ધારે ત્યારે સંડાસ કરી શકે તે તારો ભગવાન
લાગે ત્યારે સંડાસ,કરી લે તે મારો ભગવાન
દાદા કહેતા કે આપણી પાસે તો સંડાસ જવાનીય સત્તા નથી. સંપૂર્ણ સત્તા ફક્ત વ્યવસ્થિત શક્તિ પાસે છે. સમગ્ર વિશ્વનું સંચાલન એ વ્યવસ્થિત શક્તિ જ કરે છે. જો કોઈ ચમત્કારી પુરુષ હોય અને એની શાબીતી લેવી હોય તો આ એક જ ચમત્કાર કરી દેખાડવાનો કહેવો. કહીએ ત્યારે સંડાસ કરી બતાવ. ધારે ત્યારે સંડાસ કરી શકવો એનો મતલબ એ થાય કે તેણે સૌથી મોટો ચમત્કાર કરી બતાવ્યો છે. કુદરતના નિયમ થી વિરુદ્ધનું કામ કરી શકવાની શક્તિ પ્રદર્શિત કરી છે. અને આવા ચમત્કાર કરી શકે તેવા લોકોને, લોકો ભગવાન કે ચમત્કારી પુરુષ માનીને પુજે છે.
ભગવાન શબ્દની સાથે ચમત્કાર શબ્દ ગોઠવાય નહિ ત્યાં સુધી બહુધા લોકોને તે આકર્ષિત કરતુ નથી. તેથી જ આ "ચમત્કાર" શબ્દ,ઘણાય ઈતીહાશિક પુરુષોના, જીવનમાં વણાય અને લોકો ને તેમના જીવન તરફી આકર્ષણ થાય તેવા હેતુ થી,એ પુરુષોના જીવન પ્રસંગોમા અમુક તમુક ચમત્કારોને વર્ણવી લેવાય છે. અથવા અમુક તમુક વાત એવા રૂપકો થી લખાય અને કહેવાય છે કે તે સમય જતા, ચમત્કારમા ખપી શકે. બોલો, "મહાવીર ને સાપે ડંખ માર્યો અને પગમાંથી દૂધ નીકળ્યું",
"શ્રી કૃષ્ણ , તાંદુલ ખાતા જાય ને , સુદામા માટે મહેલ બનતો જાય",
"ભગીરથ પોતાના ભાઈઓ ને યોનીમાંથી મોક્ષ પ્રદાન કરાવવા ગંગા ને પૃથ્વી પર લાવે"
વગેરે વગેરે વાતોમા, ભૌતિક શાસ્ત્ર કે બાયોલોજી કે આધ્યાત્મિક કે ધાર્મિક, એકેય વાતે મેળ ના બેશે એવી વાતોના કરોડો લેવાલ,ભૂતકાળમાં અંધકાર યુગમાં તો હતા જ,પણ આજના યુગમાં પણ એવા લાખો લેવાલ છે . જ્યાં સુધી આવી વાતોના લેવાલ છે ત્યાં સુધી આવી વાતોના વેપારીઓ પણ હોવાના જ.
અરે મોટો તીર્થંકર, પણ, જે વ્યવસ્થિત શક્તિને તાબે હોય, એના નામે જૈનો ચમત્કાર જોડે અને એ ચમત્કારોના આધાર પર રચાયેલી જાળના પ્યાદા બને તો, એવી વાર્તાઓના ગર્ભમાં એવું તો શું છે? જો કે દરેક ધર્મમા આવી વાતોની જાળ બિછાવેલી છે જ. અને એના ગર્ભમાં એક જ વસ્તુ રહેલી છે ડર, વાશના, ઈચ્છાઓ ના ગૂંચ પડેલા લચ્છા.
કોઈ પણ વ્યક્તિ કોઈ એક વ્યક્તિ ને ભગવાન "માને" છે તેનો મતલબ શું સમજવો? એનો એક અર્થ તો એ થાય કે એ વ્યક્તિ કોઈ અજ્ઞાત ઇચ્છાઓથી કે ભયથી લદાયેલો છે. હવે એ ઈચ્છાઓ તથા ભયના પ્રકારના આધારે એ વ્યક્તિની પરીપકવતા નક્કી કરી શકાય. ભગવાન ગમે તે હોય, ગમે તે ધર્મ કે સંપ્રદાયમા રજીસ્ટર્ડ થયેલા હોય, આખરે તો તે વ્યક્તિની આ અતૃપ્ત ઈચ્છાઓ તથા ડરના આધારે, એમનું અસ્તિત્વ ટકાવી રખાયેલ હોય છે.
-અધૂરું
No comments:
Post a Comment