Sunday, April 29, 2012

પ્રકરણ ૩


"હવે આજે,ભગવતી સિવાય કોણ કોણ આવવાનું છે ?"  મોહ્તીને વળાવીને મુકેશ પાછો આવ્યો. રીસેપ્શન કાઉન્ટર-કમ - ડેસ્ક પર આવી ને પૂછ્યું
" ના , સર ભગવતી સિવાય કોઈ નથી. પણ તમારે ડેરિવેટીવ્ઝ માટે ઇન્સ્તીત્યુંત મા જવાનું છે. " ડિમ્પલે નોટબૂક દેખ્યા વગર તરત સીડ્યુલ કહી દીધું.
" ઓકે" કહી મુકેશ સીધો એની કેબીન મા ગયો.
" સર, ધનંજય આજે રજા પર છે. એટલે ડેરિવેટીવ્ઝમા પણ એ તમારી સાથે નહિ આવી સકે. "  ડિમ્પલને પાછળ થી યાદ, એ ચાર સેટ લઈને આવતા, કેબીનનો દરવાજો ખોલતા જાણ્ કરી.
" કાઈ વાંધો નહિ, તું આવી જજે ..." મુકેશે હાથના ઈશારા થી ખુરશી પર બેશ્વાનું કહ્યું.
" સર, હું ત્યાં આવી ને શું કરું ? મને ડેરિવેટીવ્ઝ વિષે કઈ ખબર નથી...અને ત્યાં બધા પ્રોફેશનલ હોય .." ડિમ્પલે ખુરશી પર બેશતા મુંઝવણ કહ્યી.
" એ તો હું સંભાળીશ ને બધું... તારે તો ફક્ત હાજરી આપવાની છે. ધનંજયને પણ ક્યાં કઈ કરવાનું હતું?"
"હા સર એતો બરાબર પણ..."
" જો ડીયર, આ બધા પ્રોફેશનલ લોકો, "કહેવાના" પ્રોફેશનલ હોય. બધા ને બધાના ધંધાની ખબર ના હોય. મારી સાથે આમતો કોઈ ની જરૂર નથી.પણ આ લોકો ને ભપકો દેખાવો જોઈએ."
" સર, એવા ભપકાની તો તમે રોજ ઠેકડી ઉડાવો છો "
" હા, એતો હાથી ના દંત ની જેમ ચાવવાના અને દેખાડવાના અલગ અલગ રાખવાના. ભપકો દેખાડવાની પણ એક રીત હોય છે.ધડ-માથા વગરના ભપકા તરત જણાઈ આવે "
" તો સર, હું આજે આવું, પણ મને ડેરિવેટીવ્ઝ વિષે કઈ ખબર નથી તો આ ભપકોય ખબર ના પડી જાય?"
" ના, આમાં એવું છે કે ત્યાં જે લોકો આવશે એમના માટે ધનંજયની એન્ટ્રી અપેક્ષિત હશે, પણ આજે તને પહેલી વાર મારી સાથે જોશે. એનાથી એવી છાપ પડશે કે મારી પાસે ધનંજય એકલો નથી બીજા પણ છે. બીજું કે તારો ચહેરો જોઈને ઘણાને મારી ઈર્ષ્ય આવશે."
"શું સર તમેય ..."
"જો ડીયર,હું તારા ચહેરાનો, હાસ્યનો  ઉપયોગ જરૂર પડે કરી દઉં છું.. એને આ પ્રોફેશનલ  કેરીઅર મા જરૂરી છે. હું એકલો જાઉં એના કરતા કોઈક ને સાથે ફાઈલ્સ ઉપાડવા લઇ જાઉં તો લોકોની ઉપર ઈમ્પ્રેશન પડે. હા હું, તને થોડાક  કોન્સેપ્ત્સ સમજાવી દઈશ એટલે ત્યાં ચર્ચા દરમ્યાન તને બગાશા નહિ આવે.ડેરિવેટીવ્ઝની શરૂઆત જ તું કરજે."

"સર, મને તમારો આવો ત્રન્સ્પરાંત સ્વભાવ હોવાથી, તમારી બીક નથી લાગતી. નહીતર આવો ઉપયોગ મારી ફ્રેન્ડ્સનો, પણ એમના બોસ કર્તા જ હોય છે. પણ તેઓ આટલા ટ્રાન્સપરન્ત ના હોવાના કારણે,સતત મુંઝવણમા રહેતી હોય છે. "
" હોય એતો... દરેક ની મેચ્યોરીટી પર નિર્ભર કરે છે.ડીયર  "
"સર, આ "ડીયર" શબ્દનો ઉપયોગ મેં તમારી પાશેથી  જાણ્યો. શરૂઆતમાં જયારે ઇન્ટરવ્યું માટે આવી ત્યારે તમે "ડીયર" કહેતા ત્યારે મને તેમાં વાશનાની ગંધ આવેલી. પણ તમારા ચહેરા અને આંખો પર, સહજતા દેખી એટલે મેં આ જોબ એક્સેપ્ટ કરેલી."  

"જો ડીમ્પલ, એમાં એવું છે કે આ સહજતા અને સામે વાળી વ્યક્તિને કેમ કરીને લાભ થાય તેવી વૃતિ ને ઓબ્લિઆઇઇન્ગ્ નેચર કહેવાય. તમે દિલ થી ચોખ્ખા હોવ તો તે સહજતાની અસર સામેની વ્યક્તિને થયા વગર રહે નહિ. અને હું ફક્ત આ નેચરને લઈને જ હવે પ્રોફેશનલ કેરીઅર બનાવું છું."

"હા, સર મને તમારી સાથે રહ્યીને હવે, એ સ્વભાવના ફાયદા દેખાઈ આવે છે. જુઓ આજે ફક્ત મેં મોહ્તીજીને, થોડીક ઓફર કરી ને તરત એ, બેન, બેન  કરવા લાગ્યા. હવે તો ઘેર પણ, હું બધા ને ડીયર , ડીયર કહેવા લાગુ છું ને બધાને નવાઈ લાગે છે "

" હા હા હા ....હોય હોય...જો દિલમા મોકળાશ હશે તો એનાથી અભેદતા આવશે. અને અભેદતા હોય ત્યાં સક્શેશ જ હશે ...પ્રસંગ પ્રોફેશનલ હોય કે કૌટુંબિક... હવે આપણે પ્રોફેશનલ વાતો પર આવીએ..આવી ચર્ચા પણ ગામના ચોરે.. પંચાત  કર્તા હોઈએ એવી થયી જાય .. " એકદમ ચર્ચાનો અંત લાવતા મુકેશે કહ્યું

"હા, હવે બોલ તને શું લાગ્યું "  કાગળ ના ચાર સેટ પોતાના હાથમાં લેતા મુકેશ એ પૂછ્યું.

" સર, એમને બેંક ની મીટીંગ મા જવાનું કહ્યું.. પહેલા પણ એમને પૈસા ની ખેંચ છે તેવું કહ્યું. એમની ચિંતા કૈક ઊંડી છે. તેમને ધંધામાં કોઈકની ઉપર શંકા નથી પણ એમનો કોઈક એવો નિર્ણય, ગણતરી વગર લેવાઈ ગયો લાગે છે. ટોપ અને બોટમમા પ્રોબ્લેમ ના હોય, અને  તોયે ફંડમા પ્રોબ્લેમ હોય તો, સર, તમે એક વાર પહેલું કે  મેનેજમેન્ટ ડિસીશન ઉંધા પડ્યા કહેવાય."

" હા, ગ્રેટ, તારી વાત બેંક વાળી અને ટોપ-બોટમવાળી સાચી જ લાગે છે પણ, જોઈએ હવે શું થાય છે. આ ડેટા ફીડ કરાવી દઈને જોઈએ શું નીકળે છે તમાંથી.મને બીજી એક ગંધ પણ આવે છે."

"સર, હું એ કામ કરી નાખું ? ધનંજય નથી તો "

" નારે, એવી કોઈ ઉતાવળ નથી ..."

" ના.. એમ નહિ ...મારે એ ય શીખવું છે... "

" એમ તો સીખવાની ક્યાં ના છે પણ ...એક કામ કર ... " એ ખુરશી પર થી ઉભો થયી કબાટમાંથી નાની પતલી બુકલેટ કાઢીને  આપતા કહ્યું શીખવું હોય તો પહેલા આ ડેરિવેટીવ્ઝ ની બુકલેટ વાંચી નાખ., બપોરે તને સમજાવી દઈશ અને સાંજે તું લીડ કરીશ પછી હું ટેકઓવર કરીશ. "

"સર, આજે જ ...??? એના કર્તા આ ડેટાનું કામ કરું તો ...!!"

"ના એમ નહિ... આ આજે જ ...અને હમણાં જ વાંચી નાખ... ચિંતા ના કરીશ ... આવી રીતે જ તું તૈયાર થઈશ તો મારે શાંતી રહેશે. તને એ ડેટાનું કામ પણ કરવા આપીશ .. અત્યારે આપણી પાશે એટલું કામ નથી,ત્યારે જ તૈયારી કરી લેવી સારી .. એ ધનંજય કાલે ના આવે તો તું એ કાલે કરજે .. ત્યાં સુધી હું ઉપર ઉપર થી આ વાંચી લઉં ને કેશ તૈયાર કરું છું ..."

" ઓકે સર, " બુકલેટ લઈને  ડીમ્પલ બહાર નીકળી ગયી અને મુકેશ ચાર સેટ માંથી પહેલો સેટ વાંચવા લાગ્યો.

મુકેશ તરત ધનંજયને મોબાઈલ લગાડે છે.
ગુડ મોર્નિંગ ડીયર, ક્યાં છું?  વાત થાય તેમ છે ?

"સર, ડેડી ને લઈને હોસ્પિટલ આવ્યો છું... મેં સવારે ડિમ્પલને વાત કરી હતી. "

" હા એને કહ્યું...શું થયું ડેડીને ??? "

" એતો જસ્ટ શ્વાસની તકલીફ થયી તી રાત્રે "

"ઓકે ઓકે હવે કેમ છે ?"

" અત્યારે આઈ સી.યુ માંથી જનરલમા લઇ આવ્યા છીએ"

" ઓકે ચાલો શાંતી., હું પંચાલ જોડે તને ચાર સેટ મોકલવું છું. તું ફ્રી થાય ત્યારે એને ફીડ કરી દેજે. એના બે રીપોર્ટ જોઈશે. એક કેશ-ફ્લો અને બીજો લીવરેજ.

" સર, હોસ્પીટલમાંથી મોડું થશે... "

" નો પ્રોબ્લેમ, રાત્રે અથવા કાલે સવારે કરી નાખજે ...અને ના ફાવે તો એ સેટ પાછા મોકલાવી દેજે ડિમ્પલ ફીડ કરી નાખશે "

" સર, એમ કરો ને ડીમ્પલને જ એ કામ સોપી દઈએ તો ... એ બહાને એ સીખી લેશે. મારે અહી ડેડી પાસે રોકાવું પડે તેમ છે"

" જેવી તારી મરજી... ડીયર, પોતાના કાર્યક્ષેત્રમા જાતે કોમ્પીટીટર ઉભા ના થવા દેવા જોઈએ.ડીમ્પલ તારા આ કામ સિવાય પણ બહુ બધા કામ જાણે છે...સ્માર્ત છે...  એણે સવારે મને કહેલું જ ..પણ ઓકે વાહલા ...ટેક કેર ... " મુકેશે વિશ્ કરીને ફોન મૂકી દીધો.  અને ચાર સેટ માંથી એક સેટના પાના અલગ લગગ કરીને ફીડ કરવા લાગ્યો.

ત્યાંજ ડિમ્પલ દરવાજો ખોલીને અંદર આવતા જ કહ્યું
"સર ભગવતીની ઓફિસે રેડ પડી છે. એટલે આજે મીટીંગ પોસ્ટપોન કરીને શનિવારે ૪-૫ કલાક એમની ઓફીસ પર મીટીંગ માટે મળવાનું કહે છે. પણ શનિવારે તમે કેમ્પ હનુમાન પર કાર્યક્રમ રાખ્યો છે..."

"કેમ્પ હનુમાનના હનુમાન ને વેઇટિંગ પર મૂકી ટાઈમ આપી દે. હું ત્યાં પહોંચી જઈશ " સવારનો રાખવો જેથી બને તો શાંજે કેમ્પ પર થોડુંક ઓછું મોડું થાય."

" યસ સર, હું  જાણ્ કરું પછી આપણે" કહીને ફોન પર વાત કર્તા તે પછી ગયી... પણ તરત દરવાજો ખોલીને અંદર આવતા કહ્યું ,
" સર તમે ડેટા ફીડ કરો છો ...હું કરી દઈશ મેં તમને કહ્યું જ હતું ને ... "
" ના, એતો બચપણમા મેં ,લાવરી અને તેના બચ્ચાની વાર્તા સંભાળી હતી આજે તેનું હોમવર્ક કરું છું ..." ખડખડાટ હસતા  હસતા મુકેશે એજ એનું પેટન્ટ સ્માઈલ આપ્યું.






 


No comments:

Post a Comment