કતલખાને લઇ જવાતી ગાયો પ્રત્યે મને સહાનુભુતિ સહજ થાય તે વાત એક બાજુ છે, પણ તેના કારણે તે કતલખાને લઇ જનાર સમાજ સામે હું આક્રોશ નોધવું તે બીજી વાત છે. તમે મને એમ કહો, ગાયો ને પાળનાર વર્ગ કયો છે?
અને એ વર્ગે ક્યારેય પોતાની ગાયો ચોરાઈ ગયી છે તેવી પોલીશ ફરિયાદ નોધાવી ?
જો ના, તો તેનો મતલબ શું થયો? તેમનેજ ગાયોને સામે ચાલીને આપી હશેને? એતો સાટાસાટીના વ્યવહારો છે. તેના માટે તે કતલખાના નો સમાજ નહિ, ગાયોને ત્યાં મોકલનાર સમાજ જવાબદાર છે.
જો હા,તો તેમનેજ એ ગાયોને છોડી દીધેલીને રસ્તે?? તેઓ તેમના વાડામાંથી તો ચોરી નથી ગયા ને ...કૈક ભેદી ચીજ બની હોય તેવું નથી લાગતું?
હા, તમને અંદરથી આવા દ્રશ્યો જોઇને પીડા થતી હોય તો તેને જરૂર પાંજરાપોળોમાં મોક્લી આપો અને પુણ્ય કમાવો. હા, ખાલી ખોટી ધ્રુણા કરીને કષાયના બંધ, મહેરબાની કરીને ના બાંધશો. પુણ્ય કમાઈને ગર્વ કમાશો તો ૧૦ રૂ. કમાશો પણ કષાય કરીને ૧૦૦ રૂ. નો લોસ ના કરશો."આપણાથી" જીવ હિન્ષા ના થાય તે આપણે જોવાનું છે.લોકો ની પંચાત કરીને કષાયોનો બંધ ના બંધાય તે જોવું રહ્યું. તમે રાત્રે સુતી વખતે મચ્છર ને મારવા માટે જે મશીન ચાલુ કરો છો તેને પહેલા બંધ કરોને?
બાકી ગાયોની જ હાલત આવી નથી એમતો રેસ ના ઘોડા પણ આવી હાલતના ભોગ બને છે. એમ જોવા જોઈએ તો,આ ઘરડાઘરો પણ આવા પાંજરાપોળો થી કઈ કમ નથી. ત્યાં કેટલાય આખી જિંદગી ઘોડાની રેસમાં દોડતા રહેલા વડીલો હજી જોવા મળે છે.
....મિચ્છા મી દૃષ્ટકૃતમ ....
No comments:
Post a Comment