બાળકો ને શિષ્ટાચાર,સંસ્કાર આપવા અને બાળકો ને ધર્મ આપ્વો તે બે માં બહુ ફેર છે. સંસ્કાર અને ધર્મને કોઈ લાગે વળગતું નથી. સંસ્કાર બાળક ને માનવ બનાવવામાં ઉપયોગી થાય છે. ધર્મ એક આસ્થા નો ઝંડો પકડાવી દે છે. "સ્કુલ માં કોઈની પેન્સિલ ના ચોરવી" તે કહેવું તે સંસ્કાર છે અને તે દરેક ધર્મમાં હોય છે. જયારે " આ ભગવાનને પગે લાગીએ અને તેમના ગીત ગાઈએ એટલે તે ભગવાન સુખ આપે" તે ધર્મ છે. બાળક તો બંને બાબતમાં અજ્ઞાન છે. પણ સંસ્કાર થી બાળક મુક્ત બને છે ધર્મ થી બંધન અનુભવશે. શું જલ્દી છે. બાળક ને મોટો થવા દો. અને તેને નક્કી કરવા દો કે તેને કયા ધર્મને અપનાવવો છે. તેને પસંદગી આપો. તમને નથી મળી તે તમારા માતા પિતાનો વાંક છે. તમે હિમત રાખો . તમારા સંસ્કાર થકી તમારું સંતાન જે ધર્મ સિલેક્ટ કરશે તે શ્રેષ્ઠ જ હશે તેને પોતાને અનુરૂપ હશે.
બાળક ભલે તમને સાંભળતું ના હોય તેવું તમે માનતા હોવ , પણ એ તમારી એક એક ક્રિયાઓને દેખે છે અને તે માત્ર સાક્ષી નથી બની રહેતા તે કોઈને કોઈન નિષ્કર્ષ પર આવી જ જાય છે.
જો તે તમારો ધર્મ ના આપ્નાવે તો ગભરાવાની જરૂર નથી. હા તમારા ઈગો ને નુકશાન પહોચશે. તમારા મોહ ને નુકશાન પહોંચશે. તમારા સમગ્ર અસ્તિત્વ ની ઉપર તે ઘા વાગ્યો હોય તેવી પીડા થશે. ત્યારે તમે ચકાશ જો કે તમારા તે ધર્મના પાલન થકી તમે કેટલા ક્ષમાશીલ બનેલા છો. કેટલા સેક્યુલર બનેલા છો.
હજી બાળક કકો શીખવાનું ચાલુ કરે તે પહેલા તેને કોઈ અદ્રશ્ય સકતી ની સામે ઝુકાવી દેવામાં આવે છે. "બેટા, આમ પગે લાગો .... હાહ આમ..." " ... જે જે કરો ..." અને ધીમે ધીમે બાળકને અજાણતામાં જ આપણે એક અદ્રશ્ય દોરી થી બાંધી દઈએ છે જેમ આપણે પણ બંધાયા હતા..
" મારું બાળક આટલું નાનું છે તોયે તેને આટલા સ્તવન આવડે છે, આટલા ભક્તિ ગીતો આવડે છે , તેને આ ક્રિયા મોઢે છે, તે તો ચપટીમાં કહી દે. વગેરે વગેરે" મારી મમ્મી પણ શરૂઆતમાં લોકોને કહેતી. દર બેસતા મહિને હું યાત્રા એ દાદા ની જોડે નીકળી પડતો. આજે મારે તે ધર્મ્નીય આગળ જવું છે. તે ધર્મ હવે મને સ્યુટ થતો નથી. પણ છતાંય હું મારા હાથ ત્યાં બંધાયેલા મહેશુસ કરું છું.
લોકો,કે જે મારી જેમ એક દોરી થી બંધાયેલા હતા તેઓ, હવે મારી વાતોને વટલાઈ ગયેલો કહે છે.હા,તમારા રસ્તે વટેમાર્ગુ રહ્યી શકું તેમ નથી એટલે હું વટલાઈ જવા માંગું છું. હું તમારી જેમ રહ્યી સકતો નથી.આજે મારી પાશે એક નવી દ્રસ્તી આવી છે. મારી દ્રસ્તી ઉપર ના પડદા ઓ ફરી રહ્યા છે. હોઈ સકે કે તે મિથ્યા હોય. પણ અત્યારે મને તે મુક્તિ અપાવી સકે તેમ લાગે છે. મારે ફક્ત એટલી આઝાદી જોઈએ છે કે હું તેને અનુંશારીને મુક્તિ નો એક અનુભવ કરી જોઉં. કારણકે અત્યારના રસ્તા માં, હું જે મુક્તિ ની હું વાત કરું છું તે જોઈ નથી. અહી મને તેનો અહેશાહ થાય છે. હું તેને વધુ અનુભવવા માંગું છુ.
આ રસ્તે આવીને હવે હું માનું છું કે આજ સુધી , હું છેતરાયેલો હતો.
એટલેજ હું કહું છું કે તેની ઉમર હજી તો રમકડા રમવાની છે. તેને તમારા મોહ અને ધર્મ નું પ્યાદું ના બનાવશો. તેને રમવા દો, તેને હજી ધર્મના પડછાયા ની જરૂર નથી.જ્યાં સુધી તમે જીવતા જાગતા તેની સામે છો ત્યાં સુધી તેને કોઈ ભગવાનની જરૂર નથી. એના માટે તો તમે ભગવાનથી ઉતરતા કેવી રીતે હોઈ સકો !. શું તમે તેને સમજ ના આવે ત્યાં સુધી, હજરો હજુર ભગવાન ના બની સકો? શું તમે તેટલી જવાબદારી પણ ના લઇ સકો? જયારે તમને લાગે કે હવે તે ભૂમિકા તમે નિભાવી સકતા નથી ત્યારે તે ને ખુદ ને કહી દેજો કે તે હવે કોઈ ધર્મ અપનાવી લે. ..

No comments:
Post a Comment