Sunday, September 4, 2011

વ્રત ,ઉપવાસ, યમ, નિયમ V/s ધ્યાન , સમાધી , સામાયિક

ભગવાન,
હું ધર્મ કરતા કરતા થાકી ગયો છું.વ્રત ,ઉપવાસ, યમ, નિયમ બધુજ કર્યું પણ મને કશુજ મળ્યું નથી.હવે શું કરું તે પૂછવા તમારે શરણે આવ્યો છું.
ધર્મ કરતા કરતા થકી ગયા છો પણ હજી કરવાપણું નથી છૂટ્યું.હજી કૈક બીજું કરવા માંગો છો અને પૂછો છો કે હવે શું કરીએ.જયારે કરવાપણું છૂટશે ત્યારે ક્રાંતિ થશે.ધર્મ કોઈ કાર્ય નથી ધર્મ તો સ્વભાવ છે.જો તે કરવાની વાત હોત તો, તે ક્યારનીય કરી લીધી હોત. તે કરવાની વાત જ નથી.આમાં ના વ્રત નો કોઈ ગુનો છે કે યમ કે નિયમ નો ગુનો. ગુનો તો આ ભ્રાંત ધારણા નો છે કે ધર્મ એ ક્રિયા છે કૃત્ય છે.ધર્મ અક્રીયા છે, અકર્મ છે, સુન્ય છે. સ્વભાવ છે, કૃત્ય માં તો આપાધાપી હોય, અરજ્ક્તાય હોય.કૃત્ય તો અહંકાર ની પ્રક્રિયા છે. અહંકાર કૃત્ય થી જ જીવે છે. અહંકાર, જેટલું કૃત્ય કરો એટલો વધારે જીવે છે. કૈક મોટું કામ કરી બતાવશો તો અહંકાર મોટો થશે. પટાવાળા બનશો તો નાનો અહંકાર , રાષ્ટ્રપતિ બની જાઓ તો મોટો અહંકાર. પટાવાળો તો કોઈ પણ બની શકે રાષ્ટ્રપતિ તો અબજ માં એક થાય.ગરીબ હોવ તો નાનો અહંકાર અમીર થયી જાવ તો મોટો અહંકાર.અહંકાર જીવે છે કૈક કરવાથી એટલે અહંકાર હમેશા આકાંશા રાખે છે કે આ કરું તે કરું.દુનિયા ને બતાવી દઉં કે હુંય કૈક છું. કૈક એવું કરું કે ...ઈતિહાસ ના પાનાઓ પર એવી છાપ છોડી ને જાઉં... નાના બાળકોના મગજ માં પણ આપણે આવું ઝેર ભરીએ છીએ કે કૈક કરી , બની બતાવો કે જેથી ઈતિહાસ ના પાના પર તમારું નામ સુવર્ણ અક્ષરે લખાય. કૈક કરો કે જેથી તમારા વંશ નું નામ જીવિત રહે.

આ નામ ની ધારણા એય અહ્ન્કાર્નુંજ બીજું રૂપ છે.તમે વ્રત કર્યા, ઉપવાસ કર્યા પણ શાના માટે? તમે વિચારતા હતા કે તમે ધર્મ કરો છો.પણ ધર્મનો કર્વાપના થી કોઈ સંબંધ જ નથી રહ્યો. ધર્મ તો ધ્યાન , સમાધી , સામાયિક છે. અને આ કોઈ કૃત્ય નથી. આ તો, બધાજ કૃત્ય ને છોડી ને સાક્ષીભાવ માં બિરાજવાનું નામ છે. તે ક્યાય દોડવાનું નથી , બેસી જવાનું નામ છે. ચાલવાનું નામ નથી સ્થિર થવાનું નામ છે.બોલવાનું નથી મૌન થયી જવાનું નામ છે. તેમાં શબ્દ નથી સુન્ય છે, વિચાર નથી નિર્વિચાર છે. 



તમે ધ્યાન/સામાયિક ના વિવિધ અર્થો સમજો, તો તમે સદાય પામશો કે તે નકારાત્મક છે.વિચાર વિધાયક છે અને ધ્યાન નિર્વિચાર.કૃત્ય વિધાયક અને ધ્યાન અકૃત્ય.આ મૌલિક વાતને તમે સમજી સકશો. ધર્મ જો દુર થયી ગયો છે, તો આપણે પહોંચી ગયા હોત જલ્દી ચાલીને. જે જેટલી તેજીથી ચાલે એટલી તેજી થી ત્યાં પહોંચી જાત ને! પછી જે જેટલી તેજીનું “વાહન ” લેત,એટલી તેજી થી તે પહોંચી જાત ને ! કોઈ ધક્કો મારીનેય આગળ નીકળી જાત ને!
પણ ધર્મ તો તમારો સ્વભાવ છે.એમ જો કહો કે તે પાશે જ છે, તો તે પણ ખોટું કહેવાય.કારણકે પાસે છે તેમ કહેવામાં પણ દુરનું જ એક લક્ષણ છે. પાસ પણ એક “દુર”ની જ ન્યાત છે.જેને આપણે પાસે છે તેમ કહીએ એનો એટલોજ મતલબ થાય છે કે તે બહુ દુર નથી. પાસે છે. ધર્મ તો તમે સ્વયમ છો. તે તો તમારીજ વ્યક્તિગત વાત અને લક્ષણ છે.પાસ કહેવું પણ ઠીક નથી. ત્યારે તો જે તમારી અંદર જ બિરાજમાંન છે તેને ક્યાં જઈને શોધશો? કયા વનમાં? કયા ઉપવનમાં? કયા કાશીમાં ? કયા કાબામાં?

વ્રતમાં શું કરશો ? પોતાના પર એક વધુ શિસ્ત નાખશો.જીવન ની એક મર્યાદા બનાવશો.આટલા વાગે શુઈ જવાનું આટલા વાગે ઉઠી જવાનું.પણ તમે ગમે તેટલા વાગે ઉઠો, તમે તો તમે જ રહેવાના.તમે બ્રહ્મ-મુહરત માં પાંચ વાગે ઉઠો કે ૧૦ વાગે ઉઠો. તમે તો તમે જ રહેશો. તમારામાં કોઈ ફેર નહિ પડે. શું તમે એમ માનો છો કે સવારે બ્રહ્મમુહ્રતમાં ઉઠશો તો ધર્મ ઉપલબ્ધ્ધ થયી જશે? તો તો બધાય આ પશુ પક્ષીઓ પણ બ્રહ્મમુહરત માં જ ઉઠે છે.તો ઋષિ-મુનીઓ કોઈ નવું કામ નહોતા કરતા તેય પશુ પક્ષીઓની જમાતમાં ભળી ગયા કહેવાય. આમતો, આદમીનીજ ખૂબી એવી છે કે સુરજ ચઢી જાય તોયે સુતો રહે.આતો (વહેલા ઉઠવું) કોઈ પણ પશુ પક્ષી કરી શકે, કર્વુંજ પડે , સુરજ ઉગી ગયો છે ચાદર તો છે નહિ કે તેમાં સંકેલાઈ જાય અને પડખું ફેરવીને ફરી સુઈ જાય. તો તમે પણ જો સવારે જલ્દી ઉઠી ગયા... હું એમ નથી કહેતો કે તમે સવારે વહેલા ના ઉઠો. તેના પણ અમુક લાભ છે પણ તે ધર્મ નથી.સ્વાસ્થ્ય સારું થશે કારણકે હવા ચોક્ખી મળશે.બની શકે કે તમે થોડાક વર્ષો વધારે જીવશો પણ તેને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. વધારે દિવસ સુધી જીવવાવાળા બધા ધાર્મિક થોડા થયી જાય છે અને ઓછું જીવવાવાળા કોઈ અધાર્મિક થોડા થયી જાય છે? નહીતર તો ,શંકર-ચાર્ય ૨૧ વર્ષ ની ઉમરમાં મૃત્યુ પામ્યા તો અધાર્મિક અને કોઈ ૧૦૦ વર્ષ જીવશે તો ધાર્મિક? રામ-કૃષ્ણ ને કેન્ષર થયેલું તો તે અધાર્મિક થયી જવા જોઈએ. રમણ મહર્ષિ ને પણ કેન્ષર થયેલું, મહાવીર નું મૃત્યુ પેટની બીમારી થી થયેલું ગૌતમનું મૃત્યુ પણ માસ ના ભોજન થી થયેલું. બુદ્ધ તો નિરંતર બીમાર રહ્યા હોવા જોઈએ કારણકે કોઈ સમ્રાટે તો, પોતાના ખાનગી ચીકીત્શક,જીવક જે પ્રશીધ્ધ ચીકીત્શક હતા,ને, બુદ્ધની સારવાર માટે ભેટ ધરયો હતો.જીવક સતત બુદ્ધની સાથે રહેતા જેથી બુદ્ધના દેહની સારી રક્ષા કરી સકાય. વધારે જીવવા કે ઓછી જીવવાને ધર્મ થી કોઈ સમબન્ધ નથી. એથી હું એમ નથી કહેતો કે સવારે જલ્દી ના ઉઠશો.પણ એટલું યાદ હમેશા યાદ રાખજો કે ધર્મ થી તેની જોડે કોઈ લેવા દેવા નથી.

જે વ્યક્તિ શિસ્તપાલન માં જીવે છે તેના જીવન માં એક સૌન્દર્ય હોય છે, એના જીવન માં એક વ્યવસ્થા હોય છે, તેનું જીવન ક્યારેય અરાજક નથી હોતું જીવન માં એક શું-વ્યવસ્થા રહે છે.જેમકે કોઈ એક સાજ-સજાવટ વાળું સાફ શુથરૂ ઘર હોય. જેથી હું એમ નથી કહેતો કે તમારા જીવનને કોઈ મર્યાદા ના દો કે તમારા જીવન ને અરાજક બનાવી દો કે સવારે ભોજન ના કરો કે રાત્રે ભોજન કરો કે બપોરે આમ ના કરો ને તેમ નકારો. હું એમ નથી કહેતો. હા , મર્યાદા શુભ છે તેના લાભ પણ છે પણ તે ધર્મ નથી. તે એટલી નાં-કરો કે તમારી જાન નીકળી જાય અને અરાજકતા ફેલાઈ જાય અને મુજવણ-મુશ્કેલીઓમાં મૂકાઈ જવાય.

મેં સંભાળ્યું છે કે મુલ્લા નાશ્રુદીન અને તેના સાથીઓ એ નક્કી કર્યું કે સાત દિવસ નું મૌન રાખીશું. ગયા પહાડીઓ પર અને ગુફા માં બેસી ગયા.ઘેરથી નક્કી કરીનેજ ગયા હતા. હજી પાંચ સાત મીનીટ જ થયી હશે ને,
પહેલા એ કહ્યું. : હું એક મૂંઝવણમાં પડ્યો છું કે ઘરની લાઈટ બંધ કરી’તી કે નહોતી અને હવે અહી સાત દિવસ બેશવાનું છે તો લાઈટનું બિલ્લ બહુ ચઢી જશે.
બીજા એ કહ્યું કે : બુધ્ધુ અહી આપણે મૌન રાખવા આવ્યા છીએ અને તું બોલી ગયો...
ત્રીજા એ કહ્યું : નાલાયક તું જ છે , એતો બોલ્યો તો બોલ્યો પણ તું કેમ બોલ્યો ?
ચોથા એ ઉપર દેખીને કહ્યું : અલ્લાહ મિયા, આ ત્રણેય ને સ્વર્ગમાં મોક્લુંકે શું?

થોડુંક જીવનમાં શિષ્ટ જરૂરી અને ઉપયોગી છે. શિસ્તવિહીનતા તો એક પ્રકારની વિકૃતિ છે.એનાથી જીવન બેડોળ થયી જાય છે, જીવનનું સંગીત ખોવાઈ જાય છે.એટલે હું શિસ્ત નો વિરોધ નથી કરતો.પણ શિસ્ત પોતાના અંદરથી આવવું જોઈએ. બહાર થી આરોપિત ના થયેલું હોવું જોઈએ.જો કોઈ બીજું તમારી ઉપર ઠોકી દે તે શિસ્ત ના કહેવાય. જો તમે તમારા વિવેકથી, બુદ્ધિ થી જો તમારા જીવન ને મઠારવા માટે શિસ્ત નો વિચાર કરો અને નિર્ણય કરો તે ઠીક છે.એક દઢતા આવશે. એક પ્રખરતા આવશે તમારી તલવાર પર ધાર નીકળશે. પણ, તે ધર્મ નહિ હોય. ક્યારેક ક્યારેક ઉપવાસ પણ પ્રીતીકર હોય છે કારણકે આદમી પેટ પાશે થી જરૂર કરતા વધારે કામ લઇ રહ્યો છે. પેટ પર જેટલું અનાચાર આદમી કરે છે તેટલું કોઇજ બીજું નથી કરતુ. પશુ પક્ષી પણ જયારે બીમાર પડે છે,તો ભોજન બંધ કરી દે છે તમે લાખ પ્રયત્ન કરો તે ભોજન નહિ કરે. તમારૂ કુતરું પણ તમારા કરતા વધારે સમજદાર હોય છે. જો તેની તબિયત ઠીક નહિ હોય તો બહાર જઈને ઘાસ ખાશે અને ઉલટી કરી દેશે. જેથી, પેટ હલકું થયી જાય. કારણકે જયારે શરીર બીમાર હોય ત્યારે પેટ પર વધારે બોજ રાખવો સારો નથી. શરીર પર બેવડો બોજ થયી જાય છે એક બીમારી નો બોજ અને બીજો પેટનો બોજ. અત્યારે તો જરૂરી છે કે શરીર ને પેટને પચાવવાના બોજ થી છુટકારો આપી દેવો જેથી શરીર બીમારીને પહોંચી વડે. એટલે ક્યારેક ક્યારે ઉપવાસ સુંદર અને ઉચિત હોય છે શરીર ને રજા આપવી જરૂરી છે.
પરમાત્મા પણ થકી ગયા હતા ઇશાઈઓના અને તેને ૬ દિવસ માં દુનિયા બનાવી અને સાતમાં દિવશે આરામ કર્યો. તેમને સારું કર્યું કે સાતમાં દિવશે આરામ કર્યો,નહીતર રવિવાર ની રજા અસંભવ હતી. આતો સારું થયુ કે ખ્રિસ્તીઓ આ, લઇ આવ્યા નહીતર ભારતીય રીત રિવાજોમાં આ શક્ય નહોતું. આખી દુનિયામાં ખ્રિસ્તીઓ એ કોઈ ભલું કામ કર્યું હોય તો તે આ રવિવાર ની રજાનું છે કારણકે ભગવાન ખુદ જ આરામ કરે તો, તો તો પછી આદમીએ તો રજા રાખ્વીજ જોઈએ ને ?

ઉપવાસ ઉપયોગી છે પણ તે જીવનની કોઈ શૈલી નથી. ત્યારે તો તમે ભૂખે મરવા લાગ્યા. એક પ્રકારનો આત્મઘાત તમે નક્કી કરી લીધો. ત્યારે તમે તો પોતાને સતાવવામાં મજા લેવા લાગ્યા. ત્યારે તમે દૃષ્ટ પ્રકૃતિના થયી ગયા,હિન્શક થયી ગયા.તમારા ઉપવાસ ત્યારે અનાચાર છે ,પોતાની ઉપર જ કરેલો અત્યાચાર છે. આ દેહ પર તમે આમેય બહુજ અનાચાર કરો છો અને આવા અત્યાચારથી તમે ધર્મને પામી જશો તેવું ના સમજતા. હા, શરીર શુકાઈ જશે, કરમાઈ જશે. પણ શરીર ના કરમાઈ જવાથી તમે આત્મા ને પામી જશો, ધર્મને પામી જશો એવી ભ્રાંતિ માં ના પડતા. આ બંને ને કોઈ સંબંધ નથી.

તેથી તમે જે પણ કર્યું, વ્રત, યમ, નિયમ, તે બધાનું તેમની જગ્યાએ આગવું મુલ્ય છે પણ ભૂલ તમે, જયારે, તેને ધર્મના પર્યાય સમજી લો-છો ત્યારે થાય છે. 

No comments:

Post a Comment