Sunday, September 4, 2011

મોક્ષ એટલે ...

મોક્ષ એટલે મુક્તિ ..એ ગૌતમે કહ્યું હોય કે વર્ધમાને કે પછી વૈકુંઠ લખાયું છે વેદ માં કે પછી જન્નત છે ઇસ્લામ માં ... દરેક જગ્યા એ છે.. અને તે પાછી સર્વે પ્રકાર ની મુક્તિની જ વાત છે. મોક્ષ પણ આપણે સ્તર પ્રમાણે મળી સકે છે અહીજ અને આ કાળ માજ .. આપણે જેનું દુખ સૌથી વધારે લાગતું હોય તેમાંથી મુક્તિ એટલે મોક્ષ. પણ આપણે જ એક દુખ જાય ત્યારે બીજા માં દુખ શોધી કાઢીએ છીએ. મનુષ્ય માત્ર ઈચ્છાઓનું પોટલું, પીલ્લું છે. અને તે પોટલા, પીલ્લા માંથી જરૂર પડે લચ્છા વાળવાની તેણે ટેવ છે. પાછી તે લચ્છા ને ઉકેલવા જતા દુખ નામની ગૂંચો પડે છે. જ્યાં દુખ છે ત્યાં મુક્તિ નથી.બસ, આ પીલ્લાને અને તેના લાચ્છાને મેનેજ કરતા આવડે તો બહુ થયી ગયું.

મોક્ષ મૃત્યુ પછી નહિ પણ જીવતા ભોગવી સકાય તેવું જ હોવું ઘટે. જીવતા તમારી પાસે સહેજ દુખ હોય અને મૃત્યુ પછી મોક્ષ મળે તે... તે અસંભવ. મોક્ષ માટે ની પહેલી લાયકાત "અહી જ" આપણે માનશીક રીતે મુક્ત હોવા જોઈએ. તમે સંસારી હોવ કે સાધુ, તેનાથી કોઈ ફર્ક નથી પડતો.કારણકે આ દુનિયાની વસ્તુઓ એ તમારો મોક્ષ નથી અટકાવ્યો તમેજ તમારો મોક્ષ અટકાવ્યો છે.આપણે મંતવ્યો, માન્યતાઓ, પૂર્વગ્રહો, આગ્રહો, રૂઢીઓ , ગાંઠો , ગ્રંથીઓ માં જ્યાં સુધી છીએ ત્યાં સુધી મોક્ષ મળશે? તમે સંસારી રહો કે સાધુ થયી જાવ છેવટે તો "આ" માંથી મુક્તિ મેળવવાની છે. સાધુ થશો તો, સંસારની વાતોમાંથી સમય મળશે અને ફક્ત "આ" તરફ ધ્યાન આપી શકશો.પણ સંસારમાંથી સમય કાઢી સકતા હોવ તો તેના જેવું ઉત્તમ કાર્ય કોઈ નથી. સંસારમા રહ્યીને એવા કેટલાય પોઈન્ટ્સ મળશે જ્યાં જ્યાં તમે આ ગાંઠ ગ્રંથી ઇત્યાદિનું ટેસ્ટીંગ સહજતા થી કરી શકશો. સાધુ થયા પછી તે સુસુપ્ત થઇ જવાના ચાન્સીસ વધારે છે. 
જે મૃત્યુ પછી ના મોક્ષ ની વાત કરે છે તે સૌથી મોટું ગાજર લટકાવે છે. અહીજ હજારો લોકો તેનો અનુભવ કરે જ છે હા,અલગ અલગ સ્ટેજ ના હોય છે તે વાત અલગ છે.

દુખ.. .ગમે તેણે આપ્યું હોય, કે ગમે તે રીતે આવ્યું હોય કે
દુખી.. ગમે તેમ કરી ને થયા હોઈએ ...
મોક્ષ પછી આપણી બસ ની વાત નથી રહેતી.
મોક્ષ ની કોઈ લાણની કરવા નથી બેઠું,
મોક્ષ એ કોઈ સ્થળ નથી કે ત્યાં પહોંચવાનું છે
મોક્ષ નું કોઈ દાન આપવા નથી બેઠું..
મોક્ષ એ કોઈ ની જાગીર નથી કે આપણને કોઈ લખી આપશે ..
તે તો એક એવી અવસ્થા છે કે જેને માત્ર અનુભવી સકાય છે.
અને તે અવસ્થા પામતા એક જ વ્યક્તિ આપણને રોકી શકે છે અને તે આપણે ખુદ. 









No comments:

Post a Comment