Sunday, September 4, 2011

બોલ ઝમ્બુરે .. ખેલ કરેગા ...

શું લખું? ક્યા ગયો હતો? કેમ ગયો હતો?શું કર્યું ?
અગણિત સવાલો મને જ થયા કરે છે. કેવી રીતે તે અનુભવો પ્રદશિત કરું? આ કોઈ બીઝનેસ પ્રેઝંતેસન નથી કે સ્લાઈડ નાં નંબર અને સમયના બંધન ને અનુશારી ને ફરજ પૂરી કરી દઉં. આમ તો ઘણી વાર આવી રીતે ફાસ્ટ પર ગયેલો અનેમેં મનેજ શોધવાનો યત્ન કરેલો.દુનિયા બહુ મોટી છે અને તેના કેટલાક ખૂણાઓમાં મેં ખેલ કરેલા.
ત્યારે આંખ બંધ કરી બખોલમા બેઠો હતો અને મેં કાઢી જોયું તેનું સરવૈયું.ત્યારે ભાન થયું કે ઘણીય વાર પૂછડી ને દેખીને ડાયનાસોર મળી ગયા નાં બ્યુગલો ફૂન્કેલા.પહેલી વાર દેખ્યું કે મારા બધા ધમપછાડા,મારા જ પતંગ ની દોર,મારા હાથ મા લેવાના હતા.
પણ ખેર ફીરકીના ખપાતીયાઓ ખી ખી ખી કરીને ચિલ્લાતા
જસ્ટ ડાન્સ ...જસ્ટ ડાન્સ ...અને ફરી પાછો નાચતો,
એ મદારી ની દુગ્દુગી નાં તાલે,
રીયાલીટી શો નાં એસેમેસ નાં સ્કોર પામવા,
મોઢામાંથી ફીણ નીકળે ત્યાં સુધી,અને છેવટે
ઢઢો તૂટી જાય ને
નજીકના જ કોઈ મોબાઈલ નાં ટાવર પર ગોથ્મારી ને સ્વાહા થાઉં
અને ટાવર માંથી મારી ગોથ નાં સમાચાર એસેમેસ થયી ફરી વળે...
ને ફેસબુક પર લાઈક નાં સ્કોર ફરી આપે જીવતદાન અને આશા, આ રીયાલીટીશોમા
અને ફરી તે પાછો ડોકાય ને વગાડે દુગ્દુગી ...
બોલ ઝમ્બુરે .. ખેલ કરેગા ...
હા ઉસ્તાદ કરેગા ..

No comments:

Post a Comment