અન્ના હજારે ને ભ્રષ્ટાચાર સામેની લડત માં ટેકો આપ્યા બાદ : ૧૦ એપ્રિલ ૨૦૧૧
_________________________________________
માફ કરજો દોસ્ત, થોડા દિવસ પહેલા, મીડિયા નાં પ્રવાહ મા દોરવાઈ ને મેં અહી અન્ના હજારે ને ભ્રષ્ટાચાર નાં ટેકા માટે અપીલ કરેલી. એ વખતે હું ફક્ત મિડિયા થી દોરવાયેલો હતો અને હકીકત થી અજાણ હતો. મને દરેક જગ્યા એથી એવા સમાચાર મળ્યા હતા કે અન્નાજી કઈ ૬ કે ૭ વાતો સરકારી ડ્રાફ્ટ મા નથી તેને ઉમેરવા માટે લડતે ચઢ્યા છે. એ ૬ કે સાત વાતો દાઈ -હાર્દ જરૂરી લાગેલી. એટલે મેં સપોર્ટ માટે અહી પોસ્ટ કરેલું. સમાધાન ની અગલી રાત્રે મેં જયારે મારા મીડિયા મિત્રો ને ફોન કરેલો ત્યારે થોડીક હકીકતો ની જાણ થયેલી. પણ મેં તે પણ મીડિયા વાળા આવું જ કહે તેમ માનીને ધ્યાને નહોતી ધારી. આજે આખો દેશ જાણે છે કે એ લડાઈ નો અંત કેવી રીતે આવ્યો છે.
શું તે લડાઈ એક કમિટી બનાવીને પોતાની ટીમને સામેલ કરવા માટે ની હતી?
શું થયું તે ૬ કે ૭ મુદ્દા ઓનું?
એમાંથી કેટલા ને સામેલ કરવામાં આવ્યા ?
કેટલાના વચનો આપવામાં આવ્યા ?જેથી આ અન્ના પોતડી ખંખેરી ઉભા થયી ને સરબત ઝાપટી નાખ્યો.
આવી અંચાઈ ?
આવી બેવકૂફી?
આખું મીડિયા હવે જીત જીત કહીને ફરીથી ઉલ્લુ બનાવે છે. આવી રીતે કમિટી બનાવવામાં આવી એટલે ભાગબટાઈ મળી ગયી તમને તો . પણ અમને કયો કાયદો મળ્યો ?
આ દેશના યુવાનો ને તમે શું આપ્યું? આશ્વાસન !
વાહ રે...વાહ.... હુંય મુર્ખ નીકળ્યો .
_________________
આભાર મિત્રો,
છેલ્લા કેટલાય વખત થી હું અહી જાત જાત ના status પોસ્ટ કરતો રહ્યો છું. અને ઘણી વાર તેમાં એક યા બીજી રીતે અમુક વ્યક્તિઓની, વ્યક્તિઓના સમૂહ ની કે સંપ્રદાય ની લાગણી દુભાયી હશે. મેં પોસ્ટ કરેલા ફોટોગ્રાફ્સ થી પણ કદાચ કોઈને મેં હાની પહોચાડી હશે, કોઈના status પર કે ફોટોગ્રાફ પર હાની પહોચાડે તેવી કોમેન્ટ પણ કરી હશે. કોઈની સાથે ચેટીંગ કરતી વખતે પણ કદાચ અવગણના કરી હશે. આ તમામ વખતે મેં મારા એગોઈસ્મ થી દોરાઈ ને તેમ કરેલું હતું તેવું મને ભાન થયું છે. હું આજે ફરીથી તે એક એક પ્રશંગોને યાદ કરીને, મારા આત્મા ની સાક્ષી એ હું તમામ વ્યક્તિઓની માફી માંગું છું. અને મારી એ ચેષ્ટાઓની આલોચના કરું છું. અને હવે પછી તે રીતની ચેષ્ટાઓ ફરીથી ના થાય તેની કાળજી રાખવાનો સનિષ્ઠ પ્રયત્ન કરીશ. તમેય મોટું મન રાખીને મને માફ કરી દેશો.
૧૦ દિવસના ઉપવાસ, નેટ ને છોડીને મારી સાથે કરેલા મારા સહેવાસ, અને તે દરમ્યાન થોડીક પળોને પાછું વાળીને જોવાની મને એક તક મળી.અને તે વીતેલી ક્ષણોમાં થયેલા સરવાળા, બાદબાકીના આધારે નીકળેલા નિષ્કર્ષ થી હું હલી ગયો છું, હચમચી ગયેલ છું. આપ સૌ ખરેખર મોટા મનના છો, આ સમગ્ર વિશ્વ આપના જેવા મોટા મનના "માણશો" થી ભરપુર છે તેની પ્રતીતિ થયેલી. અને તેના તમો જીવતા જાગતા ઉદાહરણો છો, જે મારી ભૂલોને સાહજીકતાથી ક્ષમા બક્ષી સકે છે.આભાર આભાર .
_____________
દાદા કહેતા કે Compromise અને adjustment વગર કેમ નું ચાલે ? જયારે તમને એમ લાગે કે સામાને તમારી જરૂર છે તો "Adjust Everywhere " કહેવું અને જો સામાની આપણ ને જરૂર હોય તો "અથડામણ ટાળો"
___________
આજે ફરીથી સ્મશાનગુર્હ જવાનું થયું. ખબર નથી પડતી કે મારા માં એવું શું છે... કે નથી !! આટ આટલી મુલાકાતો પછી પણ મારામાં રહેલો બુદ્ધ કે મહાવીર જાગતો નથી ? આરો ખરાબ નથી દરરોજ હજારો બુદ્ધ પેદા થયી સકે તેવું વાતાવરણ કુદરત સર્જે જ છે. પણ મારા એન્ટેના હું ક્યાંક બીજે ગોઠવીને બેઠો છું. :
____________
બધું સંજોગોને આધીન થાય છે.ક્યારેક મારાથી કોઈને દુખ અપાઈ જાય તો પ્રતિક્રમણ કરવું મારી જવાબદારી છે. આ થયી અધ્યાત્મિક વાત. અને કોઈને ખરાબ લાગે તો I Don't Care , મારો જન્મ કઈ બધાની પૂછડી પંપાળવા માટે નથી થયો. તે દુન્યવી વ્યવહારની વાત.
__________
જો તમને કેવલજ્ઞાન જેવું કઈક મળી જાય તો ભૈસાબ, મહેરબાની કરીને તેને બીજા ઉપર ઠોકી બેસાડવાનો પ્રયત્ન કરશો નહિ અને આશા પણ ના રાખસો કે બધા તેને અનુશારે. કારણકે હવે આ દુનિયા તમારામાં ઉભા થયેલા એક વધુ સોક્રેટીસ કે જીસસ ને ગુમાવવા નથી માંગતું ... આપણે ખાનગીમાં વાત કરીશું.
________