Monday, July 21, 2014

લાઈફ , લવ અને ગોટ લોસ્ટ પાર્ટ ૧ (Life Love and Get Lost Part 1)


------------------------------------
અમદાવાદ એરપોર્ટ પર ઘરના બધા સી-ઓફ કરવા આવેલા.લોકોની વચ્ચેથી પણ, મારી નજર, અચાનક કોઈક ચઢી આવે તેવી આશા સાથે અકળ-વકળ થયી આમ-તેમ ફરતી હતી.દુબઈ હું પહેલી વાર જઈ રહ્યો હતો. એમ કહો કે દેશની બહાર હું પહેલી વાર જઈ રહ્યો હતો. ધીરેન પાસે થી દુબઈની મેં ઘણી વાતો સાંભળેલી. તેના ફોટા પણ જોયેલા. એના ફોટા કરતા દુબઈની બીઝનેસ સ્ટાઈલની વાતો સંભાળવાથી મારા શરીરમાં, ધમની-શીરા નાચ કરતા. હું એક્સાઈટ થયી જતો.ધીરેને આ પહેલા પણ, કેટલીય વાર મને દુબઈ આવવાનું કહેલું. પણ હું અહી,મારી જાતને એટલો બીઝી રાખતો કે મને ત્યાં જવું સૂઝતું નહિ. હવે પ્રસંગ જ એવો બનેલો કે મારે ત્યાં ગયા વગર રીકવરીની આશા જ નહોતી રહ્યી. એમ કહેવાય કે હું જેને એવોઈડ કરતો હતો તે હવે ઝાખ્માંરીને કરવું પડે તેવું હતું.

આમતો મને, દુબઈ જવાનો રોમાંચ ઘણો હોત પણ , અત્યારે મને એવો કોઈ રોમાંચ થતો નહિ.હા, મારી નજર જે વ્યક્તિને જોવા માંગતી હતી, તે હોત તો કદાચ મારો , રોમાંચ બેવડાઈ જાત.મારી આમ આજુ-બાજુ ડાફોળીયા મારતી નજરને પામીને , મારા કાકાએ લાગલું જ પુચ્છ્યું "શું એને ખબર છે ?"
મેં ઢોંગ કરતા વળતું જ પૂછ્યું "કોને"?
કાકાએ પણ, પછી, સ્વાભાવિક પ્રશ્ન ટાળી દીધો.
પણ,મેં પાછળથી ધીરેક રહ્યીને કહ્યું કે "હા કહેડાવ્યું તો છે, મેસેજ તો પહોચાડ્યો છે".
કાકા એ ઇશારાથી કહ્યું કે "તે નહિ જ આવે" અને પછી બધાણે સંભળાય તેમ કહ્યું "દશેક મિનીટ પછી તારે અંદર જવું પડશે. ભાભી, બીજું કોઈ આવવાનું છે ડાયરેક્ટ અહી ?"
મમી નકાર ભણી કહ્યું " આ બધાએ એટલું જલ્દી નક્કી કરી નાખ્યું છે કે, કોઈને વાત પણ નથી કરી. આવી રીતે તો કઈ દુબઈ જતું રહેવાતું હશે ?"
કહીને મમી રડવા જેવી થયી ગયેલી. પણ તરત તેના મનમાં એક અજંપો ઉપસી આવતો હતો. મમ્મી એ પણ થોડીક ક્ષણો પછી કાકા ને કહ્યું :"નેહા ને જાણ કરી હોત તો સારું થાત"
કાકા એ મેં વાત કરી તે મમ્મીને કહ્યું નહિ... પણ ખાલી હકાર માટે માથું હલાવ્યું. મારી નજર તોયે વારેઘડીએ બહાર જતી રહેતી.

સમય થયી જતા એરપોર્ટ અંદર જવા માટે લાઈન થવા લાગેલી... કાકાએ પંદરેક મિનીટ પછી ઇશારાથી ઘડિયાળ બતાવીને કહ્યું કે હવે મોડું થાય છે. મેં પણ નિરાશા થી ટ્રોલી ચલાવવા લાગી અને અંદર જતો રહ્યો. બેગેજ અને ઈમિગ્રેશન પતાવીને મમ્મી કાચ ની બહાર ઉભીં હતી તેને જોઈ.નજર ફરીથી આજુબાજુ ફરી કાકા, ભાઈ બીજા દોસ્ત વગેરે એ હાથ હલાવીને આવજો કહ્યું. મારો મોબાઈલ તો બંધ થયી જવાનો હતો.મગજમાં સોડાની બોટલનું ઢાકણ ખુલે અને જેવું ગેસ સાથે પાણી બહાર નીકળવાનું જોર કરે તેવું જ જોર મને,એક વાર એની જોડે મોબાઈલ પર વાત કરવાની ઈચ્છા થયી આવી. આંગળીઓ ક્યારેય પ્રેસ થયી ગયી તે ખબર ના પડી. મોબાઈલ કાન પર મુકાઈ પણ ગયો ... એના ઘરની રીંગ વાગતી રહ્યી ... હમણાં હલ્લો એવો અવાજ આવશે. ત્રણ મહિના પછી એનો અવાજ સંભાળશે ...ધબકારા વધી રહ્યા હતા .... પણ રીંગ વાગતી બંધ થયી ગયી. એક્ષચેન્જમાંથી છોકરી બોલવા લાગી "...કોઈ ઉપાડતું નથી..."

મને અંદેશો આવ્યો કે શું તે આવવા નીકળી તો નહિ ગયી હોય ને.. કદાચ તે મોડી પડશે અને હું નીકળી જઈશ .... સબંધીઓ જતા રહ્યા હતા ... એરપોર્ટ પર એનાઉન્સમેંત થયું... હું મુંબઈની ફ્લાઈટમાં જતા પહેલા એક વાર પાછું ફરીને કાચ તરફ જોઈ રહ્યો હતો. પણ કોઈ નજરે ચઢતું નહોતું. મેં હેન્ડ બેગ ઉપાડીને ચાલતી પકડી. પણ એ બેગની સાથે સાથે ૧૨ વર્ષ જુના મીઠા સબંધોનો ભૂતકાળ પણ રગડીને આવતો હતો.

મેં ત્યારે નેહાની બહુ મિસ કરી.....

થેંક્યું જિંદગી.

Friday, May 18, 2012

Onion Coat

Alike onion coat, I lives with a coated face.
And each face is characterized unique 
I went into elder while there family
in My office , becomes “the boss” 
while playing around nephews, i remains a joker
while there stands a friends,
you cannot find me otherwise.
Then backs to my hole, in the night, to infiltrate
removes the dust layers on me
witness the wastes flowing from the tank 
again the next day
new day
new dusk
wearing new masks on new face
starts the journey ahead
I kidding the world,
world be-fooled of me
satisfies the goods to which, it is carried
I store the material that I thinks fit
I just run this shop, the god manages it
I am the owners, and just witness it

Sunday, April 29, 2012

પ્રકરણ ૩


"હવે આજે,ભગવતી સિવાય કોણ કોણ આવવાનું છે ?"  મોહ્તીને વળાવીને મુકેશ પાછો આવ્યો. રીસેપ્શન કાઉન્ટર-કમ - ડેસ્ક પર આવી ને પૂછ્યું
" ના , સર ભગવતી સિવાય કોઈ નથી. પણ તમારે ડેરિવેટીવ્ઝ માટે ઇન્સ્તીત્યુંત મા જવાનું છે. " ડિમ્પલે નોટબૂક દેખ્યા વગર તરત સીડ્યુલ કહી દીધું.
" ઓકે" કહી મુકેશ સીધો એની કેબીન મા ગયો.
" સર, ધનંજય આજે રજા પર છે. એટલે ડેરિવેટીવ્ઝમા પણ એ તમારી સાથે નહિ આવી સકે. "  ડિમ્પલને પાછળ થી યાદ, એ ચાર સેટ લઈને આવતા, કેબીનનો દરવાજો ખોલતા જાણ્ કરી.
" કાઈ વાંધો નહિ, તું આવી જજે ..." મુકેશે હાથના ઈશારા થી ખુરશી પર બેશ્વાનું કહ્યું.
" સર, હું ત્યાં આવી ને શું કરું ? મને ડેરિવેટીવ્ઝ વિષે કઈ ખબર નથી...અને ત્યાં બધા પ્રોફેશનલ હોય .." ડિમ્પલે ખુરશી પર બેશતા મુંઝવણ કહ્યી.
" એ તો હું સંભાળીશ ને બધું... તારે તો ફક્ત હાજરી આપવાની છે. ધનંજયને પણ ક્યાં કઈ કરવાનું હતું?"
"હા સર એતો બરાબર પણ..."
" જો ડીયર, આ બધા પ્રોફેશનલ લોકો, "કહેવાના" પ્રોફેશનલ હોય. બધા ને બધાના ધંધાની ખબર ના હોય. મારી સાથે આમતો કોઈ ની જરૂર નથી.પણ આ લોકો ને ભપકો દેખાવો જોઈએ."
" સર, એવા ભપકાની તો તમે રોજ ઠેકડી ઉડાવો છો "
" હા, એતો હાથી ના દંત ની જેમ ચાવવાના અને દેખાડવાના અલગ અલગ રાખવાના. ભપકો દેખાડવાની પણ એક રીત હોય છે.ધડ-માથા વગરના ભપકા તરત જણાઈ આવે "
" તો સર, હું આજે આવું, પણ મને ડેરિવેટીવ્ઝ વિષે કઈ ખબર નથી તો આ ભપકોય ખબર ના પડી જાય?"
" ના, આમાં એવું છે કે ત્યાં જે લોકો આવશે એમના માટે ધનંજયની એન્ટ્રી અપેક્ષિત હશે, પણ આજે તને પહેલી વાર મારી સાથે જોશે. એનાથી એવી છાપ પડશે કે મારી પાસે ધનંજય એકલો નથી બીજા પણ છે. બીજું કે તારો ચહેરો જોઈને ઘણાને મારી ઈર્ષ્ય આવશે."
"શું સર તમેય ..."
"જો ડીયર,હું તારા ચહેરાનો, હાસ્યનો  ઉપયોગ જરૂર પડે કરી દઉં છું.. એને આ પ્રોફેશનલ  કેરીઅર મા જરૂરી છે. હું એકલો જાઉં એના કરતા કોઈક ને સાથે ફાઈલ્સ ઉપાડવા લઇ જાઉં તો લોકોની ઉપર ઈમ્પ્રેશન પડે. હા હું, તને થોડાક  કોન્સેપ્ત્સ સમજાવી દઈશ એટલે ત્યાં ચર્ચા દરમ્યાન તને બગાશા નહિ આવે.ડેરિવેટીવ્ઝની શરૂઆત જ તું કરજે."

"સર, મને તમારો આવો ત્રન્સ્પરાંત સ્વભાવ હોવાથી, તમારી બીક નથી લાગતી. નહીતર આવો ઉપયોગ મારી ફ્રેન્ડ્સનો, પણ એમના બોસ કર્તા જ હોય છે. પણ તેઓ આટલા ટ્રાન્સપરન્ત ના હોવાના કારણે,સતત મુંઝવણમા રહેતી હોય છે. "
" હોય એતો... દરેક ની મેચ્યોરીટી પર નિર્ભર કરે છે.ડીયર  "
"સર, આ "ડીયર" શબ્દનો ઉપયોગ મેં તમારી પાશેથી  જાણ્યો. શરૂઆતમાં જયારે ઇન્ટરવ્યું માટે આવી ત્યારે તમે "ડીયર" કહેતા ત્યારે મને તેમાં વાશનાની ગંધ આવેલી. પણ તમારા ચહેરા અને આંખો પર, સહજતા દેખી એટલે મેં આ જોબ એક્સેપ્ટ કરેલી."  

"જો ડીમ્પલ, એમાં એવું છે કે આ સહજતા અને સામે વાળી વ્યક્તિને કેમ કરીને લાભ થાય તેવી વૃતિ ને ઓબ્લિઆઇઇન્ગ્ નેચર કહેવાય. તમે દિલ થી ચોખ્ખા હોવ તો તે સહજતાની અસર સામેની વ્યક્તિને થયા વગર રહે નહિ. અને હું ફક્ત આ નેચરને લઈને જ હવે પ્રોફેશનલ કેરીઅર બનાવું છું."

"હા, સર મને તમારી સાથે રહ્યીને હવે, એ સ્વભાવના ફાયદા દેખાઈ આવે છે. જુઓ આજે ફક્ત મેં મોહ્તીજીને, થોડીક ઓફર કરી ને તરત એ, બેન, બેન  કરવા લાગ્યા. હવે તો ઘેર પણ, હું બધા ને ડીયર , ડીયર કહેવા લાગુ છું ને બધાને નવાઈ લાગે છે "

" હા હા હા ....હોય હોય...જો દિલમા મોકળાશ હશે તો એનાથી અભેદતા આવશે. અને અભેદતા હોય ત્યાં સક્શેશ જ હશે ...પ્રસંગ પ્રોફેશનલ હોય કે કૌટુંબિક... હવે આપણે પ્રોફેશનલ વાતો પર આવીએ..આવી ચર્ચા પણ ગામના ચોરે.. પંચાત  કર્તા હોઈએ એવી થયી જાય .. " એકદમ ચર્ચાનો અંત લાવતા મુકેશે કહ્યું

"હા, હવે બોલ તને શું લાગ્યું "  કાગળ ના ચાર સેટ પોતાના હાથમાં લેતા મુકેશ એ પૂછ્યું.

" સર, એમને બેંક ની મીટીંગ મા જવાનું કહ્યું.. પહેલા પણ એમને પૈસા ની ખેંચ છે તેવું કહ્યું. એમની ચિંતા કૈક ઊંડી છે. તેમને ધંધામાં કોઈકની ઉપર શંકા નથી પણ એમનો કોઈક એવો નિર્ણય, ગણતરી વગર લેવાઈ ગયો લાગે છે. ટોપ અને બોટમમા પ્રોબ્લેમ ના હોય, અને  તોયે ફંડમા પ્રોબ્લેમ હોય તો, સર, તમે એક વાર પહેલું કે  મેનેજમેન્ટ ડિસીશન ઉંધા પડ્યા કહેવાય."

" હા, ગ્રેટ, તારી વાત બેંક વાળી અને ટોપ-બોટમવાળી સાચી જ લાગે છે પણ, જોઈએ હવે શું થાય છે. આ ડેટા ફીડ કરાવી દઈને જોઈએ શું નીકળે છે તમાંથી.મને બીજી એક ગંધ પણ આવે છે."

"સર, હું એ કામ કરી નાખું ? ધનંજય નથી તો "

" નારે, એવી કોઈ ઉતાવળ નથી ..."

" ના.. એમ નહિ ...મારે એ ય શીખવું છે... "

" એમ તો સીખવાની ક્યાં ના છે પણ ...એક કામ કર ... " એ ખુરશી પર થી ઉભો થયી કબાટમાંથી નાની પતલી બુકલેટ કાઢીને  આપતા કહ્યું શીખવું હોય તો પહેલા આ ડેરિવેટીવ્ઝ ની બુકલેટ વાંચી નાખ., બપોરે તને સમજાવી દઈશ અને સાંજે તું લીડ કરીશ પછી હું ટેકઓવર કરીશ. "

"સર, આજે જ ...??? એના કર્તા આ ડેટાનું કામ કરું તો ...!!"

"ના એમ નહિ... આ આજે જ ...અને હમણાં જ વાંચી નાખ... ચિંતા ના કરીશ ... આવી રીતે જ તું તૈયાર થઈશ તો મારે શાંતી રહેશે. તને એ ડેટાનું કામ પણ કરવા આપીશ .. અત્યારે આપણી પાશે એટલું કામ નથી,ત્યારે જ તૈયારી કરી લેવી સારી .. એ ધનંજય કાલે ના આવે તો તું એ કાલે કરજે .. ત્યાં સુધી હું ઉપર ઉપર થી આ વાંચી લઉં ને કેશ તૈયાર કરું છું ..."

" ઓકે સર, " બુકલેટ લઈને  ડીમ્પલ બહાર નીકળી ગયી અને મુકેશ ચાર સેટ માંથી પહેલો સેટ વાંચવા લાગ્યો.

મુકેશ તરત ધનંજયને મોબાઈલ લગાડે છે.
ગુડ મોર્નિંગ ડીયર, ક્યાં છું?  વાત થાય તેમ છે ?

"સર, ડેડી ને લઈને હોસ્પિટલ આવ્યો છું... મેં સવારે ડિમ્પલને વાત કરી હતી. "

" હા એને કહ્યું...શું થયું ડેડીને ??? "

" એતો જસ્ટ શ્વાસની તકલીફ થયી તી રાત્રે "

"ઓકે ઓકે હવે કેમ છે ?"

" અત્યારે આઈ સી.યુ માંથી જનરલમા લઇ આવ્યા છીએ"

" ઓકે ચાલો શાંતી., હું પંચાલ જોડે તને ચાર સેટ મોકલવું છું. તું ફ્રી થાય ત્યારે એને ફીડ કરી દેજે. એના બે રીપોર્ટ જોઈશે. એક કેશ-ફ્લો અને બીજો લીવરેજ.

" સર, હોસ્પીટલમાંથી મોડું થશે... "

" નો પ્રોબ્લેમ, રાત્રે અથવા કાલે સવારે કરી નાખજે ...અને ના ફાવે તો એ સેટ પાછા મોકલાવી દેજે ડિમ્પલ ફીડ કરી નાખશે "

" સર, એમ કરો ને ડીમ્પલને જ એ કામ સોપી દઈએ તો ... એ બહાને એ સીખી લેશે. મારે અહી ડેડી પાસે રોકાવું પડે તેમ છે"

" જેવી તારી મરજી... ડીયર, પોતાના કાર્યક્ષેત્રમા જાતે કોમ્પીટીટર ઉભા ના થવા દેવા જોઈએ.ડીમ્પલ તારા આ કામ સિવાય પણ બહુ બધા કામ જાણે છે...સ્માર્ત છે...  એણે સવારે મને કહેલું જ ..પણ ઓકે વાહલા ...ટેક કેર ... " મુકેશે વિશ્ કરીને ફોન મૂકી દીધો.  અને ચાર સેટ માંથી એક સેટના પાના અલગ લગગ કરીને ફીડ કરવા લાગ્યો.

ત્યાંજ ડિમ્પલ દરવાજો ખોલીને અંદર આવતા જ કહ્યું
"સર ભગવતીની ઓફિસે રેડ પડી છે. એટલે આજે મીટીંગ પોસ્ટપોન કરીને શનિવારે ૪-૫ કલાક એમની ઓફીસ પર મીટીંગ માટે મળવાનું કહે છે. પણ શનિવારે તમે કેમ્પ હનુમાન પર કાર્યક્રમ રાખ્યો છે..."

"કેમ્પ હનુમાનના હનુમાન ને વેઇટિંગ પર મૂકી ટાઈમ આપી દે. હું ત્યાં પહોંચી જઈશ " સવારનો રાખવો જેથી બને તો શાંજે કેમ્પ પર થોડુંક ઓછું મોડું થાય."

" યસ સર, હું  જાણ્ કરું પછી આપણે" કહીને ફોન પર વાત કર્તા તે પછી ગયી... પણ તરત દરવાજો ખોલીને અંદર આવતા કહ્યું ,
" સર તમે ડેટા ફીડ કરો છો ...હું કરી દઈશ મેં તમને કહ્યું જ હતું ને ... "
" ના, એતો બચપણમા મેં ,લાવરી અને તેના બચ્ચાની વાર્તા સંભાળી હતી આજે તેનું હોમવર્ક કરું છું ..." ખડખડાટ હસતા  હસતા મુકેશે એજ એનું પેટન્ટ સ્માઈલ આપ્યું.






 


પ્રકરણ ૨


સ્વભાવ હશમુખો અને ચહેરો આકર્ષક હોવાના કારણે મુકેશ ઘણી વખત આવેલા ગ્રાહક ને થોડુંક "હળવાશ" વાળું વાતાવરણ મળે એ હેતુ થી ઇનીશીઅલ મીટીંગ વખતે ડીમ્પલને પણ મિનીટ્સ લખવાના બહાને બોલાવી લેતો.  ડિમ્પલે પણ એ ચર્ચાઓ, દરમ્યાન ધંધાના ઘણા નિયમો સીખી લીધેલા હતા. એટલે રોજ રોજ ની અપોઈન્ત્મેન્ત વગેરે માટે તેને ડાયરી જોવાની જરૂર રહેતી નહિ. તે પોતે પણ પ્રોફેશનલ બની ગયી હતી.લીઓ કન્સલ્ટન્સીમા રોજ રોજ પછી એતલી કોઈ અપોઇન્ત્મેન્ત્સ્ રહેતી નહોતી કે યાદ રાખવામાં તકલીફ પડે.

"યસ મી. મોહતી પ્લીઝ વેલકમ " અત્યારે જોકે સવા દસ થયા છે થોડીક વારમાં જ સર ફ્રી થશે... શું તમને રાજકોટ થી આવતા કોઈ તકલીફ તો નથી પડી ને ...?"
" ના ના , કોઈ તકલીફ નહિ. .., તમને ખબર છે કે અમે રાજકોટના છીએ ?"
" ના સર, સોરી પણ તમે બહાર જે કારમાંથી ઉતર્યા તેની નમ્બર પ્લેટ રાજકોટની છે એટલે મેં અમસ્તું તીર માર્યું "  મો પર મલકાટ સાથે તેને પહેલી ઓવરના બોલ નાખવા શરુ કર્યાં.

"આપ બેશોને અહી નિરાંતે ,રાજકોટ લગભગ ૩ કલાક નો રસ્તો છે સવારે વહેલા નીકળ્યા હશો, ચા-નાસ્તો મંગાવી દઉં?" ધીરે ધીરે, આંગતુક એટ હોમ ફીલ કરતો થાય તેવી વ્યવસ્થા કરવી તે ડીમ્પલની ડ્યુટીનો જ એક ભાગ હતુ.  અને મુકેશ ની સાથે રહ્યીને ડીમ્પલને પણ આઈસ-બ્રેકિંગની કળા હસ્તગત થયી ગયી હતી.

" ના બેન , કશુંય ના કરશો અમે શાંતિ થી નાસ્તા-પાણી કરી ને આવ્યા"  હવે મોહતીને પણ ડીમ્પલના આઈસ બ્રેકિંગ સેસન ની અસર વર્તવા લાગી.

" ઓકે સર, હું હવે તમને ડીસ્ટર્બ નહિ કરું આપ થોડોક આરામ કરો પેલી કેબીન માં સોફા રાખેલ છે તમને બેશ્વામાં અનુકુળ રહેશે. સર ની મીટીંગ પતે એટલે તમને જાણ કરીશ "  ડીમ્પલ તેમને કેબીન તરફ દોરી ગયી અને ફરીથી પોતાની ડેસ્ક પર જઈને આવતા ફોન કોલ ને અટેન્ડ કરતી રહ્યી અને તેના રૂટીન કામમાં લાગી ગયી.

દસેક મીનીટમાં પહેલી મીટીંગ પતી જતા, મુકેશ અને ક્લાયન્ટ હસતા હસતા બહાર આવ્યા અને ફરીથી મળીશું કહી ને છુટા પડ્યા. મુકેશ ઓફીસ નો દરવાજો ખોલ્યો અને તેમની સાથે નીચે ઉતર્યો.
" અરે , મુકેશભાઈ અમે જઈએ, તમારે નીચે આવવાની જરૂર નથી.  "
" ચાલો ને બાપા... શું નાંહિ જાય છે.. " ક્લાયન્ટ ના ખભે હાથ મુકીને, તેઓની સાથે નીચે સુધી જઈને "આવજો" કહી મુકેશ પાછો ઓફિસમાં આવ્યો.

"સર, મોહતી આવી ગયા છે., રાજકોટથી આવ્યા છે."  ડિમ્પલે કેબીન તરફ હાથ દર્શાવતા કહ્યું.
" ઓકે હું ત્યાં જાઉં છું " કહી ને મુકેશ એ કેબીન તરફ વળ્યો.

"હેલો, ડીયર મોહતી કેમ છો.,કેમ રાજકોટ કઈ કામ હતું ?"  દરવાજો ખોલતા જ હાથ લંબાવતા જ ,મો પર એનું એજ પેટન્ટ હાસ્ય સાથે મોહ્તીને આવકાર આપ્યો અને હેન્ડ શેક કરીને, તે સામેના સોફા પર બેસી ગયો.

"હાય , મુકેશ ,બસ ફાઈન. થેન્ક્સ તમારે કેવું છે ?" મોહતી એ વળતા સ્માઈલ સાથે આવકાર આપ્યો.
"આપણે ય એય ને મજાનું સારું ચાલે છે. ધંધો ધંધા ને શીખવે છે. તમને, મેડમે, ચા-પાણી કરાવ્યા નથી લગતા "   ટી-પાઈ પર સાફ દેખીને કહ્યું અને તરત બેલ વગાડ્યો.

" ના ના , એતો મે જ ના પાળી રસ્તામાં નાસ્તો કરી ને જ આવ્યો છું એટલે "  મોહતી તરત જ બેલ તરફ વધેલા હાથને અટકાવતા કહ્યું.

" યસ, સર " ડીમ્પલ હાથમાં નોટ-પેડ સાથે દરવાજો ખોલતા પૂછ્યું.
" ના, ના, મેડમ એતો કઈ નહિ.. " મોહતી એ જ સામે કહ્યું
" ડીયર, એતો ચા-પાણીની વાત હતી પણ , ઓકે ...પ્લીસ , આવ, નોટ કર.. " કહ્યી મુકેશે ડિમ્પલને સામેના સોફા તરફ હાથ કરીને બેશી જવા કહ્યું.

" હા, મોહતી તો આપણે હવે તમારા બિઝનેશની વાત કરીએ. " મુકેશે,હાથના ઈશારાથી વાત ચાલુ કરવા કહ્યું. અને ડિમ્પલને ઈશારા થી નોટ ડાઉન કરવાનું કહ્યું.

"મારે સિરામિકનો બિઝનેસ છે.
રાજકોટમાં બે ફેક્ટરી છે.
અમે અમદાવાદ રહ્યીને બિઝનેસ ચલાવીએ છીએ.
ધંધામાં ઓર્ડર બુક ભરચક રહે છે.
ટોપ લાઈન અને બોટમ લાઈન બંને માં વાંધો નથી આવતો.
પણ તોયે પૈસા ની ખેંચ વર્તાય કરે છે.
બે ત્રણ મહિના સારું ચાલે છે અને પાછું એકાદ મહિનો ખેંચ માં જાય છે.
ખબર નથી પડતી કે કઈ જગ્યા એ પ્રોબ્લેમ થયો છે ? "  મોહતીએ, એક પછી એક વાત, જેટલી યાદ આવી એટલી, ચીપી ચીપીને કહ્યી દીધી.

"સ્ટોક પોઝીશન કેવી રહે છે? "
"એતો ક્યારેય નેગેટીવ રહ્યો નથી. કારણકે ઓર્ડર બુક જ ભરચક રહે છે એટલે કામ કાજ ચાલ્યા જ કરે છે"
"ક્યારેક કાચો માલ ના મળ્યો હોય તેવું અને તેને કારણે ડીલીવરી માં પ્રોબ્લેમ.. ?"
" ના કયારેય નહિ"
" ઓકે ...ક્વાટર્લી ટ્રાયલ બેલેન્સ લાવ્યા છો? "
" હા, એક મીનીટ " મોહતી એ ફાઈલ ખોલીને ટ્રાયલ બેલેન્સની ચાર કોપી સેટ ટી-પાઈ પર મુક્યા.
"આ, ધનંજયને ફીડ કરવા આપી દેજે"  મુકેશે એ સેટ ઉપર ઉપરથી તપાસી ને ડિમ્પલને હેન્ડ ઓવર કર્યાં અને કહ્યું

"કોઈ મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ કે લેબર પ્રોબ્લેમ જેવું ખરું ?"
" ના, એવુંય કઈ નથી...એકેય મજુર કે કર્મચારીને એવો કોઈ પ્રોબ્લેમ નથી"
" જો બહારના કોઈના માં પ્રોબ્લેમ નથી,તો પ્રોબ્લેમ તમારામાં, આઈ મીન, તમારા મેનેજમેન્ટમા તો નથી ને ?  એ ચેક કર્યું કે નહિ? " મુકેશે હસતા હસતા જ પુછું નાખ્યું?
"એજ તો ખબર નથી પડતી " મોહતી એ પણ એવાજ લહેકા માં જવાબ આપ્યો.
"ઓકે, એતો આ તમારા ટ્રાયલ બેલેન્સનો એક્સ-રે આવશે એટલે ખબર પડી જશે. તમને કેટલાનો ગોટાળો થયો હોય તેવું લાગે છે અંદાજે  "  મુકેશે ચર્ચાને અંત તરફ ધકેલી જતા કહ્યું.
"એતો....એતો ... ખબર નહિ તમે કહેશો એટલે ખબર પડશે " મોહતી એ ખચકાટ સાથે કહ્યું.
"જુઓ મોહતી, તમારો ગોટાળો મોટો હશે તો હું વધારે ફીસ માંગીશ એવું ના માનતા, કદાચ બીજે આવું બન્યું હોય તેવું બને. "  મુકેશે મલકાતા મલકાતા કહ્યું અને ડીમ્પલ પણ મનમાં હશ્વું ખાળી ના સકી.

" ના ના એવું નહિ ...પણ મને ખબર જ નથી કે કેટલો ગોટાળો થયો હશે..."

" જુઓ મોહતી, એવું ના બને, એક બિઝનેસમેન ક્યારેય આવો ગફલત વાળો હોય એવું ના બને.
અહી બે માંથી એક વાત હોય.
એક તો આ બિઝનેસ તમને વારષા મળેલો હોય અને
બીજું તમને છુપાવવામાં કોઈ રશ રહેલો  હોય.
જો વારષા મળેલો હોય તો આમાં તમારો વાંક નથી.
અને છુપાવવા માંગતા હોય તો હું તમને સાચી સલાહ નહિ આપી સકુ"

"હા, બિઝનેસ તો મને વાર્શામાં મળેલો છે. પણ તોયે આ બિઝનેસ હું ૪ વર્ષ થી સભાળું છું એટલે એની દરેક વાતોની જાણકારી છે જ. પણ તોયે કૈક એવું થયું છે જે ખબર નથી પડતી. "
"ઓકે કઈ ચિંતા ના કરશો, તમારી બેલેન્સ શીતનો પોસ્ટ મોર્ટમ રીપોર્ટ આવશે એટલે તમને જાણ કરીશ. "

" ક્યારે નેક્ષ્ત્ મીટીંગ કરી શકીએ.. હું શનિવાર સુધી અહી જ છું, રવિવારે પાછો રાજકોટ જવાનો. "

" એમ કરો હું રાજકોટ આવી જઈશ. એ બહાને તમારી ફેક્ટરીની મુલાકાત પણ લઇ લઈશ. આ રિપોર્ટ ને તો ૪-૫ દિવસ થશે જ "

" અરે વાહ, તો પછી હવે રાજકોટ જ રાખો ...હું અહી નહિ આવું. નેક્સ્ટ મીટીંગ રાજકોટ જ રાખીશું. અને તમારું બિલ પણ ત્યારે જ પે કરીશ. ડન ? આ બેન ને પણ સાથે લેતા આવજો... જો શક્ય હોય તો ..બેન માયાળુ બહુ છે. આવતા વેંત એમને મારો થાક ઉતારી નાખેલો "

" થેન્ક્સ સર, ઈટ્સ માય ડ્યુટી હીઅર " ડીમ્પલે ,જેવી પોતાની ડ્યુટીના વખાણ થયા કે તરત જ, સાક્ષી ભાવે પોતાની ડ્યુટી બજાવી દીધી.

" નારે ડીયર, તમેં મારી કન્સલ્ટન્સી બંધ કરાવી દેશો... અહી ઓફીસ કોણ સંભાળશે?  હવે તમારે ક્યાં જવાનું ? ઓહ , તમારે તો ઘર જ અમદાવાદમાં છે એ હું ભૂલી ગયો, મગજ માં હજી તમે રાજકોટના તેવું ફરતું હતું. "  મુકેશે ચર્ચા નો અંત લાવીને ઉભા થવાની તૈયારી કરતા કહ્યું.

" અમદાવાદ જઈને થોડીક બેંકની મીટીંગ છે તે પતાવવાની છે પછી ઘેર જવાશે હજી દોઢેક વાગશે"  કહીને મોહતી ઉભા થયા.
" ઓકે બેન્કનું ય કોઈ કામ કાજ હોય તો જણાવજો" કહીને મુકેશે ઉભા થતા કહ્યું.

ડીમ્પલ દરવાજા પાસે જઈને દરવાજો ખોલતા કહ્યું :" થન્ક્સ સર, ફરી થી આવો તો ચા-નાસ્તો અહી જ કરવાનું રાખશો  "  
" હા, હા ,હા લાગે છે કે બેન ચા-નાસ્તો કરાવ્યા વગર પીછો નહિ છોડે. હા , બેન જરૂર અને તમેય રાજકોટ કે અમદાવાદ -સેટેલાઈટ આવો તો ઘેર જરૂર આવજો. મારા વીઝીટીંગ કાર્ડ ની પાછળનું એદ્રેસ્સ ઘરનું છે. "

ફરીથી વાતો કરતા કરતા દરવાજે આવી ગયા ...મુકેશ એમની સાથે નીચે ઉતરવા લાગ્યો ...મોહતી એ નીચે આવવાની ના પાડી. મુકેશ પગથીયા ઉતરીને વળાવી આવ્યો.

કેમેરા -ફ્લેશ

તમારા હાથમાં કેમેરા હોય તો,  પાર્ટીમાં તમે ધારો તે સ્ત્રીના પાલવ અને પુરુષના ઇન-શર્ટ સરખા કરાવી સકો છો.

ગમે તેવી માંગ હોય અને રેલી ગમે તેવી લાંબી લાગતી હોય, પત્રકારો કેમેરો લઈને ઉભા રહ્યી જાય તો એ લાંબી રેલી, પહોળી થયી જાય છે.

મોઘા કેમેરાથી ફોટા સારા ના આવે, અને મોટા મોટા લેન્સ લાગવાથીય કોઈ ફરક ના પડે, એતો કેમેરાની પાછળ એવી આંખ જોઈએ.


-------
રાત્રે સુઈ ગયા પછી જેને સ્વપ્ના આવે છે તે નહિ, રોજ રાત્રે સુતા પહેલા જેને પોતાના સ્વપ્ના યાદ આવે છે તે સ્વપ્નદ્રષ્ટા.

Saturday, April 28, 2012

પ્રકરણ ૧ હાસ્ય ની સુંદરતા

મારું નામ મોહતી, મને ૧૦.૩૦ વાગ્યાનો ટાઈમ આપ્યો છે.  દરવાજો ખોલતા જ આંગટુકે, દરવાજાની જમણી સાઈડ પર આવેલા રીસેપ્શન ટેબલ પાસે આવીને, પોતાનું વીઝીટીંગ કાર્ડ આપતા કહ્યું.
-------
ડીમ્પલે એક  વર્ષ પહેલા  આ ઓફીસ જોઈન કરી હતી.સામાન્ય બી.કોમ. કર્યાં પછી બિઝનેસ સેક્રેટરી માટેનો શોર્ટ ટર્મ કોર્ષ કર્યાં પછી એણે ઘણી જગ્યા એ ઇન્તેર્વ્યું આપેલા. મોટે ભાગે બધી જગ્યા એ થી એણે અપોઈન્ત્મેન્ત લેતેર મળી જતો. એ અપોઈન્ત્મેન્ત લેટરમાં તેની શૈશણીક લાયકાત કરતા, શારીરિક લાયકાત જોકે વધુ ભાગ ભજવી જતા.

છેલ્લે, ડીમ્પલ એક કાપડની મિલમાં સેક્રેટરી તરીકે કામ કરતી હતી. કહેવાય છે કે સ્ત્રી ને કુદરતે એવી શક્તિ આપેલી છે કે પુરુષની આંખમાં આવેલા એક ડીગ્રીના ફેરની પણ જાણ થયી જાય છે. ડીમ્પલ પણ એજ સ્ત્રી હતી. ધીરે ધીરે મેનેજર ની આંખમાં આવેલા ફેરફાર ને ના ઓળખી સકે તેવી તે અબળા નહોતી. ઘણી વખત તેને સર્વિસ બદલી નાખવાના વિચારો આવતા. એણે સ્વીકારનારાઓ ની કોઈ કમી નહોતી તે પણ તે જાણતી હતી. વળી તે એ પણ જાણતી હતી કે તેને સ્વીકારનારાઓ તેની કયી અય્કાતના કારણે તેને અપોઈન્ત્મેન્ત લેટર આપે છે. અહી પણ એજ હાલત હતી પણ ફરક એટલો જ હતો કે આ મેનેજર , જોકે સ્વભાવે ગભરુ હતો અને આંખોએ કરેલા ભોજનથી સંતોષાઈ જતો.  ડીમ્પલ એમની અમુક હરકતોને ગણકાર્યા વગર એનું કામ કરતી રહેતી.

એક દિવસ બન્યું એવું કે મેનેજર, ડીમ્પલની આ ગણકાર્યા વગર કામ કરવાની રીતને, ડીમ્પલની મજબુરી અથવા તો "મુગા હકાર" સમજી બેઠો. કાપડની મિલનો એ મેનેજર એ દિવશે,ડીમ્પલ જોડે કપડા કાઢવાનો વેપાર કરવા બેઠો. ડીમ્પલ તરત જ નોકરીનો સોદો ફોક કરીને નીકળી ગયી.

બીજા રવિવારે, મુકેશની લીઓ કન્સલ્તાન્સીની વોક-ઇન-ઇન્ર્વ્યું માટેની જાહેરાત આવી. અને તે સવારે સૌ પ્રથમ આ ઓફિસમાં આવી ચઢી. મુકેશ અંદર લગાડેલા સીસીટીવી કેમેરાની મદદથી થોડાક સમય એની વર્તણુંક પર નજર રાખી, કેબીન માં ઇન્ટરવ્યુ માટે બોલાવી.

ગુડ મોર્નિગ સર,

ગુડ મોર્નિંગ ડીયર, કહી ખુરશી પર બેશવા માટે કહેવા હાથ ખુરશી તરફ લંબાવ્યો.

"ડીયર" શબ્દ  સંભાળતા જ તે અસ્વસ્થ થવા લાગી. ઘણી કંપનીમાં ઇન્ટરવ્યું આપવા આ પહેલા તે ગયેલી અને કેટલાય પ્રકારની નજરોનો તેને અનુભવ હતો. લોકો નજરના ભોજનથી અટકી જતા પણ આમ ડાયરેક્ટ ,"ડીયર" શબ્દ પર આવી જવાનો તેને આ પહેલો અનુભવ થયો. ક્ષણભરના ક્ષોભ સાથે તે સ્વસ્થ બનવાનો પ્રયત્ન કરીને તે ખુરશી પર બેસી ગયી.

મુકેશ, ડીમ્પલના શરીરમાં થયી રહેલા ડીગ્રીના વળાંક ને દેખી ને મૂછમાં હસ્તો હતો.

સર, મારો બાયો ડેટા... સાથે લાવેલી પ્રોફૈલ્રર બેગ માંથી, સ્તેપ્લર માંરેલા બે કાગળને કાઢીને ટેબલ પર મુકતા તેને કહ્યું.

હા,બાયો  ડેટા.. હહમ ...કહેતા મુકેશે વાંચવાની શરૂઆત કરતા કહ્યું.
મેરેજ નથી થયા...
"છેલ્લી સર્વિસ હમણાજ જોઈન કરેલી ... "
"ડીયર , સર્વિસ માં કોઈ પ્રોબ્લેમ થયેલો ?"  સી.વી. માંથી માથું બહાર લાવી,સી.વી.ને ટેબલ પર મુક્ત પૂછ્યું.

ડાયરેક્ટ આવો અણધાર્યા સવાલ, આ પહેલા કોઈ ઇન્ટરવ્યું માં પણ પુછાયો નહોતો. ડીમ્પલ સ્વસ્થ થવાનો યત્ન કરીને "હા" કહેવા માંગતી હતી. પણ મુખે થી "હા" બોલાય તે પહેલા જ એના ચહેરા અને આંખના ઈશારા થી હા પડાઈ ગયી.

એની હા ના ઈશારાની પહેલેથી જાણ  હોય તેમ તે ઈશારા તરફ જોયા વગર, ગણકાર્યા વગર જ મુકેશે તરત બીજો પ્રશ્ન કર્યો.

"અહી પણ એવું થશે એવું લાગે છે ? "

હવે ડીમ્પલ, રીતશર ની ડઘાઈ જ ગયી. કોઈ પણ પ્રકારના હાવભાવ કરવાની, એની હોંશ રહ્યી નહિ. ડીમ્પલની આ ચેષ્ટાઓ જોઈને,ચહેરા પર હળવા હાસ્ય સાથે, સી.વી. ટેબલ પરથી ફરી ઉપાડતા કહ્યું..

"ડીમ્પલ ડીયર, તારા સીવીમાં લખેલી શૈશણીક લાયકાતો કરતા તારી શારીરિક લાયકાત વધુ ભાગ ભજવી જાય તેવું બને. ભૂતકાળ માં ઘણી જગ્યાએથી તને હકારમાં જવાબ મળ્યા હોય તેવું બનવા જોગ છે. તુ અહી જે ગભરાટમાં બેથી છે, તેમાંથી પહેલા રીલેક્ષ થયી જા. મારે તને સેક્રેટરી કે રીસેપ્શનની પોસ્ટ માટે આમેય કોઈ સવાલો કરવાના થતા નથી. કારણકે તારી વર્તણુંક પર તુ ઓફિસમાં આવી ત્યારથી, મારી નજર છે જ." મુકેશે સીસીટીવી ના સ્ક્રીન તરફ હાથ દર્શાવીને, ખુરશી માંથી ઉભા થયીને ખુરશીની પાછળ હાથના ટેકે ઉભા રહ્યીને હસતા હસતા, ડીમ્પલના ગભરાટ ભર્યા ચહેરા પર એકીટશે  નજર રાખતા કહ્યું.

ડીમ્પલ ના ચહેરા પરથી ગભરાટ હજી ગાયબ થયો નહોતો. પણ એણે ય શું બોલવું તે કઈ સમજાતું નહોતું.  શું કરવું તે સમજાતું નહોતું.

 " સર મેં એલ.એલ.કોલેજ માંથી બી.કોમ કર્યું અને ત્યાર બાદ બિઝનેસ સેક્રેટરીનો કોર્ષ ભવન્સ માંથી કર્યો છે."  છેવટે હિમત કરી એક જ શ્વાસે તે સ્વસ્થ્થા પ્રાપ્ત કરવાના પ્રયાસ ના ભાગ તરીકે તેણે મો ખોલ્યું.

"હા, મેં તમારા બાયો ડેટા માં જાણ્યું. જોકે તેને સીવી કહેવાય , બાયો ડેટા તો તમારા ભૂગોળ અને ઈતિહાસ વિષે ની માહિતી લખેલી હોય તેને કહેવાય. " મુકેશ એજ લહેકામાં હસતા હસતા, આ ગભરૂ ડીમ્પલ પર ઘા માર્યા કરતો હતો.

"હા, સર સોરી, બાયો ડેટા બોલવાની ટેવ પડી છે એટલે " ડીમ્પલ પહેલી વાર થોડાક મલકાત સાથે પોતાના શબ્દો બોલી શકી. ડીમ્પલ, મુકેશના હાસ્ય પર  નજર પડતા, હવે સમજી ચૂકેલી કે સામે ઉભેલા સર, મજાકના મૂડમાં છે. કારણકે ડીમ્પલ પણ એક સ્ત્રી હતી અને મુકેશની આંખોમાં અને તેની ડીગ્રીના ફેરફારોને ઉકેલી શકેલી અને એને ત્યાં સાપોલીયા ને બદલે હાસ્ય રમતું દેખાયી રહ્યું હતું.  ત્યારે હોઠ પરના હાસ્ય અને આંખમાં રમતા હાસ્ય ની એકતાનો એણે અનુભવ થયો.

ઈટ્સ ઓકે. ... બોલો ક્યારથી જોઈન થયી શકશો ? મુકેશે ફરીથી સીવી ના કાગળ હાથમાં લેતા કહ્યું.
" તમારી આંખોના ઈશારા પણ હું સમજી સકુ છું. મેં દુનિયા જોઈ છે અને તમારા જેવી ઘણી છોકરીઓને પણ. તમને જેમ મારી આંખો સમજતા આવડે છે તેમ મને પણ તમારી ગભરાટ ને સમજતા આવડે છે. લાગે છે કે તમે અહી સારી રીતે તમારી શારીરિક તેમજ શૈક્ષણિક લાયકાતનો ઉપયોગ કરી શકશો. "

" એટલે ... સર??? હું સમજી નહિ..." હવે તેની વાતમાં ગભરાટ નહોતો સીધો સવાલ હતો જે સહજ હતો.

"એટલે એમ કે તમે અહી રીશેપ્શ્નીસ્ત કમ સેક્રેટરી તરીકે કામ કરશો. આ કન્સલ્ટન્સીનો બિઝનેસ છે. મારી કન્સલ્ટન્સી થોડીક વિચિત્ર છે. તેમાં ઘણી વાર તમારા ખુબશુરત ચહેરાનો તથા તેની પાછળ રહેલા હાસ્યનો ઉપયોગ, હું ગ્રાહકોને ઠંડા પાડવા માટે તથા રીલેક્ષ રાખવા માટે કરીશ. "

" સર, હું થોડુંક થોડુંક સમજુ છું પણ કદાચ મારી જાતે બંધ બેસતી પાઘડી પહેરવા માંગતી નથી.. પણ આપ હજી થોડોક ફોડ પાડો કે ગ્રાહકો ને ઠંડા પાડવા એટલે શું. ગ્રાહકો ને ગરમ કરવા એવા શબ્દો મેં સાંભળેલા છે"  મુકેશના ત્રસ્ન્પરાંત શબ્દો ની સામે હવે ડીમ્પલના શબ્દો પણ ટ્રાન્સપરંત થવા લાગેલા.

"હા, એનો મતલબ એ કે આ ઓફિસમાં આવેલી કોઈ પણ વ્યક્તિ કોઈ ને કોઈ મુંઝવણ માં મુકાયેલી હોવાની. કોઈ ને કોઈ તકલીફ માં હોવાની. હું એમની તકલીફો દુર કરવા કોઈ કોર્ષ નથી કરી આવેલો. હું ફક્ત કોમન સેન્સ અને માનવીના મનની અમુક ચાવીઓ લઈને આ કન્સલ્ટન્સી ચાલવું છું. મુખ ઉપરનું મારું રમતિયાળ હાસ્ય, મુઝ્વણથી ઘેરાઈને આવેલા વ્યક્તિની ૨૫% મુંઝવણને હળવી કરી નાખે છે. બોલો તમને પણ મારા આ હાસ્ય થી ફેર પડ્યો કે નહિ? " હાથમાંના કાગળને બીજા હાથપર મારતા મારતા તે ફરીથી ખુરશીમાં બેશતા મુકેશે કહ્યું.

"હા, સર પહેલા આપણા સવાલોથી, હું થોડીક ગભરાઈ ગયેલી"  ડિમ્પલે ફરીથી ચહેરા અને આંખના ઈશારા થી હા કહ્યી પણ આ વખતે તેના હોઠ પરના હાસ્યનો પણ સાથ હતો. " પણ મારો જવાબ પુરો મળ્યો નહિ" હવે ડીમ્પલ સંપૂર્ણ રીલેક્ષ થયી ચૂકેલી. અને જાણે પોતાના બોસનો જ કોઈ એક હુકમ પુરો સમજવાનો હોય તેવી સ્વસ્થ્થાથી તેને સવાલ કર્યો.

" બસ, હું જે કરું છું તે જ તારે અહી આવેલા ક્લાયન્ટ સાથે કરવાનું. એ આવે ત્યારે તેને આપણા ચહેરા પર હાસ્ય દેખાવું જોઈએ. અને ૯૦% પુરુષોને સ્વભાવ ગત તારા જેવી સુંદર યુવાન છોકરીઓને દેખીને થોડીક ઠંડક વડે છે. અને તે વધુ રીલેક્ષ થયીને વાતો કરતા હોય છે. અને જયારે ક્લાયન્ટ રીલેક્ષ થયીને વાત કરે ત્યારે ઘણા ખરા જવાબો એમની વાતમાંથી જ મને મળી જતા હોય છે. " : મુકેશ ફરીથી, હાથમાં પેન ને આંગળીઓ વચ્ચે નચાવતા, ખુરશીમાંથી ઉભા થયીને પાછળ જતા કહ્યું

" પણ મને લાગે છે કે હોટલની રીશેપ્શ્નીસ્તની જેમ ખાલી ખાલી હોઠ પર હાસ્ય ફરતું રાખવું તેનથી ક્લાયન્ટને બહુ ફાયદો નહિ થાય. " :ડીમ્પલ હવે વધુ રીલેક્ષ થવાની ચેસ્થા કરતી હવે પગ પર પગ ચઢાવીને અને એક હાથને ટેબલ પર ટેકવીને મુકેશના ચહેરા સામે નજર મેળવી ને કહ્યું.

" હા, હવે કૈક વાત થયી.. આ તારો આસ્લી સવાલ કહેવાય. " ફરીથી ખુરશી માં બેશતા મુકેશે કહ્યું.
" આપણે ખાલી ખાલી નહિ, ખરેખરે દિલથી પ્રાથના કરવાની છે કે આ ઓફીસના ઉબરે આવેલ દરેક વ્યક્તિનું ભલું થાવ. આપણે કોઈની જોડે છેતરપીંડી કરી શકીએ તેમ નથી. તુ જયારે બહાર રિશેપ્શન ટેબલ પાસે બેથી હતી ત્યારે તારા પગ વગર કારણે તુ ઉંચા નીચા કરતી હતી. મેં તને આ કેમેરામાં જોઈ હતી. ત્યારથી મેં પણ મનમાં એવું નક્કી કર્યું કે તારા કરતા વધુ લાયકાત વાળી કે સુંદર છોકરીઓ ભલે આવશે , તુ કોઈક મુશીબત માંથી આવેલી છું એટલે તારું ભલું થવું જોઈએ અને તને જો ઠીક લાગે તો આ સર્વિસ માં તને પહેલો પ્રેફરેન્શ આપવો ...આમેય તુ પહેલી આવેલી છું"

" તુ થોડાક વખત અહી કામ કરીશ તો હોટલ ના રિશેપ્શન અને અહી ના રીસેપ્શન વચ્ચેનો અર્થ સમજી શકીશ. "  મુકેશે આંખ માં આંખ મેળવી ને કહ્યુ.

ડીમ્પલ થોડીક વાર સુધી એક ધાર્યા વાક્યો બોલતા મુકેશને જોઈને થોડીક ભૂતકાળમાં લટાર મારી આવી.
અને પછી ચેહેરા અને આંખના ઈશારાથી હા કહ્યું અને બોલી " યસ સર સમજી ગયી "

" તો ડીયર, ક્યારથી જોઈન થયી શકીશ ?"
" સર તમે "ડીયર" ના કહો તો સારું મને મુંઝવણ થાય છે "
"કેમ એ તો બહુ સારો શબ્દ છે મને વહલો શબ્દ છે... તે કેવો આત્મીય શબ્દ છે એવું નથી લાગતું? "
" સર હું અત્યારે વધુ નહિ કહું...પણ હું બે દિવસ માં જોઈન કરી શકીશ ..."
" ઓકે તમારી એક્શ્પેક્તેષણ શું છે ?"
"જે તમારી કંપની ની પોલીસી હોય તે "
"કંપની ની પોલીસી ? નારે ડીયર એવી કોઈ પોલીસી નથી... અહી આ કંપનીમાં છીએ પણ કેટલા હું અને બીજા ત્રણ જણ અને તમે પાંચમાં એમાં પોલીસી જેવું કઈ નથી "
" સર,મને નહિ ખબર પડે "
" કેમ એવું લાગે છે કે વધારે કહીશ તો હું ના પડીશ અને ઓછી કહીશ તો તને નુકશાન થશે ? એમ "
" સર આમતો હા ..પણ, હવે તમારી સામે હું જુઠ્ઠું નહિ કહી સકુ"
"એતો એવું જ હોય... સામે વાળાને સાચું બોલવાની મજા આવે તેવું જ રહેવાનું .... સારું છેલ્લી તારી સેલેરી સ્લીપ લાવજે,તેના કરતા ૨૫% વધારે મળી જશે"
" ઓહ સર, થેન્ક્સ ...થેન્ક્સ...

-------------




Friday, April 27, 2012

ચમત્કાર અને સહજતા


ધારે ત્યારે સંડાસ કરી શકે તે તારો ભગવાન
લાગે ત્યારે સંડાસ,કરી લે તે મારો ભગવાન

દાદા કહેતા કે આપણી પાસે તો સંડાસ  જવાનીય સત્તા નથી. સંપૂર્ણ સત્તા ફક્ત વ્યવસ્થિત શક્તિ પાસે છે. સમગ્ર વિશ્વનું સંચાલન એ વ્યવસ્થિત શક્તિ જ કરે છે. જો કોઈ ચમત્કારી પુરુષ હોય અને એની શાબીતી લેવી હોય તો આ એક જ ચમત્કાર કરી દેખાડવાનો કહેવો. કહીએ ત્યારે સંડાસ કરી બતાવ. ધારે ત્યારે સંડાસ કરી શકવો એનો મતલબ એ થાય કે તેણે સૌથી મોટો ચમત્કાર કરી બતાવ્યો છે. કુદરતના નિયમ થી વિરુદ્ધનું કામ કરી શકવાની શક્તિ પ્રદર્શિત કરી છે. અને આવા ચમત્કાર કરી શકે તેવા લોકોને, લોકો  ભગવાન કે ચમત્કારી પુરુષ માનીને પુજે છે.

ભગવાન શબ્દની સાથે ચમત્કાર શબ્દ ગોઠવાય નહિ ત્યાં સુધી બહુધા લોકોને તે આકર્ષિત કરતુ નથી. તેથી જ આ "ચમત્કાર" શબ્દ,ઘણાય ઈતીહાશિક પુરુષોના, જીવનમાં વણાય અને લોકો ને તેમના જીવન તરફી આકર્ષણ થાય તેવા હેતુ થી,એ પુરુષોના જીવન પ્રસંગોમા અમુક તમુક ચમત્કારોને વર્ણવી લેવાય છે. અથવા અમુક તમુક વાત એવા રૂપકો થી લખાય અને કહેવાય છે કે તે સમય જતા, ચમત્કારમા  ખપી શકે. બોલો, "મહાવીર ને સાપે ડંખ માર્યો અને પગમાંથી દૂધ નીકળ્યું",
"શ્રી કૃષ્ણ , તાંદુલ ખાતા જાય ને , સુદામા માટે મહેલ બનતો જાય",
 "ભગીરથ પોતાના ભાઈઓ ને યોનીમાંથી મોક્ષ પ્રદાન કરાવવા ગંગા ને પૃથ્વી પર લાવે"
વગેરે વગેરે વાતોમા, ભૌતિક શાસ્ત્ર કે બાયોલોજી કે આધ્યાત્મિક કે ધાર્મિક, એકેય વાતે મેળ ના બેશે એવી વાતોના કરોડો લેવાલ,ભૂતકાળમાં અંધકાર યુગમાં તો હતા જ,પણ આજના યુગમાં પણ એવા લાખો લેવાલ છે . જ્યાં સુધી આવી વાતોના લેવાલ છે ત્યાં સુધી આવી વાતોના વેપારીઓ પણ હોવાના જ.

અરે મોટો તીર્થંકર, પણ, જે વ્યવસ્થિત શક્તિને તાબે હોય, એના નામે જૈનો ચમત્કાર જોડે અને એ ચમત્કારોના આધાર પર રચાયેલી જાળના પ્યાદા બને તો, એવી વાર્તાઓના ગર્ભમાં એવું તો શું છે? જો કે દરેક ધર્મમા આવી વાતોની જાળ બિછાવેલી છે જ. અને એના ગર્ભમાં એક જ વસ્તુ રહેલી છે ડર, વાશના, ઈચ્છાઓ ના ગૂંચ પડેલા લચ્છા.

કોઈ પણ વ્યક્તિ કોઈ એક વ્યક્તિ ને ભગવાન "માને" છે તેનો મતલબ શું સમજવો? એનો એક અર્થ તો એ થાય કે એ વ્યક્તિ કોઈ અજ્ઞાત ઇચ્છાઓથી કે ભયથી લદાયેલો છે. હવે એ ઈચ્છાઓ તથા ભયના પ્રકારના આધારે એ વ્યક્તિની પરીપકવતા  નક્કી કરી શકાય. ભગવાન ગમે તે હોય, ગમે તે ધર્મ કે સંપ્રદાયમા રજીસ્ટર્ડ થયેલા હોય, આખરે તો તે વ્યક્તિની આ અતૃપ્ત ઈચ્છાઓ તથા ડરના આધારે, એમનું અસ્તિત્વ ટકાવી રખાયેલ હોય છે.
-અધૂરું