Friday, October 21, 2011

દિવાળી સાફ સુફી


રાત્રે જમી પરવારી ને મારી બખોલ માં પેસી ગયો હતો. સામાયિકમાં જોયું કે આખા ઘરમાં, દિવાળીની સાફ સફાઈ તો કરી, તો હવે આ સપરમાં ડા’દે આ મગજની પણ સાફ સફાઈ કરી લઈએ.
પછી તો જાત જાતના ઝાડું ને પોતા લઈને મડી પડ્યો. ખૂણે ખાચરે અનેક રૂઢીઓના બાજેલા બાવાઓ સાફ કર્યા. વર્ષો જુના ..ક્યારેક કામ લઈશું, ઉપયોગ કરીશું એનું..  કહીને સાચવીને રાખેલા અને જમાનાની કાટ ખાયી ગયેલા મંતવ્યોનો ઢગલો સાફ કર્યો. એક સમયે જેની પાસે હોય તેનું સ્ટેટ્સ ગણાતું અને ..તેની કથાઓ લોકો ચર્ચશે... એવી લાગણીઓ અને વ્યક્તિઓ પ્રત્યેના અભિપ્રાયો, પેક કરીને એય ને રાખેલી મજૂસમાં. એનેય ધૂળ ઝાપટી ઝાપટીને સાફ કરી.કેટલીક નવા ઝમાનામાં નકામી લાગેલી, પણ, હજુ તેના,એન્ટીકના વેપારીઓ નેટ પર મળી રહે છે એટલે ..વખતે એકાદા લેખ લખીને પસ્તી કાઢીશું.. તેવા ભાવ સાથે ફરીથી એવી ઝરી-પુરાણી માન્યતાઓને રેશમી કપડામાં બંધ કરીને મૂકી દીધા. 
અને,આ સાફ સુફીમાં જે સેપટો ઉડી છે ઓહો..હો. મને લાગ્યું કે આટ આટલું મેં માળીયામાં ભરી રાખ્યું છે? હું તો માંદો  પડી જઈશ તેવો દર લાગ્યો.. એક સેકંડ કપડા ખંખેરી ઉભા થયી જવાનું મન થયું. પણ ત્યારે તો માહ્યેલો વીફરેલો...
આજે સાફ નહિ કરું તો ક્યારે સાફ કરીશ?
કેટલીય દિવાળીઓ આવી ને ગયી...અહી પણ એક દીવો તો સળગાવી લે... 

No comments:

Post a Comment