? મેં કહેલું કે "જે" મજબુત હશે અને "જ્યાં સુધી" મજબુત હશે "તે" જીતશે. મારો સ્વભાવ દ્રષ્ટા નો છે. કોઈ એક પક્ષ મા ઉભા રહેવાનો નથી. હું તો બસ આ આમ છે અને આ તેમ છે તેમ કહું છું. "
કાલે આ પોસ્ટ મા દિલ્હી જઈને અન્નાજી ની લડત મા જોડવા માટે ની વાત કરી. તો તેમને ૧.૫ થયીને કોમેન્ટ લખી "વિપુલભાઈ, આ અહિંસા ની લડત છે ..." મેં કહ્યું કે તો શું? તો તેમને કહેલું કે તમે કોન્ટ્રાડીક્તઅરી, વાતો કરો છો..મેં કહેલું કે મારો સ્વભાવ જ આવો છે. સમયે સમયે તક જોઇને હું નિર્ણય લઉં છું. અને હું આવી બાબતે ચરકટ છું જ. મેં તમને વાત કરી કે હુઓ અહિંસક લડતનાં આટલા મોટા દાવેદાર હોવ, અને હું હિંસા ને ભૂલે ને જો અહિંસક બનતો હોવ તો તમે જરૂર સાથ આપશો, આવી જાવ ત્યારે સાથે મળીને કામ કરીશું... મારા બેટા મેદાન છોડી ને જતા રહ્યા.
મને એમ થાય છે કે તેઓ એ અહી,હિંસા અહિંસા ની વાતો કેમ છેડી. ભ્રષ્ટાચાર નાં મુદ્દે જે લડાઈ લડાય છે. તેમાં તેઓ કેવા પ્રકાર ની હિંસા ની અપેક્ષા રાખતા હતા કે જે નાં હોવાથી તે અહિંસા -- અહિંસા નાં ઝંડા લઈને તૂટી પડ્યા? તે તો,તેમની અંદર રહેલો અહિંસાનાં ઠેકાનો કીડો સળવળી ઉઠ્યો એટલે તેવું થયું. અને પછી મારી "સળીએ", તેમના અહંકારે ટેક-ઓવર કર્યો ...પછી અહંકાર-અહંકારની લડાઈ મા જે હવાતિયા મરાય ...આહ...હા..હા.. મજા આવી ગયી ... કાલે રાત્રે સર્ફિંગ અને ફોન કોલ પર , આ લડાઈ વિષે મેળવેલી માહિતી ફરી ક્યારેક... 


Friday, April 15, 2011

દરકાર

તારે ક્યા કઈ કરવાનું છે? તારે તો નિશ્ચય જ કરવાનો છે કે મારે પૂરે પૂરી દરકાર રાખવી છે. પછી તો કુદરત જ, તારી કોઈક નાની બેદરકારી વખતે કોઈક ટોક્નારને મોકલશે. જો તું જ પોલો હોઈશ, તો તારું ધનોતપનોત નીકળી જાય એવી બેદરકારી વખતે,પણ, તને કોઈ બચાવવા નહિ આવે.