વ્યવસ્થિત શક્તિ

માણશ ગમે તેવો હોય , ભલે ને મોટો તીર્થંકર હોય, તોય જ્યાં તેનું ના ચાલે તેનું નામ વ્યવસ્થિત. દેવ હોય કે દેવી હોય કે તીર્થંકર હોય વ્યવસ્થિત ની બહાર કોઈનેય સત્તા નથી. જેના logic આપણને સમજ માં ના આવે તેને ચમત્કાર કહેવાય, પણ હોય છે તો તેય વ્યવસ્થિત ને આધીન જ
________
તે વખતે ( રામાયણ) શું સારા જ્યોતિષવિદ્દ નહિ હોય...? બધાયે શુભ મુહરત/ ચોઘડિયું જોઇને દિવસ નક્કી કર્યો હતો...પણ કૈકયી એ કઈ નું કઈ કરી નાખ્યું ને !?!? ...માટે હે રાજન... તું તારા દિમાંગથી ચાલ અને પોતાના નસીબના વાંક કાઢતો બંધ થા.. તુજ તારા દિલનો દીવો થા.. 
_____________

દુનિયા ના બધા નિયમો વ્યવસ્થિત છે. 
જુઓ મેં અહી કોઈનું બગડ્યું નથી તોયે મારી જોડે કેમ આવું થયું?
એતો દેશમાં કોઈનું બગડ્યું હશે.. 
હા, એક બે પ્રસંગ એવા ખરા ...પણ તે અહી શું તેનું ? 
જુઓ  ભૈ નિયમ જગ્યાનો નથી, પરિણામ નો છે.
હોટેલ નું જમ્યા હોય, તોયે ટોઇલેટ પણ હોટેલ નું વાપરવું જરૂરી નથી. 
________
આ જે કઈ પણ બને છે તારી જોડે, તે બધાના ટેન્ડર તે જ ભરેલા છે અને હવે તેજ તારીખ આવતા ખુલે છે. હવે તને તે પોસાય કે નાપોસાય કુદરત શું કરે? 
__________
સત્યનું મતદાન ના હોય. તમારા વાક્ય પર હજારોના વોટ પડે, તો તે સત્ય ના બની જાય. સત્ય તો એકલું હોય તો ય વિજયી જ થશે. જે બલ્કે સત્ય વિજયી થવાની રાહ પણ નથી જોતું.

જે વ્યક્તિ તમારો વિશ્વાસ જીતવાની કાળજી રાખે છે તેનાથી ચેતજો, કારણકે તે વિશ્વાસઘાટ ની તૈયારી કરે છે. સાચી વ્યક્તિ સાચી વાત કરશે તમારો વિશ્વાસ આપોઅપ થશે. ખોટી વ્યક્તિ વિશ્વાસ પામવાની કાળજી રાખશે.

___________
આખરે તો આ બધા પુદગલો પુદગલો ની લડાઈ છે. આપણા મંતવ્યો ધીમે ધીમે અભિપ્રાય બને, પછી તે પૂર્વગ્રહ બને પછી તે રુધિ બની જાય. આગળ જતા તેમાંથી ગ્રંથી અને ગાંઠ બંધાઈ જાય. અને આજ મંતવ્યો, અભિપ્રાયો, ગાંઠ, ગ્રંથીઓ ની વ્યક્તિ એ વ્યક્તિ એ જે અસમાનતા હોય છે તેની લડાઈ અખા સંસાર માં ચાલે છે.. આપણે આપણા આ હાથી,ઘોડા ને ઊંટ ની લડાઈ ને પોતાની માની બેસીએ છીએ.
________
જે રસ્તા ઉપર આપણે ચાલતા નથી તેવા હજારો રસ્તા પર કરોડો લોકો ચાલે જ છે, અને તે બધાય કઈ ફેઈલ જ થવાના છે તેવુય નથી. જેમ ગ્લાસ ફોડી નાખવાથી આપણી વાતમાં વજન પેદા નથી થતું, તેમ જ આપણી પડખે હજાર માણશો ઉભા રહી જાય તેનો મતલબ એ નથી થતો કે આપણે "જ" સાચા છીએ.
____________
જે વર્તમાન માં જીવતા હોય છે તેમને લાંબી યાદ શક્તિ ની જરૂર નથી રહતી. સત્ય ને ટેકા ની જરૂર નથી હોતી.
___________
૧. જગત ક્યારેય બંધ થશે જ નહિ ...આદિ ગયા, રામ ગયા, નેમી ગયા ને ક્રષ્ણય ગયા. હું જઈશ ને તમેય જશો. બહુ બહુ તો એકાદ રજા પડશે ....પણ જગત બંધ નહિ થાય.
૨. તું જીવે છે એટલે દાઝવાની બીક લાગે છે. મરી જઈશ તો છાનો માનો બળી મારીશ, બેશને મુઆ આને મને આમ કર્યું ને તેણે આમ કર્યું વાળી:

_______
લોકો એટલે કે હું અને તું બધા, હરામખોરો જ છીએ ..સત્ય ત્યારે જ બોલીશું કે જયારે આપણી છટકી ગયેલી હશે. અને એ વખતે લોકો મારશે પણ ખરા ..કારણકે તે સત્ય ના કારણે નહિ પણ પહેલા જે જૂથ બોલેલા તેના પરમાણુંઓના હિસાબ (વ્યવસ્થિત શક્તિ )આવી ને ઉભા હોય છે એટલે માર પડતો હોય છે. આ સંસાર માં એક પણ પરમાણું હિસાબ વગર નો હોતો હશે ?
_______
જેમને હવામાં ઉડવાની ટેવ પડી જાય છે,તેમને જમીનપર ચાલવાનું ફરીથી શીખવું પડે છે . : 
________
સમય નથી કહેનારા છેવટે તો તેમનું સમયનું આયોજન કંગાળ છે તેવું કહે છે.
________
સામાયિક એટલે ...કાલે મારી પાસે શું હતું અને આજે નથી ...તેમજ આજે શું છે જે કાલે નહોતું ...તે દેખવાની કળા. 
________
તારે ક્યા કઈ કરવાનું છે? તારે તો નિશ્ચય જ કરવાનો છે કે મારે પૂરે પૂરી દરકાર રાખવી છે. પછી તો કુદરત (વ્યવસ્થિત શક્તિ) જ, તારી કોઈક નાની બેદરકારી વખતે કોઈક ટોક્નારને મોકલશે. જો તું જ પોલો હોઈશ, તો તારું ધનોતપનોત નીકળી જાય એવી બેદરકારી વખતે,પણ, તને કોઈ બચાવવા નહિ આવે. 
__________
ખરાબ રસ્તે સારા માણસની દોસ્તી અને સારા રસ્તે ખરાબ માણસની દોસ્તી તમારું ધનોતપનોત કઢી નાખશે. કારણકે ખરાબ રસ્તો હશે તો તે સારો માણસ પણ નહિ બચી સકે અને રસ્તો સારો હશે અને તે માણસ ખરાબ હશે તો, પહેલા તે માણસ, તમને ખલાશ કરી નાખશે. એટલે જ ખરાબ રસ્તે ખરાબ માણશ ની જાણ, અને સારા રસ્તે સારા માણશ ની જાણ જેટલી જલ્દી થાય તેટલો વહેલા ભવમાં આપનો ઉદ્ધાર થાય.

સેંકડો વર્ષો થી આપણે આ ચલક ચલનું રમ્યા કરીએ છીએ. જો તીર્થંકરોની વાણી, ને જ સાચી માની લઈએ કે, ".. આ જગત મા એક જીવ સિદ્ધ ના થાય ત્યાં સુધી નવો જીવ નિગોદ માંથી આવતો નથી..." તો આપને કઈ મૂડીની ભાજી છીએ કે નવા આવ્યા હોઈએ? આપણે ખુદ પણ આ ચોવીશેય તીર્થંકરો ની જયારે હાજરી હતી ત્યારે કોઈને કોઈ વેશ મા હાજર જ હતા. જો તીર્થંકરોની દેશના મા સમસ્ત જીવ ગણો હજાર રહેતા હોય તો આપણે પણ ત્યાં હજાર હતા જ. સવાલ એ થાય છે કે... જો ત્યારે આપણે હાજર હતા જ તો.. જયારે તીર્થંકરોની દેશના ની સભા થયી ત્યારે આપણે શું કરતા હતા ? મને તો લાગે છે ત્યારે, કાંતો બહાર પાડેલી મોજડી ની લાહ્ય લાગેલી હશે અને કાતો મુંબઈની ગાડી મા જેમ મણીનગર હજી તો આવ્યું હોય અને થેપલા અને મરચાનો ડબ્બો ખોલીએ તેમ દેશના ચાલુ થતા જ કઈક ખોલીને બેસી ગયા હોઈશું ..:

__________
અહી કોઈ કૃષ્ણની રાહ જોઇને બેઠું છે, કોઈ આવતી ચોવીશીની રાહ જોઈ બેઠું છે કોઈને ઈન્તેજાર છે, વિષ્ણુના કલ્કી અવતારનો, મને એમ કહે કે તને આ બધા આવવાના છે તેવું કોને ઠસાવી દીધું છે. અરે તું જેનો અવતાર લઈને આવ્યો છું તેતો બકી માર. આ શાસ્ત્રોને છોડ અને તારું પોતાનું ભેજું જેવું દોડે તેવું દોડાય.:
____________
જૈનો ભલે કહે કે હવે કોઈ તીર્થંકર નહિ થાય, ચાલો માની લઈએ.પણ જ્ઞાની અને કેવળ જ્ઞાની વિષે કોઈ શક નથી. તે આવે છે અને આવતા રહે છે, આંખો પર મંતવ્યો, રૂઢિઓ, પૂર્વગ્રહો, ગાંઠો અને ગ્રંથીઓ નું સામ્રાજ્ય છવાયેલું છે એટલે બાજુમાં બેઠો જ્ઞાની પણ કેમ દેખાશે ? 
_____________
કુદરતને ત્યાં કશુય લોલમ-લોલ નથી. કીડીનેય તેના રસ્તામાં તમે અંતરી હશે ને તો તે કુદરત નાં ચોપડે તમે કરેલા અંતરાય તરીકે નોધી લેવાય છે. 
_____________
બીજા ને દુખ આપનાર ને કાયદો ગુનેગાર ઠેરવે છે.અને એવું, (દુખ આપવાનું) વિચારનાર ને કુદરત ગુનેગાર ઠેરવે છે.કાયદાની દ્રષ્ટિથી ગુનેગાર એ છે કે જે બીજાને દુખ આપે છે. પરંતુ કુદરતની દ્રષ્ટિથી ગુનેગાર એ છે કે જે બીજા ને દુખ આપવાનું વિચારે છે.બીજા ને દુખ આપ્યા પછી કાયદો ગુનેગાર ઠેરવે છે. પણ એવું, (દુખ આપવાનું) વિચારનાર ને કુદરત ગુનેગાર ઠેરવી ચુક્યું હોય છે.
__________

આદેશ એટલે .... હું કહું છે કે આમ કરો..
ઉપદેશ એટલે ....મારા મતે આ સારું અને આ ખરાબ છે .. સારું કરવું સારું. અને,
દેશના એટલે .....આ આમ છે અને આ આમ છે. 

___________
સાધુ કઈક કહે ને પછી આપણી ઉપર છેક સુધી નજર રાખે....સતગુરુ કઈક કહે ને તેમની ઉપર આપણી નજર રાખવા દે...જ્ઞાની નજર આત્મા ઉપર રાખે ને કહેવાનું કહીને જતા રહે.
__________