આજે સવાર થી મગજ માં વિચારોની હારમાળા ચાલતી હતી. કાલે સાંજ થી નક્કી કરેલું કે સવારના ૮.૩૦ વાગ્યા સુધીમાં આજના સામાયિક નો વિષય નક્કી કરવો જ રહ્યો. સવારે પ્રતિક્રમણ ની બૂક ચાલુ થયી. અને શરૂઆતના પન્નામાજ એક વિષય મળી ગયો. સ્વપ્નોમાં કરેલા અતિક્રમણો. પછી તો આખો દિવસ બસ જરાક નવરો પડ્યો ને અત્યાર સુધીમાં યાદ રહેલા બધા જ પ્રકારના સ્વપ્નોને ચકાસી જોયા. જેમ જેમ સામાયિક માં જોવા માટે આંખો ખોલી તેમ તેમ જાત જાતના સ્વપ્નો દેખાવા લાગ્યા. જે સ્વપ્નાઓ હું ભૂલી ગયો હતો તે પણ યાદ આવવા લાગ્યા. અને તે સ્વપ્નોમાં થી ખરવા માંડ્યો પછી તો ધોધમાર, કચરો... આજે મને ભાન થયું કે મારી અંદર રહેલું અજ્ઞાત મન પોતાની ઇચ્છાઓની તૃપ્તિ કેવી રીતે સ્વપ્નો વાટે પૂરું કરી લેતું હતું? કેટલાય પ્રકાર ની ભય ની લાગણીઓ મેં સ્વપ્નોમાં જોઈ, કેટલાય પ્રકારની લોભની, માન ની અને અહંકારની લાગણીઓ હું સ્વપ્નાઓ વાટે તૃપ્ત કરી લેતો હતો તે જણાયું. વાશનાની તો વાત જ શી કરવી? જિંદગીના અલગ સ્ટેજ પર અલગ અલગ ટ્રીક વાપરતા હું શીખેલો તે પણ સમજાયું.
કુટુંબની વ્યક્તિઓ જોડે શમાવી દીધેલી લાગણીઓ સ્વપ્નમાં સુપેરે તરી આવતી હતી તે દેખી. મારા સુ-શુપ્ત મનમાં ભંડારેલી અશંખ્યા પ્રકારના કષાયો ને, ચોમાંશામાં ભરાઈ ગયેલી ગટરનું ઢાકનું ખોલતા વછુટતા પાણી ના ધોધની માફક વહેતા દેખ્યા. આંખની કિનાર ભીની થવા મથતી હતી પણ હવે તેનું ચાલે તેવું ક્યા હતું? આજે તો બસ, માંહેલો વિફરેલો જ હતો. બરાબરની કાનપટ્ટી પકડીને કહેતો હતો જો...જો... અને છૂટકો પણ નહોતો એના માટેજ તો બેઠેલો ... કેટલાય કપટ અને બિછાવેલા છલ સામે અવ્વ્યા અને તે પણ કેટલી છુલ્લક બાબતો માટે? માતાને કેવી કેવી બાબતો માટે રડાવી હતી અને તે પણ પત્ની ની કેવી ૫ રૂ. ના મોલ જેવી વાત માટે? વળી, ક્યારેક પત્ની એ બનાવેલી વાનગી ભાવી હોય તોયે માતાને ખોટું લાગશે તે બીકે તે વાત છુપાવેલી.
૨૦૦૩ માં જ્ઞાનપામ્યો તે પહેલા, અને પછી ના સ્વપ્નો ની ગુણવત્તા માં ફેર દેખ્યો. અને છેલ્લે સામાયિક, આવું આહ્લાદક બની સકે છે તે જાણ્યું અને મનોમન દાદાના વિજ્ઞાનને વંદન કરી ને ફરીથી આવી અફડાતફડી મચાવી દે તેવા વિષયને પકડવા માટે ની શક્તિ માંગી ને આંખ ખોલી ત્યારે આંખના કિનારે આછી વાછોતના પગલા અનુભવી સકેલો .

No comments:
Post a Comment