ધર્મ-શાકાહાર

અલ્યા, કોને કહ્યું તને આવું. જૈન ધર્મમા દીક્ષા,ધર્મનો પ્રચાર કરવા લેવાય છે. મારા હાળા, દલાલની ગાળ દે છે તેમને !! અરે તેતો અંતર ને ઝકઝોરીને બ્રહ્માંડનું દર્શન કરી સકાય તેના માટે નો સઘન પ્રયાસ છે, કઠીન યાત્રા છે.જે ધર્મનો પાયો,આજે ૫૦૦૦૦ સાલ થીય પુરાણો છે તે જૈન ધર્મનો પ્રચાર કરવો પડે ? અરે સન માટે પ્રચાર કરવો પડે, આ કઈ લોલીપોપ ની ફેક્ટરી છે કે લોલીપોપ વેચવા દલાલોની નિમણુક કરવાની થાય. તારા જેવા જન્મ થી જૈન બની ગયા હોય,તેઓએ આ જ્ઞાન પામવા કશું કરવું પડ્યું નથી એટલે ખબર નથી. આ તો ધક્ધક્તી આગમાં જાતને તપાવીને આત્મા ને ખોળવો પડે છે. હોય, ચાર પાંચ ....એવા અધૂરા જ્ઞાન પર દીક્ષા લેવાઈ ગયી હોય પણ તોયે તેમનો રસ્તો તારા કરતા વધુ કઠીન છે.શું તને એમ લાગે છે કે, જૈન ધર્મનાં પાયા ને તેવા લોકો હચમચાવી શકવાની તાકાત ધરાવતા હોય છે? પાછો આવ્યો સ્વામીનારાયણ ધર્મની સરખામણી વાળો. તને સારું એ લાગતું હોય તો ત્યાં જા ને કોણ રોકે છે? ત્યાય કઈ લોલમલોલ નથી હોતું. તેય એમની સાધના જ કરતા હોય છે.
_______________
આતો મારા હાળા ભગવાનોના અને તીર્થંકરોના ચાળા પાડે છે. આમ ભૂખ્યા રહીએ તેને ઉપવાસ ના કહેવાય. ઉલટું ઉપવાસ એટલે પોતાની પાસે વસવું...પોતાનામાં રહેવું. જોકરો જેમ હિરો, હેરોઈન ની મિમિક્રી કરે છે,તેમ આ સાધુઓ તો મિમિક્રી કરે છે. લતાજી કે અનુરાધાજી મીરાં કરતાય સારા અવાજમાં,લયમાં, તાલમાં મીરાં ના પદો ગાય છે, એટલે કઈ કૃષ્ણ મીરાં ને છોડી ને તેમને પકડશે? બોલ્યા મોટા,ભગવાને ઉપવાસ કર્યા એટલે હુય કરું. ઉપવાસ ના કારણે કેવલજ્ઞાન ના મળે, જ્ઞાનના કારણે ઉપવાસ થયી જશે એતો.કેટલા ઉપવાસ કર્યા,કેટલું આ કર્યું કેટલું તે કર્યું..તેની ગણતરીથી ગણિત પાક્કું થાય મોક્ષ નહિ. ઉપવાસ એ કોઝ નથી ઈફેક્ટ છે જ્ઞાનની વાહલા. 
____________
નવકાર બોલતી વખતે એક વાર આંખમાં પાણી આવ્યું છે ???? અહોહો થયું છે ...? તો સાના તારા કરોડ નવકાર નું ફળ મળે? આવા ને નામના જાપ તો પોપતીયો ય સારા કરે છે.તું વળી કયા મૂળાની ભાજી થયી ને આવ્યો? પેલો ભગતીયો કહેતો ને ...

લાખ માળા કરી પણ જ્ઞાનના લાધ્યું
રીશ બધી એને માળા પર ચઢી ગયી

કરે શું .. પાછી જુઓ "સોનાની" માળા ભેટ આપવા આવ્યો છે .. શું કરવાનું ભાઈ આનું હે..,ઉપર જાઉં ત્યારે તારો ખ્યાલ રાખવાનો એમ ? મેં આ બધું છોડ્યું નથી ખરી પડ્યું છે. મેં તો વરસીદાનનો વરઘોડો પણ છોડી દીધો'તો. જે મારે મન ધૂળ થયી ગયી તેને હવામાં ઉછાળું ...? અને તે ધૂળ ને લેવા લોકો પડાપડી કરે ... હાલ બાપા હાલ. તે અત્યારે મને "મેં ...મેં " કરતો કરી દીધો....એના કરતા સામાયિક કરીએ ...આમ વાતોના વડા ક્યાં સુધી કરીશું. 
__________
આનંદ નો અતિરેક હોય ત્યારે ધર્મનો છેદ ભલભલા ગર્વિષ્ઠ ધર્મ ધુરંધરો જ ઉડાડી દેતા હોય છે. ભારત વલ્ડકપ જીત્યું એટલે કાયમ ચૌવીહાર કરનાર એક જૈન મીત્રને, ગાય ની ચામડીમાંથી બનાવેલું ઢોલ લઈને, હાથમા ઈંડા નાં સેલ્સમેન એવા સચિનના ફોટો વાળું બેનર લઈને નિશાચર,અવસ્થામાં રોડ ઉપર રાડ પાડતો જોયેલો. "ક્રિકેટધર્મ" ની સામે ત્યારે ૨૫૦૦ વર્ષ જુના જૈન ધર્મના પાયા ને હચમચેલો જોયો. ક્રિકેટ એ સૌથી મોટો ધર્મ છે. 
__________
આપણે ડુંગળી ની માફક કેટલાય ચહેરા, ચઢાવીને ફરીએ છીએ..કયારેક ગાંધીનો છે, ક્યારેક મહાવીરનો છે, ક્યારેક બુદ્ધનો છે,ક્યારેક રામ તો ક્યારેક કૃષ્ણનો. લોકો વસ્તુની ચોરી કરે છે આપણે ચહેરાઓની..વસ્તુની ચોરી કરે તેને જેલ માં નાખવામાં આવે છે ચહેરાની ચોરી કરનારને મંદિરો, દેહ્રાસર, વ્યાસપીઠ વગેરે જગ્યાએ બેસાડવામાં આવે છે.. જુઓને મને પણ તમે ક્યા બેસાડ્યો છે, હું પણ મહાવીરનો ચહેરો ઓઢીને ફરું છું :
__________
આ માર્ગ માં ધર્મ અને આધ્યાત્મ ના હોકાયંત્ર અને અરીસા લઈને જ ફરવું પડશે ...ધર્મ ના હોકાયંત્ર તમને ક્યા ખોવાઈ ગયા છો તે બતાવશે ... જયારે આધ્યાત્મ નો અરીસો કોણ ખોવાયી ગયું છે તે બતાવશે.
_________
જુઠ્ઠા સંસ્કાર એટલે ... નાનપણ માં સાંભળેલી જાદુઈ છડી... જાદુઈ બી...જાદુઈ xxx.... જાદુઈ yyy ની વાર્તાઓ. પરંતુ તેના કારણે જ ભારતભરમાં ઉંમર વધે તોયે કઈક જાદુઈ મળી જવાની આશામાં લાખો લોકો જીવી જાય છે. અને વિદેશીઓ અહી આવીને તેઓને દેખી ને કહે છે ....કેવા સંતોષી જીવો છે....ભારતના ...? અને પછી જશ આપે અહીની આધ્યાત્મિકતા ને. એ વિદેશી તો પાછો તેના દેશ જઈને ...કામે વળગી જાય છે.
________
.કોઈ એક ગાલ પર તમાચો મારે તો
બીજો ગાલ ધરવાની વાત કરે તો તે તમને અહંકારી બનાવી દેશે,
ગમ ખાઈ જવાનું કહેશે તે તમને ક્રોધી બનાવી દેશે.
સામાયિક કરવાનું કહેશે તે તમને યોગી બનાવી દેશે.
અને સહજ રહેવાનું કહેશે તે તમને મુમુક્ષુ બનાવી દેશે. 

__________
જે માણસ પોતાની જોડે વાર્તાલાપ કરતો હોય ત્યારે ભગવાન ને પણ બોલવાનો હક નથી :