મારા પત્રો

સર્વેને મારા નમસ્કાર,
અધ્યાત્મિક જીવન માટે લોકોમા કેટલી બધી તૃષ્ણા છે! જયારે કોઈક એવું કહે છે કે માણસનો ધર્મમાથી રશ ઉડી ગયો છે, ત્યારે મને ઘણું આશ્ચર્ય થાય છે. આવું તો થતું હશે? ધર્મમા રશ નહિ, એનો મતલબ તો જીવનમા રશ નહિ, કુદરતના અત્યંત આશીર્વાદમા રશ નહિ. જાગૃતિ નો મૂળ સ્વભાવ જ ભગવત્તા છે અને તે ફક્ત તે ભગવત્તાને, સત ચિત આનંદનું ગુણસ્થાન (જે પોતેજ આત્મા નો સ્વભાવ છે, જેમા સત્ય- જાગૃતિ-પરમાનંદ હોય ), પામીને જ સંતોષ પામી સકે.

દરેક નાં અંતરમાં એક બીજ નાં રૂપમાં જે છુપાયેલું હોય છે તેજ સચ્ચા ધર્મનો જન્મનું કારણ છે ધર્મો આવે અને જાય. પણ, ધર્મ કદી મરતો નથી. મને આજે ઘણો આનદ થાય છે કે તને પ્રકાશનાં માર્ગની તારી પ્રગતિ વિષે ધીરજ છે.

આ ધીરજ જ, અધ્યાત્મિક જીવનમા બહુ મહત્વનું પરિબળ છે. એક બીજને વાવ્યા બાદ, વ્યક્તિ કેટલી ધીરજ રાખી સકે ? શરૂઆત મા બધા પ્રયત્નો ફોગટ જતા દેખાય છે.કશુય થતું હોય તેવું લાગતું નથી. ત્યારેજ એક દિવસ તે તમામ ધીરજ નો અંત આવે છે અને બીજ તૂટે છે અને ધરતીમાંથી માર્ગ કાઢી તે બહારની દુનિયા ને સ્પર્શે છે અને એક કુમળા છોડમાં રૂપાંતર થાય છે. હા, યાદ રાખવું બહુ જરૂરી છે કે જયારે કશુય થતું નથી તેવું લાગતું હતું ત્યારેય તે બીજમાં ધરતીની નીચે,કઈક થયી રહ્યું હતું. એ બીજ ધરતી ની નીચે કઈક કરી રહ્યું હતું.

સત્યના મુમુક્ષુની સાથે કઈક આવું જ થાય છે...જયારે કંઈજ થયી રહ્યું હોય તેવું નથી જણાતું, ત્યારેય ઘણું બધું બની રહ્યું હોય છે. હકીકતમાં તો સમગ્ર જીવનની ચેતા અને શક્તિ, અદમ્ય છે અને અગમ્ય છે. આપણે તો ફક્ત તેનું પરિણામ જ જાણી શકીએ છીએ.

હું આ આશીર્વાદ પામી ચુક્યો છું. હું ઇછુચું કે તું પણ આ ભગવત્તા ની નજીક આવે. પરિણામ વિષે શંશય નાં કર. ફક્ત તું તારા પથ પર ચાલ્યો આવ. ફળ પોતે તારા રસ્તા ને અનુંશરશે.એક દિવસ, એક ચમત્કાર છે. શું બને છે ...શું બની રહ્યું છે...., હું કોણ હતો ?હું શું બની ગયો છું ? જે બની ગયા છીએ તેના પ્રમાણ મા બધાજ પ્રયત્નો વામળા લાગે છે.

તમામ ને સપ્રેમ



વાહલા મિત્ર,
આપનો પત્ર વાંચીને આશ્ચર્ય અને આનંદ બન્નેની અનુભૂતિ થયી.ભગવાન માં જેમને શ્રદ્ધા છે એ દરેક ને આ ગમશે જ પણ મને આશ્ચર્ય એ વાત નું થયું કે અત્યાર સુધી મેં આપની જે પોસ્ટ વાંચી છે એ બધી જ Down-to-Earth હતી,આ થોડીક હટકે લાગે અને ખુબ ગમી.


વાહલા,
તમારી વાત સાચી છે...મારી અંદર બે વ્યક્તિ રહે છે...બંને પોતપોતાની રીતે યુધ્ધે ચડેલા છે. હું બે મોઢાડો છું,સમય અને સંજોગ પ્રમાણે રંગ બદલતો કાચિંડો પણ હું જ છું. અને પોતાના અસ્તિત્વ માટે રંગ બદલી નાખવાની કળા મને મારા માર્ગદર્શક મિત્રો એ શીખવાડી. પણ, મારી ખરી ઓળખાણ આજ છે. આધ્યાત્મ વગર હું "જલ બિન મછલી.." છું.




____________
વ્હાલી ઢબુદીદી,
આજે તું આ મેઈલ વાન્ચીસ તે પહેલા કદાચ સંભળાવી દઈશ તને. તોયે આ લખું છું. આ જે રક્ષાબંધન. પહેલા વર્ષોઆપણે સાથે રહ્યા ત્યારે તું મારા માટે મોટ્ટી રાખડી લઇ આવતી અને કહેતી મોટ્ટી રક્ષા કરવાની છે. પછી આપણે મોટા થયી ગયા. તારા લગ્ન થયા અને શહેરના બીજા છેડે તું રહે. તું સવારના પહોરમાંતો હજાર જ હોય. પછી હું રાજ્ય ના મોટા શહેરમાં ગયો ત્યારે તું મારી રક્ષા નિયમિત ટપાલમાં મોકલી દેતી અને હું કરતો મની ઓર્ડર. પછી તો મેં રાજ્ય બદલ્યું તો તે સમયને સંજોગોને આધીન નવી રાહ પકડી અને કુરીઅર કરવા માંડ્યું. ધીમે ધીમે નવી ટેક્નોલોજીથી આપણે ગમે તેટલા કિલોમીટર દુર હોઈએ પણ જોડાયેલા રહતા. પછી તે ઈન્ટરનેટ નો ઉપયોગ કર્યો અને મેં moneytransfer એજન્સીઓનો. તે મને ક્યારેય એકલો પાડી દીધો હોય તેવું લાગ્યું નહિ. પછી તો મેં દેશ બદલ્યો અને તે નવી ટેકનોલોજી નો ઉપયોગ કરીને પણ દિલ નું અંતર વધવા નહોતું દીધું. ગયા વર્ષ સુધી હું તારી e -રાખડીની રાહ જોઉં અને મેઈલ ખોલું અને તે અચૂક હોય જ. પણ આજે મારે તને એક વાત કરવી છે.

જેમ જેમ હું દુર ગયો તેમ તેમ તે નવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. અને તે હમેશા મને તારાથી નજીક રાખવાનો યત્ન કર્યો છે. આજે મારે મારી પાશે બધુજ છે. પણ એક વસ્તુ પર મારી નજર નહોતી ગયી અને તે છે સમય. મારી પાશે તારા માટેનો સમય ક્યા ખોવાઈ ગયો તેની ખબર જ ના પડી. આપણે દુર રહીએ છીએ એટલે,તું મને મળવા ના આવી સકે તે સમજી સકાય તેવી વાત છે. પણ મેં ક્યારેય આ દિવશે તું ના આવી સકે તો હું કેમ તારે ત્યાં ના આવી સકું ? તે વિચાર્યું જ નહોતું. હવે આજે મેં નક્કી કર્યું છેકે અત્યાર સુધી તે ભલે ટેકનોલોજી વાપરી આજે હું તને એવો મોકો નહિ આપું. હુજ સવારની flight માં તારી પાસે આવી જાઉં છું મોટ્ટી રક્ષા બંધાવવા.

_________
jsca vipulbhai

Hu always facebook par tamara messages vanchato hato , jyare tame face book mathi quit thavanu kahyu tyare mane kai surprise thayu pan pachhi samajayu ke jarur kai reason hovu joie. ane te reason mai bahu vicharu, ane janyu.

hu haju dada ni primary ma pan nathi avyo, kai karya no garv ras avi jay chhe, samaj set karavathi thodu khankheri nakhu chhu pan jyare nathi pamatu tyare dada na phota same raadi paday chhe. paisa no lobh jato nathi ane agna ni bahar javu nathi. gani var dhyey vagar ni life lage chhe. paisa na lobh pan pachho potana chhokara mate/


Ek sari vastu mali gai chhe, sankat ma dada pase thi shakti magu chhu.

Kale mare ghare satsang hatu , mara pappa mummy pachha india jay chhe etale rakhyu hatu. topic hato panch agna jania gnani kane.

te vat no anand chhe ke mara mummy pappa kai pan nahotu janata , te loko ahi avi ne bahu pamya. mari mummy kahe chhe ke mara life na bakina varsho sudhari jashe. mai kahyu sudhari gaya have/


tamari sathe phone par bahu vat karvi chhe , jarur phone karish.

jsca.
shefal


Dear ..........
ઓહો હો .....વાહલા ....તું તો હવે રંગે ચઢી ગયો ....તને તો હવે રંગ ચઢવા માંડ્યો ....વાહ ....
તારા પત્ર માંથી આવતી સુગંધ હવે મનેય કેફ ચઢાવે તેવી છે...બસ, આ જ પામવા માટે જન્મ લીધેલો છે તેવું લાગે એટલે વિપુલ અને સેફાલ સફળ.
મમી પાપા પામ્યા તેતો, તે નિમિત્ત બનીને તારું ઋણ પૂરું કર્યું કહેવાય..
પૈસા નો લોભ તે જાણ્યો ...તે તો સેફાલ નોજ છે તે પણ જાણ્યું જ હશે...અને તે તો હોય જ.. વ્યવહાર અહ્નાકાર નો એક ભાગ જ છે. તેના થી ડરવું નહિ... તેનો સામનો પણ કરવો નહિ... તેને બસ જાણવો... પૈસા કોઈ કાળે ખરાબ નથી હોતા...તે તમને એવી શાંતિ આપી શકશે કે જેનાથી સંસારિક કાર્યો વહેલા પુરા કરીને પોતાના માટે સમય બચાવી શકાશે. બહુજ પૈસા કમાઈ લો એક માસ્ટર બનીને ... હા પૈસા માસ્ટર બની જાંય તો વાંક તમારો છે....તમારા લોભ નો છે.
મેં ઘણા કમાયા છે, મેં બહુ બધા ને સમય આવ્યે વેતરીય નાખ્યા છે, એટલે હવે આજે મને સમય મળે છે, અને લોકો કહે પણ છે કે "..સો ચૂહા મારકે બિલ્લી ચલી હજ કરણે કો.." મારી મીનીમમ જરુરીઅતો ને પહોંચી વાળું છું... છતાય પૈસા તો કમાઉ જ છું. પણ, હવે કષાય રહિત કમાઈ સકું છું. કારણકે મારી પાશે કષાય કરીને ય કમાવવાની જરૂર નથી રહ્યી.
પૈસા કમાવવા તે ગુનો નથીજ,તે ગુણછે. તે બહુજ હેલ્પફૂલ છે... દોષિત જાણવું નહિ... દિપકભાઈ ત્યાં આવીને તમને મળી શક્યા તેની પાછળ કોઈકે પૈશા કમાવા માટે કરેલી મહેનત જ છે... ભલે તે ડોનેશન થી આવ્યા હોય કે સંસ્થા એ પોતે કમાયા હોય... બલ્બનું કામ પ્રકાશ આપવાનું છે.. તેના પ્રકાશમા તમે સાધના કરો...કે તીનપત્તી રમો ....બલ્બ નો કોઈ વાંક નથી ...
વધુમાં, ક્યારેય પૈશા છોકરાઓમાટે કમાઈએ છીએ તેવો દોષ ના રાખવો, અને તેની આડમાં પોતાને છુપાવવી નહિ. દરેક વ્યક્તિ પોતાના માટેજ કમાય છે તેવું ધ્યાન રાખવું. પોતાની વૃતિઓનું ઉપરાણું લેવું નહિ. છોકરાઓ એ કહ્યું નહોતું કે મને જન્મ આપો..એ આપણાં જ નિર્ણયનું ફળ છે...તે જાણવું... હવે તે નર્ણય ની જવાબદારી લેવી તે વ્યવહાર છે. અને વ્યવહાર પુરા કર્યા વગર મોક્ષ નથી.
આત્માનો ઉપયોગ ક્ષણ માટે રહ્યો નથી તેવું સામાયિક મા જાણીને રડી પડાય છે તેવું તે લખ્યું, તે વાંચીને તો હું પણ ધન્ય થયી ગયો... તેજ તો છે નિર્જરા..વાહલા, પ્રભુ મને પણ આવી શક્તિ આપે...

આજ્ઞામા રહેવું તેજ પુરુસાર્થ,

______________