મોક્ષ કાવ્યો,

સાગરોપમ ના ગણિત અને વાસિતબોધના ચક્કરો
આંખ સમો અંધકાર અને અને તમામ નસો તંગ હતી
બળતી રહ્યી અગરબત્તી તોયે સુગંધ ફેલાયી નહિ,
ફીરકી થતી ખાલી ને જિંદગી કટી પતંગ હતી .

અંધારામાજ અચાનક ઠેશ વાગી છે આ અક્રમની
ખુલી ગયો ભંડાર જ્ઞાનનો ને દિલમાં બસ, ઉમંગ છે
પળે પળે રહેવાય જાગૃત, મારાજ આત્મા ની સાક્ષીમાં
રોમ રોમ રહે રહે પુલકિત આ કેવો ગઝબ નો રંગ છે!
કયી લાયકાતે મળ્યું પદ?, મુક્ત થયો બંધનથી
ક્ષણે ક્ષણે વાગે છે ઢોલ, દિલમાં તેવા ઉમંગ છે
રડી પણ શકાતો નહિ ત્યાં હવે હસી સકાય છે
ના પાનખરનું નામોનિશાન, બસ વસંત વસંત છે.
બે કોડીનો આદમી થયી કાલે તો રડતો હતો હું,
સ્વામી થયો બ્રમ્હાંડ નો, નયનો મારાજ દંગ છે.

____________________
સાક્ષી બનીને હવે જોતો રહું છું.. 
જિંદગીના રસ્તે લોકો આવે ને જાય ...
કોઈક રહ્દય ના ગોખલામાં માળો બનાવે,
તો કોઈક આંખોમાં થોડી આંબલી પીપળી રમી જાય 
કોઈક સ્વપ્નાઓ ને હચમચાયી જાય, તો 
કોઈકના બીજને સેવીએ અને અંકુરો ફૂટે. 
ચાર દિવસ ના મહેમાન બની 
બાર દિવસની યાદો છોડી જાય 
ફાઈલોના વ્યવહારો, બધા 
ફાઈલોમાં દફનાવાય 
અને ધૂંધળી સાંજે બેસું પલાઠી વળી 
સામાયિક માં દેખવાની શક્તિ માંગી 
ટીપે ટીપે પછી થાય ખાલી ટાંકી 
ટીક ટીક કરતી પછી ટીકીટ ફાટી .

_____________________
જ્ઞાન પહેલા ,
વસંતની સુગંધમાં ને વરસાદ ની રીમઝીમ માં,
પ્રેમસુન્ય શુષ્ક હોઠપર પલળે છે તારી યાદ.
ઝાંઝરની છાન્કારમાં ને ખડખડાટ હાસ્યમાં,
અવાજ્સુન્ય કાનપર લટકે છે તારી યાદ.
ફૂલગુલાબી બાગ માં ને નીલગીરીની કોતરોમાં
સુગન્ધસુન્ય નાક્પર મટકે છે તારી યાદ
સંધ્યાની મસ્તીમાં કે મેઘધનુષ ની હસ્તીમાં
દ્રસ્તીસુન્ય આંખપર ચમકે છે તારી યાદ.
જ્ઞાન પછી,
જ્ઞાનના એકજ સપાટે ખરી પડ્યો ભૂતકાળ
હવે દિલના ખાલી ખૂણામાય ખટકે છે તારી યાદ
સામાયિકની ક્ષણોમાં ને પ્રતિક્રમણ ના આક્રમણમાં
ક્યારેક પળવાર માટેય ચટકે છે તારી યાદ.
પુરુષાર્થ થયો મોક્ષનો, ને ફાઈલોના નિકાલમાં
બેસહારા થઈ, રડે ને ,ખસકે છે તારી યાદ
ધોઈ નીચોવી ભૂતને દુર કર્યું છે પુદગલથી
હવે તાર ઉપર નિરાંતે લટકે છે તારી યાદ

________________________
હું જ મારા પગમાં
ન જાણે કેટલી બેડીઓ ભરાવી ઉભો હતો...
હું જ મારા કાનમાં
ના જાણે કેટલાય હુંકારો લટકાવી ઉભો હતો .
હું જ મારી આંખમાં
ના જાણે કેટલાય ગર્વ ભભરાવી ઉભો હતો.
જ્ઞાનના વમળો નો એક સપાટો પછી આવ્યો ને
ભક્તામરની યાદ પછી તાજી થયી આવી .. 

_____________________
હે પ્રભુ,
વિપુલ તો હજી બાળક છે,
તે તો સમયે સમયે નવા રમકડા,
ને નવી વા વા માંગ્યા કરશે ...
તું દે કે ના દે તારી મરજી...
પણ,
તેની મોક્ષની ટીકીટ વટાવીને
હિસાબ સરભર ના કરજે
એમાંથી એક પાઈ પણ નહિ મળે 

_____________________
તમને પામીને બધી ઝંઝતો પડી ખરી,
હવે જીવ્તાજ પામું મોક્ષ તેવું અભિમાન છે
જલી ગયી અગરબત્તી આ રાખ છે બાકી,
દ્રષ્ટી થયી સમ્યગ તે જ કર્મોનું અવસાન છે.
ખુલે જ્ઞાન જેટલું મૌન થઇ જવાય છે એટલું
લાખ જન્મે પામ્યો..શું બોલવું? , સ્મશાન છે

_____________________
હું ડુંગળીના પડની માફક ચહેરા પર ચહેરા ચઢાવીને ફરું છું.
અને દરેક ચહેરાની એક ખાસિયત રાખું છું.
કુટુંબ માં મોભી થયી જાઉં છું. વ્યવસાય માં બોસ બની જાઉં છું.
ભાણીય ભત્રીજાઓના ગ્રુપ માં હું જોકર બની જાઉં છું,
મિત્રોના વર્તુળ માં મીત્ર બની જાઉં છું.
પછી રાત પડે પાછો મારી બખોલ માં ઘુસી
સુદ્ધાતમાંનું રટણ કરતા દરેક પડ પર ચઢેલી ધૂળ ને ખંખેરતો જાઉં છું.
અને દેખું છું ટાંકી માંથી નીકળતા કચરાને ..
અને ફરી સવાર પડે ને નીકળી પડું છું ચહેરા પર ચહેરા ઓઢીને..
હું મજાક કરું છું દુનિયા ની ને
મજાક બનું છું દુનિયાની
મને પોષાય તેવો માલ હું ભરું છું
જેને તે પોષાય તે માલ લઇ જાય છે.
દુકાન બસ ચાલે છે, આમ ભગવાનના ભરોશે
હું દુકાન નો માલિક થયી જોયા કરું.. : 

___________________
સમ્યગ નિશ્ચય
--
બની મુક્ત,
તાજગી ભરી હવાની લહેર,
ફરું ગલી ગલી
ભાવે વીતરાગ
ના ગ્રહું સુગંધ
ના ગ્રહું કો' ગંધ
બસ,
વહેંચતો તો ફરું મુજ તાજગી
જે મળે તેને સાદર પરત
ના ખૂટે છતાય ભંડાર
હવે,
ઓરડામાં પુરાઇશ, તો
જઈશ હું જ ગંધાઈ

____________
અનંત જન્મો ના ચક્કરોમાંથી નીકળવું છે મારે,
તાર વિનાની વીણા પર રાગ છેડવો છે મારે,
હવે તો જ્ઞાની પુરુષની મુજ પર કરુણા વર્ષો,
સમભાવે પૂરું કરવું છે ફાઈલોનું દેવું મારે

__________________
રાત દિવસ આજ્ઞામાં રહેવાય,તું એવી મને શક્તિ આપ.
જીવમાત્રને જોઈ મલકી ઉઠું,તું એવી મને ભક્તિ આપ.
નથી મેળવવા તાળા મારે, ક્રમ,અક્રમ કે કોઈ ચક્રમના...
આ પુદગલના ગણિતો બંધ થાય,તું એવી મને મુક્તિ આપ.

___________
આજ મારી તૈયાર વીણા સંગીત તું વગાડી લે.
અહંકાર ના પાપણો મહીં થી દ્રષ્ટી મારી જગાડી દે.
દુર દુર બહુ ભટક્યો છું બસ, એક તારી શોધમાં
જરાક જો થાઉં હું હતાશ,તો, પ્રેમ થી પંપાળી દે.
નથી પડવું છુટું મારે એક તારા સાનીધ્ય માંથી
આ તારું જ તો છે કમળ,લઇ,ભૂલ તારી સુધારી લે.
આ નદી ને તો હવે ભળી જાઉં છે સાગરમાં.
તુજ તારી આ "ઉધારી" મૂડી ને સાંભળી લે

____________________
કિનારે લખેલા નામ જેટલું આયુષ્ય લઈને આવ્યો છું.
હજાર પ્રકારના દુખો વચ્ચે હાસ્ય લઈને આવ્યો છું.
નાનામી તો ઉઠી ગયી'તી એજ દિવસ થી અમારી,
આતો ફાઈલો માટે, ઉછીના બસ,શ્વાસ લઈને આવ્યો છું



ક્રમ, અક્રમ કે ચક્રમ ના નથી મેળવવા તાળા મારે,
જીવતા જ ભોગવીએ મોક્ષ એવો વિશ્વાસ લઈને આવ્યો છું.
સ્મશાનમાય બે ઘડીનું વૈરાગ્ય આવી જાય છે.
ઊંઘતા, જાગતાય હાજર રહે તેવું જ્ઞાન લઈને આવ્યો છું.

ચાલશે, ચલાવશે, ફાવશે તે શબ્દો ભાંગીને ભુક્કા થયા,
હવે પુરુષ થયો પુરુસાર્થ રહ્યો, એ ભાન લઈને આવ્યો છું.
રીલ તો ચાલ્યા કરે, ફિલ્મની પટ્ટી ની જેમ
મોહમયી આ દુનિયા વચ્ચેય, વૈરાગ્ય લઈને આવ્યો છું.



_____________
મેલ ને આ મારું મારું..પહેલા, થાય તેટલું કર ને તારું.
જીભ બહાર નીકળી જશે. સ્વાદ બધા બટકી જશે..
આંખના ડોળા ઉકલી જશે. સ્વપ્ના બધા છટકી જશે
લોકો માટે ક્યા સુધી દોડીશ..કોનું ભરાયું તગારું....મેલ ને ...
કોણે કર્યું.. ને... કોને મળ્યું ..આ તારું જ કરેલું પાછું મળ્યું..
ના કોઈને તે, રોક્યા, તો ચાલ્યું તારું ગાડું ..એમાં શાને વગાડે નગારું ..મેલ ને...

___________
મધુરજની ઓરડામાં,
સુગંધી વાતાવરણની વચ્ચે,
હજી અનુભવાતી હોય 
નવવધૂના હાથમાં મુકાયેલી મહેંદીની સુગંધ
શરીર પર છંટાયેલા 
etc અત્તરોની સુગંધ . 
ને પછી થયું હોય યુદ્ધ 
એકમેક ને એકમેક માં ઓગળી નાખવા માટેનું 
અને પછી તૃપ્તિ અને સંતોષના 
ઊંડા શ્વાસ... વાતાવરણ માં
ફેલાવતા હોય ગરમાવો 
ત્યારે ,
થાકેલું શરીર કહેતું 
બસ, હવે લાંબી ગાઢ નિંદ્રા .... 
પણ .....
પેલા પ્રશ્નો જોતા હતા 
મગજના ખૂણા માંથી આ ખેલ,
અને કરતા થું..થું... 
નાક ઉપર આંગળી મુકાવીને 
અને બતાવી 
પેલા કોન્ડોમમાં ગંધાતા વીર્યને ....
ને પૂછતા ...હવે શું? 
આતો કરોડો ભવોના અનુભવ;
કયો ભવ ગયો ખાલી !!
બોલ હવે શું ? 

___________________
ધુમ્મસ થયી જવાનો.


સંસારના વિકલ્પો નો, એક જ છે સરવાળો ...
ધુમ્મસ બની ને આવ્યો, ધુમ્મસ થયી જવાનો
ક્યાંથી તું અહી આવ્યો,ક્યા સુધી તું જવાનો
આનું રાઝ કોઈ મુસાફિર,નથી સમજ્યો, સમજવાનો
ચમકે છે આ એની દુનિયા,પળપળની રમત પર
પાપણ જ્યાં...રે ઢળી જશે,ત્યાં સુધી જ તે રમવાનો
કયી ઘટના,ઘટી જશે, આગળના ચાર રસ્તે
સુઈ જઈશ તું એક રાત્રે, સવારે.....નહિ ઉઠવાનો
સંસારના વિકલ્પોનો એક જ છે સરવાળો ...
ધુમ્મસ બની ને આવ્યો, ધુમ્મસ થયી જવાનો.

____________________
સવાર થી સાંજ ને
સાંજ થી ફરી સવાર 
ઉઠવું અને સુઈ જવું 
સુઈ ને ઉઠી જવું,
જન્મવું અને મૃત્યુ પામવું 
હસવું અને રડવું 
યાદ રાખવું અને ભૂલી જવું 
રાગ રાખવો ને દ્વેષ રાખવો 
ઉંચે જવું કે નીચી પાયરી એ જવું 
બસ, જન્મ થી લંબાયેલી લામ્બ્બ્બ્બી લીટી વચ્ચે આવેલા
આ બધા સબ્દો ને સમજીએ 
એ પહેલા સબ્દો ઝાંખા પડતા જાય 
અને પછી સફેદ વાળ ના ભૂત જેવો,
કિનારીએ થી ધ્રુમ્સેર વછુત્ત તી હોય તેવો 
સબ્દ વળગી પડે ....
શબ્દ સળગી પડે.. 
ત્યારે કઈ કેટલાય રમકડા
તિજોરી માં રમ્યા વગરના રહી ગયા નો 
રહી જાય અફસોસ.
-----
ના હવે મારી થુંઉપીસ
મારે નથી રમવું તમારી જોડે 
પહેલા હું રમી લઉં મારી જોડે 

______________________
વહેલી સવારે કુકડો બોલે ને યાદ આવે
નવો દિવસ, નવી રાહ, નવી દિશા 
અને સુરજ ને કહેવાનું મન થાય,
Thank you ,
દરરોજ ખુલતા જાય નવા સ્વપ્નોના ખાતા 
અને પછી ઘણી વાર એ ખાતામાં
કઈક entry પડે તેની રાહ જોવામાં
માથાના વાળ તેનો રંગ બદલતા જાય
ત્યારે ઘરની ખડકીપર આવી ને બેઠેલો કાગડો
કો'કના આગમન ની કાળી યાદ અપાવે
ને મનમાં થાય ઝબકારો 
કે, 
ખાલી ખાતાઓ ને ભરવામાં 
ખબર નહિ ક્યારે બંધ થઇ જાય આ ચોપડો.
એટલે જ દરરોજ રાત્રે 
હું તો તૈયાર રાખું છું સરવૈયું..
ટાંટિયા ના મળે તો પ્રતિક્રમણ
અને સામાયિક નું રાખું છું રખોપું 

______________________
સામાયિક કરવા બેસ મછંદર
તારી જ જાતને જાણ મછંદર
શું શું થયું જાણ મછંદર
શું શું કર્યું જાણ મછંદર
શાને થયું જાણ મછંદર
કોને કરાવ્યું જાણ મછંદર
કોણ કોણ આવ્યું જાણ મછંદર

પૈશા નો આ લોભી આવ્યો
લાળ પાડતો ભોગી આવ્યો
નાટક કરતો જોગી આવ્યો.
પલાઠી વાળી યોગી આવ્યો
બે ત્રણ વાક્યો ગોખી આવ્યો
મેલ જોનારો ધોબી આવ્યો.

શું શું લાવ્યો .શું શું લાવ્યો ?
લાખ જનમના તાણા લાવ્યો
યોની યોનીનાં પાણા લાવ્યો
મોહમાયાના ઉખાણા લાવ્યો
માન અપમાનનાં ભાણા લાવ્યો

એ બાવો કેવો...બાવો કેવો
અમથી વાટે ક્રોધે ભરેલો
પૈશા માટે નાગો થયેલો
માન અપમાનનું ભાન ભૂલેલો
ક્ષુલક બાબતે શાન ચુકેલો
કપટ કરે ને બે મોઢાડો
રાત પડે ભૂરાટે ભરેલો
લાળ પાડતો લચી પડેલો

શું શું જોયું શું શું જોયું ?
સાંજ સવાર નું નાટક જોયું
વાર તહેવારનું ત્રાટક જોયું
ડખાએ પાડેલું ફાટક જોયું

____________
ફરી ઘેર ઘેર હું,કરું છું મિચ્છામી દુક્કડમ
ર્હદય પર હાથ મૂકી હું કહું છું મિચ્છામી દુક્કડમ
વલોવીને ર્હદયના,આ મનોમંથનનાં અંતે
વહાવી આંસુઓ હું ધરું છું મિચ્છામી દુક્કડમ
સમ્યકની ટેવ ક્યા હતી?, બસ ભૂલો કરી હતી
ઢંઢોળી "મને " જ હું કહું છું મિચ્છામી દુક્કડમ
શરીર નાં ખોખા વાસ્તે,કરી છે વાસના મેં બહુ
ઉતારી કાંચળી ને હું ઈચ્છું મિચ્છામી દુક્કડમ
જગતનો તાત જો તું છે, તો હું બાળ તારો છું
પડી ઘુટણએ હું ચાહું છું મિચ્છામી દુક્કડમ

________________________
સાગરોપમ ના ગણિત અને વાસિતબોધના ચક્કરો
આંખ સામો અંધકાર અને તમામ નસો તંગ હતી
બળતી રહ્યી અગરબત્તી તોયે સુગંધ ફેલાયી નહિ,
ફીરકી થતી ખાલી ને જિંદગી કટી પતંગ હતી ....
*--------------
અંધારામાજ અચાનક ઠેશ વાગી છે આ જ્ઞાનની
ખુલી ગયો ભંડાર જ્ઞાનનો ને દિલમાં બસ, ઉમંગ છે
પળે પળે રહેવાય જાગૃત,મારાજ આત્મા ની સાક્ષીમાં
રોમ રોમ રહે પુલકિત આ કેવો ગઝબ નો રંગ છે!
કયી લાયકાતે મળ્યું પદ?, મુક્ત થયો બંધનથી
ક્ષણે ક્ષણે વાગે છે ઢોલ, દિલમાં તેવા ઉમંગ છે
રડી પણ શકાતું નહિ ત્યાં ખીલખીલાટ હસાય છે
ના પાનખરનું નામોનિશાન,બસ,વસંત વસંત છે.
બે કોડીનો આદમી થયી,હું કાલે સુધી રડતો હતો,
સ્વામી થયો બ્રમ્હાંડ નો, નયનો મારાજ દંગ છે

_______________
દાણો હું બનું ત્યાં દળાઈ જાઉં મફતમાં
શાણો હું બનું ત્યાં છેતરાઈ જાઉં મફતમાં...
જીંદગી નીચોવી નાખી પાઠ ભજવવામાં,
એડીટીંગ ટેબલ પર વેતરાઈ જાઉં મફતમાં 


ધર્મગુરુઓની વાત માની જો નાનો માણશ બનીને રહું છું , વિવેક અને વિનય માં રહું છું તો લોકો મને ઘંટીના પૈડા વચ્ચે દળી નાખે છે.. હું જયારે જયારે હું મને બધું ખબર છે ના ગુમાન માં, હું બહુ હોશિયાર છું તેવો માનતો રહ્યો તો મને એવાજ હોશિયાર ભટકયા ને હું છેતરાયો...ક્યારેક આવા ને ક્યારેક તેવા, ક્યારેક એમના કહેવાથી ક્યારેક તેમના કહેવાથી ક્યારેક આ ને ક્યારેક તે ...ભાત ભાત ના નાટક ના પાઠ કરવામાં જ જિંદગી ગયી પણ મારા પ્રમાણે હું જીવી ના સક્યો..છેલ્લે ચિતા પર જિંદગીની ફિલ્મ એડિટ કરવા બેઠો ત્યારે ખબર પડી કે જિંદગી આખી મારી હતી પણ, લોકોના ખમીશ ના માપ પ્રમાણે હું વેતરાયો છું.
દાણો -- નાનો માણશ, નમ્ર , વિવેકી      શાણો--- હોશિયાર,મને બધું ખબર છે ...  એડીટીંગ ટેબલ....ચિતા..

_______________________
જુઓને,આ પૈસાની લાહ્યમા હું કેટલો બધો ભમું છું.
પે'લ્લા ગરમ ગરમ જમતો, હવે ગરમ કરીને જમું છું

_______________________
બસ આજથી મૌન
વધારાના એકેક
બોલેલા સબ્દ પર
લાગેલો કર્મનો ટેક્ષ
પામી ગયો
જિંદગી પછી
ટેલીગ્રાફ ના સબ્દોથીય
ટૂંકી નીકળી. 

___________
મોત પર યમરાજે એક આપ્યું લીસ્ટ મને
હેરાન કર્યા હોય,માગવા માફીનો મોકો મને
માંડ લીસ્ટમાં બે ચાર નામ બીજાના નીકળ્યા.
જીવનભર હું જ બધે નડ્યો હતો મને

__________
લોકો તો કહે છે મારે,તારી સાથે ભવોનું વેર છે
તું ભગવાન થઇ બેઠો બસ એનું ચઢેલું ઘેન છે
પુદગલને ચુન્થીને તેજ બેહાલ કરી નાખ્યું છે
હવે સુદ્ધાતમાંના સંખ ફુકે,તેનું મને ઝેર છે

________
પ્રસંગોની એ અદભુત કાળજી રાખે છે
બેશણાની સાડીઓ ઈસ્ત્રી કરાવી રાખે છે
સાજના સામાન ને પેક કરવા આપીને
બે અડધી ચાનો ઓર્ડેર અપાવી રાખે છે
થોડું હસતું,થોડું યુવાન,મુખડું તો જોઇશે
લાશ જતાજ બધા આલ્બમ કઢાવી રાખે છે
માહે ચાલે છે અમથી મિલકતની ગણતરી
બેશણામા અમથા તે મોઢા રડાવી રાખે છે
શ્માંસનગત વૈરાગ્યાય હવે આવતું નથી
આરામથી મોમાં "બુધાલાલ"દબાવી રાખે છે :

________
સમયની ચાદરની એક કિનાર ભીની,બીજી પર લાગી છે ઝાળ
કેમ કરીને હું લંબાવું ટૂંટિયું,જેના એકેક કાણે,હું થયો છું બરબાદ :

________
કામ-ક્રોધની મોહમાયામાં, અમે "અમારું" ભાન ભૂલ્યા
સંસારનો આ છીછરો રસ્તો,જન્મો જનમ અમે લપસ્યા
ધન્ય થયી આ ઘડી અમારી,જ્ઞાન તમે વરસાવ્યું
આંખોના પાપણો મહીથી,અમે ખોબે ખોબે વરસ્યા

કામ-ક્રોધની મોહમાયામાં, અમે "અમારું" ભાન ભૂલ્યા
સંસારનો આ છીછરો રસ્તો,જન્મો જનમ અમે લપસ્યા
ધન્ય થયી આ ઘડી અમારી,જ્ઞાન તમે વરસાવ્યું
આંખોના પાપણો મહીથી,અમે ખોબે ખોબે વરસ્યા

__________

આજે તારી યાદોનો તહેવાર આવ્યો છે.
એ અધુરી વાતોનો વહેવાર આવ્યો છે :

__________
લોકો તો કહે છે મારે,તારી સાથે ભવોનું વેર છે
તું ભગવાન થઇ બેઠો બસ એનું ચઢેલું ઘેન છે
પુદગલને ચુન્થીને તેજ બેહાલ કરી નાખ્યું છે
હવે સુદ્ધાતમાંના સંખ ફુકે,તેનું મને ઝેર છે

________