સવાલ: શું શાસ્ત્રો માં લખેલું બધું ખોટું છે ?
જવાબ: ના, એમાં ખોટું ના હોય. પણ, તમે વાંચો એટલે સમજી ગયા ના ભ્રમમાં ના આવી જતા. તેને વાંચી જવાથી કે તેને માની જવાથી તમને દર્શન ના પ્રાપ્ત થયી જાય. તેમાં જે લખેલું છે તે ગુઢ છે. તેને જે છે તે જ દશામાં સમજવું પડશે. તમે જ સત્ય છે તેમ માની જાઓ એટલે જ્ઞાની નહિ થાવ. પાણી એટલે બે હય્દ્રોજન અને એક ઓક્સિજન એમ વાંચ્યું એટલે પાણી ને સમજી ગયા તેમ ના કહેવાય.તે આખી પ્રક્રિયા સમજમાં આવી જોઈએ.
સવાલ: આપણે શું કરવા સમજવાની જરૂર છે. વૈજ્ઞાનિકો એ પાણી વિષે કહ્યું તેવીજ રીતે તીર્થંકરોએ તત્વ વિષે કહ્યું,તો તે સાચું જ છે ને?
જવાબ: ના,એવું નહિ, તેઓએ તે ચેક કરીને છેલ્લો જવાબ આપ્યો. એટલે તે જ્ઞાની હતા તેમ થયુ. પણ, તેમની વાત તમે માની લો તો તમે જ્ઞાની થયી ગયા ના ભ્રમ માં ના રહેશો. તેમને એ એક એક વાક્યની પાછળ, અસંખ્ય નાના નાના સવાલો ના જવાબો છુપાયેલા છે અને તે બધા નો નિચોડ આ શાસ્ત્રો છે. શાસ્ત્રો આ વાક્યો જ નથી, તેની પાછળ નો તર્ક છે. વિજ્ઞાનની પરીક્ષામાં પાસ થયી ગયા એટલે વૈજ્ઞાનિક ના બની ગયા કહેવાઈએ કે થયી જઈએ. એના માટે તો નિયમોની જાતે સાબિતી શોધવી પડે.
સવાલ: તો શું આ શાસ્ત્રો પર સવાલ કારવાના ? અને પાપ માં ના પાડીએ, તીર્થંકરોની વાણી ની સામે સવાલ કરીને?
જવાબ: કોણે કહ્યું, અલ્યા, કે પાપમાં પાડીએ. તીર્થંકર એવું કહે ? કોઈ વૈજ્ઞાનિક એવું કહે કે મને સવાલ નહિ કરવાના? તો ધૂળ પડી એના જ્ઞાનમાં. કોણે કહ્યું આવું બધું? તેમને તો કઈ બાબલાઓની કઈ સ્કુલ ચલાવવાની છે કે માસ્તર ને પૂછવું નહિ તેમ કહે? અરે એના માટે તો તમે અહી આવ્યા છો. ખબર ના પડે તે બધુજ પૂછીને ખુલાશા કરી લેવા. કૈજ વસ્તુ માની નહિ લેવાની. આ તો વિજ્ઞાન છે રોકડું વિજ્ઞાન. અહી ધુપ્પલ ના ચાલે. ગૌતમ પણ મહાવીર ને પૂછી પૂછી ને બધા શંશય દુર કરે છે. આવા જ્ઞાની જો સામે હોય, અને તમે તમારા શંશય વિષે સવાલ પૂછીને તે સમજી ના લો તો, ભવ બરબાદ થશે. બધું પૂછી લેવું. એક એક વાત નો નિવેડો લાવો. સવાલ પૂછવાથી ઉલટાનું શંશય દુર થશે અને શાન્શાયો દુર થશે તો જ દર્શન ખુલશે.
અને જો આ જ્ઞાનીઓ સામે થી કશું કહે નહિ, તેમને તો પૂછીએ તો જ કહે. તે તેમની દેશના કહેવાય. પૂછ્યા વગર બોલે તે ને ઉપદેશ કહેવાય અને આતો દેશના, એય એક એક શબ્દ વિજ્ઞાનના નિયમો જેવા હોય.
સવાલ: તો શાસ્ત્રો ને માની ને તેજ સાચું છે તેવું માની ને બેસી રહીએ તો કશુંક ફાયદો તો થતો હશે ને ?
જવાબ:હા, એય ફાયદો તો ખરો જ ને. સ્કુલ હોય અને જે ઇતિહાસ, ભૂગોળ બધામાં માની સવાલના જવાબ સારા યાદ રાખી સકે તેને હોશિયાર તો કહેવાય જ ને? એમ જે માની લે તેને હોશિયાર કહેવાય. તે વિદ્યાર્થી કહેવાય. પણ મુમુક્ષુ નહિ. મુમુક્ષુ તો તે ભણેલું હોય તેને લેબોરેટરીમાં ચેક કરે તેને કહેવાય. એક સામયિક કરો અને તમારી જીવન માં કોઈ ફરક ના પડે તો ખબર પડે ને કે સામાયિક ખોટી થયી. ખબર પડે કે ના પડે? એવી રીતે ચેક કરી જોઈ? આપણે ના આવડતું હોય તો પૂછવું પડે કે કેવી રીતે સામાયિક કરું તો મને તીર્થંકરે કહ્યું તેવું દર્શન પ્રાપ્ત થાય. રોજ રોજ તે કરો તો ખબર તો પાડવી જ જોઈને કે કેટલું સાચું કરતા થયા? કોઈકે કહ્યું હોય કે પાણી રેડ રેડ કરો રોજ તો ઝાડ થશે, તે ખોટું નથી પણ આમ રોડ પર નાખ નાખ કરો ને કશું ના થતું હોય ત્યારે, શાસ્ત્રો માં વિશ્વાસ છે આજે નહિ તો કાલે થશે તેમ માનો તો કોનો વાંક. બુધ્ધુ એમાં તો ૮૪ લાખ ભવ આવું કરીશ તોયે કઈ નહિ વળે. એના કરતા એક વખત પૂછી લેને કે રોજ પાણી રેડું છું તો કેમ કઈ નથી થતું? તો નિવેડો આવે. આમાં શસ્ત્રો નો ક્યાં ગુનો છે. તે લાખ કહે છે તું રાખ સમજે છે. તે બાપ કહે છે ને તું સાપ સમજે છે તેનો વાંધો છે. ફાયદો શું કે એટલું સમજ પડે કે પાણી રેડીશું તો ઝાડ આવશે તે ફાયદો. પણ પછી બીજું બધું બાકી રહ્યું વાહલા.

No comments:
Post a Comment