Friday, September 9, 2011

મહાભારત ની લડાઈ

મહાભારત ની લડાઈ મા ૧૮ ઔક્ષનીય સેના હતી ૧ ઔક્ષનીય એટલે લગભગ ૧ લાખ લોકો એટલે ટોટલ 20 લાખ લોકો. હોય હોય એતો એક એક ને પાચ પાંચ પત્નીઓ હતી .. પણ આ 20 લાખ લોકો ૧૮ દિવસ મા મારી ગયા. એવરેજ એક દિવસ મા ૧ લાખ લોકો. હિરોસીમા નાગા સાકીનો અણુ બોમ્બ તો કઈ નાં કહેવાય.આ એક સેનાના ૨0 લાખ લોકો અને તેય એક મેદાન મા ઉભા ઉભા રાસ ગરબા રમેં તેવુંય નાં કલ્પી સકાય અને આ તો લડાઈ. પાછું કૌરવો નો એક પણ આદમી સીધે સીધો માર્યો નથી. ક્રષ્ણ ની પોલીટીક્સ નાં હોત તો અર્જુન પણ રાધે રાધે કરતો હોત. કૃપાચાર્ય,દ્રોણાચાર્ય,કર્ણ,દુર્યોધન,ભીષ્મ,અસ્વસ્થામાં બધાને કૃષ્ણે લપેટ મા લીધા હતા. અર્જુન તો ખાલી પુતળું બનીને ઉભો હતો.
Corrected After Sumit ji's information.

Sumit Benarji :વિપુલભાઈ,થોડુંક કરેકશન કરવા માંગું છું...જો ખોટું હોય તો પાછું આપજો,હું ફરી ચેક કરીશ.....મહાભારતમાં ૧૮ "અક્ષૌહિણી" સેના હતી,૭ પાંડવ પક્ષે અને ૧૧ કૌરવ પક્ષે,અને એક અક્ષૌહિણી સેનામાં ૧૦ લાખ નહિ ,૧ લાખ સૈનિકો હોય છે....પરફેક્ટ આંકડો ૧,૦૯,૩૫૦.....

દાદુ,જો અક્ષૌહિણી સેના ની મારી વાત સાચી હોય તો ઉપરના ઘણા તર્ક જેમ કે "રાસગરબા" અને હિરોશીમા અને નાગાસાકી વાળા તર્ક આપોઆપ ખોટા પડે છે.અને હું VPS નો ફેન અને નિયમિત વાંચક છું પણ ઉપરની પોસ્ટ માં ભારોભાર અતિશયોક્તિ છે એમ સ્પષ્ટ કહું છું કેમ કે કૃષ્ણ નહોતા મળ્યા ત્યારે પણ અર્જુન પરાક્રમી હતો જ ,એ કઈ પૂતળું નહોતો,કૃષ્ણ રણનીતિ-Stretegy બનાવતા તો અર્જુન તેનું પાલન કરતો,વિરાટપર્વ માં એ જ અર્જુન કૃષ્ણની ગેરહાજરી માં કૌરવ મહારથીઓ ને ધૂળ ફાકતા કરે છે,ઉપરની પોસ્ટ માં ભીમ નો કોઈ ઉલ્લેખ નથી બાકી હિડિમ્બ અને બકાસુર જેવા રાક્ષસો અને જરાસંધ જેવા મહાબલી ને યમસદન મોકલનાર ભીમ કેવો મહાપરાક્રમી હશે ? સ્વાર્થ,પરમાર્થ,પુરષાર્થ,છળ-કપટ,બુદ્ધિ,ચાતુર્ય,મર્યાદા,પરાક્રમ,તેજસ્વીતા થી માંડીને સામ-દામ-દંડ-ભેદ થી ભરપુર એવી વાર્તા મહાભારત વિષે ઉપરની કોમેન્ટ મને ગમી નહિ.વિપુલભાઈ ને વિનંતી કરીશ ફરી એકવાર આ બાબત પર વિચાર કરે જો શક્ય હોય તો

વિપુલ શાહ : સુમિત જી , મેં તમે કહ્યું તેમ સંખ્યા ને ૧૦ થી ભાગી નાખી. અને હું તો ખાલી ક્લી મેક્ષ લડત ની વાત કરતો હતો. કોઈ એક પાત્ર વિષે વાત કરી નથી સકતો. એક મેદાન માં ૨૦ લાખ લોકો લડતા હોય અને તે પણ હાથી ઘોડા પર સવાર થયીને. રક્ષા સસ્ત્ર ની દ્રસ્તી એ હજી પણ તે એક મેદાન માં લડવા માટે બહુ મોટી સંખ્યા કહેવાય તેવું નથી લાગતું ? કૈક કાચું કપાયું છે તેજ હું કહેવા માંગું છું. હજી પણ સંખ્યા નાની થશે આવનારા દીવશો માં. મેં તો અમારે ત્યાં જે કથા સાંભળી તેની વાત કરી. આપનો ઘણો મોટો વર્ગ હજી નેટ પર થી મળેલી માહિતી નો ઉપયોગ નથી કરતુ. અને કથા ઓ માં સંખ્યા ઓ વધતી જ જાય છે. મેં તો કરોડો નું લાક્ષર એવું સાંભળેલું પણ અહી લીમીટ કરીને લગભગ ૧૦ લાખ લખ્યું. હવે તમે રેફેરેન્ચે આપ્યો કે ૧.૧૦ લાખ એટલે એટલું કર્યું. તોયે હજી થોડુંક વધારે છે. એવું લાગે છે. ટોટલ ૨ લાખ લોકો સમ સામે લડ્યા હોય તેવું હજી અક્સેપ્ત કરી સકાય. કારણકે લાક્ષર માટે ની જે બીજી જરૂરિયાતો જેમકે દવા દારૂ,ભોજન, કેમ્પ ઈત્યાદી નું મેનેજમેન્ટ જે મેં રક્ષા સસ્ત્ર માં જાણ્યું છે તે મુજબ હજી આ આકડા ઓ ને સ્વીકારવું બહુજ તકલીફ પડે તેમ છે. રસ ગરબા રમવા માટે બે વ્યક્તિઓ વછે ઓછી જગ્યા છોડવી પડે ,બાકી લડાઈ કરવા માટે , ઘોડાઓ ને દોડવા માટે અને હાથીઓની હેરફેર માટે તેઓના આંકડા ઓને ધ્યાનમાં રાખીને , જો મેદાન ની કલ્પના કરીએ તો મગજ બહેર મારી જાય. કૃષ્ણ અને અર્જુન ના પરાક્રમ ની વાત તો આખા મહાભારત માં છેજ. આ ક્લાઈમેક્ષ વખતે અર્જુન ના બાણ થી એક માત્ર ભીષ્મ હણાયા પણ તેય શિખંડી ના કારણે. કૃપાચાર્ય , દ્રોણાચાર્ય ,દુર્યોધન વગેરે ને હણવા માટે આપે કહ્યું તેમ છળ-કપટ ઈત્યાદીનો જ આધાર રાખવો પડ્યો. અને તે બધુજ ફક્ત શ્રી કૃષ્ણ પાશે હતું. કૃષ્ણ ડાયરેક્ટર " સારથી" હતા અને અર્જુન હીરો. ફિલ્મ બની તે અર્જુન ની કહેવાયી. તેવું કહેવાનું મારું તાત્પર્ય હતું. આખી સ્ક્રીપ્ટ શ્રી કૃષ્ણ એ લખી, સેટ અને ચાલ પણ તેમને લખી , સ્ટ્રેટેજી પણ તેમને બનાવી , એકેક પત્ર ની સામે શતરંજ ની કયી ચલ્લ રમી ચેક આઉટ કરવું તે પણ તેમને નક્કી કર્યું અને પાંડવો એ તે વેશ ભજવ્ય બેખુબી થી.
જોકે એના આ જ લક્ષણો "સ્વાર્થ,પરમાર્થ,પુરષાર્થ,છળ-કપટ,બુદ્ધિ,ચાતુર્ય,મર્યાદા,પરાક્રમ,તેજસ્વીતા થી માંડીને સામ-દામ-દંડ-ભેદ" બધાજ રસો હોવાના કારણે તે વાસ્તવિકતાની નજીક લાગે છે .

દાદુ, ગીતા જેવું ઉતમ સાસ્ત્ર આપવું અને આવા ભયંકર તબ્બકે તે તો કૃષ્ણ જેવા કોઈક જ કરી સકે. જાણે આ ગીતા ની ગંગા ને જ બહાર લાવવા માટે આખો સેટ, કુદરતે રચ્યો ના હોય તેવું જ લાગે. બાકી આખા મહાભારત માં કોઈ પણ પળ એવી જોવા નથી મળતી કે જ્યાં આવી ગીતા નું અવતરણ થયી સકે. આ જ ઉત્તમ ક્ષણ હતી આજ ઉત્તમ પાત્રો હતા, આજ ઉત્તમ જગ્યા હતી. સમગ્ર મહાભારત માં છેક સુધી સંધી ની વાતો કરી , એક પણ નાનો પ્રયાસ છોડ્યો નહિ ...તેની અતિમ પરાકાસ્થા એ વાર્તા આવી ગયી અને ત્યારેય પાછા હીરો જો લાગણી માં આવીને બેસી જાય કેમ ચાલે. " હવે તો યુદ્ધ એ જ કલ્યાણ " ની સાથે આત્મા નું કલ્યાણ પણ બતાવે તેનાથી ઉત્તમ ક્ષણ કયી હોઈ સકે ... !!!!

No comments:

Post a Comment