Friday, September 9, 2011

અરે આ તો કલિયુગ છે, સગા બાપ મરવાના સમાચાર પણ આઠ કલાકમાં "વાશી" થયી જાય છે ને દીકરો છાપું વાંચીને નવા સમાચાર ની ચર્ચા ખરખરો કરવા આવનાર જોડે કરતો થયી જાય છે. આ બધું તું કેમ પંપાળી ને રાખે છે? નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો
_
તારે ક્યા કઈ કરવાનું છે? તારે તો નિશ્ચય જ કરવાનો છે કે મારે પૂરે પૂરી દરકાર રાખવી છે. પછી તો કુદરત જ, તારી કોઈક નાની બેદરકારી વખતે કોઈક ટોક્નારને મોકલશે. જો તું જ પોલો હોઈશ, તો તારું ધનોતપનોત નીકળી જાય એવી બેદરકારી વખતે,પણ, તને કોઈ બચાવવા નહિ આવે. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો


કુદરત એટલે શું? તારો પડછાયો. તું મક્કમ તો કુદરત મક્કમ અને તું પોલો તો કુદરતે પોલી.


એય લંગોટ, ફરથી કહે જે !!! તું આવે એટલે મારી વહુ-દીકરીઓ ને એક રૂમ માં પૂરી દઉં એમ ? તું તો માનશીક બળાત્કાર કરે છે અલ્યા. બ્રહ્મચારી છે કે શું ? અરે કંકોડા ના ભાવતા હોય અને ડાયનીંગ ટેબલ પર પડેલા હોય તો, તારી દાનત નથી બગડતી તો અહી તારી લંગોટ માં શાનો સળવળાટ થાય છે કહે જે??? સાધુ કહીનો ?
 લખોટા, તારે મોક્ષ કે વૈકુંઠ જોઈએ છે તો,તારે તેની ચિંતા કરવાની. મારી કે સમગ્ર સમાજની ચિંતા કરવાની તારે ક્યા જરૂર છે ? તું તારે શાંતિ થી તારે જે પામવું છે તેમાં ધ્યાન રાખને. જા અસલના જમાના ની જેમ તું જંગલમાં જતો રહે. જેણે તારી પાશે થી મેળવવું હશે તે આવશે ત્યાં, તારી પાશે, તું અહી કેમ ફરજીયાત અમને મોક્ષ કે વૈકુંઠ ની ટીકીટ ફાડી આપવાનો કંડાક્તર બની બેઠો છે? જો તને આ સંસારીઓ ની વહુ કે દીકરીઓ ચલિત કરી જશે તેવું લાગતું હોય, તેઓ તારા મોક્ષ મા હળી કરતા હોય તેવું લાગતું હોય તો, દોઢા, ક્યાંક તારી જ ભૂલ થાય છે.તને કંકોડા નથી ખપતા તો તે સહજ નાં પાડી. તેને તારી સામે લાવવાની જ મનાઈ નથી કરી અને હવે વહુ દીકરીઓ ને તારી સામે નાં લાવું એમ કહીને તું જે કહેવા માંગે છે તે હું નથી સમજતો ? આવા નાટક કરવા કરતા,કોઈ ભવાઈ મંડળીમાં જોડાઈ જા, બે ટંક સુખે થી રહ્યી સકીશ. 


લગ્નનાં થાય ત્યાં સુધી પુરુષ અધુરો "કહેવાય" છે. પણ લગ્ન કરે તો "પૂરો" "થયી જાય" છે.


કેન્દ્ર સરકારે નક્કી કર્યું કે રીક્ષા ચલાવવી હોય તો આઠમું પાસ ફરજીયાત,પણ દેશ ચલાવવો હોય તો એય ને હેંડ્યા આવો, આપણાં બાપનો જ છે ને !!


બાળક નાનું હોય ત્યારે તેના સૌ પ્રથમ બે હીરો હોય છે એક પિતા અને બીજા શિક્ષક. બાળક જાણ્યે અજાણ્યે તેઓના વર્તન માંથી જ,બોધપાઠ લેતું હોય છે. આ બંને મા જેટલા ભલેવાર હશે તેટલો સમાજ નીડર અને સહજ બનશે : 
નાના બાળક નાં સવાલો અને તેને મળતા જવાબો થી જ નક્કી થયી જાય છે કે આવનારો સમાજ કેવી કરવત લેશે. 


જુઓ દીકરા,ક્યારેય આપણને,આપણી ગયા ભવની આવૃત્તિ (પતી કે પત્નીની) મળતી નથી, દરેક ભવ મા બીજાની જ "સુધારેલી" કે "બગડેલી" આવૃત્તિ આપણને મળે છે. તો પછી છોડને આપણાં સાથીને સુધારવાનું.આપણે સુધરી જઈશું તો તે આવતા ભવે,આપણને જ કામ લાગશે. બીજાને સુધારવામાં કરેલી મહેનત ક્યારેય,આપણને કામ નથી લાગતી. તો આવા લોહી ઉકાળા કરીને શું દેવું કરવું છે ? બોલ ખોટું કહું છું?


 કામ લોકો માટે કરવા જ જોઈએ. પણ જયારે " સુધારવાની" વાત આવે ત્યારે પોતાનેજ સુધારવા પર ભાર રાખવો જોઈએ તેમ દર્શાવવું છે. આખી જીન્દગી કાકા કાકી ને અને કાકી કાકાને સુધારવા પ્રયત્ન કાર્ય કરે અને છેલ્લે ઈજ કહેવાનું છેને ...કે
તું હજી સુધરી નહિ ...અને
તમે વળી ક્યારે સુધાર્યા ? આના કરતા પોતે સુધરી જવું સારું .



જેના નસીબ વાંકા હોય, તે ઊંટની ડોક પર બેઠો હોય, તો ત્યાં જૈને કુતરા કરડી ખાય.


કોણ તમારી નજદીક છે.. એતો કોઈના મૃત્યુ ના સમાચાર આપતી વખતે કયો સવાલ આવે છે તેનાથી નક્કી થાય ...
(૧). ના હોય... તમે ક્યા છો હું આવું છું..
(૨). હે..ક્યારે ..ઓકે ઘેર લઇ ગયા ... ?
(૩) ઓહ આઈ સી ક્યારે કાઢવાના છે ?
(૪) ...હે... બેસણું કયારે રાખ્યું છે ?
(૫) સારું થયું છૂટ્યા... છેલ્લે છેલ્લે બહુ રીબાવ્યા નહિ?
(૬) આ આરો બહુ કઠીન છે ધર્મ કરશે તે જ સુખી થશે. (તારી ભલી થાય,) :



નાની ઉમર થી ઘણા ના મૃત્યુ નો સાક્ષી બન્યો છુ. અને હરેક જગ્યા એ આ અનુભવ્યું છે.ઘણીવાર મોત ના મલાજા પાળવાનો હોય એટલે ફોન પર , આવા જવાબ મળતા, હસી ના પડાય તેની તકેદારી રાખવી પડતી હતી ....


જમીને થાળી dinning ટેબલ પર જ મૂકી ને ઉઠી જનારા, તે થાળી ને એંઠી સમજે છે. તેઓનું વર્તન "કામ" પતિ ગયા પછી, વેસ્યાવાડા જેવું હોય છે. :


1.પાપ અને પુણ્ય વાયદાના બજાર ના સોદા છે સામાયિક અને પ્રતિક્રમણ, હાજર બજાર ના સોદા
2.કીડીને બચાવનારો, અહીશાનો પુજારી, જયારે સાંજ પડે, ગાય ની ચામડીમાંથી બનાવેલા ઢોલના નાદ પર પ્રભુને પ્રશન્ન કરવામાટે ભક્તિ ચાલુ કરે છે, તેવું જયારે સામાયિકમા દેખાયું, ત્યારે ૮૪ લાખ યોનીમાં રખડીને ભેગી કરેલી કમાણી ને વેડફાઈ જતી દેખી અને આંખમાં આંશુ સાથે તેનો મુક સાક્ષી બની ને રહ્યી ગયો. હે પ્રભુ, આ ભવે, કોઈક આરો બતાવ..."મને મોક્ષ ઉછીનો આપો"





વાત વાતમાં દોસ્તીના તાર, ક્યારે જોડાઈ ગયા ખબર ના પડી
એટેક તમને આવ્યો, બાયપાસ મારું કરી ગયા ખબર ના પડી



ક્ષણ ક્ષણ નો આનદ લઈને વર્તમાન માં જીવું છું.
મૂકી બુદ્ધિને બાજુ પર, હવે આત્મા માં જીવું છું.
એ નિર્ણાયક ઘડી જયારે આવશે આ જીવનમાં
હું મોત પર હસતો હોઈશ ને મોત મારી પર
ઉછીના શ્વાસ લઈને દેવું ફાઈલોનું પૂરું કર્યું.
મૂકી આંશુઓ ગીરવે,દેવું હાસ્યોનું પૂરું કર્યું
લોકો ને હાથતાળી દૈ,જયારે ઉભો રહી જઈશ
હું મોત પર હસતો હોઈશ ને મોત મારી પર :



સાચા હોવાનો હું ડોળ નથી કરતો
હકીકત સ્વીકારવામાં વાર નથી કરતો
મને જ ઢંઢોળીને પૂછું છું રાત દિન.
સારા થવાના તું ભ્રમમાં નથી રહતો.?



કાંધ દેનારાય બધા પગથીયે અટકી ગયા
ચોધાર રડનારાય,ઘડિયાળ જોઈ છટકી ગયા
સમય ની સાથે,મારી કબ્બડીની રમત પછી
હું મોત પર હસતો રહ્યો 'ને મોત મારી પર
હું જીવન પર વરસતો રહ્યો, જીવન મારી પર





जाएगा जनाज़ा मेरा कन्धा बदल बदल के
सुबह की रौशनी मई अपने साए को छोड़ क मैं
आँखों के सभी खवाब दुबे हुए इस दिल मई
आंगन की मिट्टियों से खेले जो खेल मेने
वोह खेल सभी उस दिन ढल जायेंगे गमो मै ,

खिड़की मेरी जिसपे , मेने दिए सजाये अंधेरो मै
तकती रहेगी जब मुझे रोटी हुई सेहर मै
डोली मेरी छु छु के , मेरे खिलोने भी रोयेंगे
कमरे मै मेरे अब तो अँधेरे ही सोयेंगे ,

मुझ पर गिरेंगे फूल उदासियों के नाम के
गायेंगे वो गीत मेरी , बिछड़ी चाहत के नाम के
मातम करेगी उम्र -इ -गुजरा मचल मचल के
जाएगा जनाज़ा मेरा कन्धा बदल बदल के



ઘર થી સ્મશાન બહુ દુર તો હતું નહિ..
તોયે મને લઇ આવ્યા ખભા બદલીને
તેજ હોંશે હોંશે ખભે લઇ આવ્યા હતા
જે,પડ્યો,ત્યારે ગયા હતા મને ચગદીને



અહી, હું મારા તમામ મિત્રો ને વિનીતી કરવા માંગું છું કે.. આપ વગર મહેનતના પૈસા મેળવવાની લાલચમાં, કોઈ પણ પ્રકારના મલ્ટી લેવલ માર્કેટિંગ ના ભોગ બનતા પહેલા વિચારજો. આ સંસાર માં વગર મહેનતે હકીકતમાં કશુંય મળતું નથી. કોઈ આપવાની વાત કરતુ હોય તો પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને પગલું લેવું.
સ્પીક એશિયા ઓનલાઈન નામની એક મલ્ટી લેવલ માર્કેટિંગ ચાલુ થયું છે. તેમાં અઠવાડિયા માં બે કે ત્રણ સર્વેય માં તમારે ભાગ લેવાનો હોય છે ...તે સર્વે માં ભાગ લેનારને સર્વે દીઠ ૧૦ ડોલર મળે છે અને મહિને ૧૦૦ ડોલર જેવી ઇન્કમ કમાવી શકવાની ધારણા આપવામાં આવી છે. એ સર્વેય એટલા ફાલતું હોય છે અને એટલા બેજવાબદાર રીતે લેવામાં આવે છે કે " સાઈટ નો દાવો " અમે દરેક સર્વેય દીઠ ૩૫ ડોલર લઈએ છીએ તે માનવામાં નથી આવતું ... એક સેકંડ માટે તો એવું મનમાં થાય કે આવા ભંગાર સર્વે માટે કેવી રીતે હું ૩ રૂપિયા ( ડોલર નથી) પણ આપું ??? આ આખી રમત ટોપી ઓ ફેરવવાની છે તેની સમાજ આવી જોઈએ. પણ વિવેક બુદ્ધિ જ્યાં સુધી ગીરવે ના મુકાય ત્યાં સુધી લોભ ની વૃતિ પણ ઉભી થતી નથી હોતી. તમને કોઈ સદા ૪ સવાલ ના જવાબ માટે ૧૪૦૦ રૂપિયા આપવા તૈયાર થાય અને તમને ખયાલ પણ ના આવે કે ભાઈ, તું એવો કયો આ જવાબ નો ઉપયોગ કરવાનો છું કે મને આ ૪ સવાલ ના આંખો બંધ કરીને આવી રકમ આપવા બેઠો છું. ? બાકી, રોજ છાપામાં કિસ્સા આવે જ છે , દસ ની નોટ રસ્તા પર દેખાડી મોટી રકમ લુટી લેનારા ઓછા નથી ..


સ્ત્રીઓ,પુરુષની આંખમાં આવેલો ૧૦ ડિગ્રીનો ફરક પણ પકડી સકે છે :


ત્રીજું વિશ્વયુદ્ધ ઓઈલ માટે "થયી રહ્યું જ છે અત્યારે" અને ચોથું પાવર(ઈલેક્ટ્રીસીટી) અને પાણી માટે થશે.
ગુજરાતમાં પાણી માટે ૨૧ નદીઓની એક લીંક નો પ્રોજેક્ટ ચાલુ થયી રહ્યો છે અને પાવરની દ્રષ્ટીએ પણ ગુજરાત કાઠું કાઢી લે તો ભયો ભયો ...થયી જાય ...કલ્પસર યોજના ને જે કાવત્રથી ધીમે પડી દેવામાં આવી રહ્યી છે તે ચિંતા નો વિષય છે...
આપણી વાત સાચી છે ....પણ હવે જે ભૂલ ૬૦ વર્ષ પહેલા થયી ગયી છે સવીધન બનાવવામાં, તે ની સામે કોઈ લડાઈ થાય તો કૈક થયી સકે ... બાકી તો ભાગ્યમાં જે આવ્યું તેના વિશેજ વાત કરી સકાય ...પેલું કહેવાય છે ને એક ભાવ માં બે ભાવ ના થાય ...તેના જેવું છે ... હુઓ ને કેટલાય એટલે હવે સીટીઝન સીપ બદલે જ છે ને ? હું પણ પાછો આવ્યો ત્યારે બહુ અરમાનો લઈને આવ્યો હતો દેશભક્તિની વાતો પણ ખરી ...પણ હવે તો જે છે તે આ છે ... બસ


જયારે કોઈ પણ દેશમાં " સૌથી ઉંચી" ," આઇકન" બિલ્ડીંગ બનાવવાનો કોન્સેપ્ટ આવે છે ત્યારે તેની સાથે આજુબાજુમાં બીજા બિલ્ડીંગ ના પ્રોજેક્ટ પણ બનવા લાગે છે. એટલે સરુઆતમાં તે વિસ્તારમાં રીયલ એસ્ટેટ માં તેજી આવી જાય છે. પણ તે ઉભરો હોય છે. તરત જ તે પ્રોજેક્ટ પછી " ભૂતકાળ ના આવા બધા પ્રોજેક્ટ" પછી મંદી એ દેખા દીધી છે. દુનિયા ની ઉંચી ઈમારતો જયારે જયારે બની છે ત્યારે આ ટ્રેન્ડ અનુભવાયો છે.


જો આ દેશ માં જે થયી રહ્યું છે તે ના પસંદ પડતું હોય તો; તમારી પાશે બે રસ્તા છે,

૧. દુનિયાના બહુ બધા દેશો તમને આવકારવા તૈયાર છે તે દેશ માંથી એક પસંદ કરો અને સીટીઝનસીપ લઈલો. or;
૨. તમે તૈયાર હોવ પણ પેલો દેશ તમને લેવા તૈયાર નાં હોય તોય તમારી પાસે બીજા બે રસ્તા છે
૧.તમે આ દેશ ની સીસ્ટમ ને બદલવા નીકળી પડો. અને ;
૨ તમે નીકળી પડો છો પણ તમને કોઈ સાથ નથી આપતું તોયે તમારી પાસે બે રસ્તા છે ;
૧. મારતે દમ તક, સીસ્ટમ સુધારીને જ રહીશ તેવું કહો, હિમત નાં હારશો લોકો આજે નહિ તો કાલે તો તમને સપોર્ટ આપશે જ. અને ;
૨. જો ૧ પ્રમાણે નાં કરી શકો તોયે તમારી પાશે બે રસ્તા છે ;
૧. તમને જે પણ મિત્રો મળે તે બધા ને તમારા મકસદ વિષે જાણ કરો અને મૈત્રીના સોગંદ આપીને પણ તમારી સાથે રહેવા સમજાવો. અને
૨. જો તોયે કોઈ સાથ નાં આપે તો , પછી આ દેશ નાં નસીબ જ આવા છે કે તમારો ઉપયોગ કરી સકતો નથી ...છોડોને ?



आपदि मित्र परीक्षा शूरपरीक्षा च रणाङ्गणे
विनये वम्श परीक्षा च शील परीक्षा तु धनक्षये
જોખમ આવે મીત્ર પરખાય,રણ મેદાને શુરવીર
વિનયે જીત કુટુંબની,ચારિત્ર સાચું,હોય કથીર



કોઈને આપણી જરૂર છે તેવું લાગે ત્યાં " Adjust everywhere" અને કોઈની આપણને જરૂર છે તેવું લાગે ત્યાં " અથડામણ ટાળો" , તેમ છતાંય કૈક થયી ગયું તો " ભોગવે તેની ભૂલ" . અને તોયે બુદ્ધિ ના સમજે તો કહી દેવાનું "વ્યવસ્થિત છે"
જિંદગીને મેં ભરપુર માણી છે. અને માણી રહ્યો છું. એક વખત એવો હતો કે હું દીક્ષા લેવાનું નક્કી કરી બેઠેલો.મારા દાદા એ કહ્યું કે દીક્ષા માં ખર્ચો બહુ થાય પહેલા એટલા કમાવા પડે અને મારા ગુરુ એ કહ્યું કે પદ ,પૈસા ,પ્રતિષ્ઠા અને પત્ની નું સુખ અનુભવ્યા પછી લીધેલી દીક્ષા સાચી, નહીતર નાગો પોતાને બાવો કહેવડાવે તેવું થાય. એટલે હું એ પૈસાની લાહ્ય માં હું સી.એ.થયો. , પ્રતિષ્ઠા ની લાહ્યમાં કવિતા લખીને રેડીઓ પર બોલવા લાગેલો... પણ હતો તો બાવો જ ......




____
તમે ત્યાં જઈ સકો છો, કારણકે ત્યાં તમારા લોભ ની પૂર્તિ થવાની છે.તમને લાગશે કે હા , આ જ માણસ છે જો તે હવામાંથી વસ્તુ પેદા કરી સકતો હોય તો, તે બધુજ કરી શકશે. હવે તમારી છુપાયેલી લોભ ની ગાંઠ બળવત્તર થાય છે, પ્રકોપે છે.અને તમારા મનમાં સરખામણી ઓ થવા લાગે છે. તેથી તમે દેખશો કે તેઓની આશ્પાસ હજારો લોકો નું ઝુંડ ભેગું થયી જશે. પણ જો, બુદ્ધ અત્યારે હોત તો, તો તેમની આસપાસ આવું રંગબેરંગી ઝુંડ તેમની પાસે નાં જોવા મદત. કારણકે તેમની કોઈ સરખામણી જ નથી "આ" ની સામે. એણે તમારી ભૂગર્ભમાં રહેલી લોભી પ્રકૃતિને ઉત્તેજી છે.હવે તમને લાગે છે કે આજ સાચો માણસ છે.હા, પણ તમે ખોટા છો.તમે કેવી રીતે નક્કી કરશો કે કોણ સાચો છે ? તમે જ તમને ધોત્નારો ઉભો કરો છો તમેજ તેને તક આપો છો. તમે જાદુગરની પાછળ છો ગુરુ/જ્ઞાની ની પાછળ નહિ.

જો તમારે ખરેખર જ્ઞાની ને શોધવા છે! તો તમારા લોભ ને તિલાંજલિ આપો, તમારી માન્યતાઓને તિલાંજલિ આપો. માનશીક રીતે તદ્દન નગ્ન થયીને તેની પાશે જાઓ, કોઈ પણ પ્રકારની માન્યતાઓ કે ધારણાઓ વગર જેવી રીતે પાનખરમાં પાંદડા ખરી ગયેલું, નાગું, ખુલ્લા આકાશની નીચે ઉભેલું એક થુથું ઝાડ હોય. બસ, જ્ઞાની પાશે એકદમ કોરા, ધારણાઓ કે માન્યતાઓ નાં પડદા વગર ઉભા રહો. ત્યારેજ ત્યારેજ , હું કહું છું કે તમે કેવળ દ્રશ્ય ( રંગવિહીન) જોવા પામશો.ત્યારેજ તે જ્ઞાની તમારા જીવનમા, તમારી ઉપરી બની તમને અંદર થી ઝાક્ઝોરશે. ત્યારે કોણ તમને ડફોળ બનાવશે?

ચમત્કારો ની માંગ નાં કરો. જે જ્ઞાનના માર્ગે છે તે ખુદ ચમત્કાર છે.તે જે કઈ પણ કરે છે તે ચમત્કાર છે. હા તે ર્હદયગમ છે,તે જાદુ જ છે ,પણ બધું તો હજ્રોહાજુર હોય છે. તેના માટે કોઈ સ્વાધ્યાય નથી કરેલા હોતા કે કોઈ રીહર્સલ નથી કરવા પડતા.પણ બહુધા લોકો અતીન્દ્રિય શક્તિઓમાં રશ ધરાવતી હોય છે, અને તે શક્તિઓથી શાંત્વના જોઈએ છે અથવા સૂન્યમાંથી કઈક વસ્તુઓ બનાવવી છે જેમ આ કરે છે તેમ. આ બધુજ ધુત છે...પણ લોકોને તેમાં જ રશ છે અને લાગે છે કે હા , આજ ચમત્કારી માણસ છે. અને કહો કે તમારા ઝભ્ભામાં છુપાવેલી સ્વીસ્સ બનાવટ ની ઘડિયાળ કાઢી બતાવી તેમાં શું ચમત્કાર છે ? જો તે કંપની નું બીલ તેની પાશે નાં હોય તો તે ચોરી છે.

ઘણી વખત મને લોકો પૂછે છે કે અહી ઇન્ડિયન કેમ નથી દેખાતા.અરે નજ હોય ને તેઓ અહી. તેઓ ને જ્ઞાન , ધ્યાન સાથે ક્યા લેવા દેવા છે? તેઓ તો ત્યાં છે, તે જાદુગર પાશે. ત્યાં ધ્યાન કે જ્ઞાનનો સવાલ નથી, ત્યાં ચમત્કાર નો સવાલ છે, ત્યાં ચમત્કાર થાય છે. તેમને આશા સાથે વ્યવહાર છે. તેઓ માંદા છે..તે ચમત્કાર કરે છે અને તે સાજા થાય છે. તેઓ બે રોજગાર છે. તે માલિકોને અંધારામાં રાખીને તેમને નોકરી ફિક્ષ કરાવી આપે છે.તેઓ ગરીબ છે. તેમના આશીર્વાદ થી તેઓ અમીર બનવાના છે. આ લોકો ત્યાં જાય છે અને પોત-પોતાને જે જોઈએ છે તેનો વ્યવહાર કરે છે. તેઓને ખરેખર આશ્ચર્ય સાથે આનંદ આવે છે જયારે તે હવા માંથી સ્વીસ્સ કંપની ની ઘડિયાળ લાવી દે છે. આ લોકો ને આવું મફત જોઈએ છે. અને તે દયાળુ છે અને તે આપે છે આ બધું કોઈ પણ ચાર્જ લીધા વગર. તેઓને આવી ઘડિયાળ જોઈએ છે. તમારે જોઈએ છે ત્યાં જાવ. આ નાની રમતો છે અમારે અહી સર્વેશભાઈ છે અવિનાશ છે જે આવી બહુ રમતો કરી સકે છે અમે હવા માંથી લાવી દઈશું ઘડિયાળ પણ તેનું બીલ્લ અને ગેરેંટી કાર્ડ પણ આપીશું સીરીઅલ નંબર સાથે. આ બધું મનોરંજન છે.

____


એક રાજપૂત બાપુ,ગામ માં મૂછને વળ દઈને બેશતા, અને ગામ માં ફરમાન કાઢ્યું કે મારી ડેલીની સામે થી કોઈએ મૂછ ને ઉંચે તાવ દઈને ના જવું. એક વખત નવો આવેલો વાણીઓ, તેમના ઘરની પાશે થી મુછ ને ઉંચે તાવ દેતો પસાર થયો. બાપુ કહે , એય, વાણિયાની જાતના મુછ નીચી કર. વાણિયા ને ખબર નહિ તેમનો મિજાજ એટલે કહે તું વળી કોણ મને આમ કહેનાર ? બાપુ એ તો તલવાર કાઢી ને કીધું હાલ ફેશ્લો કરી દિયે. વાણીઓ સમજી ગયો. કહે કે હા હા , પણ એક વાત છે .. તમે જીતો તો હું મારીગ્યો હોઈશ અને હું જીતું તો તમે. કોઈક ના તો બૈરી છોકરા રખડીજ પડશે. પહેલા ઘેર જઈને ત્યાં નો હિસાબ પૂરો કરી દઈએ. પછી આય આવીને આપડો હિસાબ.
બાપુ કહે હાલ્ય, હું અહી તારી રાહ જોઇશ ...બંને ગયા બાપુ તો બૈરી છોકરા ને પતાવીજ નાખીને પાછા આવ્યા. અને એય ને મૂછે તાવ દેતા બેઠા . ત્યાં વાણીઓ આવ્યો. મુછોજ કપાવીને. અને કીધું બાપુ મારી બૈરી એ કહ્યું કે તમારી સાથે લડાઈ માં મઝા નથી,મારે તમારી શરણાગતિ સ્વીકારી લેવી. એટલે હું તો મુછોજ મૂંડાવી આવ્યો.

___


બાળક ભાખોડીઆ ભરતું થાય તરત જ અને કક્કો શીખે તેનીય પહેલા, મા-બાપ,
પોતાના માનેલા દેવી દેવતાની મૂર્તિની સામે, બાળક ને નમાંવવાનું ચાલુ કરી ને તેની ઈચ્છા વિરુદ્ધ, ધર્મના નામના ઇન્જેક્સ્ન મારી દે છે.
બાળક પોતાની જાણ બહાર ગુલામ બની રહ્યું છે.
શું જલ્દી છે તેને મોટો થવા દો તેને પોતાનો ધર્મ પસંદ કરવા ની સ્વતંત્રતા પણ નહિ આપો?





ચાચું મહમદ વર્ષો થી નિયમિત નમાજ અદા કરતા હતા. તે એટલી સિસ્તમય નમાજ અદા કરતા કે મસ્જીદ ની જે જગ્યા એ તે નમાજ પઢતા ત્યાં સહેજ ખાડો પાડવા આવ્યો હતો.
એક દિવસ ચાચા નમાઝ પઢી રહ્યા હતા ત્યારે મસ્જીદ માં ગેબી અવાજ આવ્યો.
હે મહમદ,
મને માફ કરજે, હું તારી એક પણ નમાજ ને સ્વાકારી નથી સકતો.
ચાચા ખુશીના માર્યા નાચવા લાગ્યા.
આંખમાંથી હર્ષના આંશુ આવી ગયા .
લોકો એ પૂછ્યું ..ચાચું અમે તમારી નમાજ ની નિયમિતતા દેખી છે. પણ ખુદા એ તો તમારી એક પણ નમાજ સ્વીકારી નથી તોયે તમે કેમ ખુશ થયા?
ચાચા એ કહ્યું. પરવરદિગાર ને મારી બંદગીની જાણ છે તે જાણી ને જ મને આખું કુરાન મળી ગયું છે.



ચીનની સ્કૂલોમાં જયારે હિન્દી સીખ્વાડવામાં આવતું દેખ્યું ત્યારે અમારા ગ્રુપના બધા બહુ ખુશ થયા. પણ મેં તેમની બીઝનેસ કરવાની સ્ટાઈલ દુબઈમાં દેખી છે, એટલે, ત્યારે એ ગ્રુપ માં રડ્નારો હું એકલો હતો. :


વાત જાણે એમ છે કે ચીની લોકો ત્યારેજ કોઈ બીજી ભાષા નો ઉપયોગ કરતા હોય છે કે જયારે તેઓને તે ભાષા વાળા વિસ્તારોમાં ધંધા કરવા હોય.તે લોકો ધંધાની બાબતમાં બહુ શ્રુદ હોય છે જો તેઓ હિન્દી શીખવાનું ચાલુ કરે છે તેનો મતલબ હવે પછીનો તેમનો ટાર્ગેટ હિન્દુસ્તાન હોવાનું. અને તે વખતે તેઓની ધંધા માટેની જે સ્ટ્રેટેજી મેં ત્યાં જોઈ છે તેને જોતા હિન્દુસ્તાન પણ તેઓ "સર" કરી જાય તે વાત અસ્થાને નથી. સમાજ નો બહુધા વર્ગ કયી ભાષા શીખવાનો પ્રયત્ન કરે છે તેનાથી તેના સ્વપ્નોનો અંદાજ આવી જાય છે.


જેંતીલાલ એના ચીની મિત્રને હોસ્પિટલમાં મળવા ગયા.
ચીની મિત્ર : ‘ચીન યુન યાન’.... એટલું બોલીને મરી ગયો.
મિત્રના છેલ્લા શબ્દો શું હતા એ જાણવા જેંતીલાલ ચીન ગયા અને એ શબ્દોનો અર્થ પૂછ્યો.
અર્થ હતો : ‘તું મારી ઑક્સિજનની નળી ઉપર ઊભો છે.



જવાનીની કુપળો ત્યાં જરાક ખીલી હતી.કોને કહે એ અકથ્ય,પળોને વીણી હતી
સામે જ ઉભો હતો,તોયે તસ્વીર નાં મળી,આયનાઓ શું ક્યારેક આવા દગા કરે ?

પથ કાપી લાંબો,અહી આવ્યો હતો હું ઘટાદાર ઝાડ દેખી,અહી અટક્યો હતો હું
ચરક્યા પારેવડા,મેં લંબાવ્યું જ્યાં હળવેકથી,છાંયડાઓ શું ક્યારેક આવા દગા કરે ?

અગ્નિ ની સાક્ષીએ, વચન જે આપ્યા હતા.એ કુંડાળાની અંદર,અમે વિશ્વ લાવ્યા હતા
ખેર,લખી આપો જિંદગી,તોયે ચોરી કરે,સ્વજનો પણ શું ક્યારેક આવા દગા કરે ?

હજી ધબકતો હતો,ત્યાં જ કોઈ દીવો કરે,અને જીવનની કિતાબ પર કોઈ લીટો કરે
ઉતાવળા બને હાથને,ત્યાજ ચિતા સળવળે,મોત પણ શું ક્યારેક આવા દગા કરે ?



શ્રદ્ધા શું ના કરાવે !! નાશા પણ તેના સ્પેસ-શટલ પર લીંબુ ને મરચું લગાવતું થયી જાય.


બંધુ કામે જવા એકતો છેલ્લી ઘડીએ નીકળશે. વચ્ચમાં ૧૦ મિનીટ દેહ્રાસરમાં વિતાવશે. અને પછી એ ૧૦ મિનીટ ને કવર કરવા અખ્ખા રસ્તે ૧૦૦ વખત હોર્ન મારશે, ૫૦ વખત ઓવરટેક કરશે અને ૨૫ વાર રોંગ side માંથી ઓવરટેક કરશે. અને ૧૫૦ જણની ગાળો ખાશે. ઓફિસે તોયે મોડો પડશે તો વાંક ટ્રાફિક નો કાઢશે. મોક્ષ તે આવા ઓનો કઈ શંભુ મેળો છે? :


એ ડોબા, કેવલજ્ઞાન નો મતલબ એ નથી થતો કે, તેને તારા જમણા ખિસ્સા માં કેટલા રૂપિયા પડ્યા છે તે ખબર હોય, તેના માટે કોઈ જાદુગર પકડ.


બહારથી રહ્યા'તા શાંતિના માણશ.. છુપા વેશે અમે આંધીના માણસ
ટકલુ કરાવ્યું ને હરખાયા લોકો.. વાતવાતમાં થઈગ્યા, ગાંધીના માણશ
માસ મચ્છીને હાથ ના લગાવીએ.. છરીકાંટાથી ખાઈએ,ગાંધીના માણસ
આઇશ્ક્રિમ બનાવીએ બકરીના દુધનો..ખાદી પણ રેશમની,ગાંધીના માણસ
કાર્તીએરની પેન કાઢી, વિઝીટ બુકમાં..લખે છે જયહિન્દ, ગાંધીના માણસ



આજકાલ ખેડૂતો એ જમીન વેચીને પૈશા બનાવ્યા છે. તેવા બે દોસ્ત વાત કરતા હતા...
અલ્યા શી કાર હારી આવ્?
તારે કેવી જોવ ?
મેં કુ, બંગડી વાળી હારી કે ચોન્લા વાળી ?
ચોન્લા વ્વાડી તો બઉ લેશે...આપણ તો બંગડીઓ વાળી હારી.
તો ચ્યોથી મળશે ઈ ...
હલ્ય મારી કને, મેં તન લઇ જઉં...એક વાર ભાળી લે ...તને કલરની હુજ પડે...
_____
મેં મારા ડીલર ને પુચ્ચ્યું આ બંગડી અને ચલ્લા નો મતલબ ?
તે કહે બંગડીઓ એટલે ઓડી અને ચાંલ્લો એટલે મર્સીડીઝ



વિષય એટલે ...દૂધ પીવું જોઈએ તેવું સાંભળે, પછી દૂધ તબિયત માટે સારું એવું મંતવ્ય બંધાય, પછી દૂધ વગર કેવી રીતે ચાલે? તેવો અભિપ્રાય બંધાય અને પછી તે બે લીટર દૂધ માટે ભેંશ પાળે.:
વાસના ને એવી અમે ભાળી છે
બે લીટર દૂધ માટે ભેંસ પાળી છે. :



જાહેર રસ્તા પર ધર્મના નામ પર ઠેર ઠેર નાની દેરી બનવા લાગી છે .તેના રખેવાળ ઉપર કાનૂન ની કલમો લગાવી જોઈએ. એટલેજ રસ્તા પર મુતરડીઓ કરતા આવા સ્થાન વધતા ગયા છે. ભારતમાં સૌથી વધારે ગેરકાનૂની ઘરોમાં/ સ્થાનોમાં ભગવાન વસે છે., બોલો ભગવાનને જ આ શહેરના લોક ઘર બાંધીને આપેછે તે ઘેર કાનૂની હોય છે. 


M .F. હુસૈનની તો હમણાં કહું તે... છોડોને, પહેલા એ પેઈન્તર નો શોધો જેમના માતાજીઓના ૪ -૬ હાથપગ વાળા શારીરિક વિકૃતિ વાળા ચિત્ર તમે તમારા ઘરમાં રાખ્યા છે. તમારી અક્કલ ઘાસ ચરવા ગયી છે.. શરમ નથી આવતી હવે તેને પ્રતીકાત્મક બોલતા.. પ્રતિક નહિ ભ્રમિત કરો છો મારા બેટાંઓ. :


આ બજરન્ગદલ વગેરે ની જેટલી લાગણી ધર્મના કારણે દુભયી છે તેનાથી ૧૦% લાગણી પણ જાહેરમાં પાનની પિચકારી મારનારા,મુત્રવીશાર્જન કરનારા સામે દુભાયી હોત ને તો જય શ્રી હનુમાન હું પણ બોલત. પણ તેમણે આવું નહિ કરીને હનુમાનજી ની લાગણી દુભાયી છે. આ છાસવારે ફલાણા ફલાણા ધર્મોની લાગણી દુભાય છે તો જાહેરમાં પાનની પિચકારી મારનારા, મુત્રવીશાર્જન કરનારા થી શું તેમની લાગણી ઉભરાય છે ? 


માંગ ને જે માગવું હોય તે માંગ... પણ શરત એટલી છે કે જે માંગે તેને તું લાયક હોવો જોઈએ. આપણી માંગ આપણી લાયકાત માંથીજ આવે છે. સ્કૂલ નો પટાવાળો, એને માંગવાનું આવે તો ભગવાનને,તેમના બદલે સ્કૂલનો બેલ વગાવડાવશે. અરે ચૌદ લોકનો નાથ આપવા બેઠો હોય ત્યારે માંગી માંગીને શું માંગશે...??? મર્સિડીઝ, lamborghini ?
__________
પાત્રતા વગર ની માંગ ઝોખમ ઉભું કરે છે.. એ વાત તો ભગીરથ સિવાય કોણ જાણી સકે ..? માંગતા માગી લીધી'તી ગંગા ... પણ ઝીલશે કોણ... ? તે બાપડાને,પછી શિવજીને ભૈબાપા કરવા જવું પડ્યું... તું મર્સિડીઝ માંગીશ તો તેના માટે નું પેટ્રોલ તારો બાપ કમાશે ? 



માણશો હવે જો તકલાદી થયી ગયા છે.
ભગવાનોય ફેક્ટરી ચાઈના લઇ ગયા છે!
__
પ્રભુ તારા લક્ષણો હવે સારા નથી રહ્યા. વાતવાતમાં તું બદલાઈ જાય છે
કાલે દીધું'તું જે તે છપ્પડ ફાડીને,આજે પત્તર ફાડીને કેમ લઇ જાય છે ? :



જાવ જઈને જોઈ આવવો કે સૌથી વધુ, કયા ધર્મના સંત, દેવી, દેવતાઓના મંદિરો ગેરકાયદે જમીનો પર બન્યા છે. શું ધર્મ પાળવો હોય તો આવી રીતે શેરીના દાદા થઈને દેરીઓ મંદિરો બનાવવાના? તેઓતો તે દેરીની અંદરના દેવી દેવતાઓને "ગામની ભાભી"ની જેમ પછી છોડી દે છે. ધર્મ પાળવો હોય અને છાણ હોય તો જમીન ખરીદીને દેરી બનાવને. ખાલીખોતા, દેવી દેવતાઓ તો શરમમાં નાં મુકાય. આમ રસ્તા વચ્ચે દેરી બનાવનાર, તેનાજ ધર્મના સંસ્કાર ને ગીરો મુકે છે. અરે, પોતાના માનેલા દેવ હોય અને તેના પ્રત્યે અસ્થા હોય તો મુછ ને વળ દૈ ને, વટ કે સાથ કામ કર ને,આમ નપુંશક લોકો ની જેમ ચોર બન્યે થોડું ચાલશે ? 


હોઠપર આંગળી મુકીને,તમે હસતા સીખ્વાડ્યું છે.
ઉઠાવી હાથને હાથમાં,તમે ચાલતા સીખ્વાડ્યું છે
આજની આ મારી પળો, અર્પું છું હું તમને..
તમે જ તો આંગળી ગોઠવીને મને લખતા સીખ્વાડ્યું છે
________
હસતા હસતા કેવી એ પળો પસાર થયી હતી ?
સબ્દે સબ્દે કેવી ત્યારે આંખો ભીની થયી હતી?
ટટ્ટાર અહી ઉભો છું એનો આભાર છે સૌ તેમોને,
તમે આંખ બંધ કરીનેય મને હસતા સીખ્વાડ્યું છે.
________
દુખો મારા તેડીને તમેજ તો ફરતા હતા,
વેદનાઓ મારી, આંખમાં લઇ તમેજ તો રડતા હતા
બાકી છે જિંદગીની ક્ષણો,સૌ અર્પું છું હું તમને,
કાનમાં હળવેકથી થેન્ક્સ તમે કહેતા શીખવાડ્યું છે
________
હું બકબક કરતો હતો તમે સાંભળ્યા કરતા.
હું રડ્યા કરતો હતો તમે આંશુ લુછતા રહ્યા
ઓ પવન, પહોચાડો, મારા પાયલાગણ એમને,
એમણે ગાલ ને પંપાળીને મલકાતા સીખ્વાડ્યું છે



મારી મમ્મી ,
કુટુંબની માર્યાદિત આવકમાં હમેશા બે છેડા ભેગા કરીને બેસ્ટ અર્થશાસ્ત્રી,
કુટુંબના વિવિધ મેમ્બેરની શારીરિક ક્ષમતાઓને પિછાનીને ભોજન માં જરૂરી રસાયણો નો સુભગ સાગમ કરીને કુટુંબની અખંડ તંદુરસ્તી ભેટ આપનાર બેસ્ટ રસાયણશાસ્ત્રી,
સ્કૂલમાં મને સબ્દો સીખ્વાડ્યા, માં એ તે ક્યાં વાપરવા તે શીખવાડી બનેલી બેસ્ટ શિક્ષણવિદ્દ,
સંજોગ પ્રમાણે વાર્તાઓમાં ફેરફાર કરીને મને સંસ્કાર પીરશનાર બેસ્ટ શાહીત્યકાર,
પપ્પા ના ક્રોધ વખતે .. મને તેની પાછળ સંતાડીને કહેતી જે કહેવું હોય તે મને કહો ...ખબરદાર તેને કઈ કર્યું છે તો ... કહેનાર બેસ્ટ રક્ષાવિદ્દ ...



શનિવારે મારી મમ્મી નું અવશાન થયું, રવિવારે બેશનું રાખ્યું અને સોમવારે હું ઓફીસ માં હાજર થયો. લોકો એ પૂછ્યું કેમ તરત જ ? તેમનો કહેવાનો ભાવાર્થ હતો કે હજી તો કાલે માં નું મૃત્યુ થયું છે ને આજે જ ઓફીસ માં હાજર ???? મેં કહ્યું હું છેલ્લા ૩ મહિનાથી વહેલા ઘેર જતો હતો મમ્મી ની ચાકરી કરવા.મમ્મી ના જીવતા જે કરવાનું હતું તે કર્યું. તે વખતે જે સંબંધીઓ ,લોકો સાથે હતા તેઓની લાગણીઓ મને મળી ગયી હતી. જે તે સમય દરમ્યાન મમ્મીના "ખબર" ના પૂછી શક્યા,તેઓ કાલે આવી ગયા અને " ખરખરો" કરી ગયા. હવે શું. મમ્મી જીવતી ત્યારે રજા લઈને ચાકરી કરી.હવે રજા લઈને શોક પાળવાનો કોઈ મતલબ નથી.જે ચાકરી કરવાની રજા ના રાખે તેને છેવટે શોક પાળવાની રાખવી પડે... :


કુતરાઓ લગ્ન નથી કરતા કારણકે તેઓ આમેય કુતરાની જ જીન્દગી જીવતા હોય છે. : ધવલ


૧: દીકરાની વિજ્ઞાનની પરીક્ષા હતી મેં એને બેસ્ટ લક કહ્યું, મલકાઈને તેણે કહ્યું , ડેડ આજે વિજ્ઞાનની પરીક્ષા છે કાલે ભાષા ની. કાલે કહેજો. આજે મને લક પર વિશ્વાસ ના જ હોય.
૨: મંદિરને તાળું મારીને જતા પુજારીને ગેબી અવાજ સંભળાયો, એય તને મારામાં વિશ્વાસ છે કે તાળાં પર. ઘરમાં જેટલા તાળાં છે તેટલો અવિશ્વાસ, સુસુપ્ત અવસ્થામાં ભંડારીને બેઠા છીએ.



જિંદગીમાં ઘણું બધું જાણ્યું. એક વખત હું પાઈ ની કીમતની ખરાઈ કરી રહ્યો હતો. ત્યાં મારો એક મિત્ર અને તેની સગર્ભા પત્ની આવી. મિત્રે મને પૂછ્યું શું કરે છે? મેં કહ્યું પાઈ ની કીમત શોધું છું. તેને કહ્યું અરે બુધ્ધુ ૩.૧૪ આટલું તો ભણ્યા જ છીએ ને. મેં કહ્યું તે મારે શોધવી છે. શી જરૂર પણ હવે ? મેં કહ્યું છોડ તે વાત. ભાભી, કેવી તબિયત છે? ભાભી એ કહ્યું, થોડી તકલીફ રહે પણ હું ખુબ ખુશ છું. મેં કહ્યું અનાથાશ્રમ માંથી બાળક લઇ લેવું તું ને. તકલીફ ના થાત અને બાળક તો બાળક જ છે...


shu aap college kaalma aat laj kefaanni hata.!!!???


મગજમાં રાઈ ભરેલો રહેતો... મારું ગણિત કાચું છે તેમ કહીને સ્કુલે, મને સાયન્સ નહોતું લેવા દીધું. તેનો બદલો આખી જીન્દગી પછી ગણિત અને સાયન્સ નો દાટ વાળવામાં લીધો. મારા મિત્રો બી.કોમ કાર્ય પછી પરણી ગયા હું સી એ ની તૈયારીએ વળગેલો. મગજ માં રાઈ ભરેલી રહેતી અને ઘમંડી પણ ખરો. " જેમકે હું પરીક્ષા આપું એટલે રેન્ક આપ્વોજ પડે ..." એમાં એક વાર ફેઈલ પણ થયો ...પછી ગણિત અને સાયન્સ માં બહુ ગજું કાઢ્યું.


જિંદગી હું તને ચાહું છું. તે શું નથી આપ્યું ?
ક્યારેક ખુશીનું દીધું છે તે વરદાન અને તે, ખડખડાટ અને ખીલખીલાટ રડાવ્યો છે તો ક્યારેક નાની અમથી ખુશી છીનવીને તે ધ્રુશ્કે ધુર્શ્કે હશાવ્યો પણ છે. મને ખબર છે કે દર વખતે તું મને કઈક શીખવાડવા માંગતી.ક્યારેક હું ગભરાતો ત્યારે મમ્મી નાં પાલવની પાછળ તે જગ્યા કરી દીધી તી. કઈક વાગ્યું હોય અને કઈક દર્દ થાય ત્યારે તે અચૂક દોસ્તોને, હજારો કિલોમીટર દુરથી દોડાવ્યા છે મને મળવા.જિંદગી હું ચાહું છું તને મને કારણ નાં પૂછીશ. હું જરાક નમી ગયો હોઉં, તૂટી જવાની અણી પર હોઉં ત્યારે જ, તે આવીને મારા ખભા ઉઠાવી આપ્યા છે.જિંદગી હું તને કેમ નાં ચાહું?. જયારે તે મારી પાશે થી એક સ્વજન ને ઉઠાવ્યો હોય ત્યાજ બીજી બાજુ એક સ્વજન ને નવો નકોર કરીને આપ્યો છે. જિંદગી હું ચાહું છું આ તારી તુલા ને. મેં તને ક્યા કઈ આપ્યું છે ? તે આપવામાં ક્યા બાકી રાખ્યું છે ? મેં માગ્યા ખુશીઓના સરવાળા ને તે ગુણાકાર કરીને આપ્યા છે. જિંદગી હું ચાહું છું તારા ગણિત ને. દરેક દુખની કિનાર પર તે સુખ ની ધ્વજા ફરકાવેલી. અને તેના પવનમાંથી જ તો તે દુઃખને પર કરવાની શક્તિઓ તે વહાવેલી. જિંદગી હું ચાહું છું તારી મમતાને.



સવાર નાં ધુમ્મસને ચીરીને આવતા રેશમી કિરણો, અને ફિલ્મના પહેલા રીલની યાદ આવે.સુરજ ચઢતો જાય અને રીલ પરનાં દ્રશ્યો બદલાતા જાય. પાત્રો બદલાતા જાય. સરનામાં બદલાતા જાય. સંવાદો બદલાતા જાય. સ્ક્રીપ્ટ બદલાતી જાય. મારું કાગળ કોઈ ઝુંટવી લે, અને કોઈનું હું. કોઈકના કેમેરા, સ્ક્રીપ્ટ ને અવગણીનેય મંડાયાં હોય મારી ઉપર. મારો કેમેરો ફરતો હોય કોઈની ઉપર. સૌની જાત જાતના સ્વપ્નાઓની પતંગો ચગે. ક્યારેક કોઈકના પતંગ માં લંગશીયું નાખું. ક્યારેક કોઈકની પતંગ "નીચેથી" ખેચીને કાપું. કોઈક નાં પતંગ પર ઢીલ છોડું. સાંજ પડે થાકેલો પાકેલો, ફરી પાછો બેશું મારી બખોલમાં. બધા રીલ નાં અંતે ક્યારેક ક્લાઇમેક્ષ આવે. અને પછી ખાધું પીધું ને રાજ કર્યું ને બધ થાય થીએટર ક્ષણો માટે. ફરીથી બીજી સવારે ધુમ્મસને ચીરીને આવતા રેશમી કિરણો...


એક વાર ફોન નું બીલ બહુ મોટું આવવા લાગ્યું.
પાપા એ કહ્યું: હું તો ઓફીસ નો ફોન વાપરું છું..
મમ્મી એ કહ્યું હું પણ. ઘરના ફોન ને તો હાથ નથી લગાડતી..
દીકરા એ કહ્યું હું તો કમ્પનીમાં ફોન નું લીસ્ટ લઈને જાઉં છું.
બધ્ધાની નજર આયા પર ગયી...
આયા ચીલ્લાયી ...તેમાં શું થયું.. આપણે બધા પોત પોતાની ઓફીસ માંથીજ ફોન કરીએ છીએ ને ?



સ્મસાન માં કોઈને વળાવવા જતી વખતે આપણે એક બફર આપણાં માટે બનાવી લઈએ છીએ કે આ ભલે ગયા, આપણને કઈ નહિ થાય .જયારે ગૌતમે સારથી ને પૂછ્યું કે.. શું,હું પણ એક વાર મરી જઈશ? સારથી એ કહ્યું હા, અને ત્યાજ બુદ્ધનું તે બફર નીકળી ગયું,પણ ,પણ સારથી નું નહોતું નીકળ્યું. જે સારથીના જવાબે બુદ્ધને દિશા બતાવી તે સારથી આખી જીન્દગી ત્યાજ રહ્યો. પણ ગૌતમ બુદ્ધ બની ગયો.તમારા વિચાર મને મળે છે અને હું આ બફર ને તોડતો રહું છું 


એક વખત મુશરફ, અટલ બીહારીજી અને ક્લીન્ટન ફ્રાંસ માં વાતઘાટો કરવા ભેગા થયા.પછી ત્યાની રેસ્ટોરાં માં મજા કરવા ગયા.
વેઈટરે આવીને ઓર્ડેર પૂછ્યો. બધા એ કહ્યું તમે સજેસ્ટ કરો.
( ત્યાં the ને બદલે Le ' બોલાય છે)
વેઈટરે મુશરફને પૂછ્યું : લે' રમ? મુશરફ કહ્યું: યેસ..
વેઈટરે અટલજી ને પૂછ્યું : લે' વોડકા ? અટલજી કહ્યું: યેસ..
વેઈટરે ક્લીન્ટન ને પૂછ્યું : લે' વિસ્કી ? ક્લીન્ટને કહ્યું: નામ ના દઈશ તે બાઈ નું...



સ્કૂલ આપણને સબ્દો ને ચૂંટીને વાક્યો બનાવતા શીખવાડે છે.
ગુરુ ક્યાં કેવા વાક્યો બનાવવા તે શીખવે છે.
માં કેવા વાક્યો કોને કહેવા તે શીખવે છે.
સામાયિક કયા વાક્યો ક્યાં ખોટા હતા તે દેખાડે છે.



એક સેલ્સમેન ડીક્ષનરી વેચવા આવ્યો,ડોરબેલ વગાડ્યો, અને કહ્યું
સેલ્સમેન: મેડમ બાળકો માટેની,યુવાનો માટેની અને સાક્ષરો માટેની ડીક્ષનરીઓ છે. તમને ઘણી કામ લાગશે.
મેડમ: ના નથી જોઈતી મારી પાશે છે જુઓ પેલા ડાયનીંગ ટેબલ પર પડી છે.
સેલ્સમેન: ના, મેડમ તે તો ગીતા છે, હું ડીક્ષનરી ની વાત કરું છું.
મેડમ: ઓહ , તમને કેવી રીતે ખબર પડી કે તે ગીતા છે!!!!!!
સેલ્સમેન: મેડમ ગીતાને કોણ વાંચે છે તેતો દેખાડા માટેની હોય છે. જુઓ ને તેની પર કેટલી ધૂળ દેખાય છે. ડીક્ષનરી તો વારે વારે જરૂર પડે.



એક વખત ગામ ની સ્કૂલ માં ટીચરએ ક્લાસમાં સવાલ પૂછ્યો.
એક ગમાણ માં ૧૦ ભેશ હતી તેમાંથી ૩ કુદીને બહાર આવી ગયી તો હવે ગમાણ માં કેટલી ભેશો રહ્યી હશે ?
નાના લાખાએ કહ્યું એક પણ નહિ.
શી: તને આટલું પણ ગણિત નથી આવડતું ? એટલો પણ ગણિતનો અનુભવ નથી?
લાખા: તમને ગણિત નો અનુભવ હશે પણ મને ભેશોનો અનુભવ છે





ધંધાના સ્થળ પર ભગવાન કે આસ્થાના ફોટા કે પ્રતિક પબ્લિક ને દેખાય તેમ રાખવા, એ છુપી રીતે છેતરપીંડી કરવાનો સુગમ રસ્તો છે. લોકો ને તમારામાં વિશ્વાસ આવવા દો, નહીતર તમે વિશ્વાસ ઘટ કેવી રીતે કરી શકશો. લાખો લોકો ને તમારી ધર્મ પ્રત્યેની આવી આસ્થા ના કારણે, તમારામાં વિશ્વાસ મુકવામાં કોઈ અડચણ નહિ આવે. :
".. તે મારા ફોટા અહી મુક્યા છે એટલે જરૂર તું મારા જ કોઈ બીજા ફોલોઅર ને બકરો બનાવીશ. મારા વાક્યો નીતિ માટે ધંધામાં યાદ રહે તેવું જ તું ઈચ્છતો હોય તો તને દેખાય તેમ રાખ લોકોને બતાવીને શું મારો ફજેતો કરવો છે ? જો ભાઈ મને હવે દર લાગે છે કે તું મને વેચી દઈશ..... "


એતો ડફોળ છે, આમ સરીરના ચાર ઈંચ ના ભાગ પર તાળું મારે એટલે ભ્ર્હમચારી નાં થયી જવાય.એને પૂછ,પહેલા ક્યા ભ્રમાંડ નું સત્ય તેને લાધ્યું? આ તો ભ્રમ થયો છે તેને. ભ્રહ્મ્ચારી એટલે પરમ ભ્રહ્મનાં નિર્દેશો નું આચરણ કરનાર. તેમાં આ ચાર ઇંચ નાં ભાગનો વારો ક્યાંથી આવ્યો? બહુ બહુ તો તેને લંગોટનો પાક્કો માણસ કહેવાય. : 


ફાંસ જેવડું વાગ્યું છે ને વાંસ જેવું દુખે
એક નાનો સવાલ,આંખમાં કણો બની ખુચે



કેમ,ફાંસ જેવડું વાગે તોયે વાંસ જેવું દુખે છે ?
એક નાનો સવાલ આંખમાં,કણો બની ખુચે છે.
અજ્ઞાનના ઝાળા જયારે ફુસ્સ થયીને તૂટ્યા'તા
લાખનું થાય નુકશાન,તોયે રાખ જેવું ચટકે છે.
ફાઈલનો કર્યો નિકાલ,હવે થયી છે સૌ નિરાંત
લાશ થયીને સુતો હોઉં,તોય શ્વાસ જેવું ધબકે છે.



હા પસ્તાઉં,તોયે મલકાઉ,
તમે અજબ કરી છેતરપીંડી
તમે નજરને રાખી બીઝી,
મારી નીંદર ચોરી લીધી



સમજણ થી પ્રાપ્ત બ્રહ્મચર્ય :
જુઓ ભાઈ, તમે જમો એટલે મળ તો ભેગો થાય જ. આવું છે આમય. કેટલાક આંખ થી જમી લે છે કેટલાક કાનથી કેટલાક નાકથી. પછી તેમાય મળ ભેગો થાય. તેનુય પ્રેસર આવે અને ભાગવું પડે. તમે શું કરી શકો. તેને રોકી રાખવું તેને આચરણ નાં કહેવાય.આ પ્રેસર તો જે જમ્યા તા તેનું પરિણામ છે.આચરણની પરીક્ષા તો જમતી વખતે હોય છે. તમે કેટલું જમો છો ...શું જમો છો.
સવાલ : તો શું આંખો ફોડી નાખવી, કાનમા ખીલા થોસી દેવા ને નાક કાપી નાખવા ?
જવાબ : નાં રે , જુઓ તમે શાક માર્કેટ મા ગયા હોવ, મીઠાઈની દુકાને થી પસાર થયા હોવ , રેસ્તોરાંત કે હોટલ પાશે થી પસાર થયા હોવ. તો બધે ખા ખા કરો છો? ત્યાં તમારે મોઢા પર આખલા ની જેમ પેલું બાંધી રાખવું પડે છે? એતો સહજ હોય. આતો ભૂખ્યા વરુ ની જેમ બધી દુકાને "ક્વોતેસ્ન" માંગતો ફરે છે અને ટેન્ડર ભરતો ફરે છે તેની મોકાણ છે. આતો "તંદુરસ્ત" થવું હોય તેના માટે ની વાતો છે. :



જો તમે સીટ બેલ્ટ પહેર્યા વગર ગાડી ચલાવતા હશો, કે હેલ્મેટ વગર બાઈક ચલાવતા હશો, તો તે ખરેખર બહાદુરી ભર્યું કામ હશે. તમે મર્દાનગી વાળા કહેવાવ. પણ જો એક વાર તેમાં તમારું ગણિત ખોટું પડ્યું અને તમને કૈક થયી ગયું તો, મેડીકલ , એક્સીડેન્ટલ કે લાઈફ ઇન્સ્યોરન્સ એક પણ પાસ નહિ થાય. જો તમે બચી ગયા તો, ગેર કાનૂની રીતે વાહન ચલાવવાનો અને પબ્લિક લાઈફ ને જોખમ માં મુકવાનો ગુનો બનશે. ઇન્સ્યોરન્સ હોય એટલે તમને કાનુન તોડવાના હક્ક મળી નથી જતા. અને ઇન્સ્યોરન્સ કંપની આવું અત્યારે તમને નહિ કહે, એતો લાગ આવે ત્યારે જ ઠોકશે.


રોજ બુદ્ધ થાય પેદા, તેવું વાતાવરણ તે દેતો તો
એતો હું જ મારા એંટેના બીજે ગોઠવી ને બેઠો તો 



લોકો ને તો અહી ને તહી બસ આશા ના કિરણો શોધવામાં રસ છે.. ને પછી તેની ઉપર ભાષણ આપવામાં..
".. હવે..મને ..આશા નું એકેય કિરણ દેખાતું નથી" કે
"... આમને જોઇને દુર એક આશાનું કિરણ ઉગતું હોય તેવું લાગે છે " વગેરે ..વગેરે ..
હેહેહેહેહે ....તમે કેમ આશા ના કિરણો બીજા માં શોધો છો ...તમારામાં અંધકાર છે ? એવો ઝંડો લઈને ક્યા ફરવું છે ... આપડે તો આપણને દેખાય તેટલો પ્રકાશ મળે તોયે બહુ છે.
જુઓ ભૈ.. તમારે ૫૦૦ કિલોમીટર દુર જવાનું હોય તો ત્યાં સુધીના પ્રકાશ ની કોઈ જરૂર નથી. ખાલી નાનું ફાનસ હોય અને ૩ મીટર દુર નું દેખાતું હોય તોયે તે ફાનસથી ૫૦૦ કિલોમીટર નો પ્રવાસ શક્ય છે. ૩ મીટર પછી બીજા ૩ મીટરનું દેખાશે :



જૂની કહેવત : (નો કોમેન્ટ )
બ્રામણ ઝેર ખાય પણ ઘેર ના ખાય.
વાણીયા પાણી ઉકાળીને પીએ લોહી સીધે સીધું પીએ..
પીળા ચાંલ્લા નો કોઈ નહિ સગો.
પટેલ નાખે લગનમાં,
વાણીયો નાખે પથ્થરમાં,
રબારી નાખે બૈરામાં,
ભરવાડ નાખે ભુવામાં



આવતી તક ને આગળ થી દેખ્સો તો રાઈ જેવડી લાગશે અને પાછળ થી પહાડ જેવી.
દુનિયા ના મોટાભાગના હૈયાફૂટતા લોકો પોતાને મળેલી અને છોડી દીધેલી તકની વાતો કરતા ય હરખાતા હોય છે.
" જો મેં એમ કર્યું હોત તો આજે ક્યાં થી ક્યાં પહોંચી ગયો હોત.....પણ મેં કુ ના ..." મેં આવું મોટે ભાગે બધા જ મિત્રો પાશે થી આ સંભાળ્યું છે ભલે ને તે પછી મ્યુનીસીપાલીટી નો ડે.કમિશ્નર પણ કેમ ના હોય.


સંજોગોમાં કે પરિસ્થિતિમાં તક નથી હોતી,તે તમારી દ્રસ્તી માંથી ઉદભવે છે. તક માટે તમારા પાપ કે પુણ્ય કે સંજોગો કે પરિસ્થિતિ કે નિમિત કોઈ કારણભૂત નથી હોતું ફક્ત તમારી દ્રસ્તી જ કારણભૂત હોય છે.


ના હિંદુ નીકળ્યા ના મુસલમાન નીકળ્યા,લાશ ખંખેરી તો ઇન્શાન નીકળ્યા :


દુનિયા નો કોઈ પણ ઇન્વેસ્ટર આછા રિસ્ક પર, ઊંચું વળતર કાલે સવારે જ મળી જાય તેવું ઈચ્છતો હોય છે. પણ દુનિયા ની એક પણ બૂક માં "આવું થયું" હોય તેવું જાણવા નહિ મળે.


દરેક સારા કે મહાત્મા થવા માંગતા વ્યક્તિ ની અંધારી બાજુ એ તેમના કુટુબે, ઘણા, લેવાદેવા વગરના બલિદાન આપવા પડ્યા હોય છે. : 




હું પણ આ જ વાતે ચગડોળે ચઢેલો. એક ઔક્ષનીય સેના માં ૧૦૯૩૫૦ જેટલા પગ પર ચાલનારા અને તેટલાજ રથ પર,હાથી પર અને ઘોડા પર સવાર થનાર સૈનિકો રહેતા. એટલે ૨ લાખ ૧૮ હાજર એક સેનામાં થયા. અને તેને ૧૮ થી ગુણાકાર કરીએ તો પાછા તે ચાલીશ લાખ જેટલા થયી જાય. વાત સાચી છે કે તે બધા ને એક સાથે મોકલાય નહિ કારણકે અત્યારે તો એક સરહદ નહિ બીજી બહુ સરહદો સાંભળવાની હોય છે.ત્યારે જોકે બીજી સરહદો ઉપર લડાઈ ની જરૂર નહિ રહ્યી હોય એટલે બધાને આ મેદાન માં લડવા મોકલ્યા હોય તેવું માની સકાય. ત્યારે કથાકારો જે કહે છે કે ૧૮ ઓક્ષાનીય સેના સાથે લડવા ઉભી હતી તેમાં દ્રસ્તી દોષ જ છે. મેં તો કથા કરોને કરોડો નું લક્ષક્અર્ એક ઔક્ષનીય માં એવું કહેતા સંભાળ્યું છે.વાત નું વતેસર આવીજ રીતે કરીને તેઓએ ટીઆરપી ની ગેમ રમી છે.હવે જો આમજ ૪૦ લાખ લોકો નો ખુડદો ૧૮ દિવસ માં અને તે પણ દરરોજ ના સૂર્યાસ્ત થી અંત સુધીના ૧૨-૧૪ કલાક માં કરવાનો હોય તો અગ્નેયાસ્ત્ર વગેરે જે છોડાયા હશે અને તેનાથી જે વિનાશ શર્જાયો હશે,તેની સામે હિરોસીમાં નાગા સાકી ની તો કોઈ વિસાત જ ના રહે.
આપે જે બીજી વાત કહી ભીમ વગેરેની તે વિષે તો હું કશું જ કહીજ ના સકુ. આપણી વાત તદન સાચીજ છે. મેં તે તરફ દુ:લક્ષ્ય રાખ્યું હતું. કારણકે હું તો ફક્ત જે ક્લાઈમેક્ષ લડાઈ ની વાતો સાંભળી તેનાથી હાલી ગયો હતો.



રામાયણ માં વાનર જે કહેવાયું છે તે "વાંદરા" કે તે નામની એક મનુષ્ય જાતી હતી ? પૂછવાનું કારણ એટલું જ કે રામ ને હું હકીકતે માનવ દેહ ધારણ કરેલો હશે તેમ માનું છું.
તો શું તેઓ વાંદરા ની ભાષા અને વાંદરા મનુષ્ય ની સંક્સ્કૃત કે એવી કોઈ ભાષા જનતા હતા ?
એવા એક બે વાંદરા હતા કે બધા જ. જાંબુવન રીછ હતા ત્યાં પણ આ સવાલ ઉભો રાખવો. ?
અયોધ્યા થી લંકા સુધી જે કોઈ પણ પ્રદેશ આવતા હતા ત્યાં માનવ નું રાજ ચાલતું હતું?
જે માનવ રાજા નું રાજ ચાલતું હતું ત્યાં આ સેના ને કોઈ પ્રતિકાર કરવો પડ્યો હતો ?
જે કોઈ પણ વચ્ચે માનવ રાજ આવતું હતું તે લોકો પાશે રામે સહકાર નીમાગણી કરી હતી?
જો કરી હતી તો તે લોકો રામ ને સાથ આપવા તૈયાર હતા ?
કોઈ પણ લોજીકલ જવાબ આવકાર્ય છે

Sumit Benarji બે ત્રણ દિવસ પહેલા આપે “મને મોક્ષ....” નવલકથાના રામાયણને લગતા અંશ મુકેલા તેમાં મેં એક કોમેન્ટ લખેલી :રામ ના વનમાં જવાના હેતુઓ સ્પષ્ટ હતા.ઉપરના બધા સવાલોને એની સાથે સીધો સબંધ છે.

બે ત્રણ વર્ષ પહેલા વાલ્મીકી રામાયણ દર્શન નામનું પુસ્તક વાંચેલું,જેમાં ઉલ્લેખ હતો કે વાનર એક જાતી હતી.માનવ કરતા ઉતરતી કક્ષાની અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પછાત.એ સમયે પણ અસુરો ઘણા શક્તિશાળી હતા,વાનર એક એવી જાતી હતી જે માનવ કે અસુર બંને બાજુ ઢળી શકે એવી હતી અને વાનરો રાક્ષસો ન બંને એ હેતુ થી રામે વનમાં જવાનું નક્કી કર્યું હતું!

જે રીતના શક્તિશાળી વાલી,સુગ્રીવ,હનુમાન અને અંગદનું વર્ણન છે,એમ માની શકાય એ ચડિયાતા વાનરો હતા.રામે વનમાં જઈને બધી જાતિઓ સાથે સંપર્ક કરે છે.ભીલોનો સરદાર ગુહ રામ,સીતા અને લક્ષ્મણને ગંગા નદી ઓળંગવામાં મદદ કરે છે.રામે શબરીના એઠા બોર ખાઈને તેનું બહુમાન કર્યું.ઋષિ ગૌતમ અને તેમની પત્ની અહલ્યા વચ્ચેના મતભેદો રામે દુર કર્યા.લક્ષમણ સુર્પણખાનું (રાવણ ની બેંન,એટલા વર્ષોથી રામાયણ છે પણ આપણી પ્રજાને આ શબ્દ બોલતા ફાવતો નથી,બધ સુરપન્ખા બોલે છે) નાક કાપી નાખે છે,જે નો ખરેખર અર્થ બે ઈજ્જતી થાય છે,લક્ષમણ વીર હતો એ કઈ સ્ત્રીનું નાક સ્વરૂપે કોઈ અંગ કાપે નહિ.પાછી ખર અને દુષણ સાથે રામનો સંઘર્ષ થાય છે,દંડકારણ્યમાં રામ બન્ને રાવણ બંધુઓ ખર અંને દુષણ ખાત્મો બોલાવે છે જે માનવભક્ષી હતા.થોડીવાર પાછી વાલીનો નંબર લાગે છે જેનું રામ ફેક એન્કાઉન્ટર કરે છે!!!

રામાયણ ઘણા વળાંકો થી ભરેલું છે પણ આપણી નાદાન પ્રજાને રામ,સીતા,રાવણ,સીતાહરણ અને યુદ્ધ સિવાય બીજું કઈ સુજતું નથી. અને ઘણા મૂર્ખા વળી રામ પર એવો આરોપ મુકે છે એતો સીતાને છોડવા રાવણને મર્યો હતો.એવા મૂર્ખા નથી જાણતા કે રાવણ સીતાને ઉપાડી ગયો ન હોત તોય વહેલો માળો રામને હાથે મરવાનો જ હતો!





Vipul આપનો તર્ક જાણ્યો કે રાવણ ને મારવા માટે આ બધી ઘટનાઓ આકાર લીધેલી હતી.એટલે કે પહેલે થી છેલ્લે સુધી બધી ઘટનાઓ, દેવો ના પ્લાનીંગ પ્રમાણે, મનુષ્ય તર્ક બુદ્ધિ ને આધારે નહોતી બનતી. એટલે કે આ આખું રામાયણ એક દૈવી ઘટના હતી. એટલે તેમાં માનવ સહજ તર્ક લાગુ પડી નહિ સકાય.


આખું રામાયણ દેવોનું રાવણ ને હણવા માટેનું પ્લાન્નીંગ હોય તો બહુ બધી જગ્યા એ માનવ તર્ક માં ગેપ રહેવાની જ કારણકે ડગલે ને પગલે તેમાં દૈવી સકતી ની હાજરીના કારણે, માનવ સહજ કુતુહલ ના જવાબો આપી ના સકાય. હવે તમે જે કહ્યું છે તેના તર્ક સમજી સક્યો. હું અત્યાર સુધી તેમાં શ્રી રામ ને "માનવ સહજ" પુરુશોતામ છે તેવું સમજતો હતો. હવે ખબર પડી કે તે તો દેવો ના નિશ્ચિત ટાર્ગેટ ને અનુસરતા હતા.અને માનવ ને માટે તેને (રામાયણ ને) ફોલો કરવાનું કહેવું મૂર્ખતા હતી.


sumit રાવણને મારવા માટે જ રામાયણ રચાયું હોય એવું મને તો લાગતું નથી,જેમ મેં ઉપર કહ્યું છે તેમ રામનો મુખ્ય ઉદેશ્ય વનમાં વિચરતી અને છૂટી છવાઈ રહેતી જાતિઓને અસુર બનતી રોકવાની હતી.હવે જો એના ભાગરૂપે રાવણને મારવાનો થાય તો મારવો પણ પાડે!!!

હું પણ રામને પુરુષોતમ જ માનું છું,કોઈ દૈવી શક્તિ ધરી ભગવાન નથી માનતો,રામની અસરકારકતા અને મહાનતા એમાં જ છે.

રાવણ સીતાને ઉપાડી ગયો ના હોત તો? સીતાનું હરણ કર્યું એ રાવણનો પહેલો પ્રયાસ ન હતો.એ પહેલા રાવણ ત્રણ થી ચાર સ્ત્રીઓ ના અપહરણ અને બળાત્કાર કરી ચુકેલો! રાવણના રાક્ષસો માનવભક્ષી હતા,નિર્દોષ ઋષિમુનિઓ ને કનડગત થતી રહેતી અને રાવણ ભગવાન અને તેમના પર શ્રદ્ધા ધરાવાનારોનો વિરોધી હતો.

હનુમાન જો લંકામાં જઈને લંકા બાળીને આવી શકતા હોય તો સીતાને પાછા ઉઠાવી ન લાવી શક્યા હોત ? સીતા પાછી આવી જાય એટલે ખેલ પુરો,પણ એવું નથી થતું.

બાકી તમને રામાયણ કેમ દેવોના ઈશારે ચાલતું લાગે છે ?



Vipul Pravinchandra Shah karnke , te manushya sahaj jignasha o na javabo nathi aapi saktu... jem ke jo hanumanji sita ne pan lavi sakya hot to nathi lavya karnke ravan ne marvo hato. ane jo ravan ne marvo hato to pachhi , sita na apharan thay tya sudhi rah jovaniy jarur nahoti, bija ni stri o ne upadi gayo ane balatkar thaya tyarey , samji e potana pag niche relo aave teni rah joya vagar chadai kari sakayi hot. ...ketlay savalo manav sahaj tark thi aapi sakata nathi ...etle daivi planning hovana anuman thi j gep puri kari sakai chhe ...


je vastu manav sahaj tark budhdhi thi aapne action laie te action tya nathi levaya... tya darek action koi ek target ne nakki karinej levaya chhe ... game te bhoge te target climex thay teni kadji rakhai chhe ...avu ghani var hindi filmo ma y bantu hoy chhe j... etle aapne tevayela j chhie . jemke ....
Hero adarsho ne chhodiney vilan no khatmo kare etla mate ;
hero ni bahen ne vilion na hathe chetrati batave ...bahen barnu vakhi ne atmahatya karti hoy... room no darvajo kach no hoy toye dero bahar thi bumo padto hoy ..."chutki"daravaja khol...darvaja khol... chhelle bahen mari jay etle darvajo todine dero andar jay ane bahen na mot no badlo levani kasam khay ... ane chelle vilion ne motne ghat utare ...
aakhi vartama ... jo tamne evo vichar aave ke darvajo kach no hato toye hero e kem todyo nahi... ane aapne javab aapie ke eto vilion ne marvana uddesh thi teno janm thayoto ...
aavu hindi fiilm na plot ma hoy chhe j



રામાયણ : દૈવી તત્વ
હનુમાનજી દરિયો કુદીને સીતાને મળે છે. સીતાને ભરોશો અપાવે છે. પાછા વળતા આખું લંકા બાળે છે. તે એટલા તાકતવર છે કે સંજીવની લેવાના કિસ્સામાં આખો પહાડ ઉપાડીને લાવી સકે છે. પણ સીતાને પાછા લાવતા નથી કારણ કદાચ સીતા પોતે આવવા માંગતા નથી અથવા તો હનુમાનજી બ્રહ્મચારી હતા એટલે સ્ત્રી ને અડકે પણ નહિ, હા તેમના માટે તે સીતા મૈયા જ હતા તે નિશંક. હનુમાનજી ઘણી જગ્યા એ કહે પણ છે કે મારા સ્વામીનો સંદેશ હોય એટલુંજ હું કામ કરું છું. નહીતર વાત નો ત્યાજ ફેશ્લો લાવી ડે તેમ તે હતા. મને માનવ સહજ એવો વિચાર આવે કે સીતા ને જો એક વાર હનુમાનજી લઈને આવી ગયા હોત અને પછી પણ રામજીએ પોતાની સેના સાથે યુદ્ધ કરીને રાવણ ને હણ્યો હોત તો ???? હું ચેસ ની રમત શીખતો હતો ત્યારે આવી કેટલીક ચલ આવે ત્યારે પહેલા વજીર ને બચાવીને ગેમ ચાલુ રાખવી તેવું સીખેલો ...



કૃષ્ણ અને અર્જુન ના પરાક્રમ ની વાત તો આખા મહાભારત માં છેજ. આ ક્લાઈમેક્ષ વખતે અર્જુન ના બાણ થી એક માત્ર ભીષ્મ હણાયા પણ તેય શિખંડી ના કારણે. કૃપાચાર્ય , દ્રોણાચાર્ય ,દુર્યોધન વગેરે ને હણવા માટે આપે કહ્યું તેમ છળ-કપટ ઈત્યાદીનો જ આધાર રાખવો પડ્યો. અને તે બધુજ ફક્ત શ્રી કૃષ્ણ પાશે હતું. કૃષ્ણ ડાયરેક્ટર " સારથી" હતા અને અર્જુન હીરો. ફિલ્મ બની તે અર્જુન ની કહેવાયી. તેવું કહેવાનું મારું તાત્પર્ય હતું. આખી સ્ક્રીપ્ટ શ્રી કૃષ્ણ એ લખી, સેટ અને ચાલ પણ તેમને લખી , સ્ટ્રેટેજી પણ તેમને બનાવી , એકેક પત્ર ની સામે શતરંજ ની કયી ચલ્લ રમી ચેક આઉટ કરવું તે પણ તેમને નક્કી કર્યું અને પાંડવો એ તે વેશ ભજવ્ય બેખુબી થી.
જોકે એના આ જ લક્ષણો "સ્વાર્થ,પરમાર્થ,પુરષાર્થ,છળ-કપટ,બુદ્ધિ,ચાતુર્ય,મર્યાદા,પરાક્રમ,તેજસ્વીતા થી માંડીને સામ-દામ-દંડ-ભેદ" બધાજ રસો હોવાના કારણે તે વાસ્તવિકતાની નજીક લાગે છે .



દાદુ, ગીતા જેવું ઉતમ સાસ્ત્ર આપવું અને આવા ભયંકર તબ્બકે તે તો કૃષ્ણ જેવા કોઈક જ કરી સકે. જાણે આ ગીતા ની ગંગા ને જ બહાર લાવવા માટે આખો સેટ, કુદરતે રચ્યો ના હોય તેવું જ લાગે. બાકી આખા મહાભારત માં કોઈ પણ પળ એવી જોવા નથી મળતી કે જ્યાં આવી ગીતા નું અવતરણ થયી સકે. આ જ ઉત્તમ ક્ષણ હતી આજ ઉત્તમ પાત્રો હતા, આજ ઉત્તમ જગ્યા હતી. સમગ્ર મહાભારત માં છેક સુધી સંધી ની વાતો કરી , એક પણ નાનો પ્રયાસ છોડ્યો નહિ ...તેની અતિમ પરાકાસ્થા એ વાર્તા આવી ગયી અને ત્યારેય પાછા હીરો જો લાગણી માં આવીને બેસી જાય કેમ ચાલે. " હવે તો યુદ્ધ એ જ કલ્યાણ " ની સાથે આત્મા નું કલ્યાણ પણ બતાવે તેનાથી ઉત્તમ ક્ષણ કયી હોઈ સકે .












































 નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો



No comments:

Post a Comment