Friday, September 9, 2011

August 2011

કોઈની પાસે શું શું છે તે નહિ, પણ તે તમને શું આપી શકે છે તેની પર દ્રષ્ટી રાખવી.


કોઈ "અજાણ્યા" લગતા વ્યક્તિ ને મળો અને વાતચીતમાં જે ઓઢ્ખાણ નીકળે અને તમને ખબર પડે કે તમારી મૈત્રી તો ભવોભાવની લાગે છે. અને ત્યારે જે અનુભૂતિ થાય તેવી અનુભૂતિને મેં સાક્ષાત અનુભવી. 
માટે હે મિત્રો, કોઈ પણ વ્યક્તિ ને અજાણ્યા સમજી એ તમારા ભવોભવના દોસ્ત નું દ્વાર બંધ ના કરવું જોઈએ


વિરોધ પક્ષ અને વિરુદ્ધ પક્ષ માં તફાવત છે. કોઈક ની સાથે દલીલ કરતી વખતે વિરુદ્ધમાં દલીલ કરવી તે વાત અલગ છે અને વાત વાતમાં વિરોધ કરવો તે વાત અલગ છે. વિરુદ્ધ દલીલ કરવાથી બંને પક્ષે જ્ઞાન વધે અને વાત નો અંત , એક હકારાત્મક નોટ શાથે આવે. જયારે વિરોધ માં તો અંત જ ના આવે.


હું જ મારા પગમાં
ન જાણે કેટલી બેડીઓ ભરાવી ઉભો હતો...
હું જ મારા કાનમાં
ના જાણે કેટલાય હુંકારો લટકાવી ઉભો હતો .
હું જ મારી આંખમાં
ના જાણે કેટલાય ગર્વ ભભરાવી ઉભો હતો.
જ્ઞાનના વમળો નો એક સપાટો પછી આવ્યો ને
ભક્તામરની યાદ પછી તાજી થયી આવી ..



૧.જે બ્રીજ(પુલ) પર થી હું પસાર થાઉં તે પુલ ને હું તોડી નાખું છું. કારણકે કોઈક એક નબળી ક્ષણે મને પાછા વળવાનું મન ના થઇ આવે.
૨. તમે આગળ હશો તો લોકો પાછળથી ટીકા કરશે અને તમે પાછળ હશો તો લોકો આગળથી ટીકા કરશે. લોકો ને તો ટીકા કરવી બહુ ગમે હો ..



હા, હવે મારી પાશે બહુ ઓછા સમયની જીન્દગી છે, પણ જે છે તેને માણવી છે.
મારે કોઈનેય "સાચા" રાહ પર લાવવા નથી.
મારે તો બસ ક્ષણ ક્ષણ જીવવું છે.
જીન્દગી કેટલી બાકી છે તે નથી ખબર ...એમતો ક્યાં કોઈનેય ખબર હોય છે???
હવે આમાં બે દિવસ વધારે કે ઓછી જીવાય તેનું ક્યાં કોઈ મહત્વ છે ? જો હું અત્યાર ની ક્ષણ ને વેડફી નાખતો હોઉં તો.
જેમને સમાજ ને શુધારવો હોય, દેશ ને લાઈન પર લાવવો હોય, યુવાનો ને લાઈન પર લાવવા હોય તેમને છૂટ છે જ.
મને તો કોઈ લાઈન પર થી ઉતરેલું જ નથી દેખાતું... કારણ,
કે મને મારી લાઈન દેખાઈ ગયી છે



ઉપવાસ અને અનશન માં ફેર છે. પોતાના આત્માની સાથે વાસ કરવો તે ઉપવાસ અને ભૂખ્યા રહ્યીએ તે અનશન. ઉપવાસ આત્મા/માનશીકતા ક્લીન કરે અનશન શરીર ક્લીન કરે. ઉપવાસ હકારાત્મક છે અને તેમાં કશુક થાય છે. અનશન નકારાત્મક છે અને તેમાં કશુક કરવાથી દુર રહેવાનું છે.
ઉપવાસ માં ભુખને ભૂલી જવાય છે,અનાશનમાં ભુખને મારી નાખવાની હોય છે. ઉપવાસ ના સોદા ના થાય, અનશન માં હોઈ સકે. ઉપવાસ માં આનદ છે, અનશનમાં હઠ છે.


નાનપણ થી મારા મગજમાં લોકો એ ઝેર ભરી દીધું હતું એમ કહીને કે કૈક બનો, ઈતિહાસ ના પાના પર તમારું નામ સુવર્ણ અક્ષરોએ લખાય તેવું કરો. ત્યારે હું નાનો હતો. આજે હું જાણું છું કે એ ઝેર લઈને મેં કેટકેટલી જીન્દગી ઉધાર ની જેમ જીવી છે. ઈતિહાસ ના પાના માં નામ લખાવવાની ઘેલછા એ મને મારો જ આનદ નથી લેવા દીધો. બસ આમ લોકો માટેજ અને ઈતિહાસ ના પાના માટે જ જીવવાનું , મારું તો કઈ આ અસ્તિત્વ છે ?


આપણા સંબંધ માં એક કાકરી પડી'તી
તેય અવગણી ને મેય
આજે તે અરવલ્લીની ટેકરીઓ થયી ગયી.



".....જે માંબાપ સંતાનો ને,
સેક્સ ની Byproduct અથવા જોઈન્ટવેન્ચર માનતા હોય છે;
તેઓ તેમના ઉછેર ને maintanace માનતા હોય છે.
ને તે ખર્ચને Investment,
તેઓ આ portfolio ના manager બનીને આખી જિંદગી return ની આશા રાખે છે.
શોધી કાઢો તમારા મિત્રવર્તુળમાં આવા કેટલા મેનેજર છે......"
અને પછી છેલ્લે પુત્ર, મા-બાપ ને ઘરડાઘર મા મૂકી આવે ત્યારે , નાદારી નોધાવેલી કંપનીના, ઇન્વેસ્ટરો જેવી હાલત, મા- બાપ ની થાય છે.



.....એય કોણ બોલ્યું કે એટલાન્ટા યાન ના નાક પર "લીંબુ ને મરચા " મુકવાનું ? કોણ છે એ બાસ્તર્દ !!!!
..... હે..ગધેડીનો હશે તારો બાપ...એતો અમુ,...તે અમારી કલ્પના બુનને , યમ ભાળી જ્યાં'તા તે ...મેં કુ...ઓણ તેમ ...આવું કૈક કરો, મુઆ ચાર રૂપિયાના લીંબુ મરચા માટેય ક્ઝીઆ કરશે, એવી ચ્યો ખબર'ટી.



યાદ જયારે તારી,છાના પગલે વળગે છે.
શરીર મહી,સમગ્ર,ધમની શિરા સળગે છે



બધા ધર્મોની શરૂઆત તેના સો called સ્થાપકને પહેલા ભગવાન નું પદ આપીને થાય છે. પછી એ પણ ધોષિત કરવામાં આવે છે કે હવે કોઈ આવું નહિ થાય.એમના જેવા જ્ઞાનીની વશાવેલી અહી પૂરી થાય છે.. જે છે તે આજ છે. અને પછી મારા જેવા બુદ્ધિસાળી લોક તેનો એક પંથ બનાવે. અને તે "ભગવાન"ની કરુણા મેળવવા માટેના નિયમો બનાવે. અને પછી તેને અનુશરણ કરનારની સંખ્યા વધારવાના ચક્કરો ગતિમાન થાય. વારે તહેવારે તેમના ચમત્કારોની વાતો ફેલાય. તેમના કારણે કેટલી આર્થિક, શારીરિક કે સામાજિક મુશ્કેલીઓ ટળી ગયીની વાતો આવે .આ બધું તમને કોઈક શક્તિના ગુલામ બનાવી દે છે. ધીમે ધીમે તમને એ શક્તિની સામે ડરપોક બનાવી દેવાય છે. અને પછી તમે પોતે કોણ છો તે જાણવા નથી દેવાતું. બસ તમે "એમને" ને "તેમને" જાણવામાં, પછી આખો ભવ ગુઝારી દો છો. આ ધર્મ એ એક ઓર્ગેનાઈઝ્દ ક્રાઈમ છે.


મુશળધાર વર્ષીને,મને બાથ ભીડવા માંગ્યો.
હું જ મુઓ, ગાંડો, ત્યારે છત્રી લેવા ભાગ્યો..



પતી અને પત્ની જેટલી સહજતાથી એક બીજા સામે શરીરથી નાગા થાય છે એટલી સહજતા થી દિલ અને મન ખોલતા થાય તોય કેટલાય નાં તાંતા ઉકેલી જાય, આ બધું છૂપું રાખવાનું પરિણામ છે. તન જેટલાય મનને ખુલ્લું રાખવાથી નિવેડા આવે તેવા છે:


મારી પરમીશન, વગર મને દુખી કરનાર, હજી આ ધરતી પર કોઈ પેદા નથી થયો.


માણશ ગમે તેવો હોય , ભલે ને મોટો તીર્થંકર હોય,
તોય જ્યાં તેનું ના ચાલે તેનું નામ વ્યવસ્થિત.
દેવ હોય કે દેવી હોય કે તીર્થંકર હોય, વ્યવસ્થિત ની બહાર કોઈનેય સત્તા નથી.
જેના logic આપણને સમજ માં ના આવે તેને ચમત્કાર કહેવાય,
પણ હોય છે તો તેય વ્યવસ્થિત ને આધીન જ.



હું ખાતરી આપું છું કે મારું વર્તન એવું જ રહેશે,
કે જો તમારે મને દુખી કરવો હશે તો,
તમારે તમારી જાત વેચવી પડશે.



દુનિયા ને દેખવાનીલાહ્યમાં ને લાહ્યમાં
આંખો હું ,મૂકી આવ્યો કર્મ ની છાય માં.
નાનપણ માં પાઠ્યપુસ્તક માં, એક સુરદાસ માટેની, આવેલી અને યાદ રહ્યી ગયેલી કંડિકા 



સાથે સૈયા પર હૈયા દબાવી રહેનારા પણ, સવારના તમારા મોતના સમાચાર સાંજે વાશી જણાતા છાપું વાંચતા થયી જશે.


આપણી તો દોસ્તી, કૃષ્ણ ને સુદામા જેવી છે ...
હાસ્તો હું કૃષ્ણ અને તું સુદામા
જા જા પહેલા અરીશામાં મો જોઈ આવ્.



એય લંગોટ, ફરથી કહે જે !!! તું આવે એટલે મારી વહુ-દીકરીઓ ને એક રૂમ માં પૂરી દઉં એમ ?
તું તો માનશીક બળાત્કાર કરે છે અલ્યા. બ્રહ્મચારી છે કે શું ? અરે કંકોડા ના ભાવતા હોય અને ડાયનીંગ ટેબલ પર પડેલા હોય તો, તારી દાનત નથી બગડતી, તો અહી તારી લંગોટ માં શાનો સળવળાટ થાય છે કહે જે??? સાધુ કહીનો ?
લખોટા, તારે મોક્ષ કે વૈકુંઠ જોઈએ છે તો,તારે તેની ચિંતા કરવાની. મારી કે સમગ્ર સમાજની ચિંતા કરવાની તારે ક્યા જરૂર છે ? તું તારે શાંતિ થી તારે જે પામવું છે તેમાં ધ્યાન રાખને. જા અસલના જમાના ની જેમ તું પણ જંગલમાં જતો રહે ને. જેણે તારી પાશે થી મેળવવું હશે તે આવશે ત્યાં, તારી પાશે, તું અહી કેમ ફરજીયાત અમને મોક્ષ કે વૈકુંઠ ની ટીકીટ ફાડી આપવાનો કંડકટર બની બેઠો છે?
જો તને આ સંસારીઓ ની વહુ કે દીકરીઓ ચલિત કરી જશે તેવું લાગતું હોય, તેઓ તારા મોક્ષ મા હળી કરતા હોય તેવું લાગતું હોય તો, દોઢા, ક્યાંક તારી જ ભૂલ થાય છે.તને કંકોડા નથી ખપતા તો તુ સહજ એણે અડતો નથી અને એને તારી સામે લાવવાની મનાઈ નથી કરતો અને હવે વહુ દીકરીઓ ને તારી સામે નાં લાવું એમ કહીને તું જે કહેવા માંગે છે તે હું નથી સમજતો ?
આવા નાટક કરવા કરતા,કોઈ ભવાઈ મંડળીમાં જોડાઈ જા, બે ટંક સુખે થી રહ્યી સકીશ. :
નોવેલ :



સુરજના રથ આમ ઝળહળી ઉઠ્યા
પછી માળા,ઝાકળના રઝળી ગયા



સંસારના વિકલ્પો,નો, એક જ છે સરવાળો ...
ધુમ્મસ મહીથી આવ્યો,ધુમ્મસ થયી જવાનો
ક્યાંથી તું,અહી આવ્યો,ક્યા સુધી,તું જવાનો
એ રાઝ કોઈ મુસાફિર,નથી,સમજ્યો, સમજવાનો... સંસાર ના ..
ચમકે છે,એયની દુનિયા,પળપળની રમત પર
પાપણ જ્યાં ઢળી જશે,ત્યાં સુધી જ તે રમવાનો...સંસાર ના ..
કયી ઘટના,ઘટી જશે, આગળના ચાર રસ્તે
સુઈ જઈઇઈઈશ તું એક રાત્રે, સવારે.....નહિ ઉઠવાનો...સંસાર ના ..



બધા ઉઠાડે, તોય ના ઉઠું, એવી સવાર હશે.
મારું આ "આવજો", શું આખરી જુઆર હશે?
બોર એંઠા કરી કરીને, બધાય થાકી ગયા
રામ, તારે આવવાને, હજી કેટલી વાર હશે? 



કૃષ્ણ ક્યારેય એના વચન નથી ભૂલ્યો, પણ આજે કોઈ, જીન્સ પહેરીને આવેલા કૃષ્ણને ઓળખી નહી સકે, કારણકે પીતામ્બર અને મુગટ ની તરફ આપની દ્રસ્તી હોય છે કૃષ્ણ તરફ નહિ. કૃષ્ણ તો એડવાન્સ ફેશન નો મશીહા હતો તે કોનાથી સ્વીકારાશે ? પણ આ જ કૃષ્ણ વારે ઘડી આવી ગયો છે અને આવતો પણ રહે છે. કેટલાય ને તે તત્વ પમાડી પણ દે છે. તમે કૃષ્ણ ને નહિ તેની લીલાઓ ને ચાહો છો. કૃષ્ણ તો તત્વ છે. પણ તમારે તત્વ સાથે ઉંદર બિલાડી નો સંબંધ છે એટલે આ ફોટા લઈને શોધવા નીકળ્યા છો એમાં કોઈ ભવૈયાની ભવાઈને,કૃષ્ણ માની પણ બેશ્શો.




upto 22nd august 2011

No comments:

Post a Comment