Friday, October 21, 2011

દિવાળી સાફ સુફી


રાત્રે જમી પરવારી ને મારી બખોલ માં પેસી ગયો હતો. સામાયિકમાં જોયું કે આખા ઘરમાં, દિવાળીની સાફ સફાઈ તો કરી, તો હવે આ સપરમાં ડા’દે આ મગજની પણ સાફ સફાઈ કરી લઈએ.
પછી તો જાત જાતના ઝાડું ને પોતા લઈને મડી પડ્યો. ખૂણે ખાચરે અનેક રૂઢીઓના બાજેલા બાવાઓ સાફ કર્યા. વર્ષો જુના ..ક્યારેક કામ લઈશું, ઉપયોગ કરીશું એનું..  કહીને સાચવીને રાખેલા અને જમાનાની કાટ ખાયી ગયેલા મંતવ્યોનો ઢગલો સાફ કર્યો. એક સમયે જેની પાસે હોય તેનું સ્ટેટ્સ ગણાતું અને ..તેની કથાઓ લોકો ચર્ચશે... એવી લાગણીઓ અને વ્યક્તિઓ પ્રત્યેના અભિપ્રાયો, પેક કરીને એય ને રાખેલી મજૂસમાં. એનેય ધૂળ ઝાપટી ઝાપટીને સાફ કરી.કેટલીક નવા ઝમાનામાં નકામી લાગેલી, પણ, હજુ તેના,એન્ટીકના વેપારીઓ નેટ પર મળી રહે છે એટલે ..વખતે એકાદા લેખ લખીને પસ્તી કાઢીશું.. તેવા ભાવ સાથે ફરીથી એવી ઝરી-પુરાણી માન્યતાઓને રેશમી કપડામાં બંધ કરીને મૂકી દીધા. 
અને,આ સાફ સુફીમાં જે સેપટો ઉડી છે ઓહો..હો. મને લાગ્યું કે આટ આટલું મેં માળીયામાં ભરી રાખ્યું છે? હું તો માંદો  પડી જઈશ તેવો દર લાગ્યો.. એક સેકંડ કપડા ખંખેરી ઉભા થયી જવાનું મન થયું. પણ ત્યારે તો માહ્યેલો વીફરેલો...
આજે સાફ નહિ કરું તો ક્યારે સાફ કરીશ?
કેટલીય દિવાળીઓ આવી ને ગયી...અહી પણ એક દીવો તો સળગાવી લે... 

Thursday, September 22, 2011

ચટપટું



તમારી સાથે આકાર લેતી ઘટનાઓ અને દુનિયા તરફનો તમારો દ્રષ્ટિકોણ, તમે કેવું વિચારો છે તેનાથી રંગાયેલું હોય છે.જે નેગેટીવ થીન્કર હોય છે તે પોસીટીવ થીન્કર કરતા, ઘણી બાબતો માં વધારે જમીન પર ચાલતા હોય છે અને રીયાલીસ્તિક હોય છે. પણ, નેગેટીવ થીન્કીંગ બહુધા તમને જિંદગીના એક ગ્લુંમી ચિત્ર તરફ ધકેલી દે છે.
અને જયારે તબિયત ની વાત આવે ત્યારે તો એક જ વાત આવે, પોસીટીવ થીન્કીંગ જ તમને વધારે ફાયદો કરાવી આપશે.
મને મોક્ષ ઉછીનો આપો ના સર્જન દરમ્યાન જાતે અનુભવેલ.





તમારે જ્યાં જવું હોય તેના ફોલ્ટ શોધો, સંસારમાં અથવા પોતાનામાં.
હુંય સ્વાર્થી બનવા માંગું છું.દાદા કહેતા કે...લોકો ને સ્વાર્થી બનતા આવડ્યુંજ નથી.એક વખત સ્વાર્થી બને તો કામ નીકળી જાય. લોક સ્વાર્થી ક્યારે બની શકે કે તેને પોતાનું હિત શેમાં છે તેની જાણ થાય.


જિંદગીની કમ્પ્લેઇન ના કરો. એના છોતરા કાઢી નાખો.નહીતર એતો છે જ એવી તમારા છોતરા કાઢી નાખશે...
ગાવસ્કર કહેતા કે ફાસ્ટ બોલને એટલી જ ફાસ્ટ બાઉન્ડ્રી બતાવીએ,તો સલામ આપી કહેવાય



શીતળા માતા ગયા, બળિયા દેવ ગયા, ચાંદામામા ની ડોશી અને એની બકરીય ગયી,હવે સ્વર્ગ અને નર્ક નો વારો છે... 


ઊંઘમાંથી ઉઠી જવું અને જાગી જવું બે અલગ અલગ પ્રક્રિયા છે મારા ભાઈ.
ઉઠવું એતો શારીરિક છે અને જાગવું એ માનશીક.
જ્યાં ફરીથી ઊંઘમાં પડી જવાય ત્યાં ઉઠવું સબ્દ વપરાય અને
જ્યાંથી ફરીથી ઊંઘમાં ના પડાય ત્યાં જાગવું સબ્દ વપરાય :



દુનિયા ને ઝુકાવાની મથામણ ના કરશો તમે ઉંચે જતા રહો ..


પપ્પું:ડેડી,શ્રદ્ધા અને હકીકત માં ફર્ક કેટલો હોય.
ડેડી :જો આ તારા મોમ છે તે હકીકત છે, અને હું તારો ડેડ એ ...શ્રદ્ધા છે. : 



જુઓને રામ ગયા, કૃષ્ણ ગયા, મહાવીર ગયા,બુદ્ધ ગયા, કેટલા બધા આવ્યા ને ગયા સમાજ જો સુધારવાનો હોત તો આજે આવો હોત? તુંય જઈશ ને હુંય જઈશ... બહુ બહુ તો એક દિવસ ની રજા પડશે... આતો ચાલવાનું આવું ...તારા સવારે મૃત્યુના સમાચાર સાંજે વાશી થયી જશે ને દીકરો છાપું વાંચવા માંડશે... મેલ પૂળો... : 


ધર્મ એ "ઓર્ગેનૈઈસ્ડ ક્રાઈમ" અધ્યાત્મ એ જ વ્યવસ્થિત માઈમ (એક પાત્રીય અભિનય-સ્કિટ) છે .


નોકરી કરનાર ગુલામ તો બને જ છે...
તે દેશમાં ગુલામી કરનાર હોય કે પરદેશમાં.
કેટલાક કહે છે દેશના લોકોની ગુલામી સારી
તો,કેટલાક પરદેશ ની ગુલામી પર થૂંકે...
સવાલ એ છે કે, હવે બચત કેટલી રહે છે અને
તમારા સ્વપ્ના ક્યાં પુરા થાય છે.
કેટલાક દેશના પૈસા દેશમાંજ રહે છે તેવું કહે છે
અને આ વિદેશના પૈસા દેશમાં લાવવાનું કહે છે...
લોકો કહશે કે સ્વપ્ના તો કોઈના પુરા નથી થતા ...
તો તમે શું પસંદ કરશો ...
દેશ ભક્તિની કે દેશદ્રોહની તમારી વ્યાખ્યા શું છે?
દેશમાં રહેશો તો પૂછશે
તમે ભાજપમાં છો કે કોંગ્રેસ માં
તમે મોદીની વિરુધ બોલશો તો કોન્ગ્રેસીજ હોવાના
અને કેન્દ્રની વિરુધ બોલશો તો ભાજપી જ હોવાના
અને બંને વિષે બોલશો તો છક્કા...
ભારતમાં કોઈ તથસ્થ હોય કેવી રીતે ..?
કોઈ એક તથસ્ત નીકળે તો ....તો ...
એતો આખી ભારતની પ્રજા ને બોલેલી ગાળ...
બોલો ,
દેશભક્તિની કે દેશદ્રોહની તમારી વ્યાખ્યા શું છે?
કે પછી તમે આ રાજકારણમાં નથી પડવા માંગતા...
પછી એતો માં-બેન ની ગાળ ...



તમારી પાકીટ ભરેલું હશે તો ધર્મ તમે છુટકારા માટે પાળશો,
નહીતર તો લોકો ધર્મ મજબૂરી થી પાળતા હોય છે.



આખરે તો ધર્મ તો ખરોજ પણ પહેલા ખિસ્સા ભરેલા હોય તો મજા આવે છે ... કારણકે ગરીબોના ધર્મ વિશેના સવાલો બોદા હોય છે.
હા, કેટલાક ધર્મનો બિઝનેસ કરશે તો કેટલાક બિઝનેશ માં ધર્મ રાખશે ... પણ પૈસા એ ધર્મ વિશેના સવાલો ની મીનીમમ જરૂરિયાત છે ... અહી કેટલાય ગ્રુપ છે જે બિઝનેસ માટે ધર્મના નામે ગ્રુપ બનાવે છે. અરસપરશ નો વ્યવહાર ... બધો ...
જેમને ધંધો કરવો છે તે કોઈ પણ ધર્મ માં જઈને આવી ચેનલ ચાલુ કરશે જ ...એમના માટે ધર્મ નહિ ધંધો મહત્વનો હોય છે ... :) હોય એતો રહેવાનું જ ... :) :)



લોકોના મુઢે તાળા મારવા કરતા પોતાના કાને રૂ ખોસવા સસ્તા પડે. હમજ ને દિયોર..


કોઈ ને ખીલે બંધાવું ગમતું નથી.
પણ ભરવાડ ગાય ને ખીલે બાંધે એટલે સરુઆતમાં ધમપછાડા કરે. જેટલા કરે એટલું એનેજ દર્દ થાય. એટલે ગાય સમજી જાય કે અહી કઈ ચાલે એવું લાગતું નથી. પછી ધીમે ધીમે ગાય ટેવાઈ જાય અને માની લે કે ખીલે બંધાયીજ છે.
અને પછી તો ખીલે બંધાયેલ હોવાનું જ વર્તન તેનું થયી જાય. ભલે ને પછી ખીલોજ ના હોય અથવા દોરડું પણ ના હોય.
ગાય કે ભેંશ પછી એટલી હદે પરવશ થયી જાય કે તેને કોઈ એક દિવસ એવા ધમપછાડ કરેલા એ પણ યાદ ના હોય.
આપણે પણ સંસાર થી આવીજ રીતે ટેવાઈ જઈએ છીએ ...



એય મહાત્માની પાવલી, હેઠો બેસ. કેટલાને તું સંતોષ આપી શકીશ? લોકો તો હજાર મુઢે લાખો વાત કરશે.તમ-તમારે તારું કર્યે જ. ધાર્યું કર્યે જા.હા,તને શંકા પડે તો કોકને પૂછી લેજે. લોકોના મુઢે તાળા મારવા કરતા પોતાના કાને રૂ ખોસવા સસતા પડે. હમજ ને દિયોર. :




ભિખારી ફૂટપાથ પર ગમે તેટલો સુખી લાગે,પણ તે મહાત્મા ના કહેવાય.
લેખકો,"..તેઓ કેટલા સુખી છે અને તમે મણ રૂની ગાદીમાંય સુખ નથી પામી સકતા.." એવું લખીને તમને છેતરે છે.
એણે ભોજન કે ધનનો ત્યાગ કર્યો ના કહેવાય. તે ઉપવાસી ના કહેવાય. તે મહાવ્રતી ના કહેવાય. એણે મજબૂરીનું નામ મહાત્મા ગાંધી કહેવાય.
તમ-તમારે પૈસા કમાવો, તમારી એક એક ઈચ્છા પૂરી કરવા કમર કશો.પોતાની જાતને, આવા લેખકો ના વાદે છેતરશો નહિ. કારણકે, અધૂરી ઇચ્છાએ કોઈ સુખેથી મૃત્યુ પામી નથી શકતું. મોક્ષ તો બાજુ એ રહ્યો.
ઈચ્છાઓને દબાવશો નહિ. કારણકે તે ઈચ્છા સ્પ્રિંગ બનીને છટકશે. જો ઇચ્છાના બંધારણ સમજી જશો તો તે આપોઅપ ખરી જ પાળવાની છે. :



લોકો ને લાગેલો સૌથી મોટો માનશીક રોગ "ઘર-કી-મુર્ગી" નો હોય છે અને તેનું પહેલું લક્ષણ "સુખ બહારની દુનિયામાં રહેલું છે" તેવી માન્યતા ની છેક ગ્રંથી બની ગયેલી હોય છે. : 


ઈન્ટરનેટ ચાલુ કરીને પોર્ન જ દેખ્નારાઓ, કહ્યી સકે કે ઈન્ટરનેટ ખરાબ છે. બલ્બના પ્રકાશમાં કોઈ ચોપડી વાંચે અને કોઈ તીનપટ્ટી રમે. તીનપત્તી રમનારો, હારે ત્યારે બલ્બનો જ વાંક કાઢે. ચોપડી વાંચનારને વાંક કાઢવાનો સમય જ ક્યાં હોય છે? 


માણશની ઇન્ટેલીજન્સ ને ટ્રેઈન કરી સકાય પણ, કોન્સીઅસના બનાવી સકાય. ઇન્ટેલીજન્સ એ બુદ્ધિનો પર્યાય(ભાગ) છે. કોન્સીઅસ્નેસ એ આત્મા(પ્રજ્ઞા) નો પર્યાય(ભાગ) છે.
ઉ.હ.
કોમ્પુટર ની કેપેસીટી દર બે વર્ષે ડબલ થવા લાગે તો તે ૨૦૫૦ સુધીમાં આજના કરતા દોઢ કરોડ ઘણું ઇન્તેલીજંત થયી જશે તોયે ....કોન્સીઅસ(જાગૃત) નહિ થઇ સકે.
માટે જ હું કહું છું... આ અવશર છે જવા દેવાય તેવો નથી... ભાગો નહિ જાગો ...



ઘણા લોકોને ભ્રાંત માન્યતાઓનો અનુભવ થયેલો હોય છે. તેઓને અંધારી રાત્રે ડાકણના પગલાઓ સંભળાય છે,તેઓ એકલા હોય ત્યારે,તેમના ખભા પર કોઈકનો હાથ અડ્યો હોય તેવું લાગે છે,રૂમમાં પડછાયા પડતા હોય ત્યારે એક ખૂણામાં કોઈ ભેદી આકૃતિઓ ફરતી દેખાય છે.
જયારે આ માન્યતાઓને, અનુભવોને ભૂલથી હકીકત તરીકે માનવા લાગે છે તેને મતીભ્રંશ કહેવાય છે.



અમીર અને ગરીબ ???? સિમ્પલ ...
તમારી પાસે જેટલું બેંક બેલેન્સ હોય તેના કરતા ઓછું બેલેન્સ હોય એ બધા ગરીબ કહેવાય અને વધારે હોય તે બધાજ અમીર.



સંડાસ ગયા પછી હાથ ધોવાનું નથી ભૂલતો, તો આમ અતિક્રમણ કરીને પ્રતિક્રમણ કોણ ભુલ્વાડે છે મહી? કોઈને મારી ને માફી નહિ માંગવાની? તે જંતુઓની ચિંતા નથી તને ? એ પરમાણું હિસાબ માંગશે,ડાહ્યા.
સંડાસ ગયા પછી હાથ ધોવાની જે સહજ ક્રિયા થાય છે તેટલું સહજ અતિક્રમણ પછી પ્રતિક્રમણ થાય એટલે કેવલજ્ઞાન ને રસ્તે આવી ગયા. : 


પ્રતિક્રમણ એટલે પગલુછ્ન્યું ...
સંડાસ માંથી બહાર નીકળ્યા પછી પગ લુછ્નીયા પર પગ લૂછ્યા વગર ઘરમાં ફરો તો, ઘર ગંદુ થાય. તેમજ અતિક્રમણ પછી પ્રતિક્રમણ ના કરો તો ભવ ગંદો થાય. : મને મોક્ષ ..

વિષય એટલે ...
દૂધ પીવું જોઈએ તેવું સાંભળે, પછી
દૂધ તબિયત માટે સારું એવું મંતવ્ય બંધાય,પછી
દૂધ વગર કેવી રીતે ચાલે? તેવો અભિપ્રાય બંધાય અને પછી
તે બે લીટર દૂધ માટે ભેંશ પાળે. : મને મોક્ષ ..
----
વાશનાને એવી અમે ભાળી છે
લીટર દૂધ માટે ભેંશ પાળી છે 



ભાવની રકઝક કરી,તાળાં લાવ્યા ખંભાતના
ઝાંઝવાના જળ જેવા,દરવાજા હતા કાચના
૩.
કાના-માત્રા વગર અહી આવે છે બધા
શબ્દોના ગણગણાટ મૂકી જાય છે બધા
૪.
દમયંતીને પૈણવા ભલે સૌ નળ થઈ આવો
દમયંતીએ કહ્યું "માઉસ ક્લિક કરી બતાવો"



મારી સાથે રડતા રડતા મારી વાતો કઢાવી
આંખા શહેરમાં હસીને કીધી,ફ્રેમ એની મઢાવી 



નાનપણ થી ગઢપણ સુધી ની યાત્રામાં, સ્લેટ,પેન્સિલ અને પેન ના મુકામો આવે છે. પેન આવતા જ ધ્યાનમાં આવે છે કે હવે તમે ભૂલો કરશો તો છેકી નાખવું અઘરું પડશે.




દરેક બાળક ના બે હીરો હોય છે પહેલા પિતા અને બીજા શિક્ષક. આ બને માં જેટલો ભલેવાર હશે એટલો એ સમાજમાં ભલેવાર હશે.
આ બાવાઓ જે વસ્તુઓ તમને અહી છોડાવશે, તેવીજ વસ્તુઓ ની લાલચ તમને સ્વર્ગમાં આપવાની કરશે. : 



જેમના માં-બાપના નામનો ય કોઈ પત્તો ના રહ્યો હોય, તેવાસલાહ આપતા હોય છે, કે એવું કૈક કરો કે જેથી તમારું નામ ઈતિહાસ માં અમર થયી જાય.


કાદવ ની રમતમાં,તમે જીતો કે હારો કપડા ચોખ્ખા તો નહીજ થાય. તમારી પોસ્ટ ગોળ જેવી હશે તો માંન્ખીઓ પણ ગણગણતી આવશે જ.


આ પક્ષીઓને દેખુ છું ત્યારે તેમની હમેશને માટે મજામાં રહેવાની આદત મને બહુ ગમે છે. એવું એમની પાશે શું હશે :(
એમની પાંખ પર ખિસ્સા નથી હોતા ને એટલે... :



ગણિતનો સવાલ ભાષાના પેપરમાં પુછાય એવું કેમ કરીને માનું? શું કરૂ હું,એનું દિલ મોટું હતું પણ પાકીટ હતું નાનું. 


કેટલીક વખત ઘણા ને દેખીને મન માં એક પ્રશ્ન ઉઠે છે કે શું આ એજ સ્પર્મ હતો કે જે રેશ જીતી ગયો હતો ???


લઘુતમ પદમાં કેવી રીતે રહ્યી સકાય અને ગુસપુસ/છાનામાના રહ્યીને,ઉધયની માફક પોતાના ધ્યેય ને કેવી રીતે પામી સકાય ? તે રસ્તો બતાવે તે ગુરુ.
ઘણી વખત, આટલા વર્ષોના વહાણ વીતી ગયા પછી પણ, મને મળી રહેલા પ્રેમ ના કારણે સ્વીકારવું પડે છે કે શિક્ષકના વ્યવ્શાય ને છોડી ને મેં ભૂલ તો કરી જ છે. :(



સંઘઠન મેં શક્તિ હૈ,ક્યોંકી....અકેલે મેં ફટતી હૈ...


જ્યોતીશ્વીધ્યા
બંધ પડેલી ઘડિયાળ, દિવસ માં બે સેકંડ પેર્ફેક્ત સાચો સમય(ચાલુ હાલતની ઘડિયાળ કરતા પણ પરફેક્ટ) અને દિવસ માં બે વખત ૧૦ -૧૦ મીનીટ આઘોપાછો પણ સાચો સમય બતાવે એટલે તે ઘડિયાળ સાચી અમુક લોકો સમજી લે તેવું બને, પણ તે ઘડિયાળ જે ઘરમાં હોય તેને જ ખબર પડે કે આ બંધ પડેલી છે. વિજ્ઞાન કઈ આવા ના હોય .... ને !!!


Wednesday, September 14, 2011

ધર્મ અને વીજળી

સવાલ: જો તમારે આજથી ૨૫૦૦ વર્ષ પહેલા જેવો જ અદ્દલ ધર્મ પાળવો હોય તો એવા ગામ શોધી કાઢો જ્યાં હજી electricity પહોંચી નથી. વીજળીની શોધે સંયમ ધર્મના મોટા ભાગના નિયમો સામે પ્રશ્નાર્થ ચિન્હ મૂકી દીધું છે. જો ધર્મ એ પ્રક્રિયાઓનો, નિયમોનો સમૂહ હોય તો, બદલાતા સંજોગોમાં શું એ પ્રક્રિયાઓ ને વળગી રહેવું કે તેમાં પણ બદલાવ લાવવો? 

જવાબ: જો ભૈ, ધર્મ એ કોઈ નિયમ નથી કે નથી કોઈ પ્રક્રિયા. આપણે આપણને જાણતા થયા એટલે ધર્મ ની સરુઆત થયી ગયી.. નહિ કે આ નિયમો કે પ્રક્રિયાઓ ને જાણીએ એટલે. પર્યુસનમાં મુહ્પતી Padilenhu ખબર પડ્યા વગર કર કર કરવું તેના કરતા, બેસ અહી ને, આજે શોધ કે તારી લોભની ગાંઠ કેવી રીતે વર્તે છે. પંખો કરવો હોય તો કર અને AC કરવું હોય તો AC કર. પણ બેસ તો ખરા એક વાર. એક વખત આમ સામાયિક માં બેસીએ એટલે આપણી પ્રજ્ઞા ખુલે અને ખુલેલી પ્રજ્ઞાથી જે જે પણ ગાંઠ દેખાય તે ભસ્મ થયીજ સમજો. આ ગાંઠો જ આપણાં કર્મોનો સરવાળો છે. કર્મો ની નિર્જરા ની આ એક મેથડ છે. એક એક ગાંઠમાં કેટલાય મંતવ્યો છે, રૂઢિઓ છે, ગ્રંથીઓ છે અને આ ગાંઠો ને કારણે દ્રષ્ટી મલીન થયી છે. એક એક ગાંઠ ને ઓગળીએ એટલે તેટલી દ્રષ્ટી ક્લીઅર થાય અને તેટલું ક્લીઅર ધર્મનું પાલન થાય. એટલે પ્રક્રિયા અને નિયમો થી વધુ દુર થવાની જરૂર નથી. બસ, અહી થી જ શરુ કર. બેસ પલાઠી વાળીને..

સવાલ: આ ગાંઠોને એટલે શું.. સમજાવો
જવાબ: જગત આખું નિર્દોષ છે. કોઈ પણ વ્યક્તિ આપની સાથે વાત કરે છે ત્યારે તે વાતચીત દરમ્યાન,આપણાં મગઝ્માં અમુક મંતવ્યોનો કચરો નાખી જાય છે. આ મંતવ્યો માંથી સમય જતા માન્યતા(opinion) બંધાય છે. તેમાંથી પછી belief( પૂર્વગ્રહ) અને પછી ગાંઠ અને છેલ્લે ગ્રંથી. આપણે હરરોજ આવી કેટલીય ગ્રંથીઓના ચશ્માં પહેરીને દુનિયા ને દેખિયે છીએ અને વ્યવહાર કરીએ છીએ. આ ગ્રંથીઓને કારણે લોકોને દોષિત દેખીએ છીએ. અને તેજ આપણી મિથ્યા દ્રષ્ટી છે. દ્રશ્ય માં કોઈ દોષ નથી. પણ તે આપણી ગ્રંથી માંથી પસાર થતા દોષિત બને છે. દ્રશ્ય તો વર્તમાન છે. એજ તો સત્ય છે. જે બને છે તેને નથી બન્યું એમ કેવી રીતે કહી સકાય? અને ખોટું બન્યું તેમ પણ કયી રીતે કહ્યી સકાય?

કોઈ બાઈક ૧૦૦ km ની સ્પીડ પર ચલાવતો હોય તો તે દોષ નથી. પણ આપણી ગ્રંથી ની ખામીને કારણે તે દોષિત દેખાય છે. બની સકે છે કે તે એક ડોક્ટર છે ને કોઈ patient ના call ના કારણે તે સ્પીડ પર ચલાવતો હોય. કોઈને આવી રીતે બાઈક ચલાવતા દેખિયે ત્યારે આપની અંદર બેઠેલા મંતવ્યો ..વગેરે દોડાદોડ,કુદાકુદ  કરીને વગર પૂછ્યે દોષિત ઠેરવી દે છે.... આમાંથી છુટકારો મેળવવો છે એવું ભાન થાય એટલે જીવ અભવ્ય જીવમાંથી ભવ્ય જીવમાં આવ્યો તેમ કહેવાય અને ત્યાર પછી સરુથાય સમ્યક દ્રષ્ટિની યાત્રા.

આ ગ્રંથીઓની/ ગાંઠોની તોડફોડ કરવી એનું નામ સામાયિક. અને તે તોડતા તેનાથી પડેલા જેટલા ડાઘા દેખાય એને ભૂસવા તેનું નામ પ્રતિક્રમણ.

સવાલ: પર્યુષણ માં આપણે જે મિચ્છામી દુક્કડમ કરી એ છીએ તેવી માફી દુનિયાના કોઈ ધર્મ માં નથી. આવી રીતે ખુલે આમ માફી માંગ્યા પછી પણ વેરઝેર કેમ ઓછું નથી થતું?

જવાબ: એતો "સાલમુબારક" કરતા હોઈએ એવી રીતે માફી માંગીએ છીએ એટલે. બાકી એવું એક પશ્ચ્યાતાપ પણ થાય ને તો ભવોના કર્મો ખપી જાય અને કેટલીય ગાંઠો પીગળી જાય. ક્યારેય કોઈ સામાયિક વખતે એવું થયું છે કે કોઈ એક ગુનો યાદ આવીયો હોય અને તને પોક મુકીને રડીને પશ્ચ્યાતાપ કરવાનું મન થયું હોય? આ કર્મોની કુદરત છે, તે અહી તારું હાજરીપત્રક લઈને પગાર આપવા નથી બેઠું કે તે આટલી વાર કર્યું તો અઆટલો પગાર... જેણે જેવું કર્યું તેનું તેવું બધાયું અને જેણે છોડ્યું તેનું છૂટ્યું. વેરઝેર ઓછું નહિ સમૂળગું કાઢી નાખવા માટે નો ભવ મળ્યો છે. ચેત મછંદર.

સવાલ: તમને સાંભળીયે છીએ ને તો મન ને આમ શાંતિ મળે છે, આત્મા ને જંપ વળે છે. આવું જ્ઞાન મળે એટલે બસ હવે ઉદ્ધાર નજીકમાંજ છે તેવું લાગે.


જવાબ:ખોટું, બિલકુલ ખોટું, ભૈ આને જ્ઞાન ના કહેવાય આ તો બે ઘડી મનોરંજન કહેવાય. આનાથી આત્મા ને કઈ લેવા દેવા નહિ. સાચું જ્ઞાન લેવું હોય તો અહી નહિ.. પેલા જ્ઞાની પાસે જા. આ તો મનોરંજન કહેવાય, અલખની રંજન નહિ. આત્માનું તને બધું સમ્જાડી દેશે એ. મારાથી કોઈનો ઉદ્ધાર ના થાય. હું જ બીજે આંગળી ચીંધુ છુને. આતો નાટકના ડાઈલોગ કહેવાય. બાકી જ્ઞાની ના સબ્દોમાં તો કાનો-માતર પણ ના બદલાય.  

Friday, September 9, 2011

August 2011

કોઈની પાસે શું શું છે તે નહિ, પણ તે તમને શું આપી શકે છે તેની પર દ્રષ્ટી રાખવી.


કોઈ "અજાણ્યા" લગતા વ્યક્તિ ને મળો અને વાતચીતમાં જે ઓઢ્ખાણ નીકળે અને તમને ખબર પડે કે તમારી મૈત્રી તો ભવોભાવની લાગે છે. અને ત્યારે જે અનુભૂતિ થાય તેવી અનુભૂતિને મેં સાક્ષાત અનુભવી. 
માટે હે મિત્રો, કોઈ પણ વ્યક્તિ ને અજાણ્યા સમજી એ તમારા ભવોભવના દોસ્ત નું દ્વાર બંધ ના કરવું જોઈએ


વિરોધ પક્ષ અને વિરુદ્ધ પક્ષ માં તફાવત છે. કોઈક ની સાથે દલીલ કરતી વખતે વિરુદ્ધમાં દલીલ કરવી તે વાત અલગ છે અને વાત વાતમાં વિરોધ કરવો તે વાત અલગ છે. વિરુદ્ધ દલીલ કરવાથી બંને પક્ષે જ્ઞાન વધે અને વાત નો અંત , એક હકારાત્મક નોટ શાથે આવે. જયારે વિરોધ માં તો અંત જ ના આવે.


હું જ મારા પગમાં
ન જાણે કેટલી બેડીઓ ભરાવી ઉભો હતો...
હું જ મારા કાનમાં
ના જાણે કેટલાય હુંકારો લટકાવી ઉભો હતો .
હું જ મારી આંખમાં
ના જાણે કેટલાય ગર્વ ભભરાવી ઉભો હતો.
જ્ઞાનના વમળો નો એક સપાટો પછી આવ્યો ને
ભક્તામરની યાદ પછી તાજી થયી આવી ..



૧.જે બ્રીજ(પુલ) પર થી હું પસાર થાઉં તે પુલ ને હું તોડી નાખું છું. કારણકે કોઈક એક નબળી ક્ષણે મને પાછા વળવાનું મન ના થઇ આવે.
૨. તમે આગળ હશો તો લોકો પાછળથી ટીકા કરશે અને તમે પાછળ હશો તો લોકો આગળથી ટીકા કરશે. લોકો ને તો ટીકા કરવી બહુ ગમે હો ..



હા, હવે મારી પાશે બહુ ઓછા સમયની જીન્દગી છે, પણ જે છે તેને માણવી છે.
મારે કોઈનેય "સાચા" રાહ પર લાવવા નથી.
મારે તો બસ ક્ષણ ક્ષણ જીવવું છે.
જીન્દગી કેટલી બાકી છે તે નથી ખબર ...એમતો ક્યાં કોઈનેય ખબર હોય છે???
હવે આમાં બે દિવસ વધારે કે ઓછી જીવાય તેનું ક્યાં કોઈ મહત્વ છે ? જો હું અત્યાર ની ક્ષણ ને વેડફી નાખતો હોઉં તો.
જેમને સમાજ ને શુધારવો હોય, દેશ ને લાઈન પર લાવવો હોય, યુવાનો ને લાઈન પર લાવવા હોય તેમને છૂટ છે જ.
મને તો કોઈ લાઈન પર થી ઉતરેલું જ નથી દેખાતું... કારણ,
કે મને મારી લાઈન દેખાઈ ગયી છે



ઉપવાસ અને અનશન માં ફેર છે. પોતાના આત્માની સાથે વાસ કરવો તે ઉપવાસ અને ભૂખ્યા રહ્યીએ તે અનશન. ઉપવાસ આત્મા/માનશીકતા ક્લીન કરે અનશન શરીર ક્લીન કરે. ઉપવાસ હકારાત્મક છે અને તેમાં કશુક થાય છે. અનશન નકારાત્મક છે અને તેમાં કશુક કરવાથી દુર રહેવાનું છે.
ઉપવાસ માં ભુખને ભૂલી જવાય છે,અનાશનમાં ભુખને મારી નાખવાની હોય છે. ઉપવાસ ના સોદા ના થાય, અનશન માં હોઈ સકે. ઉપવાસ માં આનદ છે, અનશનમાં હઠ છે.


નાનપણ થી મારા મગજમાં લોકો એ ઝેર ભરી દીધું હતું એમ કહીને કે કૈક બનો, ઈતિહાસ ના પાના પર તમારું નામ સુવર્ણ અક્ષરોએ લખાય તેવું કરો. ત્યારે હું નાનો હતો. આજે હું જાણું છું કે એ ઝેર લઈને મેં કેટકેટલી જીન્દગી ઉધાર ની જેમ જીવી છે. ઈતિહાસ ના પાના માં નામ લખાવવાની ઘેલછા એ મને મારો જ આનદ નથી લેવા દીધો. બસ આમ લોકો માટેજ અને ઈતિહાસ ના પાના માટે જ જીવવાનું , મારું તો કઈ આ અસ્તિત્વ છે ?


આપણા સંબંધ માં એક કાકરી પડી'તી
તેય અવગણી ને મેય
આજે તે અરવલ્લીની ટેકરીઓ થયી ગયી.



".....જે માંબાપ સંતાનો ને,
સેક્સ ની Byproduct અથવા જોઈન્ટવેન્ચર માનતા હોય છે;
તેઓ તેમના ઉછેર ને maintanace માનતા હોય છે.
ને તે ખર્ચને Investment,
તેઓ આ portfolio ના manager બનીને આખી જિંદગી return ની આશા રાખે છે.
શોધી કાઢો તમારા મિત્રવર્તુળમાં આવા કેટલા મેનેજર છે......"
અને પછી છેલ્લે પુત્ર, મા-બાપ ને ઘરડાઘર મા મૂકી આવે ત્યારે , નાદારી નોધાવેલી કંપનીના, ઇન્વેસ્ટરો જેવી હાલત, મા- બાપ ની થાય છે.



.....એય કોણ બોલ્યું કે એટલાન્ટા યાન ના નાક પર "લીંબુ ને મરચા " મુકવાનું ? કોણ છે એ બાસ્તર્દ !!!!
..... હે..ગધેડીનો હશે તારો બાપ...એતો અમુ,...તે અમારી કલ્પના બુનને , યમ ભાળી જ્યાં'તા તે ...મેં કુ...ઓણ તેમ ...આવું કૈક કરો, મુઆ ચાર રૂપિયાના લીંબુ મરચા માટેય ક્ઝીઆ કરશે, એવી ચ્યો ખબર'ટી.



યાદ જયારે તારી,છાના પગલે વળગે છે.
શરીર મહી,સમગ્ર,ધમની શિરા સળગે છે



બધા ધર્મોની શરૂઆત તેના સો called સ્થાપકને પહેલા ભગવાન નું પદ આપીને થાય છે. પછી એ પણ ધોષિત કરવામાં આવે છે કે હવે કોઈ આવું નહિ થાય.એમના જેવા જ્ઞાનીની વશાવેલી અહી પૂરી થાય છે.. જે છે તે આજ છે. અને પછી મારા જેવા બુદ્ધિસાળી લોક તેનો એક પંથ બનાવે. અને તે "ભગવાન"ની કરુણા મેળવવા માટેના નિયમો બનાવે. અને પછી તેને અનુશરણ કરનારની સંખ્યા વધારવાના ચક્કરો ગતિમાન થાય. વારે તહેવારે તેમના ચમત્કારોની વાતો ફેલાય. તેમના કારણે કેટલી આર્થિક, શારીરિક કે સામાજિક મુશ્કેલીઓ ટળી ગયીની વાતો આવે .આ બધું તમને કોઈક શક્તિના ગુલામ બનાવી દે છે. ધીમે ધીમે તમને એ શક્તિની સામે ડરપોક બનાવી દેવાય છે. અને પછી તમે પોતે કોણ છો તે જાણવા નથી દેવાતું. બસ તમે "એમને" ને "તેમને" જાણવામાં, પછી આખો ભવ ગુઝારી દો છો. આ ધર્મ એ એક ઓર્ગેનાઈઝ્દ ક્રાઈમ છે.


મુશળધાર વર્ષીને,મને બાથ ભીડવા માંગ્યો.
હું જ મુઓ, ગાંડો, ત્યારે છત્રી લેવા ભાગ્યો..



પતી અને પત્ની જેટલી સહજતાથી એક બીજા સામે શરીરથી નાગા થાય છે એટલી સહજતા થી દિલ અને મન ખોલતા થાય તોય કેટલાય નાં તાંતા ઉકેલી જાય, આ બધું છૂપું રાખવાનું પરિણામ છે. તન જેટલાય મનને ખુલ્લું રાખવાથી નિવેડા આવે તેવા છે:


મારી પરમીશન, વગર મને દુખી કરનાર, હજી આ ધરતી પર કોઈ પેદા નથી થયો.


માણશ ગમે તેવો હોય , ભલે ને મોટો તીર્થંકર હોય,
તોય જ્યાં તેનું ના ચાલે તેનું નામ વ્યવસ્થિત.
દેવ હોય કે દેવી હોય કે તીર્થંકર હોય, વ્યવસ્થિત ની બહાર કોઈનેય સત્તા નથી.
જેના logic આપણને સમજ માં ના આવે તેને ચમત્કાર કહેવાય,
પણ હોય છે તો તેય વ્યવસ્થિત ને આધીન જ.



હું ખાતરી આપું છું કે મારું વર્તન એવું જ રહેશે,
કે જો તમારે મને દુખી કરવો હશે તો,
તમારે તમારી જાત વેચવી પડશે.



દુનિયા ને દેખવાનીલાહ્યમાં ને લાહ્યમાં
આંખો હું ,મૂકી આવ્યો કર્મ ની છાય માં.
નાનપણ માં પાઠ્યપુસ્તક માં, એક સુરદાસ માટેની, આવેલી અને યાદ રહ્યી ગયેલી કંડિકા 



સાથે સૈયા પર હૈયા દબાવી રહેનારા પણ, સવારના તમારા મોતના સમાચાર સાંજે વાશી જણાતા છાપું વાંચતા થયી જશે.


આપણી તો દોસ્તી, કૃષ્ણ ને સુદામા જેવી છે ...
હાસ્તો હું કૃષ્ણ અને તું સુદામા
જા જા પહેલા અરીશામાં મો જોઈ આવ્.



એય લંગોટ, ફરથી કહે જે !!! તું આવે એટલે મારી વહુ-દીકરીઓ ને એક રૂમ માં પૂરી દઉં એમ ?
તું તો માનશીક બળાત્કાર કરે છે અલ્યા. બ્રહ્મચારી છે કે શું ? અરે કંકોડા ના ભાવતા હોય અને ડાયનીંગ ટેબલ પર પડેલા હોય તો, તારી દાનત નથી બગડતી, તો અહી તારી લંગોટ માં શાનો સળવળાટ થાય છે કહે જે??? સાધુ કહીનો ?
લખોટા, તારે મોક્ષ કે વૈકુંઠ જોઈએ છે તો,તારે તેની ચિંતા કરવાની. મારી કે સમગ્ર સમાજની ચિંતા કરવાની તારે ક્યા જરૂર છે ? તું તારે શાંતિ થી તારે જે પામવું છે તેમાં ધ્યાન રાખને. જા અસલના જમાના ની જેમ તું પણ જંગલમાં જતો રહે ને. જેણે તારી પાશે થી મેળવવું હશે તે આવશે ત્યાં, તારી પાશે, તું અહી કેમ ફરજીયાત અમને મોક્ષ કે વૈકુંઠ ની ટીકીટ ફાડી આપવાનો કંડકટર બની બેઠો છે?
જો તને આ સંસારીઓ ની વહુ કે દીકરીઓ ચલિત કરી જશે તેવું લાગતું હોય, તેઓ તારા મોક્ષ મા હળી કરતા હોય તેવું લાગતું હોય તો, દોઢા, ક્યાંક તારી જ ભૂલ થાય છે.તને કંકોડા નથી ખપતા તો તુ સહજ એણે અડતો નથી અને એને તારી સામે લાવવાની મનાઈ નથી કરતો અને હવે વહુ દીકરીઓ ને તારી સામે નાં લાવું એમ કહીને તું જે કહેવા માંગે છે તે હું નથી સમજતો ?
આવા નાટક કરવા કરતા,કોઈ ભવાઈ મંડળીમાં જોડાઈ જા, બે ટંક સુખે થી રહ્યી સકીશ. :
નોવેલ :



સુરજના રથ આમ ઝળહળી ઉઠ્યા
પછી માળા,ઝાકળના રઝળી ગયા



સંસારના વિકલ્પો,નો, એક જ છે સરવાળો ...
ધુમ્મસ મહીથી આવ્યો,ધુમ્મસ થયી જવાનો
ક્યાંથી તું,અહી આવ્યો,ક્યા સુધી,તું જવાનો
એ રાઝ કોઈ મુસાફિર,નથી,સમજ્યો, સમજવાનો... સંસાર ના ..
ચમકે છે,એયની દુનિયા,પળપળની રમત પર
પાપણ જ્યાં ઢળી જશે,ત્યાં સુધી જ તે રમવાનો...સંસાર ના ..
કયી ઘટના,ઘટી જશે, આગળના ચાર રસ્તે
સુઈ જઈઇઈઈશ તું એક રાત્રે, સવારે.....નહિ ઉઠવાનો...સંસાર ના ..



બધા ઉઠાડે, તોય ના ઉઠું, એવી સવાર હશે.
મારું આ "આવજો", શું આખરી જુઆર હશે?
બોર એંઠા કરી કરીને, બધાય થાકી ગયા
રામ, તારે આવવાને, હજી કેટલી વાર હશે? 



કૃષ્ણ ક્યારેય એના વચન નથી ભૂલ્યો, પણ આજે કોઈ, જીન્સ પહેરીને આવેલા કૃષ્ણને ઓળખી નહી સકે, કારણકે પીતામ્બર અને મુગટ ની તરફ આપની દ્રસ્તી હોય છે કૃષ્ણ તરફ નહિ. કૃષ્ણ તો એડવાન્સ ફેશન નો મશીહા હતો તે કોનાથી સ્વીકારાશે ? પણ આ જ કૃષ્ણ વારે ઘડી આવી ગયો છે અને આવતો પણ રહે છે. કેટલાય ને તે તત્વ પમાડી પણ દે છે. તમે કૃષ્ણ ને નહિ તેની લીલાઓ ને ચાહો છો. કૃષ્ણ તો તત્વ છે. પણ તમારે તત્વ સાથે ઉંદર બિલાડી નો સંબંધ છે એટલે આ ફોટા લઈને શોધવા નીકળ્યા છો એમાં કોઈ ભવૈયાની ભવાઈને,કૃષ્ણ માની પણ બેશ્શો.




upto 22nd august 2011

July 2011

To Dear Niruma,
Still those words ... accompany my existance....

મેલ ને આ મારું મારું..પહેલા, થાય તેટલું કર ને તારું.
જીભ બહાર નીકળી જશે. સ્વાદ બધા બટકી જશે..
આંખના ડોળા ઉકલી જશે. સ્વપ્ના બધા છટકી જશે
લોકો માટે ક્યા સુધી દોડીશ..કોનું ભરાયું તગારું....મેલ ને ...
કોણે કર્યું.. ને... કોને મળ્યું ..આ તારું જ કરેલું પાછું મળ્યું..
ના કોઈને તે, રોક્યા, તો ચાલ્યું તારું ગાડું ..એમાં શાને વગાડે નગારું ..મેલ ને...



લોકો જોતા હોય ત્યારે જે વર્તન કરીએ તેને આપણી પર્સનાલીટી કહેવાય
જયારે કોઈ ય જોતું ના હોય,ત્યારે જે વર્તન કરીએ તે આપણું કેરેક્ટર કહેવાય.



ક્યારેય એ ના વિચારવું કે તમે કેમ બીજા જેવા નથી, બીજા ઓને એવું વિચારતા કરી ડો કે તેઓ કેમ તમારા જેવા નથી. :
તમે ફાસ્ટ જવા માંગતા હોવ તો એકલા અને દુર જવા માંગતા હોવ તો સાથે ચાલો. :રતન તાતા


પતિ બહુ બીમાર થયી ગયો હતો, પત્ની ડોક્ટર પાશે ગયી.
ડોક્ટર: જુઓ બહેન, તેમને હેલ્ધી બ્રેકફાસ્ટ,ડિનર આપો, તમેય ખુશ રહો અને મૂડ બનાવી રાખો. તમે પ્રોબ્લેમ્સ ની ચર્ચા ના કરો.ટીવી સીરીઅલો દેખવાનું બંધ કરો. નવી નવી માંગણીઓ ના કરશો. આવું ૧૦ દિવસ માટે કરો તો તે જરૂર સજા થયી જશે.
પત્ની ઘેર આવ્યા અને પતિ એ પૂછ્યું શું કહ્યું ડોક્ટરે?
પત્ની: એજ ...કે તમારા જીવવાના કોઈ ચાન્સ નથી. : વાયા ધવલ



અરે મરી જઈશું, પછી આરામ જ આરામ છે ને? આતો જીવીએ છીએ ત્યાં સુધી જ કામ કરવા મળશે. અત્યારે થી જ આળશ રાખીશું ? : બેન્જામીન ફ્રેન્કલીન
કોઈ તમારાથી જુઠ્ઠું બોલે છે તો તેમાં તેનો વાંક નથી..તમારો વાંક છે કારણકે તમે તેને સાચું બોલવા માટેની સ્પેસ નથી આપતા.: સે'પિયર



જિંદગી કેવી રીતે જીવવી?
અરે ચાન્સ લો,સાચું બોલો.
તમારા માટે ટોટલી ખોટા હોય તેની પણ ડેટ પર જાવ.
નાં બોલતાય સીખો..
તમારા બધા પૈસા ખર્ચી નાખો.
પ્રેમ મા પડો
કોઈની કિસ ને ફિલ કરો.
એકદમ અજાણ્યા ને ઓળખવાનો યત્ન કરો
કોઈક એક ને તો કહો કે હું તને ચાહું છું?
સ્વાર્થી પણ બનો.
લોકો ની મજાક ઉડાવો.
કોઈક સ્ટુપીડ જોક પર ખડખડાટ હશો, રડો .
કોઈક નો બદલો લો અને કોઈક ને માફ કરો.
તમે જ ગબડી જાવ તોય હશો.
કોઈક ની જોડે ઝગડો,
કોઈક ને કહો કે તે તમારા માટે કેટલા મહત્વ નાં છે.
કોઈક ઇડીયત ને કહી દો કે તેને તમને હાની પહોચાડી છે.
તેને જાણ થવા દો કે તેને શું ગમાંવ્યું / મિસ કર્યું છે.
જે લાયક હોય તેને ગાળ દો.
એકલા બેશો અને વર્ષાદ ને દેખી ને રડો ..
તમારું પેટ દુખે નહિ ત્યાં સુધી હશો .
એકદમ સ્ટુપીડ પોઝ આપી ફોટા પડાવો.
જયારે કોઈને જરૂર હોય ત્યારે હગ કરો અને ખાતરી કરો કે તમારે જયારે જરૂર હોય ત્યારે કોઈ મળી જાય.
નાના બાળક ની જેમ વર્તો, કોઈક ઓટલા પર ચઢો અને ભુશ્કો મારો.
અરે જિંદગી છે. જીવો તો ખરા ..



1.કોઈના માટે સેક્રીફાઈશ કરી દેવું અઘરું નથી, પણ તમારા સ્ક્રીફાઈશ ને લાયક વ્યક્તિને શોધવી અઘરી છે.
2.ફ્રેંક રહેવું, તેમાં સાચા દુશ્મનો થશે, પણ ખોટા મિત્રો નહિ થાય.



હા,જિંદગી મુસાફરી છે પણ તેનો નકશો કપાળ પર નહિ બાવળામા મુક્યો છે.


એક પ્રેમીએ પ્રેમિકાને ચેલેન્જ આપી કે તે ૨ દિવસ તેના વગર રહી જુવે. કોઈ એસેમેસ નહિ, કોલ નહિ, મળવાનું નહિ. જો આવું શક્ય બનશે તો તે તેને હંમેશને માટે પ્રેમ કરશે. પ્રેમિકા એ સંમતી આપી અને તે પ્રમાણે વર્તી. તેને ખબર નહોતી કે તે પ્રેમી ફક્ત એક જ દિવસ નો મહેમાન હતો. બીજા દિવશે પ્રેમિકા ખુશ થતી પ્રેમીનાં ઘરે ગયી, ત્યારે પ્રેમી કોફીનમા સુતો હતો અને ચિઠ્ઠી લખી હતી.
વાહલી,
મને ખાતરી જ હતી અને તે કરી બતાવ્યું.
શું તું દરરોજ આવું નાં કરી બતાવે ?



દરેક મિશન નાં ત્રણ સ્ટેજ હોય છે.
અપમાન, વિરોધ અને સ્વીકાર
મુર્ખાઓ પહેલા સ્ટેજ પર અટકી જાય છે.
ઢીલા લોકો બીજા સ્થાને અટકી જાય છે,
વિજયી લોકો ત્રીજાની પક્કડ માંથી ય છટકી જાય છે.



આશાઓ સાથે શરુ થતો દિવસ અનુભવ સાથે પૂરો થાય છે.




શું લખું? ક્યા ગયો હતો? કેમ ગયો હતો?શું કર્યું ?
અગણિત સવાલો મને જ થયા કરે છે. કેવી રીતે તે અનુભવો પ્રદશિત કરું? આ કોઈ બીઝનેસ પ્રેઝંતેસન નથી કે સ્લાઈડ નાં નંબર અને સમયના બંધન ને અનુશારી ને ફરજ પૂરી કરી દઉં. આમ તો ઘણી વાર આવી રીતે ફાસ્ટ પર ગયેલો અનેમેં મનેજ શોધવાનો યત્ન કરેલો.દુનિયા બહુ મોટી છે અને તેના કેટલાક ખૂણાઓમાં મેં ખેલ કરેલા.
ત્યારે આંખ બંધ કરી બખોલમા બેઠો હતો અને મેં કાઢી જોયું તેનું સરવૈયું.ત્યારે ભાન થયું કે ઘણીય વાર પૂછડી ને દેખીને ડાયનાસોર મળી ગયા નાં બ્યુગલો ફૂન્કેલા.પહેલી વાર દેખ્યું કે મારા બધા ધમપછાડા,મારા જ પતંગ ની દોર,મારા હાથ મા લેવાના હતા.
પણ ખેર ફીરકીના ખપાતીયાઓ ખી ખી ખી કરીને ચિલ્લાતા
જસ્ટ ડાન્સ ...જસ્ટ ડાન્સ ...અને ફરી પાછો નાચતો,
એ મદારી ની દુગ્દુગી નાં તાલે,
રીયાલીટી શો નાં એસેમેસ નાં સ્કોર પામવા,
મોઢામાંથી ફીણ નીકળે ત્યાં સુધી,અને છેવટે
ઢઢો તૂટી જાય ને
નજીકના જ કોઈ મોબાઈલ નાં ટાવર પર ગોથ્મારી ને સ્વાહા થાઉં
અને ટાવર માંથી મારી ગોથ નાં સમાચાર એસેમેસ થયી ફરી વળે...
ને ફેસબુક પર લાઈક નાં સ્કોર ફરી આપે જીવતદાન અને આશા, આ રીયાલીટીશોમા
અને ફરી તે પાછો ડોકાય ને વગાડે દુગ્દુગી ...
બોલ ઝમ્બુરે .. ખેલ કરેગા ...
હા ઉસ્તાદ કરેગા ...



Samayik : A posture taken to see,
What you had yesterday and not today &
What you didn't had y'day and have today.



કારમાં સ્પીડોમીટર ૨૦૦ સુધી જઈ સકતો હોય તોયે તમે સંભાળી સકતા હોય તેટલીજ સ્પીડ પર કાર ચલાવો છો. ભગીરથે ગંગા માંગી તો લીધી પણ પછી તેના પ્રવાહ માટે શિવજીને ભાઈબાપા કરવા જવું પડ્યું તું. પૈસા નું પણ આવુંજ છે તમે તમારી જાતને સંભાળી સકો તેટલાજ ની ચાહત રાખો. તેનો સ્વભાવ ભલભલાને હલાવી દે છે. :


મૃત્યુ ના સ્વીકાર વગરની જીન્દગી ટાઈમ પાસ છે. દાદા શ્રી કહેતા કે "બધુજ" વ્યવસ્થિત છે તેનો સ્વીકાર જ, આપણને અસ્થ્વ્યસ્થ થતા બચાવી સકે.કોઈનેય મૃત્યુ આપીને ભગવાન લઇ જતા નથી.ભગવાને તે કોઈ ઘોડિયાઘર ચલાવવાનું છે તે?


બારીમાંથી હાથ બહાર કાઢું ...
ના પછી ..
રહેવાયું નહિ ને આખું સરીર નીકળ્યું ...
પછી હાથમાં ઝીલતો તો
એની બુંદ બુંદ કરુણા ...
અને અર્ધ્ય આપતો તો ...
અંજલિઓ આપતો તો ...
હથેળીમાં આવેલા ...
સંસારના તમામ ગ્રહોને ...
જુઓ આ ગુરુના ગ્રહનો પહાડ પલળ્યો
...અર્રેરે,,,
સુક્ર પણ અને અને
આતો સૂર્યની રેખામાંથી તો નદી નીકળી
અને ધોધમાર વહેતી મળી ...
કરતી જળબંબાકાર heart line ને
શું કરે બિચારા, આ ગ્રહો પણ
પેલા વૈજ્ઞાનિકો પણ કહે છે,
એમને આવું નસીબ નથી હોતું...
આજ તો વરશે પૃથ્વી પર કરુણા ધોધમાર



ખુશનુમા પરોઢ,બુંદ બુંદ વરષાદ
તન પલળે ને હૃદય ભીંજાય
આંખ થાય ભારી,ખોવાવા સ્વપ્ને
તારી સુગંધે, ખુલે છે શ્વાસ,હવે
ફરી જીવી લેવા થાય અહેસાસ
તારા ગર્મ શ્વાસની આવે છે યાદ
શું કુદરતે સાંભળી,મારી ફરિયાદ :



પૂર્વ શૈનિક અને તેની પત્ની couple બગીચામાં બેઠું હતું. ત્યાજ સમાચાર આવ્યા કે મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયા અને વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ તેમને વખોડી કાઢ્યું છે એટલે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.પણ શૈનિક થી નાં રહેવાયું. તેને પત્ની ને કહ્યું;
સૈનિક પતી : ચાલ જલ્દી નીકળીએ.
પત્ની : કેમ શું થયું ? હવે તો આ રોજ નું થયું. હમણાં તો આવ્યા છીએ પાછું ઘેર જઈને શું કરીશું.
પતી: ઘેર નહિ ડોક્ટર ને ત્યાં જવાનું છે
પત્ની: કેમ તમારી તબિયત તો ઠીક છે ને ?
પતી: નાં મારી નહિ તારી તબિયત ને ચેક કરવાની છે.
પત્ની: મને શું થયું છે , હું તો એય ને ઘોડી જેવું છું તમારી જેમ હા હા હા ...
પતી : એજ સાબિત કરવાનું છે.
પત્ની : (ચિંતા થી) ...શું કહો છો ખબર નથી પડતી સમજાય તેવું બોલો.
પતી: એજ કે હવે વખત આવી ગયો છે કે હજી હું મર્દ છું તે સાબિત કરીને, હવે એક મર્દ ને પેદા કરવો છે.



આ હુમલાઓ માટે સરકાર નહિ આપણે જ જવાબદાર છીએ કારણકે સરકારને આપણે જ સિલેક્ટ કરી છે. હજી પણ રસ્તો છે. વાંચો.... વાંચો ... આપણાં સંવિધાન મા આપણો હક છેજ રુલ ૪૯-ઓ.


આ મારા હાળાઓ, જાહેરમા આંતકવાદીઓ અને ભારત "માં" ની Live "બીપી" ઓ દેખાડે છે. અને તેના પ્રોડ્યુંષર પાછા આપણે જ હો.

આ હુમલાઓ માટે સરકાર નહિ આપણે જ જવાબદાર છીએ કારણકે સરકારને આપણે જ સિલેક્ટ કરી છે. હજી પણ રસ્તો છે. વાંચો.... વાંચો ... આપણાં સંવિધાન મા આપણો હક છેજ રુલ ૪૯-ઓ. ક્યા સુધી આંખ આડા હાથ કરી રાખીશું, અને બીજાનાં દોષ જોયા કરીશું?
તે રુલ મુજબ જો કોઈ વોટ નોધાવે અને તે વોટ ની સંખ્યા વધારે થાય તો જેટલા લોકો ઉભા હોય ઈલેક્શન મા તે બધા હારેલા જાહેર થાય અને ફરીથી ઈલેક્શન નાં લડી શકે ત્યાંથી. આ વોટ નો ઓફીસીઅલી સાદો મતલબ થાય છે કે "બધાય હરામખોર છે" . કોઈ એક ને વોટ આપવો તેનો મતલબ એ થાય કે "આજ યોગ્ય વ્યક્તિ અને યોગ્ય પાર્ટી છે" તેવું કહેવું. મોટે ભાગે બધા એમ કહેતા હોય છે કે બધાય ચોર છે એક ને તો વોટ આપવો જ પડે ને એટલે ઓછા ચોર ને વોટ આપીએ. પણ, એવું નથી આ રુલ મુજબ તમે એવું કહી શકો છો કે બધાય ચોર છે. તોજ સાચી વ્યક્તિ ઓ ને ઈલેક્શન લડવાનું પીઠબળ મળશે.



રાહુલ ગાંધી $%^&*, એવું કહે છે કે ઈરાક માં અને અફઘાનિસ્તાન માં પણ આવા હુમલા અમેરિકન પર આજેય થાય છે.
એ $%^&* ને સમજાવો કે અમેરિકાનો એ ઈરાક અને અફઘાનિસ્તાન માં બહારથી આવેલા ગણાય છે... અને એના દેશવાસીઓ તેમની ઉપર હુમલા કરે છે ત્યાં જે હુમલા કરે છે, તેઓ આંતકવાદીઓ નથી... અમે બધા પણ એવુંજ કરવા માંગીએ છીએ, અત્યારે તો તમારા નશીબ સમજો ..... સમજ્યાં કે નહિ ?



આ બન્યા પછી ય બહુ સાયમ રાખ્યો અને મેં લખેલું કે પ્રભુ મારા પ્રણ લેતાજ તે જબરી કસોટી કરી છે...પણ જયારે રાત્રે ટીવી પર દેખ્યું ત્યારે ના રહેવાયું... અને આ ઉપવાસ ની તો ઐસી કી તૈસી કરીને લખ્યું...નહીતર મારી અંદર ની આગ મને જ બાળી નાખે તેવી થયી હતી ... અહી ઉલટી કરીને પેટ ને ટાઢક વળી..


મો પર આંગળી મૂકીને, તમે છાનો રાખ્યો હતો,
ખોલી રહસ્યો જિંદગીના તમે રાહ ચીંધ્યો હતો
જ્યાં પણ હોવ તમે,મારા પડછાયા બની રે'જો,
તમે આત્મા ને આ ગંદકીમાં ખીલતા સીખ્વાડ્યું છે



આ અબજો વ્યક્તિઓ માંથી, ગણી ને ૫૦-૧૦૦ જણ વચ્ચે જ આપણા વ્યવહાર સંબંધો થી મોક્ષ અટવાયો છે. નિકાલ કર ને ?
એજ છે આપણી આસપાસ , માં-બાપ-પતિ-પત્ની,છોકરા અને ફ્રેન્ડ્સ . આ જ બધા નું ગ્રુપ જ, જન્મોથી સાથે ફર્યા કરે છે એક બીજાની જોડે. બધા ની કોઈ ની કોઈ અપેક્ષા ઓ છે અને આપણને વળગ્યા છે. એવીજ રીતે આપણને ય આજ બધા ની જોડે અપેક્ષાઓ છે અને આપણે તેમને વળગ્યા છીએ. હવે તો એકજ કામ જેને જે જોઈએ છે તે આપી વ્યવહારુ બની આપણી પાશે હોય તે , તો દઈ દેવું અને છુટકારો પામવો. ક્યાય શોધવાની જરૂર નથી . તેઓ એક દિવસ પણ આપણાથી દીર્ નથી રહેતા. આજ છે ૫૦-૧૦૦ જાના નો હિસાબ. પણ આપણેજ હાથે કરીને નવા હિસાબો ઉભા કરતા રહીએ છીએ.
નિકાલ એટલે સમતા ભાવે ફરજ પૂરી કરવી. નહિ કોઈ રાગ નહિ કોઈ દ્વેષ. અને "પોતે" શું કરે છે તેને જાણવું. સાક્ષી ભાવ.


રદીફ અને કાફિયા ઝગડતા મળે
એ ગઝલના પન્ના સળગતા મળે
આંખ એની પહેલેથી ભીની હતી
છત પરના વાદળ સરકતા મળે 



કાશ તુમ,હંમે કશાબ જૈસી સિક્યોરીટી દેતે
બિરયાનીકા ખર્ચ હમ ખુદ-બ ખુદ કર લેતે



તારા ફોટાની એક નાવ બનાવી,
પાણી,એ જગ્યાએ ફરી આવ્યું નહિ.



નાહકના "રામ નામ" લખી તમે ચોક બગડ્યા,
અમારા નામે "દરિયા સુકાયા" નું ઈતિહાસ બોલે છે.



સફળતા દુનિયાના લોકો ને તમારી પાશે લાવે છે, નિષ્ફળતા તેમાંથી મિત્રો સોધી આપે છે. : 


જીન્દગી એક સફર...
તું કપાળ પર ચોટેલા નકશા લઇ ચાલે છે,
બંદા,બાવડાના બળે નકશો બનાવી ચાલે છે



લગ્ન ના બીજા વર્ષે પત્ની એ પતિ ને કહ્યું
" તમે તો કહેતા હતા કે આપણું તો સાત ભવનું લેણું છે. અને અત્યારે તમે જે હાલત કરી છે મારી "
પતિ એ કહ્યું :" તે છે જ ને સાત ભવનું , પણ આ સાતમો ભવ છે એ તને ખબર છે ? 



રોજ કોઈક ને કોઈ ક મને અન્ફ્રેન્દ કરે છે અને રોજ કોઈક ની રીક્વેસ્ટ આવે છે. પ્રભુ હવે મને સમજાય છે કે ફેસબુક પર પણ, તારી માયા ની ડુપ્લીકેટ ચાલે છે


મારો કહેવાનો મતલબ એ છે કે જેમ કોઈ દરરોજ એક ફ્રેન્ડ ઓછો થાય છે તેમ રોજ નવા નવા ફ્રેન્ડ પણ મળે છે ... કોઈક ફ્રેન્ડ ને મઅરથી ખોટું લાગી જાય છે તો કોઈક ને ગમેં અને સમાંત પણ થાય છે.. અને મિત્રો ના આ જ એતીત્યુંદ ના કારણે કોઈક ના જવાનો અણગમો રહેતો નથી.
જિંદગીમાં જેમ કોઈક નું મૃત્યુ થાય છે ત્યારે જ કોઈક એક ઘરમાં નમન ની ખુશી ફેલાયેલી રહે છે. કોઈકના જવાના શોક માં કોઈકના આગમન ને ભૂલી નથી જતા તેવીજ રીતે આ સંસાર ની માયા જેવી આ ફેસબુક ની દુનિયા છે. કોઈક મને અન્ફ્રેન્દ કરે છે તો ક્યારેક મિત્ર ગયા જેટલો શોક લાગે છે અને રેક્વેસ્ત આવે છે ત્યારે લાગે છે કે હજી બધું મારી પરવાર્યું નથી.



હું અહી રોજ સવારે, શાંત પાણીમાં એક વિચાર નો પથરો ફેંકુ છું અને પછી સાંજ સુધીમાં ઉઠેલા વમળો નો રીપોર્ટ લખું છું. ફેસબુક એક ફિલોસોફીકલ લેબ છે ... નથી લાગતું તમને?


યુવકે , યુવતીને પ્રપોઝ કર્યું. યુવતીએ રીજેક્ટ કર્યું. યુવક ની મનોદશા સામાન્ય રહ્યી. દોસ્તે પુચ્છ્યું : તને કશું ફીલ નથી થતું ?
યુવક: શું કામ ફીલ થાય ? મેં એવી વ્યક્તિ ગુમાવી છે જે મને પ્રેમ નથી કરતી એને એવી વ્યક્તિ ગુમાવી છે કે જે તેને પ્રેમ કરે છે. 



જિંદગીની સફર માં હોકાયંત્ર અને અરીશો સાથે રાખવો. હોકાયંત્ર તમે ક્યાં ભુલા પડ્યા છો તે બતાવશે અને અરીશો કોણ ભૂલો પડ્યો છે તે બતાવશે. :


એક સ્વર્ગ - રંગ-બે-રંગી ફૂલો , બગીચાઓ , પર્વતો, ઝાડ , ઝરણા,હિમાંચ્છીદ ટેકરીઓ , નદીઓ , ખુલ્લા સપાટ મેદાનો, દરિયા ના મોજા ની થપાટ, ઝરમર વરસાદ ...આવા અશાન્ખ્ય પરિબળો નો સરવાળો છે અને તે આપણી દશેય દિશાઓ માં જવાથી મળી શકે છે .
બીજું સ્વર્ગ - એ આપણી જ અંદર ની અગિયારમી દિશા નું સ્વર્ગ છે... જેમાં કામ -ક્રોધ-લોભ-મોહ -માયા- રડવું-હશવું -ગુસ્સો કરવો-વહાલ કરવું-પ્રેમ કરવો-નારાજ થવું-રીશાવું - મનાવવું-સુખી થવું -દુખી થવું- આશા રાખવી-નિરાશ થવું .. નો સરવાળો છે.
જેમ બહાર ગંદકી પણ જોવા મળે છે તેમ અંદર પણ હોય છે... અને આ ગંદકી તેજ નર્ક અંદર નું કે બહારનું.
મને પણ અખિલભાઈ તમારી જેમ ફરવું બહુજ ગમતું અને ફર્યો. મારી ઘણી મૂડી વાપરી નાખી તેમ ફરવામાં. હજી ય બહુજ જગ્યા એ જવું છે. તે બધી જ જગ્યા એ પૈસા ની જરૂર પડે એટલે થોડોક વિરામ રાખી, એય ભેગા કરી લઈએ. પાછા ફરીથી બહારના સ્વર્ગ ની સફરે ઉપડી સ્કાય. મારા હાવર્ડ, બોસ્ટન , યેલ યુનિવર્સીટી ના સાથીદારો પાશે થી આ રીત શીખ્યો છું.
કમાવું-પૈસા બચાવવા અને ફરી લેવું.
હા,મને તેમની રીત મનમાં વશી ગયી છે, હું હજી એક સ્વપ્નું લઈને બેઠો છું જિંદગીમાં એક વખત "ગલાપગોશ ટાપુ ની મુલાકાત" . કુદરત ની લાઈવ લેબોરેત્રી . અત્યારે તો બહારની દુનિયા ના સ્વર્ગની મારી આ એક જ વ્યાખ્યા છે 



=>મને પ્રેમ કરો કે નફરત કરો , તમારે મારી હાજરીની નોધ તો રાખ્વીજ પડશે ને ?
=>" ભગવાન એ કોઇ જ સમસ્યાઓ નો ઉકેલ નથી" કારણકે જો તે છે, તો ,તેની જ વહીવટી ગરબળતા ના કારણે સમસ્યા ઉભી થાય છે.



બે જ રસ્તા છે.
એક તો ભગવાન નું સંચાલન એક્શેલંત છે તેમ માનવું... તો પછી આપણી કોઇજ ફરિયાદનું હવે કોઈ વજુદ નથી.
બે, ભગવાન નું સંચાલન બેદરકાર છે તેમ માનવું તો... પછી આપણે કઈ કરી શકવાના નથી. : નોવેલ ...



જે અભણ હોય, તેમને કાલ્પનિક ભગવાનનો ભય બતાવીને છેતરો. જે ભણેલા હોય તેમને સબ કોસીઅસ માઈન્ડ ના પરિણામો વેચીને છેતરો. જે હોય તે. છેતરો તો જ પૈસા ભેગા થશો. "જેની પાસે દીવા-સ્વપ્ના સિવાય કશું જ નથી તેમને સલાહ "


હવે આ, એક બાજી તો,અમે હારી જવાના
અમે ક્રૂર છીએ એવું જમાનો કહી ના જાય



મને ઘણી બાબતો નું આશ્ચર્ય થાય છે અને તે બધા માનું એક " હું ફોટા કેમ પાડું છું ? " તેનું છે. શું ફોટા પડવાથી એ ક્ષણો ને ફરીથી મહેશુશ કરી સકાય છે ? ના મને તો તે આભાસી લાગે છે. હું મારી જાતને જ છેતરતો હોઉં છું. કેટલીય વાર એ શાસ્વત સોંદર્ય ની આગળ ઉભા રહ્યી ને ફોટો પડાવતા મને શરમ આવે છે. કારણકે હું મારી જાતને તો જાણું જ છું ને કે હું કોણ છું ?
_____________
હે ધરતી પર ના સ્વર્ગ,
મને તારા સોંદર્ય ની શાસ્વતતા ની જાણ છે,
જયારે પણ તારી યાદ ખટકશે હું અહી દોડી આવીશ.
આ ફોટા ને વીડીઓ થી મારું મન નહિ ભરાય.
____________________
લોકો માટે હું શું કરું તો સારું ? બસ,લોકો ને મળવાનું/નડવાનું બંધ કરી દે.
____________________
બંને, નદી અને કેનાલ , પાણી જ વહાવે છે. નદી પોતાના રસ્તે વહે છે અને પોતાનો રસ્તો બનાવી વહે છે, કેનાલ ને કેદ થયી ને વહેવું પડે છે. મુક્તિ અને કેદ નો અનુભવ હું તમને કેવી રીતે કહું? જંગલનો પોપટ, પિંજરાના પોપટ કરતા,તેના ભોજન અર્થે જાતે મહેનત કરી લે છે પણ પીંજરાનો પોપટ જંગલના પોપટની સ્વતંત્રતા કેવી રીતે મહેસુસ કરે? નોવેલ : મને મોક્ષ ઉછીનો આપો







ગણિત ગમ્મત : કોઈ પણ બે ક્રમિક સંખ્યાના વર્ગનો તફાવત, તે બે સંખ્યાના સરવાળા જેટલો હોય છે.
જેમ કે ૧૦ અને ૧૧ નો વર્ગ ૧૦૦ અને ૧૨૧ , તે બંને નો તફાવત (૧૦+૧૧) જેટલો હોય છે. :)



ગણિત ગમ્મત: જો તમે ૧ કિલોમીટર લાંબી ટ્રેન માં બેઠા છો. અને સામે ની ટ્રેક પરથી દોઢ કિલોમીટર લાંબી ટ્રેન પસાર થતી દેખાય છે. જો તે ટ્રેન ને પસાર થતા ૧ મીનીટ લાગે અને તમારી ટ્રેન ૯૦ કિલોમીટર ની ઝડપે જતી હોય તો, સામે ની ટ્રેન ની સ્પીડ કેટલી હશે?


તે ટ્રેન ઉભેલી જ હોય તો જ ૧ મીનીટ માં દોઢ કિલોમીટર પસાર કરી શકે. :)


સામે ની ટ્રેન ઉભી હોય તો જ આપડી ટ્રેન ને દોઢ કિલોમીટર નું અંતર કાપતા ૧ મીનીટ થાય કારણકે આપડી ટ્રેન ૯૦ કિલોમીટર ની સ્પીડ પર જાય છે.
રેલ્વે ટ્રેક પર સામાન્ય રીતે બે ટ્રેન સમાંતર દિશામાં દોડતી કરાતી નથી.. એક ટ્રેક અપ હોય તો બીજી ટ્રેક ડાઉન હોય છે. જો બંને ટ્રેન ગતિ કરતી હોય તો સામાન્ય રીતે સામ સામે ની દિશા રહેવાની. અને તેના માટે કોસ્મિક મેથ્સ ને વાપરવું પડે, જે પદાર્થ વિજ્ઞાન ના ચોથા પરિમાણ "સમય " ને ધ્યાનમાં રાખી ને ગણાય છે..
જો સામે ની ટ્રેન વિરુદ્ધ ડીસા માં "ગતિ" કરતી હોત તો ૧ મીનીટ કરતા ઓછો સમય જ લાગે. અને સમાંતર દિશા માં ગતિ કરતી હોય તો .... : ) : ) : )

okey, giving another answer, if we forget the normal rule of two tracks
Let,
x be the speed of our train,
t be the time taken to cross the train in min.
a be the length of opposite train in km
then the speed of the opposite train is,
x+(b/t)*60
= 90 +(1.5/1)*60
=90+90 =180 km/hrs
સમજુતી ;
તમે જે ટ્રેન માં છો તે ટ્રેન ૧ મીનીટ પછી જે પોઈન્ટ પર પહોંચશે તે પોઈન્ટ પર સામે વાળી ટ્રેન આખી પસાર થયી ગયી હશે. એટલે સામે વળી ટ્રેન ને એ પોઈન્ટ પર પહોંચતા ૧ મીનીટ થયી તેમ કહેવાય . હવે આ સમય અને કિલોમીટર નો તાગ મેળવીએ એટલે સ્પીડ મળી જાય.
આપણી ટ્રેન ૧ મીનીટ માં ૧.૫ કિલોમીટર નું અંતર કાપશે.જયારે તે ટ્રેન કે જે પણ ૧.૫ કિલોમીટર ની લંબાઈ ની છે તે આપણી આંખ સામે થી પૂરી પસાર થયી જશે. એટલે કે તે વખતે સામે વળી ટ્રેન એ ૩ કિલોમીટર નું અંતર કાપી નાખ્યું હશે. અને તે પણ ૧ મીનીટ માં ...એટલે કે તે ટ્રેન ની સ્પીડ ૧૮૦ કિલોમીટર /hrs થાય . :) :) : )



ગણિત ગમ્મત: કોઈ પણ રકમ ના બે ક્રમિક, આંકડા ઉલટ-સુલત થાય તો, તે રકમ અને મૂળભૂત રકમ નો તફાવત, તે ઉલટસુલટ થયેલા આંકડાના તફાવત ને ૯ થી ગુણીએ તેટલો હોય. વળી તે સંખ્યા ના છેલ્લા એકમ (૧,૧૦,૧૦૦,૧૦૦૦ વગેરે ) ના ગુણાંક માં હોય છે.
જેમકે
૫૬-૬૫ = (૬-૫)*૯ ; ૮૧ -૧૮ =(૮-૧)*૯ ; ૭૩-૩૭ =(૭-૩)*૯
૧૨૩૪૫-૧૨૪૩૫=(૪-૩)*૯*૧૦=૯૦ ;
૧૩૩૩૪૫૬-૩૧૩૩૪૫૬=(૩-૧)*૯*૧૦૦૦૦૦ = ૧૮૦૦૦૦૦ :) : )



જે વાત ને સાચવી તી જીગર મહીં
ફરી વળી છે શહેરમાં એસેમેસ થયી.



બંદા, તેના તમામ પુણ્ય નું,ત્યારે નિયાણું કરી લેશે
ભગવાન જે દિવશે ભિખારીને ઉપવાસ નું પુણ્ય દેશે.



"કેલ્ક્યુલેટર ના જમાનામાં વૈદિક ગણિત ના હોવું જોઈએ તે અલગ વાત છે "

622573514624
આ બાર આંકડાનો મેજીક કોડ છે જે તમને આવનારા અબજો વર્ષના કેલેન્ડર નો અહેશાહ કરાવશે. આ બાર આંકડાનો કોડ એ દરેક મહિનાનો એક કોડ નંબર છે. જેમકે ૬ એ જાન્યુઆરી નો ૨ એ ફેબ્રુઆરી અને માર્ચ નો ૫ એ એપ્રિલ નો એવી રીતે આ બાર મહિનાના મેજીક કોડ છે.

ઉદાહરણ : ૨૬ જુલાઈ ૨૦૧૧ નો દિવસ શોધવો હોય તો ; (કેલ્ક્યુલેટર લઈને બેશ્શો તો મજા આવશે)

Step 1.
જે દિવસ નો વાર જોવો હોય તેના વર્ષ નો નીચે મુજબ કોડ શોધવો.
Formula Code for the year 2011
a= year x1.25 =2011 x 1.25 = 2513.75
b=integer(a) =integer(2513.75) = 2513
c=b/7 =2513/7 =359
d=integer(c) =integer (359)= 359
e=(c-d)*7 =(359-359)x7 =0


Step 2
તારીખ જે મહિનાની હોય તે મહિનાનો કોડ મેજીક કોડ માંથી શોધવો. અહી જુલાઈ મહિનાનો કોડ ૫ છે
f=(month Majic Code) = 5 for July

સ્ટેપ ૩
જે દિવસ નો કોડ જોઈતો હોય તે તારીખ અહી ૨૬ છે
g=(day) =26

સ્ટેપ ૪
ઉપરના ત્રણેય કોડ નો સરવાળો કરો ( ૦+૫+૨૬) = ૩૧ થાય
h=(e+f+g)/7 =(0+5+26)= 31/7=4.42...
i=integer(h) =integer (4.42...) = 4
j=(h-i)x7 =(4.42...-4)x7 = 3

મતલબ કે રવિવાર ને પહેલો વાર સમજીને ત્રીજો વાર હશે એટલેકે ૨૬ જુલાઈ ૨૦૧૧ ના દિવશે મંગલવાર હોય. અહી લીપ વર્ષ ના જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં જે કોડ આવે તેમાં એક દિવસ ઓછો કરવાનો છે.
_____________________________
સમરી સ્ટેપ્સ :
a= year x1.25 =2011 x 1.25 = 2513.75
b=integer(a) =integer(2513.75) = 2513
c=b/7 =2513/7 =359
d=integer(c) =integer (359)= 359
e=(c-d)*7 =(359-359)x7 =0
f=(month Majic Code) = 5 for July
g=(day) =26
h=(e+f+g)/7 =(0+5+26)= 31/7=4.42...
i=integer(h) =integer (4.42...) = 4
j=(h-i)x7 =(4.42...-4)x7 = 3

____________________________
આ મેજીક કોડ ના તારણો નીચે મુજબ છે
622573514624
કોઈ પણ વર્ષમાં,
એપ્રિલ અને જુલાઈ મહિનાનું કેલેન્ડર ;
માર્ચ અને નવેમ્બર મહિનાનું ; and
સપ્ટેમ્બર અને ડીસેમ્બર મહિનાનું કેલેન્ડર સરખુજ રહે છે.

લીપ વર્ષ ના હોય તો
જાન્યુઆરી અને ઓક્ટોબર મહિનાનું કેલેન્ડર જેવું રહે છે. ;
ફેબ્રુઆરી મહિનાનું કેલેન્ડર પણ માર્ચ અને નવેમ્બર મહિનાનું કેલેન્ડર જેવું રહે છે.

લીપ વર્ષ હોય તો જાન્યુઆરી મહિનાનું કેલેન્ડર પણ અપ્રિલ અને જુલાઈ મહિના જેવું હોય છે .
અને ફેબ્રુઆરી અને ઓગસ્ટ મહિનાનું કેલેન્ડર સરખું હોય છે.
કોઈ પણ વર્ષ ના મેં,જુન મહિનાનું કેલેન્ડર તેના એક પણ બીજા મહિનાને મળતું આવતું નથી.
:):) :)
આ હકીકત આવનારા અગણિત વર્ષો સુધી સાચી રહેશે.



ગણિત ગમ્મત :
કોઈ પણ વર્ષમાં,
એપ્રિલ અને જુલાઈ મહિનાનું કેલેન્ડર ;
માર્ચ અને નવેમ્બર મહિનાનું ; and
સપ્ટેમ્બર અને ડીસેમ્બર મહિનાનું કેલેન્ડર સરખુજ રહે છે.

લીપ વર્ષ ના હોય તો
જાન્યુઆરી અને ઓક્ટોબર મહિનાનું કેલેન્ડર જેવું રહે છે. ;
ફેબ્રુઆરી મહિનાનું કેલેન્ડર પણ માર્ચ અને નવેમ્બર મહિનાનું કેલેન્ડર જેવું રહે છે.

લીપ વર્ષ હોય તો જાન્યુઆરી મહિનાનું કેલેન્ડર પણ અપ્રિલ અને જુલાઈ મહિના જેવું હોય છે .
અને ફેબ્રુઆરી અને ઓગસ્ટ મહિનાનું કેલેન્ડર સરખું હોય છે.
કોઈ પણ વર્ષ ના મેં,જુન મહિનાનું કેલેન્ડર તેના એક પણ બીજા મહિનાને મળતું આવતું નથી.
:):) :)
આ હકીકત આવનારા અગણિત વર્ષો સુધી સાચી રહેશે. અને આ બધી ગણતરીઓ ને ધ્યાનમાં લઈને કોડ બનાવવામાં આવ્યો છે જે મહિનાઓનો જાદુઈ કોડ 622573514624 છે.

એક દોસ્ત ની ચેલેન્જ ના કારણે તેના કહ્યા મુજબ, આ કોડ પરથી કેલેન્ડર ની ફોર્મ્યુલાને Principle of Mathematical Induction થી હમણાજ પ્રુવ કરી જોયું અને તેની સાબિતી મળી ગયી છે. :) :)



લોકો દેખતા હોય અને જે વર્તન કરીએ તેને પર્સનાલીટી કહેવાય.
કોઈ દેખતું ના હોય ત્યારે જે વર્તન કરીએ તે ખરું કેરેક્ટર કહેવાય.



મને,બે મીટર કપડું ને શેર લાકડા માટે,
જન્મ થી મૃત્યુ સુધી ની ખેતી કરાવી તે



બે ડગલા ચાલીને શ્મશાન આવતું'તું
તોયે લઇ ગયા બધા ખભા બદલીને



સ્વર્ગના મોહ થી લપટાયો નથી
કયા મોઢે નર્કથી ડરાવશો એને



નિરંતર સંજોગો સાથેના સંભોગમાં,મારા અને તમારા મગજમાં, લાખો વિચારોના સ્પર્મ કુદાકુદી કરી નાખતા હોય છે. પણ, કોઈ મર્દને, આવેલો એક વિચાર જ સ્વપ્નનો ગર્ભ બાંધી સકે છે. : 


.મારો વિશ્વાસ કરશો નહિ ...હું આજે બોલેલું હશે... તોયે કાલે જુદું બોલીશ ને ફરી જઈશ....કારણકે દુનિયામાં ક્ષણે ક્ષણે જ્ઞાન વધતું રહે છે અને હું તેને પકડી લઇ છું. તેથી બને કે કાલે બોલેલી મારી વાત પર આજે હું ફરી ગયેલો લાગુ. અને તમે મને જુઠ્ઠો કહેશો તો હું માફી માંગી લઈશ. હું તમને તમારી સ્થિર થયેલી જગ્યા થી ક્યારેય ઊઠવાનું નહિ કહું, પણ હું ત્યાં કદાચ નાં પણ બેશુ.


અહી ક્યાં છે જીવવું,જીવન જેવું
ફૂટપાથ પર ઝાડ બને,વન જેવું
ક્ષણો ખર્ચી,જીવે છે ફૂટપાથ પર
મફત, માત્ર મળે છે કફન જેવું


June 2011

ના અમીર એવા હોય છે,કે ગરીબ એવા હોય છે
એવા ચિંગૂસ સ્વભાવ માનવ માત્રમાં હોય છે.
મરે ત્યારે, ધનિકનો કોઈ વાંક નથી હોતો,
ભીખારીનોય જીવ,તેના ભિક્ષા પાત્રમાં હોય છે..


દોસ્તીને શતરંજ નો,એ ખેલ બનાવી ગ્યા
રાજાને આપી ચેક,મારો વજીર ઉઠાવી


ખુદ નાચે છે હવે,મગન થયીને અરે આ દિલ
પળે પળની રહે તાજગી,શું માંગે પછી આ દિલ
સુખની યાદ ના રહ્યી,દુખ ની ફરિયાદ શું કરું?
ગુજે આત્મા આવાજ ત્યાં,આ કોયલ સાદ શું કરું?



એની યાદમાં હરરોજ કઈક ગર્ભ રહ્યી જાય છે.
યાદોની હિરોઈન તો પછી છું થયી જાય છે.
કુંવારો બાપ બની ટેબલપર સેવ્યા કરું છું.
તરફડતી કવિતાની ડીલીવરી થયી જાય છે. 



આંખ બંધ કરી ભાળ્યું જગત ને નિર્દોષ,
ત્યારે જડ્યા મને અપરંપાર નિજ:દોષ

"ખયાલો" સત્ય છે કે અસત્ય તે સાપેક્ષ ખયાલ છે. અને જે "છે" તે હકીકતમાં છે. આ સંસારમાં જે કોઈ પણ સત્ય કે અસત્ય છે તે રાજકારણ છે. આ જગત માં કોઇજ દોષિત નથી. દરેક પોતાના ભાગે આવેલો પાઠ ભજવે છે. દરેક નો પોતાના તથા પોતાના જૂથના અસ્તિત્વ ને ટકાવી રાખવાનો આ ખેલ છે. જેને તમે અસત્ય કહો છો, તેના વગર અમુક વ્યક્તિ કે જૂથ નું અસ્તિત્વ ટકી શકે તેમ નથી. દરેક વ્યક્તિ ક્ષણ ક્ષણ જીવે છે.

ગંજીફા ની રમત ની જેમ બાજી જોઈને પોતાના પાના ઉતરે છે. આ ક્ષણ નું તેનું વર્તન બીજી ક્ષણે વિરોધાભાસી હોઈ સકે છે. હજારો ની કતલ કરી નાખનાર ખુદ આત્મહત્યા કરી સકે છે. હજારોનો સંહાર કરીને છોડાવેલી પત્ની ને, એક ધોબીના વાક્ય પર તરછોડી સકે છે. અહી કશુજ અસક્ય નથી. પળ પળ પર બનતી ઘટના ,અને તે પર નો પ્રત્યાઘાત, બીજું કશુજ નથી પણ , એ પણ નાટક નો એક ભાગ જ છે.

પણ તે ઘટના ના પ્રેક્ષક બનેલા લોકો જ તેને સત્ય કે સત્ય ના વાઘા પહેરાવવા તલ પાપડ રહે છે. અને તે પણ નાટક નો એક ભાગ જ છે. તેઓ ના ભાગે તે પ્રેક્ષક નું પાત્ર આવેલું હોય છે.

શિહ હરણ નો શિકાર કરે તો તેને હત્યા કરી તેમ ના કહેવાય તે તેની મજબુરી છે કે તેને તમારી જેમ ઘાંસ કે શાક ખાતા નથી ફાવતું. જો તમે તેને હરણ નો શિકાર નહિ કરવા દો તો તમને હત્યા નું "પાપ" લાગશે. :) આ કુદરત ની સાયકલ છે. સિહ પણ હુમલા બે પ્રકારે કરે છે એક પોતાના ભોજન માટે અને બીજો પોતાના રક્ષણ માટે. તેવી જ રીતે,તમારા માટે જે વસ્તુ અસત્ય છે તે સામેની વ્યક્તિ માટે સત્ય અથવા સમય ની માંગ હોય છે.

તેથી, આ જગતમાં કોઇજ દોષિત નથી. બધા જ નિર્દોષ છે અને બધાજ પોત પોતાના અસ્તિત્વ માટેનો સંગ્રામ લડી રહ્યા છે. જો તમે તેમના રસ્તામાં વચ્ચે આવશો તો તમારે પણ તેમનો સામનો કરવોજ પડશે.

કોંગ્રેશ પોતાના અસ્તિત્વની લડાઈ લડશે, બાબા પોતાના. કોઈ દોષિત નથી.

આંખ બંધ કરી ભાળ્યું જગત ને નિર્દોષ,
ત્યારે જડ્યા મને અપરંપાર નિજ:દોષ



આંખ બંધ કરી ભાળ્યું જગત ને નિર્દોષ,
ત્યારે જડ્યા મને અપરંપાર નિજ:દોષ
અહંકારનું જયારે ના રહ્યું કોઈ ચલણ,..
અંત:સ્કરણ માંથી જ શોધી સક્યો ચોર
બનવું છે અજાતશત્રુ,વ્યવહાર જગતમાં..
અંદરનીજ વૃત્તિઓ વર્તે, કો' હરાયા ઢોર.
મને જ મારા પડોશી બનીજોયા કરું છું.,
હુજ મને જાણું તો ક્યાંથી શમે કિલ્લોલ
જોવું ને જાણું, વૃત્તિઓ વર્તે છે કેમ ?..
વરશે દાદાની કરુણા,ને નાચું બની મોર 



જો મૌન દરેક પરિસ્થિતમાં બેસ્ટ કહી સકાય તો કોઈ ના બોલે ત્યારે માઠું કેમ લાગે છે ?


અકબર પૂછે બીરબલને, સૌથી ચતુર પ્રજા કઈ ?
વાણીયા મારા બેટા.
કેમ ?
મારા બેટા મગનું નામ મરી ના પાળે.
સાબિત કરો.
લાવો એક વાડકા માં મગ અને બીજા વાડકામાં મરી અને બોલાવો પાંચ છ વાણિયાઓને
વાણિયા આવ્યા અને વાડકા દેખાડી પૂછ્યું કે બોલો આ શું છે?
વાણિયા સમજી ગયા કઈક ભેદ છે નહીતર આ સીધી વાત,આમ આવી રીતે ના પૂછે.
૧ લો: આ વળી શું લાવ્યા મેં તો પહેલી વાર જ જોયા.
૨ જો: અરે આપણે તો અનો ક્યા વ્યાપાર છે ?
૩ જો : કઈક ખાવાની ચીજ હોય તેવું લાગે છે.
અકબર ગુસ્સે ભરાયો: એય સેઠિયા સીધો બકી મરજે હવે નહીતો ઉડાવી દઈશ.
૪થો: ગયો સીધો બહાર અને મગ અને મરી ની વાદ્કીઓ ભરી લાવ્યો અને સામે મૂકી અને કહ્યું
આ છે તે આ છે
અને આ છે તે આ છે. :





વાહ DADA તારી કરુણા,
હું તો છત્રી લઈને ઉભો જ રહ્યો ..અને તમે વરસાદ પર વરસાદ વરસાવતા રહ્યા, વિચારીને કે હું એક વાર તો છત્રી હટાવીશ!
______________________________________
પ્રેમ વધે કે ઘટતો નથી ...આવે ને જાય છે કારણકે તે સંજોગોને આધીન છે ... આપડે તેનો સ્કોરે લખતા હોઈએ છીએ ... એટલે વધ ઘાત લાગે ...ગરમી આવે છે ને જાય છે પણ પારો શું બતાવે છે તેનું observation માં વધ ઘટ દેખાય છે ગરમી આવે તો પારો ઉંચો જાય અને જાય તો નીચો જાય. આ બધું જે પ્રેમ ના ચોપડા લઈને બેઠા હોય તેમને સમજાવવા પુરતું છે
________________________________________
ધીરદાર નો ધંધો માંડ્યો છે, ગાળો દીધી એટલે ધીરી કહેવાય, પેલો વ્યાજ સાથે પાછી આપશે જ. : દાદા
________________________________________
ભૂતકાળ ને તે કચકચાવી ને પકડી રાખ્યું છે એટલે વર્તમાનમાં તું આવી નહિ સકે.
______________________________________________
જયારે આપણે માત્ર સાક્ષી બની જઈએ છીએ ત્યારે આપણે કુદરત ની સૌથી નજીક હોઈએ છીએ ..
____________________________________________
સાધુ કઈક કહે ને પછી આપણી ઉપર છેક સુધી નજર રાખે....
સતગુરુ કઈક કહે ને તેમની ઉપર આપણી નજર રાખવા દે...
જ્ઞાની નજર આત્મા ઉપર રાખે ને કહેવાનું કહીને જતા રહે.
______________________________________________
Horizontal પ્રગતી એટલે પોતાની પેઢીઓનું કરેલું ભલું. અને
Vertical પ્રગતી એટલે પોતાના ભવોનું કરેલું ભલું.
____________________________________________
જે માણસ પોતાની જોડે વાર્તાલાપ કરે છે ત્યાં ભગવાન પણ ચુપ થયી જાય છે.
____________________________________________
સવાર પડી ને ફરી તે મોત ને ઝટકો આપ્યો છે.
નવો નક્કોર દિવસ આપીને એક મોકો આપ્યો છે.
ઘસીને દિવસભર કરું છું ચોખ્ખો હું આત્મા,
બનવા પથ્થર ને મૂર્તિ, તે એક મોકો આપ્યો છે
_____________________________________________
ટાંકીમાં ભરતી વખતે દયાન રાખવું તે જાગૃતિ અને ચકલી ખોલીએ અને કયો કચરો નીકળે છે તે જાણવું તેનું નામ સામાયિક
___________________________________________
કપટ એટલે ... સિગારેટના બંધાણી એમ ના પૂછે કે સામાયિક કરતી વખતે સિગારેટ નો કશ ખેચાય? પણ એવું પૂછે કે સિગારેટ ફૂંકતી વખતે પણ સામાયિક કરી સકાય ? , ગુરુ ને આમ સારું લાગે.. બીજું તો શું ?
____________________________________________
આપણને કઈક મળી ગયું છે તેની અનુભૂતિ સિવાય ક્યાય આનંદ નથી.
_____________________________________________
આપણાં શરીર ના કોઈ એક ભાગ પર દર્દ ના થાય ત્યાં સુધી તે ભાગ પર ધ્યાન નથી આપતા ... સંબંધો માંય શું આવું કરીશું ?
__________________________________________
આ સંસારમાં કોઈ પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ આપણી અજ્ઞાનતામાં છે. બધા પ્રોબ્લેમ ની ગંગોત્રી આ અજ્ઞાનતા છે
__________________________________________
જયારે આપણે એવા સ્ટેજ પર આવી જઈશું કે આપણને કોઈની જરૂર ના રહે, ત્યારે જ આપણે દરેક ને પ્રેમ કરી શકીશું. જ્યાં જરૂરિયાત છે ત્યાં સોદો છે.
________________________________________
ભગવાન માટે ,આકાશ તરફ નહિ અંદર દેખો , and know who are you?
_________________________________________
મગજ નો ઉપયોગ, ખુરશીની જેમ કરવો જોઈએ, જરૂર પડે ત્યારેજ, આપણે જરૂર ના હોય ત્યાએ તેનો ઉપયોગ કરી તેને નિર્થક બનાવી દઈએ છીએ
_________________________________________
મૃત્યુ વખતે જે સરવૈયું આંખ સામે આવે છે તે પરફેક્ટ ઓડીટેડ હોય છે.
________________________________________
“You have a choice. Live or die. Every breath is a choice. Every minute is a choice. To be or not to be.”
તમારી પાશે વિકલ્પ છે. જીવો અથવા મરો. હર એક શ્વાસ એક વિકલ્પ છે, હર એક ક્ષણ એક વિકલ્પ છે આપણે રહેવું કે ના રહેવું
________________________________________
મૃત્યુ પછીની બીજી જ ક્ષણે આપણે બાળક બનેલા હોઈશું.
_______________________________________
વિષય એટલે ...દૂધ પીવું જોઈએ તેવું સાંભળે, પછી દૂધ તબિયત માટે સારું એવું મંતવ્ય બંધાય, પછી દૂધ વગર કેવી રીતે ચાલે? તેવો અભિપ્રાય બંધાય અને પછી તે બે લીટર દૂધ માટે ભેંશ પાળે.
______________________________________
આદેશ એટલે .... હું કહું છે કે આમ કરો..
ઉપદેશ એટલે ....મારા મતે આ સારું અને આ ખરાબ છે .. સારું કરવું સારું. અને,
દેશના એટલે .....આ આમ છે અને આ આમ છે.
______________________________________
એવી કોઈ હરીફાઈ નથી કે જેમાં બધાને વિજેતા જાહેર કરવામાં આવે. એક વિજેતા અને બાકીના બધા હારેલા ધોષિત થઇ જાય છે. બસ, હરીફાઈ માં ઉતરતા પહેલા આટલું જાણી લેવું.
_______________________________________
બાળક જન્મે છે ત્યારે કોરો સફેદ કાગળ હોય છે, પછી તેની ઉપર આપણે આપણાં મંતવ્યો લખીએ છીએ ને ચેકચાક કરીએ છીએ
_____________________________________
સ્મસાન માં કોઈને વળાવવા જતી વખતે આપણે એક બફર આપણાં માટે બનાવી લઈએ છીએ કે આ ભલે ગયા, આપણને કઈ નહિ થાય .જયારે બુદ્ધે સારથી ને પૂછ્યું કે શું હું પણ એક વાર મરી જઈશ? સારથી એ કહ્યું હા, અને ત્યાજ બુદ્ધનું તે બફર નીકળી ગયું, પણ સારથી નું નહોતું નીકળ્યું. જે સારથીના વાક્યોએ બુદ્ધને દિશા બતાવી તે સારથી ત્યાને ત્યાજ રહ્યો. સુવિચાર મને મળે છે અને હું આ બફર ને તોડતો રહું છું
____________________________________
મારી જિંદગી એક કવિતા અને મોક્ષ તેની છેલ્લી કડી છે .
____________________________________
આપણો સંબંધ તાજમહેલ જેવો છે. બધા માને છે કે તે કેટલો સુંદર છે, પણ કોઈ સમજતું નથી કે તે બનાવવાનો કેટલો અઘરો હતો



સવાર પડી'ને,ફરી મોત ને ઝટકો આપ્યો છે.
વધુ નક્કોર દિવસ આપી,એણે મોકો આપ્યો છે.
ઘસીને દિવસભર કરું છું,પછી ચોખ્ખો આત્મા,
બનવા પથ્થર ને મૂર્તિ, એણે મોકો આપ્યો છે :



" Philippians Attack " ટોપિક એક્ચ્યુલી , માતૃભાષા ને છોડી નેય ફિલિપિનો એ કેવો એટેક દુનિયા ના સર્વિસ સેક્ટર પર કરેલો તેના સંદર્ભમાં હતો જે મેં અહી એક વર્ષ પહેલા નોટ લખેલી. અટેક નો મતલબ અહી આપને આક્રમણ એવો રાખવો છ. વિરોધ પણ નહિ .. અને હરીફાઈ પણ નહિ. આક્રમણ ...અ તેઓનું આક્રમણ જ છે.અહી સાચા અને ખોટા નું નહિ પણજે "જીવે" તે જ બળવાન નો ન્યાય લાગુ પડે છે. અને તેવી તેમની લડત ની વાત કરી છે ... આમાં ભારત નો ઉલ્લેખ સુધ્ધા જરૂરી નથી... તેઓના માટે ભારત હજી બહુ દુર નું નિશાન છે. તેઓ જે દેશ સુખ અને સમૃદ્ધિ માં છે તેને જ ચૂસવામાં પડ્યા છે. અને આવું જ હોય છે અમેરિકા ના નાગરિકો અને બીસનેસ મેંન એ થોડીક ગફલતો કરી તેમાં તેઓના બીઝેન્સ્સ ચાલ્યા ગયા છે. અને આજ ઈતિહાસ છે ... ગમે તે દેશ પોતાને જ શ્રેષ્ઠ માનતો થાય એટલે મદ માં આવી જાય અને મદ ની ઊંઘ માં કાચબા આગળ નીકળી સકે છે.
તમે મારી એક વર્ષ પહેલા ની નોટ વાંચી ના હોય તે સ્વાભાવિક છે. તે નોટ માં મેં લખેલું કે
"માતૃભાષા ના તુપના છોડી ને એ ભાષા ને અપનાવો જ્યાં તમને તમારી પ્રગતી જણાય છે માતૃભાષા જાય તો સંસ્કાર જાય તેવું ફાધર વોલેશ કહેતા. અને જે ભાષા આવડે તે ભાષા ની સંસ્કૃતિ આવે તેવું હું કહું છું. પણ તમારે સંસ્કાર જોઈએ છે કે બિઝનેસ તે તમારે નક્કી કરવાનું છે. જો બીસ્નેસ્સ જોઈતો હોય તો તે ભાષા શીખો કે જ્યાંથી તમારે બીઝ્નેસ્સ જોઈએ છે.. અને સંસ્કાર જોઈતા હોય તો તેવી ...જેના સંસ્કાર તમને જોઈએ છે . ફાધર વાલેસ ગુજરાતી શીખ્યા અને ગુજરાતી સંસ્કાર આવડ્ય. ને પૈસા પણ ગુજરાત ના શિક્ષક જેવા મળ્યા. ભાષા નું સિલેક્શન તમારા ગોળ પરથી નક્કી કરો "
આ વાત કરીને ફિલિપિનો ના ઈતિહાસ ની વાત કરેલી ... આપ શ્રી પણ દેખશો કે આપને અંગ્રેજી ભાષા નો ઉપયોગ કરીને કેવા બિઝનેસમેન ઓ ને પાછળ રાખી દીધા છે. તમે પણ અંગ્રેજી કેટલું મહત્વનું છે તે તમારી કંપની માં જાની ચુક્યાજ હશો. ભારત તમે કહો છો તેમ સર્વિસ સેક્ટર માં ન. ૧ હોય તો તેનું કારણ માતૃભાષા નું વળગણ નથી પણ " જેને જે જોઈએ તે આપવું.." તેવું વલણ છે



તમે તમારી, એર ટીકીટ બતાવો એટલે હું મારો રેલ્વે નો પાસ ફાડી ના નાખું ...????
કોઈના છોકરા ભણવા માંડે તો પોતાના છોકરાઓને ધીબેડી નાખતા માં-બાપ ને મેં જોયા છે. કોઈક ના છોકરા બહુ ભણે છે તેમ કહીએ તો તેઓના છોકરા પણ કઈ કમ નથી એવું કહેતા માં-બાપ પણ મેં જોયા છે... અને આજ છે પેરેન્ટસ ની ઘોડાદોડ... બધા પોતપોતાના ઘોડા પર દાવ લગાવી ને બેઠા છે...



એ પથ્થર પર ઉભા રહ્યી દરિયા ને શોધ્યા'તા
નીચે,એની જ મળ્યા મને નાવ ના અશ્મીઓ 

તમને હસાવવા અમે બીડું, જો ઝડપ્યું છે
ચહેરા હેઠળ છુપાવ્યા છે ઘાવના અસ્મીઓ :



શરીર ના એ ચાર ઈંચના ભાગ પર તાળું મારનાર ને લોક બ્રહ્મચારી કહે છે તેજ મોટો ભ્રમ છે. બ્રહ્મ શબ્દનો આટલો સંકુચિત અર્થ મેં ક્યારેય નથી જોયો. 
એતો જેને આ ચાર ઈંચ માં જ સમગ્ર બ્રહ્માંડ દેખાતું હતું તે લોકો એ ચલાવેલો વૈચારિક મારો છે.


નામ ગયું ને,નનામીય એજ દિવશે ઉઠી હતી
દોસ્તો માટે આ ઉછીના શ્વાસ લઈને આવ્યો છું



કહેતો હતો આવ્યોછું હું,તમારી તકદીર બનીને
કેટલાય દીવાલે લટકે છે એમ તસ્વીર બનીને 



આ દેશ નો સરકારી કર્મચારી ભ્રષ્ટાચારી છે અને રહેશે. જો આ હકીકત નો સ્વીકાર કરશો તો ધંધો કરવામાં ઘણી સરળતા રહશે. તમે આ ભ્રસ્ટ કર્મચારી ને બટકુય ફેંકશો તોયે તમારું કામ થયી જશે. જે દેશમાં ભ્રસ્ટ વહીવટ નથી, ઉલટાનું ત્યાં બીસનેસ કરવું કઠીન થયી પડે. નાનામાં નાના માંરજીન માં ય બિઝનેસ કરી શકશો. અને ઘણા બીઝ્નેસ્સ મેન આવું કરે જ છે. આતો તમારી જાણ ખાતર.. નોકરી છોડો બિઝનેસ કરો.


સરકારી કર્મચારી, ખાનગી કંપનીમાં નોકરી કરતા કર્મચારી કરતા, શરીરે બેડોળ, માંન્સિકતા ની દ્રષ્ટીએ સંકુચિત લાગશે. કારણકે તે સર્કસ નું પ્રાણી છે અને ખાનગી કંપની નો કર્મચારી જંગલનું. સર્કસ ના પ્રાણી ને સિહના હુમલાનો ડર નથી હોતો. એટલે તે તેની તદુરસ્તી પર ધ્યાન નથી રાખતું.


ભૂખ્યા જનો નો જઠરાગની ....વાળી એક કવિતા સાંભળી હતી ...પણ હજી સુધી તે કવિતા જ રહ્યી છે, અને તેની ઉપર તાળી પાડનારા .... ભરપેટ જમેલા હોય છે.:


ફીટ હોવ તો ચઢી જાવ , ના હોવ તો હટી જાવ ...


ભારત એક એવો દેશ છે જ્યાં હરેક વ્યક્તિ એક દતકથાની માફક જીવે છે ...અને આ દરેક દંતકથા એક એપિક નો ભાગ છે.


છેલ્લા બે દિવસમાં કોલેજ ખુલી ગયી હોવાથી યુવાનો ( જેને આપણે દેશ નું ભવિષ્ય કહીએ છીએ ) આવવા લાગ્યા. તેઓની જોડે તાજેતરની પરિસ્થિતિ પર ચર્ચા કરી... તેઓનું તારણ ...
૧. અમને અમારી પર ભરોશો છે. કે પરદેશ માં સારી તક મળશે જ...
૨. આ દેશ માં હવે રહેવા જેવું નથી.. અન્નાજી કે રામદેવજી ની ય આવી હાલત સરકાર કરી સકે છે ...તો હવે ના દીવશો સોમાલિયા કરતાય ખરાબ આવે તે કહેવાય નહિ ...
૩. આ દેશ ની સિસ્ટમ ને પડકારી સકાય તેમ નથી... એના કરતા એટલી શક્તિ પરદેશ ના માળખામાં કરીએ તો આપણો ઉદ્ધાર થાય.
૪. રાજકારણીઓ ભુંડ ની ઓલાદ છે. તેઓ ને રસ્તે લાવવા કરતા આપણે આપડો રસ્તો પકડી લેવો સારો.
૫. ગ્લોબલીઝેસ્ન નો ઝમાનો છે ..હવે કોઈ એક દેશ ને "માં" કહી ને પકડી રાખવામાં હવે માલ નથી....અને તેનો પાલવ પકડી રાખીશું તો આપણી "માં"ફળાઈ જશે...
૬. પછી, અમારી પ્રગતી જયારે અહી ના છાપા માં આવશે ત્યારે અહીના જ લોકો ..." આપણા ઇન્ડિયન કે ગુજરાતી " કહી ને છાતી ફૂલાવશે ...અમે તેમને ફુલાવા દઈશું ..



આ યંગ જનરેશન હવે દેશ ને વખોડવા માંગતું નથી... પણ પોતે રોકાઈ રહેવા માંગતું નથી.. જે થયી રહ્યું છે તે હવે "હકીકત" છે...જે થવું જોઈએ તે "આદર્શ" છે.. આ યંગ જનરેશન આદર્શ કરતા હકીકત ની વાત કરે છે... તેઓ એ પોતે છાપામાં " આપણા ભારતીયો" " આપણા ગુજરાતીઓ" ની વખાણ કથાઓ વાંચી છે... ત્યારે કોઈ છાપા ઓ એમ નથી બોલતા "આપણા ગદ્દારો " પરદેશ જઈને આટલું નામ કમાયા.. તેમનો જે વટ્ટ અહી દેખાય છે તે શું દર્શાવે છે? આજે દેશ ની સીમાઓ રહ્યી નથી... મારો દેશ ...મારો દેશ જાપાન ની જેમ બધા કરવા તૈયાર છે પણ તમેય જુઓ ને પ્રજાની સરખામણી કરી પણ, બંને દેશના લીડરો ની સરખામણી કરો ...
જુઓ તમે જે બસ માં બેઠા હોવ તે બસ નો ડ્રાયવર પીધેલો હોય અને બીજી બસ નો ડ્રાયવર પીધેલો નહોય તે તમને દેખાય તો તમે શું કરો ? :) :)



કારણકે જે દેશ માં હજી પણ ૨.૩૫ અબજ લોકો રહેતા હોય " તે હકીકત હોય" ત્યારે કોઈ કહી જ કહી જ કેવી રીતે સકે કે ભારત રહેવા લાયક નથી... પણ ડ્રાયવર પેસેન્જરો ની મજબુરી જાની જોઈને વ્યવસ્થિત ચલાવવાના પૈસા માંગે ત્યારે પૈસા આપીને આપણે ખોટું કરીએ છીએ તેમ કહેવાય ? ???? અરે જેને ડ્રાયવર ની ઉપર ભરોશો ના હોય અને પોતાના રસ્તે જવાની જલ્દી હોય તે શું કરે? અને જેને ડ્રાયવર ને આપડે જ બેશ્વ દીધો છે એટલે સહન કરે અને વિચારે કે આગળ નું સ્ટેશન આવે ત્યારે ડ્રાયવર બદલી દઈશું....પણ સ્ટેશન નજીક આવતા ડ્રાયવર સીધો થયી જાય એટલે પેસેન્જર પાછા એવું વિચારવા લાગે કે રહેવા દોને બીજો કેવો હશે કોને ખબર ....
હા, કેટલાક તરત નિર્ણય લેવા વાળા હોય છે ... બસ જ બદલી નાખનારા .... હા હા હ અહ



બિલકુલ સાચી વાત આપણી ...પસાર થયેક છુટકો ...રોજ એક સવાર પડે છે અને રોજ પછી રાત પડે છે તે બંને વચ્ચે ઘણી ઘટના બની જાય છે ...તે તમામ ઘટના નું રીસલ્ટ જોઈશે ... સાચી વાત છે આપણી ...


અરે વાહલા , કામ્પેરીસ્ન તો એક આંગળી ની બીજી આંગળી જોડે ના કરાય. કમ્પેર કરે તેજ નીચલી કક્ષા કહેવાય... જો અને તો ની વાત આવે તો તો કમ્પેર પણ કર્યું ક્યાંથી કહેવાય... એતો વાદ કહેવાય... અને વાદ પર બોલીયે તો વિવાદ કર્યો કહેવાય... "જો માતા બીમાર હોય ... " થી વાત શરુ કરીએ તો ...તેની બહુ બધી બ્રાંચ ખુલે ... મેં બસના ઉદાહરણ થી એજ કહ્યું કે ...તમારે જો આગળ જવું હોય તો ...બસ બદલ્વીજ પડશે ને ... હા તમને ડ્રાયવર જોડે લગાવ હોય ...અને તમારી પ્રગતી કરતા તેની હેલ્થ ને મહત્વ આપતા હોવ તોયે કોઈ રોકતું તો નથીજ ...
આમાં તો એવું છે કે જેને જેવું લાગે તેવું કરે... અને કરશે ... તમારી માતા ઠીક ના હોય તો બે રસ્તા છે ...તમે તમારી કેરીઅર ને મહત્વ આપતા હોવ તો છોડો માતા ને તેના ભરોશે ...અને માતા ની લાગણી જોડે વણાયેલા હોવ તો છોડો કેરીઅર ને એના ભરોશે ...નિર્ણય તો લેવો જ પડશે ને ?
હા , મારી માતા બીમાર હોય તો તમારો નિર્ણય મને કામ નહિ લાગે ...
બાય ધી વે , તમે દેશ ને માતા ની બીમારી જોડે સરખામણી કરી તે તો બરાબર જ હશેને ... :) :) :)













આજે પ્રજાસત્તાક દિન........
થોડાક વર્ષો હું દેશ ની બહાર રહ્યી ને આવ્યો. ઘણી વખતે, ચોક્કસ દિવષોએ ખાસ દેશ પ્રેમ નાં હુમલા આવતા. યુ ટ્યુબ પર દેશપ્રેમ નાં ફિલ્મી સોંગ દેખી ને વતન, દેશ , વતનનો પ્રેમ, માટી ની સુગંધ વગેરે વગેરે સબ્દો નાં થોડાક હુમલા આવી જતા. અને સાથેજ પરદેશ ની જિંદગી પ્રત્યે અણગમો પેદા થતો. છેલ્લા અમુક વર્ષોમા ગુજરાતની પ્રગતી, ગુજરાતના પ્રોજેક્ટ્સ ની યુ ટ્યુબ પર લોડ કરેલી સ્લાઈડ્સ દેખીને "હવે તો આવું આપણાં દેશ મા પણ થાય છે જ "ની ભાવના થયી. અને એક એવી પલ પર ભાવુક બની ને નક્કી કર્યું કે .." આ અબ લૌટ ચાલે .... " અને બિસ્તરા પોટલા બાંધીને આવી ગયા.
આજે હું મારી જાતને છેતરાયેલો માનું છું. દેશ ની બહાર આવેલા ભાવુક હુમલા એ મારા પર્સનલ સવેદનાનાં હુમલા હતા. દેશપ્રેમ અને દેશદ્રોહ વચ્ચે નો તફાવત હવે મને સમજાયો છે. જે વસ્તુ મને બહાર ની દુનિયા માંથી દેખાતી હતી તેની અહીના વાતાવરણમા આવ્યા બાદ, હકીકત દેખાયી. મારા ખિસ્સામાં જયારે પૈસા હતા, મારી ન્યુનતમ જરુરીઅતો જયારે પૂરી થયી ગયેલી હતી,ત્યારે મારી જરૂરિયાત સંવેદનાની લણની કરવાની રહેતી હતી. અહી આવ્યા બાદ... મારું સમગ્ર અસ્તિત્વ...અત્યારે મારી ન્યુનતમ જરૂરિયાત ને પૂરી કરવામાં પડ્યું છે ત્યારે ...થાય છેકે મારી લાગણીઓના હુમલાઓ એ મને છેતર્યો છે
મને ખબર છે કે આગળ જે પણ હું લખું તે દેશદ્રોહ ની વ્યાખ્યામાં ખપાવી દેનારા બહુ લોકો છે.હું અહી કોઈ રીઆલીટી આમ છે કે તેમ છે નાં નારા નથી ફૂંકવા માંગતો. બસ એટલું જ મન થાય છે કે, શું આ એ પરિસ્થિતિ છે કે જેણે ધ્યાન મા રાખી ને મેં નિર્ણયો લીધા હતા ..કે આ દીવા ની નીચેના નાં અંધારા ને મેં જોયા વગર વાટ પર ઉઠેલા ઉધાર પ્રકાશ ને દેખીને બનેલા આગિયાકર્મ કર્યું છે. બસ જે દીવાના બને છે તેઓ ક્યારેક ક્યારેક આવી જ રીતે અંધ બને છે. અને એટલેજ પ્રેમ આંધળો કહેવાય છે.જિંદગી નાં ૧૦૦ સવાલો નાં પ્રશ્ન પત્રમાંથી, પહેલું પેજ ખોલીએ અને તેના ૧૦ સવાલોમાંથી ૭ જવાબ આવડતા હોય અને પાસસ થયી ગયા નું અભિમાન આવી જાય તેવું કોઈક વાર બનતું હોય છે તે જાણ્યું . પ્રેમ માંથી લગ્ન સુધીના સંબંધો પણ ક્યારેક આવા અંધ બનેલા મેં દેખ્યા અને અનુભવ્યા છે. મારા સદનસીબે આ અનુભવોના રસ્તા મા આ તફાવત બતાવી સકે તેવા પુણ્યશાળી વ્યક્તિઓનો ભેટો થયો. હું ઈચ્છું છું કે સંસારના તમામ વ્યક્તિઓને તેમની એવી કટોકટીની પળમા આવી વ્યક્તિઓનો ભેટો થાય. હા આવું શક્ય અહીજ બની સકે છે આ ભારત નામના દુનિયાના ખૂણામાં.







સર્વેને મારા નમસ્કાર,
અધ્યાત્મિક જીવન માટે લોકોમા કેટલી બધી તૃષ્ણા છે! જયારે કોઈક એવું કહે છે કે માણસનો ધર્મમાથી રશ ઉડી ગયો છે, ત્યારે મને ઘણું આશ્ચર્ય થાય છે. આવું તો થતું હશે? ધર્મમા રશ નહિ, એનો મતલબ તો જીવનમા રશ નહિ, કુદરતના અત્યંત આશીર્વાદમા રશ નહિ. જાગૃતિ નો મૂળ સ્વભાવ જ ભગવત્તા છે અને તે ફક્ત તે ભગવત્તાને, સત ચિત આનંદનું ગુણસ્થાન (જે પોતેજ આત્મા નો સ્વભાવ છે, જેમા સત્ય- જાગૃતિ-પરમાનંદ હોય ), પામીને જ સંતોષ પામી સકે.

દરેક નાં અંતરમાં એક બીજ નાં રૂપમાં જે છુપાયેલું હોય છે તેજ સચ્ચા ધર્મનો જન્મનું કારણ છે ધર્મો આવે અને જાય. પણ, ધર્મ કદી મરતો નથી. મને આજે ઘણો આનદ થાય છે કે તને પ્રકાશનાં માર્ગની તારી પ્રગતિ વિષે ધીરજ છે.

આ ધીરજ જ, અધ્યાત્મિક જીવનમા બહુ મહત્વનું પરિબળ છે. એક બીજને વાવ્યા બાદ, વ્યક્તિ કેટલી ધીરજ રાખી સકે ? શરૂઆત મા બધા પ્રયત્નો ફોગટ જતા દેખાય છે.કશુય થતું હોય તેવું લાગતું નથી. ત્યારેજ એક દિવસ તે તમામ ધીરજ નો અંત આવે છે અને બીજ તૂટે છે અને ધરતીમાંથી માર્ગ કાઢી તે બહારની દુનિયા ને સ્પર્શે છે અને એક કુમળા છોડમાં રૂપાંતર થાય છે. હા, યાદ રાખવું બહુ જરૂરી છે કે જયારે કશુય થતું નથી તેવું લાગતું હતું ત્યારેય તે બીજમાં ધરતીની નીચે,કઈક થયી રહ્યું હતું. એ બીજ ધરતી ની નીચે કઈક કરી રહ્યું હતું.

સત્યના મુમુક્ષુની સાથે કઈક આવું જ થાય છે...જયારે કંઈજ થયી રહ્યું હોય તેવું નથી જણાતું, ત્યારેય ઘણું બધું બની રહ્યું હોય છે. હકીકતમાં તો સમગ્ર જીવનની ચેતા અને શક્તિ, અદમ્ય છે અને અગમ્ય છે. આપણે તો ફક્ત તેનું પરિણામ જ જાણી શકીએ છીએ.

હું આ આશીર્વાદ પામી ચુક્યો છું. હું ઇછુચું કે તું પણ આ ભગવત્તા ની નજીક આવે. પરિણામ વિષે શંશય નાં કર. ફક્ત તું તારા પથ પર ચાલ્યો આવ. ફળ પોતે તારા રસ્તા ને અનુંશરશે.એક દિવસ, એક ચમત્કાર છે. શું બને છે ...શું બની રહ્યું છે...., હું કોણ હતો ?હું શું બની ગયો છું ? જે બની ગયા છીએ તેના પ્રમાણ મા બધાજ પ્રયત્નો વામળા લાગે છે. 



આજે મારે સાબિત કરવું છે કે કોઈકે લખેલા પ્રોગ્રામ ને ડીકોડ કરીને હું વર્તુ તેવું મશીન નથી... હું મનુષ્ય છું, જે પોતે પોતાનો કંટ્રોલ રાખી સકે છે.


અહી દરેક ફીલ્ડમાં એટલા બધા લોકો પહેલેથી જ છે કે તમે સીધા જમીન પર પગ મુકીને તો આગળ આવી સકો જ નહિ, એટલે તમારે સિફતતાથી કોઈના ખભા પર પગ મૂકી ને આગળ વધવાનું શીખવું પડશે.
જો તમે પાછળનું દેખ દેખ કરશો, વાગોળ્યા કરશો, તો આગળનું ડગલું ક્યારે ભરશો?



હું પડ્યો ત્યારે જેણે ઉભોય નહોતો કર્યો,
એ કયી હોંશ પર ઉપાડે છે નનામી મારી ?: 



શેખચલ્લી અને વિઝનરી વચ્ચે એક જ બાબતનો ફર્ક હોય છે વિઝનરી,પોતાના સ્વપ્ના પુરા કરવા માટેનાં ફાયનાન્સનું વિઝન પણ ધરાવે છે.
ઘણી વાર વિઝન માટે ના ફાયનાન્શ ને ભેગા કરવા જઈએ તો વિઝન વેરાઈ જાય છે. અને તે ય હકીકત છે. શેખચલ્લી ની આ જ ભૂલ થાય છે કે તે ફાયનાન્સને અવગણી ને ય આગળ ના સ્વપ્નાઓ નો ઢગલો કરી નાખે છે. મારૂ, ઘેર ઘેર નાનકડા ચોપર આવી જાય તેવું વિઝન છે, પછી તો રોડ પણ નહિ ને રસ્તા પણ નહિ અને હેય ને પછી તો ગમે ત્યાં જવું હોય ચપટીમાં જ પહોંચી જવાય... આવા નાના વિચારો તાતા ને આવતા હોય તો તે વિઝાન કહેવાય અને મને આવે તો શેખચલ્લી કહેવાય. કારણકે તે ને નેનો પ્રોજેક્ટ નો અનુભવ છે.
હું જયારે પાછો આવ્યો ત્યારે ઘણા પૈસા છે એટલે આ ય કરીશું અને તેય કરીશું એવું નક્કી કરીને આવ્યો હતો. પછી જયારે કામ ચાલુ કર્યું ત્યારે લાગ્યું કે તે કામ કરવા હોય તો રેતાય્રદમેંત લઈએ તો નહિ ચાલે કામ કરવું પડશે... એટલે ફરીથી કામે વળગી ગયો. કારણકે હું શેખચલ્લી રહેવા નથી માંગતો. અને મારા સ્વપ્ના ને વિઝન ની મર્યાદા માં રાખવું છે.

મારી ઉપર દર્શાવેલી હાલત વખતે, મારા એક આદર્શ સમા એક મિત્રે એ કહેલી પંક્તિ કે જેણે મારી રીટાયર્ડમેંત ને પછી પાછી ખેંચવા મજબૂર કરેલો તે રજુ કરું છું.
" આપણા સ્વપ્ના ને ફાયનાન્શ નું જેટલું પીઠબળ મળે તેટલું તે સ્વપ્નું સાચું, બાકીની વાતો ગામના ચોરા ની વાતો, ઉઠીએ એટલે બધાય ધૂળ ખંખેરી ને ઘેર જાય "



પરાક્રમ,પુરુષાર્થ,પરિશ્રમ , મહેનત અને મજુરી... બધા વચ્ચે જબરો તફાવત છે


પરણેલા હોવ અને બીજા ને પરણાવા નીકળો એટલે...
ટૂંકું ટી-શર્ટ પહેરવું અને પછી પાછળથી તેનો એક છેડો જીન્સ માં સંતાડવાની ચેષ્ઠા કરવી.



એક પેપર ની નાર પછી પૂંઠા જેવી થયી ગયી.
હોટ હતી સિગરેટ તણી,તે, ઠુંઠા જેવી થયી ગયી