Sunday, September 4, 2011

ધર્મ અને શાકાહાર

શાકાહારી હોવું એતો greatest luxury છે. લોકો ભલેને માંશાહાર રહે તે બધા શાકાહારી બની જશેને તો તારે પછી માસ ખાવાનો વારો આવશે ...માંશાહારી હોવું એતો આદિમાનવના જમાનાથી સામાન્ય છે..શાકાહારી હોવું તે પ્રગતિ ની નિશાની છે.
મોક્ષ અને માંશાહાર ને કોઈ લેવા દેવા નથી ... તેને તો સીધો સંબંધ પોતાને અને પોતાના આત્મ ને ઓઢ્ખવા સાથે છે.. પોતાના સ્વરૂપ નું ભાન થવા સાથે છે ..ખેતી ની શોધ પછી થયી છે તે પહેલા પણ તીર્થંકરો આવી ગયા... તે શું ખાતા હશે ... ? ૨૪ તીર્થંકરો માંથી એક પણ તીર્થંકર ક્ષત્રીય ના હોય તેવો જોયો...??? કૃષ્ણ ના પિત્રાઈ નેમિનાથ..ને. ક્યારે સંસાર છોડવાના વિચાર આવ્યો....? પોતાની જાન ની આગતા સ્વાગતા માટે /ભોજન માટે કાપવા લઇ જવાતા ઢોરના કાફલા ને દેખીને ... તો ત્યાં સુધી શું icecream ખાઈ ને દિવસો કાઢતા હતા... અરે આ આઈસ્ક્રીમ પણ તારી મા નાં દૂધમાંથી બનાવેલો હોય છે ? તે પણ વાછરડાનો છીન્વેલો હક જ છે કોઈ વાછરડાનું દૂધ લઇ લેછે કોઈ મરઘી નું બચ્ચું ,બધુય સરખું જ છે વાહલા....

જો વાહલા, જ્ઞાન મળે એટલે જીવો તરફ જોવાની તારી દ્રષ્ટી ખુલશે અને એટલે તારામાં કરુણા ઉત્પન્ન થશે અને એટલે તને સમજાશે કે શું ખાવું અને શું નાં ખાવું જોઈએ. એવું નથી કે તું શાક ખાય એટલે જ્ઞાન આવી જશે.પહેલું કામ છે જ્ઞાન ને પામવું.

આપણું ફીઝીકલ સરીર અને માનશીક સરીર બને માંથી માનશીક સરીર મોક્ષે પહોચાડવામાં મદદ કરેછે ફીસીકલ શરીર માનસિક શરીર ને સપોર્ટ કરે છે. જો જાગૃતિ રાખવી હોય તો શાકાહારી રહેવું બહુ જરૂરી છે. કારણકે શરીરક શરીર મા જે પડ્યું છે તેની અસરથીજ માનશીક સરીર વમળો પેદા કરશે. તીર્થંકરોએ જાગૃતિ રહે એટલે કંદમૂળ નાં ખાવા તેવું કહ્યું છે. પણ તારા જેવા પછી તે જાગૃતિ નો ઉપયોગ ઘરમાં કચકચ કરવામાં કરે ...ઈએય ...આ સફાઈ કેમ નથી થયી.. આ ગ્લાસ કોને ફોડ્યો... તારું કપાળ ફૂટ્યું.. બેસ ને મુઆ.. એના કરતા આ બટાકા ખા અને ઊંઘી જા.. ઘરમાં એટલા કષાય ઓછા..

-----
ભાઈ, આ શાકાહારી movement એક બાજુ ચાલુ થયી છે. તેના વિષે પણ લોકો બોલશે કે નહિ. જે દિવસે દુનિયાના ૩% લોકો માંશાહારી માંથી શાકાહારી બનશે ત્યારે જ આ શાકાહારી મૂવમેન્ટ ચલાવનારા ડોબાઓ ને ખબર પડશે કે તેમણે કેવડી મોટી ભૂલ કરી છે. આપણે શાકાહારી છીએ તે કેવડી મોટી લક્ઝરી છે તે જ છીન્વાયી જશે. લોકો ને માશાહાર કરવો હોય તેમને કરવા દો. તેને મોક્ષ સાથે કોઈ જ લેવા દેવા નથી. બીજા ના માંશાહારથી તમારો મોક્ષ ક્યારેય નહિ બગડે તેની ગેરેંટી મહાવીરે ભૂલમાં ના આપી હોય તો હું જવાબદારી લઉં છું. કંદમૂળ ખાવા હોવ તો ખાવ અને ના ખાવા હોવ તો ના ખાશો.

મુખ્ય ચીજ છે જાગૃતિ..સાત્વિક ભોજન તમારી જાગૃતિ વધારશે ..અને તે તમારા આત્મજ્ઞાન ના રસ્તે મદદરૂપ થશે. આમ બીજા ની પંચાત ના કરશો. જીવો અને જીવવા દો "તમને કહ્યું છે.. " "...તમારે કહેવાનું નથી", તેવું કહેવાની જવાબદારી અને જોખમ બહુ મોટ્ટું છે કેટલાય ભવોના પુણ્યનું નિયાણું કરવાની તાકાત રાખવી પડશે. તે બધાજ ખેલ પુદગલ ના છે .પુદગલ પુદગલ ને આકર્ષશે. તમે વચ્ચે તમારો પુરુસાર્થ રાખજો કે મારે નિમિતે કોઈ જીવમાત્ર ની હિશા ન થાય. શાકાહાર થી જે જાગૃતિ આવે છે તે પછી બીજા શું કરે છે તેના ડોકાચીયા કાઢવામાં અને ચોતરે ચૈદાશ્યું કરવામાં વાપરી નાખે છે.

આજે જોવાય છે ને કે અનાજ ની કેવી ખેંચ વર્તાયી રહ્યી છે? સમાજનું અનાજનું મેનેજમેન્ટ તો આવુંજ હતું પહેલા પણ અને અત્યારે પણ. આ બધા સ્તેતેસ્તીક્સ સાચા છે. પણ હવે જમીન ક્યાં રહે છે? બધી વેચાઈ જવા માંડી છે અને તેના પૈસા ફિક્ષ્ દીપોસિત માં જમા થયી રહ્યા છે. અને તે જમીનો પર ઇન્ડસ્ટ્રી કે લોકોને રહેવામાટે ના મકાનો બની રહ્યા છે. વસ્તી વધે છે પણ જમીન નો વધતી નથી. ખેતી લાયક જમીનો ઉલટાની ઘટી રહ્યી છે. એમ તો એવું પણ કહેવાય છે કે ૧ સફરજન પેદા કરવા માટે ૧૫૦ લીટર પાણી ની જરૂર પડે છે... પણ તેનું શું કરવાનું ?

જગતના ખાલી ૩% લોકો પણ શાકાહારી બની જશે ને તો કુદરતના બેલેન્સ માં ઓઝોન કરતાય મોટું ગાબડું પડી જશે. તમને ખબર નથી કે તમે તમારા પગ ઉપરજ કુહાડો નહિ, આ સમગ્ર "જાતિ.." ના મર્મ સ્થાને સુતળી બોમ્બ ફોડી રહ્યા છો. થોડા સ્વાર્થી બનો. આમ પરાયા બને કેમ ચાલશે ... ?
-----

સવાલ : પણ તમારી આવી વાતો થી કોઈ મટન ખાતું હશે તો બંધ પણ નહિ કરે તો તેનું પાપ તમને નહિ લાગે ...!!!

પહેલી વાત જે મટન ખાતો હશે તે મારા કારણે ખાતો નહિ હોય ....અને તે બંધ નહિ કરે તોય મારા કારણે નહિ બંધ કરે એવુય નથી... કારણકે જે અજ્ઞાનતા ના કારણે તેને મટન ચાલુ કર્યું હશે તે અજ્ઞાનતા નહિ જાય ત્યાં સુધી ખુદ મહાવીર સ્વામી પણ આવીને તેને મટન ખાતા બંધ નહિ કરી સકે. કારણકે બુદ્ધ જેવા બુદ્ધ પણ છેલ્લે મશાહાર કરેલું અને તે સડી ગયેલા પોંક ખાધા પછી તેમનું મૃત્યુ થયેલું હતું. ત્યારે એ સમયે, ખુદ,મહાવીર સ્વામી પણ ત્યાં હાજર હતા અને તેમના વચનો જાણીતા બની ચુક્યા હતા તોયે ગૌતમે એક સવાલ માં કહ્યું હતું કે માસ ખાવું કે નહિ તે વ્યક્તિ ની જાગૃતિ પર નિર્ભર કરે છે ......
આ બધી બહાના બાજી છે વાહલા, હું તો આત્મા ને પામવા શિવાય ની એક પણ વાત ની અનુમોદના નથી કરતો. હકીકત તો એ છે કે આ સંસાર માં મારો એક પણ પુદ્ગલ પરમાણું તમારા એક પણ પુદ્ગલ પરમાણું ને બદલી નથી સકતો. આપણો પરમાણું જેને રિસીવ કરવા તૈયાર હશે તે તેવા જ પરમાણુંને ચુંબક ની જેમ ચોંટી જશે ... આવી તો ઘણી વાતો છે ....ફરી ક્યારેક.. આલ્યા...ચાહ મુકો કોઈ...ટેમ થયો..

No comments:

Post a Comment