Sunday, September 4, 2011

અમે શાંતિના ચાહક

સવાલ: અમે અને આપણે શાંતિના ચાહક છીએ, લોકો શાંતિથી જીવે તેવું ઇચ્છીએ છીએ તોયે અમને હેરાન ગતિ કેમ વધુ થાય છે.
જવાબ: જુઓ શાંતિ જોઈએ છે તો તે માટે તમે પહેલવાન હોવા જોઈએ, માનશીક રીતે અને/અથવા શારીરિક રીતે. કાંતો તમે ગાંધીની માફક માનશીક રીતે શસક્ત હોવા જોઈએ અથવા અમેરિકાની માફક જમાદાર. માનવમાત્રમાં આંચકી લેવાના ગુણો સ્વાભાવિક અને શાહ્જીક હોય છે. તમે મહાવીર કે બુદ્ધના કે અહિશાના ફોલોઅર થયા તો શું થયી ગયું ? તેમાં દુનિયા બદલાઈ ના જાય. તમારે તેમનો સામનો કરવો જ પડે. જો તમને તે ના ફાવતું હોય તો એવી જગ્યા એ ખોવાઈ જાવ જ્યાં તમને આવા પહેલવાનો નો ભેટો ન થાય. તમે બંને હાથમાં લડ્ડુ ના રાખી શકો.એક બાજુ મોક્ષ પણ જોઈએ છે અને બીજું બાજુ, અહી પાછું તમારા કહ્યે દુનિયા વર્તે તેવું શાસન પણ જોઈએ છે. ક્યાંક મહાવીર કે બુદ્ધના એજન્ટો થી ગેરમાર્ગે તો દોરવાઈ નથી ગયાંને?

તમે લોકોને હેરાન નથી કરતા તો લોકો તમને હેરાન કેમ કરે છે તેનો સવાલ જ નથી. એ લોકો ને જે જોઈએ છે તે તમારી પાસે હોય, તો તે લેવાના મુડમાં હોય જ. સવાલ એ છેકે તમારે તેની રક્ષા કેવી રીતે કરવી ?જો તે ચીજ તમારે તેમને ના આપવી હોય તો. હાઇવે પર લોકો કાર બેફામ ચલાવતા હોય તો તમારે સમજી ને કાર કઈ બાજુ ચલાવી તે તમારે નક્કી કરવાનું છે. જીવવું તમારે છે કે નહિ તે તમારે નક્કી કરવાનું છે. કોઈ જીવવા કેમ નથી દેતું તે તમારો સવાલ નથી. એતો છેજ એવા સમજો ને !

હવે ધર્મની ભાષા માં કહું તો આ બધા ઉપસર્ગોથી વિશેષ કઈ નથી. ઉપસર્ગો મહાવીર ને આવ્યા'તા તેજ ટાઈપ ના અને એવા જ હોય તેવું નથી. તે પણ મોર્ડન જમાના માં મોર્ડન જ હોવાના ને ?. જો મહાવીરની જેમ છૂટવું છે તો નીડર બનો. આ કાયરોનો માર્ગ નથી. તેના માટે "મહા" "વીર" બનવું પડશે. દુનિયાની લડાઈ ખુચવી લેવાની છે, તો આપણી લડાઈ છૂટી જવાની છે. લડાઈ તો બધાજ લડે છેને ?

નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો




No comments:

Post a Comment