Friday, September 9, 2011

June 2011

ના અમીર એવા હોય છે,કે ગરીબ એવા હોય છે
એવા ચિંગૂસ સ્વભાવ માનવ માત્રમાં હોય છે.
મરે ત્યારે, ધનિકનો કોઈ વાંક નથી હોતો,
ભીખારીનોય જીવ,તેના ભિક્ષા પાત્રમાં હોય છે..


દોસ્તીને શતરંજ નો,એ ખેલ બનાવી ગ્યા
રાજાને આપી ચેક,મારો વજીર ઉઠાવી


ખુદ નાચે છે હવે,મગન થયીને અરે આ દિલ
પળે પળની રહે તાજગી,શું માંગે પછી આ દિલ
સુખની યાદ ના રહ્યી,દુખ ની ફરિયાદ શું કરું?
ગુજે આત્મા આવાજ ત્યાં,આ કોયલ સાદ શું કરું?



એની યાદમાં હરરોજ કઈક ગર્ભ રહ્યી જાય છે.
યાદોની હિરોઈન તો પછી છું થયી જાય છે.
કુંવારો બાપ બની ટેબલપર સેવ્યા કરું છું.
તરફડતી કવિતાની ડીલીવરી થયી જાય છે. 



આંખ બંધ કરી ભાળ્યું જગત ને નિર્દોષ,
ત્યારે જડ્યા મને અપરંપાર નિજ:દોષ

"ખયાલો" સત્ય છે કે અસત્ય તે સાપેક્ષ ખયાલ છે. અને જે "છે" તે હકીકતમાં છે. આ સંસારમાં જે કોઈ પણ સત્ય કે અસત્ય છે તે રાજકારણ છે. આ જગત માં કોઇજ દોષિત નથી. દરેક પોતાના ભાગે આવેલો પાઠ ભજવે છે. દરેક નો પોતાના તથા પોતાના જૂથના અસ્તિત્વ ને ટકાવી રાખવાનો આ ખેલ છે. જેને તમે અસત્ય કહો છો, તેના વગર અમુક વ્યક્તિ કે જૂથ નું અસ્તિત્વ ટકી શકે તેમ નથી. દરેક વ્યક્તિ ક્ષણ ક્ષણ જીવે છે.

ગંજીફા ની રમત ની જેમ બાજી જોઈને પોતાના પાના ઉતરે છે. આ ક્ષણ નું તેનું વર્તન બીજી ક્ષણે વિરોધાભાસી હોઈ સકે છે. હજારો ની કતલ કરી નાખનાર ખુદ આત્મહત્યા કરી સકે છે. હજારોનો સંહાર કરીને છોડાવેલી પત્ની ને, એક ધોબીના વાક્ય પર તરછોડી સકે છે. અહી કશુજ અસક્ય નથી. પળ પળ પર બનતી ઘટના ,અને તે પર નો પ્રત્યાઘાત, બીજું કશુજ નથી પણ , એ પણ નાટક નો એક ભાગ જ છે.

પણ તે ઘટના ના પ્રેક્ષક બનેલા લોકો જ તેને સત્ય કે સત્ય ના વાઘા પહેરાવવા તલ પાપડ રહે છે. અને તે પણ નાટક નો એક ભાગ જ છે. તેઓ ના ભાગે તે પ્રેક્ષક નું પાત્ર આવેલું હોય છે.

શિહ હરણ નો શિકાર કરે તો તેને હત્યા કરી તેમ ના કહેવાય તે તેની મજબુરી છે કે તેને તમારી જેમ ઘાંસ કે શાક ખાતા નથી ફાવતું. જો તમે તેને હરણ નો શિકાર નહિ કરવા દો તો તમને હત્યા નું "પાપ" લાગશે. :) આ કુદરત ની સાયકલ છે. સિહ પણ હુમલા બે પ્રકારે કરે છે એક પોતાના ભોજન માટે અને બીજો પોતાના રક્ષણ માટે. તેવી જ રીતે,તમારા માટે જે વસ્તુ અસત્ય છે તે સામેની વ્યક્તિ માટે સત્ય અથવા સમય ની માંગ હોય છે.

તેથી, આ જગતમાં કોઇજ દોષિત નથી. બધા જ નિર્દોષ છે અને બધાજ પોત પોતાના અસ્તિત્વ માટેનો સંગ્રામ લડી રહ્યા છે. જો તમે તેમના રસ્તામાં વચ્ચે આવશો તો તમારે પણ તેમનો સામનો કરવોજ પડશે.

કોંગ્રેશ પોતાના અસ્તિત્વની લડાઈ લડશે, બાબા પોતાના. કોઈ દોષિત નથી.

આંખ બંધ કરી ભાળ્યું જગત ને નિર્દોષ,
ત્યારે જડ્યા મને અપરંપાર નિજ:દોષ



આંખ બંધ કરી ભાળ્યું જગત ને નિર્દોષ,
ત્યારે જડ્યા મને અપરંપાર નિજ:દોષ
અહંકારનું જયારે ના રહ્યું કોઈ ચલણ,..
અંત:સ્કરણ માંથી જ શોધી સક્યો ચોર
બનવું છે અજાતશત્રુ,વ્યવહાર જગતમાં..
અંદરનીજ વૃત્તિઓ વર્તે, કો' હરાયા ઢોર.
મને જ મારા પડોશી બનીજોયા કરું છું.,
હુજ મને જાણું તો ક્યાંથી શમે કિલ્લોલ
જોવું ને જાણું, વૃત્તિઓ વર્તે છે કેમ ?..
વરશે દાદાની કરુણા,ને નાચું બની મોર 



જો મૌન દરેક પરિસ્થિતમાં બેસ્ટ કહી સકાય તો કોઈ ના બોલે ત્યારે માઠું કેમ લાગે છે ?


અકબર પૂછે બીરબલને, સૌથી ચતુર પ્રજા કઈ ?
વાણીયા મારા બેટા.
કેમ ?
મારા બેટા મગનું નામ મરી ના પાળે.
સાબિત કરો.
લાવો એક વાડકા માં મગ અને બીજા વાડકામાં મરી અને બોલાવો પાંચ છ વાણિયાઓને
વાણિયા આવ્યા અને વાડકા દેખાડી પૂછ્યું કે બોલો આ શું છે?
વાણિયા સમજી ગયા કઈક ભેદ છે નહીતર આ સીધી વાત,આમ આવી રીતે ના પૂછે.
૧ લો: આ વળી શું લાવ્યા મેં તો પહેલી વાર જ જોયા.
૨ જો: અરે આપણે તો અનો ક્યા વ્યાપાર છે ?
૩ જો : કઈક ખાવાની ચીજ હોય તેવું લાગે છે.
અકબર ગુસ્સે ભરાયો: એય સેઠિયા સીધો બકી મરજે હવે નહીતો ઉડાવી દઈશ.
૪થો: ગયો સીધો બહાર અને મગ અને મરી ની વાદ્કીઓ ભરી લાવ્યો અને સામે મૂકી અને કહ્યું
આ છે તે આ છે
અને આ છે તે આ છે. :





વાહ DADA તારી કરુણા,
હું તો છત્રી લઈને ઉભો જ રહ્યો ..અને તમે વરસાદ પર વરસાદ વરસાવતા રહ્યા, વિચારીને કે હું એક વાર તો છત્રી હટાવીશ!
______________________________________
પ્રેમ વધે કે ઘટતો નથી ...આવે ને જાય છે કારણકે તે સંજોગોને આધીન છે ... આપડે તેનો સ્કોરે લખતા હોઈએ છીએ ... એટલે વધ ઘાત લાગે ...ગરમી આવે છે ને જાય છે પણ પારો શું બતાવે છે તેનું observation માં વધ ઘટ દેખાય છે ગરમી આવે તો પારો ઉંચો જાય અને જાય તો નીચો જાય. આ બધું જે પ્રેમ ના ચોપડા લઈને બેઠા હોય તેમને સમજાવવા પુરતું છે
________________________________________
ધીરદાર નો ધંધો માંડ્યો છે, ગાળો દીધી એટલે ધીરી કહેવાય, પેલો વ્યાજ સાથે પાછી આપશે જ. : દાદા
________________________________________
ભૂતકાળ ને તે કચકચાવી ને પકડી રાખ્યું છે એટલે વર્તમાનમાં તું આવી નહિ સકે.
______________________________________________
જયારે આપણે માત્ર સાક્ષી બની જઈએ છીએ ત્યારે આપણે કુદરત ની સૌથી નજીક હોઈએ છીએ ..
____________________________________________
સાધુ કઈક કહે ને પછી આપણી ઉપર છેક સુધી નજર રાખે....
સતગુરુ કઈક કહે ને તેમની ઉપર આપણી નજર રાખવા દે...
જ્ઞાની નજર આત્મા ઉપર રાખે ને કહેવાનું કહીને જતા રહે.
______________________________________________
Horizontal પ્રગતી એટલે પોતાની પેઢીઓનું કરેલું ભલું. અને
Vertical પ્રગતી એટલે પોતાના ભવોનું કરેલું ભલું.
____________________________________________
જે માણસ પોતાની જોડે વાર્તાલાપ કરે છે ત્યાં ભગવાન પણ ચુપ થયી જાય છે.
____________________________________________
સવાર પડી ને ફરી તે મોત ને ઝટકો આપ્યો છે.
નવો નક્કોર દિવસ આપીને એક મોકો આપ્યો છે.
ઘસીને દિવસભર કરું છું ચોખ્ખો હું આત્મા,
બનવા પથ્થર ને મૂર્તિ, તે એક મોકો આપ્યો છે
_____________________________________________
ટાંકીમાં ભરતી વખતે દયાન રાખવું તે જાગૃતિ અને ચકલી ખોલીએ અને કયો કચરો નીકળે છે તે જાણવું તેનું નામ સામાયિક
___________________________________________
કપટ એટલે ... સિગારેટના બંધાણી એમ ના પૂછે કે સામાયિક કરતી વખતે સિગારેટ નો કશ ખેચાય? પણ એવું પૂછે કે સિગારેટ ફૂંકતી વખતે પણ સામાયિક કરી સકાય ? , ગુરુ ને આમ સારું લાગે.. બીજું તો શું ?
____________________________________________
આપણને કઈક મળી ગયું છે તેની અનુભૂતિ સિવાય ક્યાય આનંદ નથી.
_____________________________________________
આપણાં શરીર ના કોઈ એક ભાગ પર દર્દ ના થાય ત્યાં સુધી તે ભાગ પર ધ્યાન નથી આપતા ... સંબંધો માંય શું આવું કરીશું ?
__________________________________________
આ સંસારમાં કોઈ પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ આપણી અજ્ઞાનતામાં છે. બધા પ્રોબ્લેમ ની ગંગોત્રી આ અજ્ઞાનતા છે
__________________________________________
જયારે આપણે એવા સ્ટેજ પર આવી જઈશું કે આપણને કોઈની જરૂર ના રહે, ત્યારે જ આપણે દરેક ને પ્રેમ કરી શકીશું. જ્યાં જરૂરિયાત છે ત્યાં સોદો છે.
________________________________________
ભગવાન માટે ,આકાશ તરફ નહિ અંદર દેખો , and know who are you?
_________________________________________
મગજ નો ઉપયોગ, ખુરશીની જેમ કરવો જોઈએ, જરૂર પડે ત્યારેજ, આપણે જરૂર ના હોય ત્યાએ તેનો ઉપયોગ કરી તેને નિર્થક બનાવી દઈએ છીએ
_________________________________________
મૃત્યુ વખતે જે સરવૈયું આંખ સામે આવે છે તે પરફેક્ટ ઓડીટેડ હોય છે.
________________________________________
“You have a choice. Live or die. Every breath is a choice. Every minute is a choice. To be or not to be.”
તમારી પાશે વિકલ્પ છે. જીવો અથવા મરો. હર એક શ્વાસ એક વિકલ્પ છે, હર એક ક્ષણ એક વિકલ્પ છે આપણે રહેવું કે ના રહેવું
________________________________________
મૃત્યુ પછીની બીજી જ ક્ષણે આપણે બાળક બનેલા હોઈશું.
_______________________________________
વિષય એટલે ...દૂધ પીવું જોઈએ તેવું સાંભળે, પછી દૂધ તબિયત માટે સારું એવું મંતવ્ય બંધાય, પછી દૂધ વગર કેવી રીતે ચાલે? તેવો અભિપ્રાય બંધાય અને પછી તે બે લીટર દૂધ માટે ભેંશ પાળે.
______________________________________
આદેશ એટલે .... હું કહું છે કે આમ કરો..
ઉપદેશ એટલે ....મારા મતે આ સારું અને આ ખરાબ છે .. સારું કરવું સારું. અને,
દેશના એટલે .....આ આમ છે અને આ આમ છે.
______________________________________
એવી કોઈ હરીફાઈ નથી કે જેમાં બધાને વિજેતા જાહેર કરવામાં આવે. એક વિજેતા અને બાકીના બધા હારેલા ધોષિત થઇ જાય છે. બસ, હરીફાઈ માં ઉતરતા પહેલા આટલું જાણી લેવું.
_______________________________________
બાળક જન્મે છે ત્યારે કોરો સફેદ કાગળ હોય છે, પછી તેની ઉપર આપણે આપણાં મંતવ્યો લખીએ છીએ ને ચેકચાક કરીએ છીએ
_____________________________________
સ્મસાન માં કોઈને વળાવવા જતી વખતે આપણે એક બફર આપણાં માટે બનાવી લઈએ છીએ કે આ ભલે ગયા, આપણને કઈ નહિ થાય .જયારે બુદ્ધે સારથી ને પૂછ્યું કે શું હું પણ એક વાર મરી જઈશ? સારથી એ કહ્યું હા, અને ત્યાજ બુદ્ધનું તે બફર નીકળી ગયું, પણ સારથી નું નહોતું નીકળ્યું. જે સારથીના વાક્યોએ બુદ્ધને દિશા બતાવી તે સારથી ત્યાને ત્યાજ રહ્યો. સુવિચાર મને મળે છે અને હું આ બફર ને તોડતો રહું છું
____________________________________
મારી જિંદગી એક કવિતા અને મોક્ષ તેની છેલ્લી કડી છે .
____________________________________
આપણો સંબંધ તાજમહેલ જેવો છે. બધા માને છે કે તે કેટલો સુંદર છે, પણ કોઈ સમજતું નથી કે તે બનાવવાનો કેટલો અઘરો હતો



સવાર પડી'ને,ફરી મોત ને ઝટકો આપ્યો છે.
વધુ નક્કોર દિવસ આપી,એણે મોકો આપ્યો છે.
ઘસીને દિવસભર કરું છું,પછી ચોખ્ખો આત્મા,
બનવા પથ્થર ને મૂર્તિ, એણે મોકો આપ્યો છે :



" Philippians Attack " ટોપિક એક્ચ્યુલી , માતૃભાષા ને છોડી નેય ફિલિપિનો એ કેવો એટેક દુનિયા ના સર્વિસ સેક્ટર પર કરેલો તેના સંદર્ભમાં હતો જે મેં અહી એક વર્ષ પહેલા નોટ લખેલી. અટેક નો મતલબ અહી આપને આક્રમણ એવો રાખવો છ. વિરોધ પણ નહિ .. અને હરીફાઈ પણ નહિ. આક્રમણ ...અ તેઓનું આક્રમણ જ છે.અહી સાચા અને ખોટા નું નહિ પણજે "જીવે" તે જ બળવાન નો ન્યાય લાગુ પડે છે. અને તેવી તેમની લડત ની વાત કરી છે ... આમાં ભારત નો ઉલ્લેખ સુધ્ધા જરૂરી નથી... તેઓના માટે ભારત હજી બહુ દુર નું નિશાન છે. તેઓ જે દેશ સુખ અને સમૃદ્ધિ માં છે તેને જ ચૂસવામાં પડ્યા છે. અને આવું જ હોય છે અમેરિકા ના નાગરિકો અને બીસનેસ મેંન એ થોડીક ગફલતો કરી તેમાં તેઓના બીઝેન્સ્સ ચાલ્યા ગયા છે. અને આજ ઈતિહાસ છે ... ગમે તે દેશ પોતાને જ શ્રેષ્ઠ માનતો થાય એટલે મદ માં આવી જાય અને મદ ની ઊંઘ માં કાચબા આગળ નીકળી સકે છે.
તમે મારી એક વર્ષ પહેલા ની નોટ વાંચી ના હોય તે સ્વાભાવિક છે. તે નોટ માં મેં લખેલું કે
"માતૃભાષા ના તુપના છોડી ને એ ભાષા ને અપનાવો જ્યાં તમને તમારી પ્રગતી જણાય છે માતૃભાષા જાય તો સંસ્કાર જાય તેવું ફાધર વોલેશ કહેતા. અને જે ભાષા આવડે તે ભાષા ની સંસ્કૃતિ આવે તેવું હું કહું છું. પણ તમારે સંસ્કાર જોઈએ છે કે બિઝનેસ તે તમારે નક્કી કરવાનું છે. જો બીસ્નેસ્સ જોઈતો હોય તો તે ભાષા શીખો કે જ્યાંથી તમારે બીઝ્નેસ્સ જોઈએ છે.. અને સંસ્કાર જોઈતા હોય તો તેવી ...જેના સંસ્કાર તમને જોઈએ છે . ફાધર વાલેસ ગુજરાતી શીખ્યા અને ગુજરાતી સંસ્કાર આવડ્ય. ને પૈસા પણ ગુજરાત ના શિક્ષક જેવા મળ્યા. ભાષા નું સિલેક્શન તમારા ગોળ પરથી નક્કી કરો "
આ વાત કરીને ફિલિપિનો ના ઈતિહાસ ની વાત કરેલી ... આપ શ્રી પણ દેખશો કે આપને અંગ્રેજી ભાષા નો ઉપયોગ કરીને કેવા બિઝનેસમેન ઓ ને પાછળ રાખી દીધા છે. તમે પણ અંગ્રેજી કેટલું મહત્વનું છે તે તમારી કંપની માં જાની ચુક્યાજ હશો. ભારત તમે કહો છો તેમ સર્વિસ સેક્ટર માં ન. ૧ હોય તો તેનું કારણ માતૃભાષા નું વળગણ નથી પણ " જેને જે જોઈએ તે આપવું.." તેવું વલણ છે



તમે તમારી, એર ટીકીટ બતાવો એટલે હું મારો રેલ્વે નો પાસ ફાડી ના નાખું ...????
કોઈના છોકરા ભણવા માંડે તો પોતાના છોકરાઓને ધીબેડી નાખતા માં-બાપ ને મેં જોયા છે. કોઈક ના છોકરા બહુ ભણે છે તેમ કહીએ તો તેઓના છોકરા પણ કઈ કમ નથી એવું કહેતા માં-બાપ પણ મેં જોયા છે... અને આજ છે પેરેન્ટસ ની ઘોડાદોડ... બધા પોતપોતાના ઘોડા પર દાવ લગાવી ને બેઠા છે...



એ પથ્થર પર ઉભા રહ્યી દરિયા ને શોધ્યા'તા
નીચે,એની જ મળ્યા મને નાવ ના અશ્મીઓ 

તમને હસાવવા અમે બીડું, જો ઝડપ્યું છે
ચહેરા હેઠળ છુપાવ્યા છે ઘાવના અસ્મીઓ :



શરીર ના એ ચાર ઈંચના ભાગ પર તાળું મારનાર ને લોક બ્રહ્મચારી કહે છે તેજ મોટો ભ્રમ છે. બ્રહ્મ શબ્દનો આટલો સંકુચિત અર્થ મેં ક્યારેય નથી જોયો. 
એતો જેને આ ચાર ઈંચ માં જ સમગ્ર બ્રહ્માંડ દેખાતું હતું તે લોકો એ ચલાવેલો વૈચારિક મારો છે.


નામ ગયું ને,નનામીય એજ દિવશે ઉઠી હતી
દોસ્તો માટે આ ઉછીના શ્વાસ લઈને આવ્યો છું



કહેતો હતો આવ્યોછું હું,તમારી તકદીર બનીને
કેટલાય દીવાલે લટકે છે એમ તસ્વીર બનીને 



આ દેશ નો સરકારી કર્મચારી ભ્રષ્ટાચારી છે અને રહેશે. જો આ હકીકત નો સ્વીકાર કરશો તો ધંધો કરવામાં ઘણી સરળતા રહશે. તમે આ ભ્રસ્ટ કર્મચારી ને બટકુય ફેંકશો તોયે તમારું કામ થયી જશે. જે દેશમાં ભ્રસ્ટ વહીવટ નથી, ઉલટાનું ત્યાં બીસનેસ કરવું કઠીન થયી પડે. નાનામાં નાના માંરજીન માં ય બિઝનેસ કરી શકશો. અને ઘણા બીઝ્નેસ્સ મેન આવું કરે જ છે. આતો તમારી જાણ ખાતર.. નોકરી છોડો બિઝનેસ કરો.


સરકારી કર્મચારી, ખાનગી કંપનીમાં નોકરી કરતા કર્મચારી કરતા, શરીરે બેડોળ, માંન્સિકતા ની દ્રષ્ટીએ સંકુચિત લાગશે. કારણકે તે સર્કસ નું પ્રાણી છે અને ખાનગી કંપની નો કર્મચારી જંગલનું. સર્કસ ના પ્રાણી ને સિહના હુમલાનો ડર નથી હોતો. એટલે તે તેની તદુરસ્તી પર ધ્યાન નથી રાખતું.


ભૂખ્યા જનો નો જઠરાગની ....વાળી એક કવિતા સાંભળી હતી ...પણ હજી સુધી તે કવિતા જ રહ્યી છે, અને તેની ઉપર તાળી પાડનારા .... ભરપેટ જમેલા હોય છે.:


ફીટ હોવ તો ચઢી જાવ , ના હોવ તો હટી જાવ ...


ભારત એક એવો દેશ છે જ્યાં હરેક વ્યક્તિ એક દતકથાની માફક જીવે છે ...અને આ દરેક દંતકથા એક એપિક નો ભાગ છે.


છેલ્લા બે દિવસમાં કોલેજ ખુલી ગયી હોવાથી યુવાનો ( જેને આપણે દેશ નું ભવિષ્ય કહીએ છીએ ) આવવા લાગ્યા. તેઓની જોડે તાજેતરની પરિસ્થિતિ પર ચર્ચા કરી... તેઓનું તારણ ...
૧. અમને અમારી પર ભરોશો છે. કે પરદેશ માં સારી તક મળશે જ...
૨. આ દેશ માં હવે રહેવા જેવું નથી.. અન્નાજી કે રામદેવજી ની ય આવી હાલત સરકાર કરી સકે છે ...તો હવે ના દીવશો સોમાલિયા કરતાય ખરાબ આવે તે કહેવાય નહિ ...
૩. આ દેશ ની સિસ્ટમ ને પડકારી સકાય તેમ નથી... એના કરતા એટલી શક્તિ પરદેશ ના માળખામાં કરીએ તો આપણો ઉદ્ધાર થાય.
૪. રાજકારણીઓ ભુંડ ની ઓલાદ છે. તેઓ ને રસ્તે લાવવા કરતા આપણે આપડો રસ્તો પકડી લેવો સારો.
૫. ગ્લોબલીઝેસ્ન નો ઝમાનો છે ..હવે કોઈ એક દેશ ને "માં" કહી ને પકડી રાખવામાં હવે માલ નથી....અને તેનો પાલવ પકડી રાખીશું તો આપણી "માં"ફળાઈ જશે...
૬. પછી, અમારી પ્રગતી જયારે અહી ના છાપા માં આવશે ત્યારે અહીના જ લોકો ..." આપણા ઇન્ડિયન કે ગુજરાતી " કહી ને છાતી ફૂલાવશે ...અમે તેમને ફુલાવા દઈશું ..



આ યંગ જનરેશન હવે દેશ ને વખોડવા માંગતું નથી... પણ પોતે રોકાઈ રહેવા માંગતું નથી.. જે થયી રહ્યું છે તે હવે "હકીકત" છે...જે થવું જોઈએ તે "આદર્શ" છે.. આ યંગ જનરેશન આદર્શ કરતા હકીકત ની વાત કરે છે... તેઓ એ પોતે છાપામાં " આપણા ભારતીયો" " આપણા ગુજરાતીઓ" ની વખાણ કથાઓ વાંચી છે... ત્યારે કોઈ છાપા ઓ એમ નથી બોલતા "આપણા ગદ્દારો " પરદેશ જઈને આટલું નામ કમાયા.. તેમનો જે વટ્ટ અહી દેખાય છે તે શું દર્શાવે છે? આજે દેશ ની સીમાઓ રહ્યી નથી... મારો દેશ ...મારો દેશ જાપાન ની જેમ બધા કરવા તૈયાર છે પણ તમેય જુઓ ને પ્રજાની સરખામણી કરી પણ, બંને દેશના લીડરો ની સરખામણી કરો ...
જુઓ તમે જે બસ માં બેઠા હોવ તે બસ નો ડ્રાયવર પીધેલો હોય અને બીજી બસ નો ડ્રાયવર પીધેલો નહોય તે તમને દેખાય તો તમે શું કરો ? :) :)



કારણકે જે દેશ માં હજી પણ ૨.૩૫ અબજ લોકો રહેતા હોય " તે હકીકત હોય" ત્યારે કોઈ કહી જ કહી જ કેવી રીતે સકે કે ભારત રહેવા લાયક નથી... પણ ડ્રાયવર પેસેન્જરો ની મજબુરી જાની જોઈને વ્યવસ્થિત ચલાવવાના પૈસા માંગે ત્યારે પૈસા આપીને આપણે ખોટું કરીએ છીએ તેમ કહેવાય ? ???? અરે જેને ડ્રાયવર ની ઉપર ભરોશો ના હોય અને પોતાના રસ્તે જવાની જલ્દી હોય તે શું કરે? અને જેને ડ્રાયવર ને આપડે જ બેશ્વ દીધો છે એટલે સહન કરે અને વિચારે કે આગળ નું સ્ટેશન આવે ત્યારે ડ્રાયવર બદલી દઈશું....પણ સ્ટેશન નજીક આવતા ડ્રાયવર સીધો થયી જાય એટલે પેસેન્જર પાછા એવું વિચારવા લાગે કે રહેવા દોને બીજો કેવો હશે કોને ખબર ....
હા, કેટલાક તરત નિર્ણય લેવા વાળા હોય છે ... બસ જ બદલી નાખનારા .... હા હા હ અહ



બિલકુલ સાચી વાત આપણી ...પસાર થયેક છુટકો ...રોજ એક સવાર પડે છે અને રોજ પછી રાત પડે છે તે બંને વચ્ચે ઘણી ઘટના બની જાય છે ...તે તમામ ઘટના નું રીસલ્ટ જોઈશે ... સાચી વાત છે આપણી ...


અરે વાહલા , કામ્પેરીસ્ન તો એક આંગળી ની બીજી આંગળી જોડે ના કરાય. કમ્પેર કરે તેજ નીચલી કક્ષા કહેવાય... જો અને તો ની વાત આવે તો તો કમ્પેર પણ કર્યું ક્યાંથી કહેવાય... એતો વાદ કહેવાય... અને વાદ પર બોલીયે તો વિવાદ કર્યો કહેવાય... "જો માતા બીમાર હોય ... " થી વાત શરુ કરીએ તો ...તેની બહુ બધી બ્રાંચ ખુલે ... મેં બસના ઉદાહરણ થી એજ કહ્યું કે ...તમારે જો આગળ જવું હોય તો ...બસ બદલ્વીજ પડશે ને ... હા તમને ડ્રાયવર જોડે લગાવ હોય ...અને તમારી પ્રગતી કરતા તેની હેલ્થ ને મહત્વ આપતા હોવ તોયે કોઈ રોકતું તો નથીજ ...
આમાં તો એવું છે કે જેને જેવું લાગે તેવું કરે... અને કરશે ... તમારી માતા ઠીક ના હોય તો બે રસ્તા છે ...તમે તમારી કેરીઅર ને મહત્વ આપતા હોવ તો છોડો માતા ને તેના ભરોશે ...અને માતા ની લાગણી જોડે વણાયેલા હોવ તો છોડો કેરીઅર ને એના ભરોશે ...નિર્ણય તો લેવો જ પડશે ને ?
હા , મારી માતા બીમાર હોય તો તમારો નિર્ણય મને કામ નહિ લાગે ...
બાય ધી વે , તમે દેશ ને માતા ની બીમારી જોડે સરખામણી કરી તે તો બરાબર જ હશેને ... :) :) :)













આજે પ્રજાસત્તાક દિન........
થોડાક વર્ષો હું દેશ ની બહાર રહ્યી ને આવ્યો. ઘણી વખતે, ચોક્કસ દિવષોએ ખાસ દેશ પ્રેમ નાં હુમલા આવતા. યુ ટ્યુબ પર દેશપ્રેમ નાં ફિલ્મી સોંગ દેખી ને વતન, દેશ , વતનનો પ્રેમ, માટી ની સુગંધ વગેરે વગેરે સબ્દો નાં થોડાક હુમલા આવી જતા. અને સાથેજ પરદેશ ની જિંદગી પ્રત્યે અણગમો પેદા થતો. છેલ્લા અમુક વર્ષોમા ગુજરાતની પ્રગતી, ગુજરાતના પ્રોજેક્ટ્સ ની યુ ટ્યુબ પર લોડ કરેલી સ્લાઈડ્સ દેખીને "હવે તો આવું આપણાં દેશ મા પણ થાય છે જ "ની ભાવના થયી. અને એક એવી પલ પર ભાવુક બની ને નક્કી કર્યું કે .." આ અબ લૌટ ચાલે .... " અને બિસ્તરા પોટલા બાંધીને આવી ગયા.
આજે હું મારી જાતને છેતરાયેલો માનું છું. દેશ ની બહાર આવેલા ભાવુક હુમલા એ મારા પર્સનલ સવેદનાનાં હુમલા હતા. દેશપ્રેમ અને દેશદ્રોહ વચ્ચે નો તફાવત હવે મને સમજાયો છે. જે વસ્તુ મને બહાર ની દુનિયા માંથી દેખાતી હતી તેની અહીના વાતાવરણમા આવ્યા બાદ, હકીકત દેખાયી. મારા ખિસ્સામાં જયારે પૈસા હતા, મારી ન્યુનતમ જરુરીઅતો જયારે પૂરી થયી ગયેલી હતી,ત્યારે મારી જરૂરિયાત સંવેદનાની લણની કરવાની રહેતી હતી. અહી આવ્યા બાદ... મારું સમગ્ર અસ્તિત્વ...અત્યારે મારી ન્યુનતમ જરૂરિયાત ને પૂરી કરવામાં પડ્યું છે ત્યારે ...થાય છેકે મારી લાગણીઓના હુમલાઓ એ મને છેતર્યો છે
મને ખબર છે કે આગળ જે પણ હું લખું તે દેશદ્રોહ ની વ્યાખ્યામાં ખપાવી દેનારા બહુ લોકો છે.હું અહી કોઈ રીઆલીટી આમ છે કે તેમ છે નાં નારા નથી ફૂંકવા માંગતો. બસ એટલું જ મન થાય છે કે, શું આ એ પરિસ્થિતિ છે કે જેણે ધ્યાન મા રાખી ને મેં નિર્ણયો લીધા હતા ..કે આ દીવા ની નીચેના નાં અંધારા ને મેં જોયા વગર વાટ પર ઉઠેલા ઉધાર પ્રકાશ ને દેખીને બનેલા આગિયાકર્મ કર્યું છે. બસ જે દીવાના બને છે તેઓ ક્યારેક ક્યારેક આવી જ રીતે અંધ બને છે. અને એટલેજ પ્રેમ આંધળો કહેવાય છે.જિંદગી નાં ૧૦૦ સવાલો નાં પ્રશ્ન પત્રમાંથી, પહેલું પેજ ખોલીએ અને તેના ૧૦ સવાલોમાંથી ૭ જવાબ આવડતા હોય અને પાસસ થયી ગયા નું અભિમાન આવી જાય તેવું કોઈક વાર બનતું હોય છે તે જાણ્યું . પ્રેમ માંથી લગ્ન સુધીના સંબંધો પણ ક્યારેક આવા અંધ બનેલા મેં દેખ્યા અને અનુભવ્યા છે. મારા સદનસીબે આ અનુભવોના રસ્તા મા આ તફાવત બતાવી સકે તેવા પુણ્યશાળી વ્યક્તિઓનો ભેટો થયો. હું ઈચ્છું છું કે સંસારના તમામ વ્યક્તિઓને તેમની એવી કટોકટીની પળમા આવી વ્યક્તિઓનો ભેટો થાય. હા આવું શક્ય અહીજ બની સકે છે આ ભારત નામના દુનિયાના ખૂણામાં.







સર્વેને મારા નમસ્કાર,
અધ્યાત્મિક જીવન માટે લોકોમા કેટલી બધી તૃષ્ણા છે! જયારે કોઈક એવું કહે છે કે માણસનો ધર્મમાથી રશ ઉડી ગયો છે, ત્યારે મને ઘણું આશ્ચર્ય થાય છે. આવું તો થતું હશે? ધર્મમા રશ નહિ, એનો મતલબ તો જીવનમા રશ નહિ, કુદરતના અત્યંત આશીર્વાદમા રશ નહિ. જાગૃતિ નો મૂળ સ્વભાવ જ ભગવત્તા છે અને તે ફક્ત તે ભગવત્તાને, સત ચિત આનંદનું ગુણસ્થાન (જે પોતેજ આત્મા નો સ્વભાવ છે, જેમા સત્ય- જાગૃતિ-પરમાનંદ હોય ), પામીને જ સંતોષ પામી સકે.

દરેક નાં અંતરમાં એક બીજ નાં રૂપમાં જે છુપાયેલું હોય છે તેજ સચ્ચા ધર્મનો જન્મનું કારણ છે ધર્મો આવે અને જાય. પણ, ધર્મ કદી મરતો નથી. મને આજે ઘણો આનદ થાય છે કે તને પ્રકાશનાં માર્ગની તારી પ્રગતિ વિષે ધીરજ છે.

આ ધીરજ જ, અધ્યાત્મિક જીવનમા બહુ મહત્વનું પરિબળ છે. એક બીજને વાવ્યા બાદ, વ્યક્તિ કેટલી ધીરજ રાખી સકે ? શરૂઆત મા બધા પ્રયત્નો ફોગટ જતા દેખાય છે.કશુય થતું હોય તેવું લાગતું નથી. ત્યારેજ એક દિવસ તે તમામ ધીરજ નો અંત આવે છે અને બીજ તૂટે છે અને ધરતીમાંથી માર્ગ કાઢી તે બહારની દુનિયા ને સ્પર્શે છે અને એક કુમળા છોડમાં રૂપાંતર થાય છે. હા, યાદ રાખવું બહુ જરૂરી છે કે જયારે કશુય થતું નથી તેવું લાગતું હતું ત્યારેય તે બીજમાં ધરતીની નીચે,કઈક થયી રહ્યું હતું. એ બીજ ધરતી ની નીચે કઈક કરી રહ્યું હતું.

સત્યના મુમુક્ષુની સાથે કઈક આવું જ થાય છે...જયારે કંઈજ થયી રહ્યું હોય તેવું નથી જણાતું, ત્યારેય ઘણું બધું બની રહ્યું હોય છે. હકીકતમાં તો સમગ્ર જીવનની ચેતા અને શક્તિ, અદમ્ય છે અને અગમ્ય છે. આપણે તો ફક્ત તેનું પરિણામ જ જાણી શકીએ છીએ.

હું આ આશીર્વાદ પામી ચુક્યો છું. હું ઇછુચું કે તું પણ આ ભગવત્તા ની નજીક આવે. પરિણામ વિષે શંશય નાં કર. ફક્ત તું તારા પથ પર ચાલ્યો આવ. ફળ પોતે તારા રસ્તા ને અનુંશરશે.એક દિવસ, એક ચમત્કાર છે. શું બને છે ...શું બની રહ્યું છે...., હું કોણ હતો ?હું શું બની ગયો છું ? જે બની ગયા છીએ તેના પ્રમાણ મા બધાજ પ્રયત્નો વામળા લાગે છે. 



આજે મારે સાબિત કરવું છે કે કોઈકે લખેલા પ્રોગ્રામ ને ડીકોડ કરીને હું વર્તુ તેવું મશીન નથી... હું મનુષ્ય છું, જે પોતે પોતાનો કંટ્રોલ રાખી સકે છે.


અહી દરેક ફીલ્ડમાં એટલા બધા લોકો પહેલેથી જ છે કે તમે સીધા જમીન પર પગ મુકીને તો આગળ આવી સકો જ નહિ, એટલે તમારે સિફતતાથી કોઈના ખભા પર પગ મૂકી ને આગળ વધવાનું શીખવું પડશે.
જો તમે પાછળનું દેખ દેખ કરશો, વાગોળ્યા કરશો, તો આગળનું ડગલું ક્યારે ભરશો?



હું પડ્યો ત્યારે જેણે ઉભોય નહોતો કર્યો,
એ કયી હોંશ પર ઉપાડે છે નનામી મારી ?: 



શેખચલ્લી અને વિઝનરી વચ્ચે એક જ બાબતનો ફર્ક હોય છે વિઝનરી,પોતાના સ્વપ્ના પુરા કરવા માટેનાં ફાયનાન્સનું વિઝન પણ ધરાવે છે.
ઘણી વાર વિઝન માટે ના ફાયનાન્શ ને ભેગા કરવા જઈએ તો વિઝન વેરાઈ જાય છે. અને તે ય હકીકત છે. શેખચલ્લી ની આ જ ભૂલ થાય છે કે તે ફાયનાન્સને અવગણી ને ય આગળ ના સ્વપ્નાઓ નો ઢગલો કરી નાખે છે. મારૂ, ઘેર ઘેર નાનકડા ચોપર આવી જાય તેવું વિઝન છે, પછી તો રોડ પણ નહિ ને રસ્તા પણ નહિ અને હેય ને પછી તો ગમે ત્યાં જવું હોય ચપટીમાં જ પહોંચી જવાય... આવા નાના વિચારો તાતા ને આવતા હોય તો તે વિઝાન કહેવાય અને મને આવે તો શેખચલ્લી કહેવાય. કારણકે તે ને નેનો પ્રોજેક્ટ નો અનુભવ છે.
હું જયારે પાછો આવ્યો ત્યારે ઘણા પૈસા છે એટલે આ ય કરીશું અને તેય કરીશું એવું નક્કી કરીને આવ્યો હતો. પછી જયારે કામ ચાલુ કર્યું ત્યારે લાગ્યું કે તે કામ કરવા હોય તો રેતાય્રદમેંત લઈએ તો નહિ ચાલે કામ કરવું પડશે... એટલે ફરીથી કામે વળગી ગયો. કારણકે હું શેખચલ્લી રહેવા નથી માંગતો. અને મારા સ્વપ્ના ને વિઝન ની મર્યાદા માં રાખવું છે.

મારી ઉપર દર્શાવેલી હાલત વખતે, મારા એક આદર્શ સમા એક મિત્રે એ કહેલી પંક્તિ કે જેણે મારી રીટાયર્ડમેંત ને પછી પાછી ખેંચવા મજબૂર કરેલો તે રજુ કરું છું.
" આપણા સ્વપ્ના ને ફાયનાન્શ નું જેટલું પીઠબળ મળે તેટલું તે સ્વપ્નું સાચું, બાકીની વાતો ગામના ચોરા ની વાતો, ઉઠીએ એટલે બધાય ધૂળ ખંખેરી ને ઘેર જાય "



પરાક્રમ,પુરુષાર્થ,પરિશ્રમ , મહેનત અને મજુરી... બધા વચ્ચે જબરો તફાવત છે


પરણેલા હોવ અને બીજા ને પરણાવા નીકળો એટલે...
ટૂંકું ટી-શર્ટ પહેરવું અને પછી પાછળથી તેનો એક છેડો જીન્સ માં સંતાડવાની ચેષ્ઠા કરવી.



એક પેપર ની નાર પછી પૂંઠા જેવી થયી ગયી.
હોટ હતી સિગરેટ તણી,તે, ઠુંઠા જેવી થયી ગયી


No comments:

Post a Comment