Friday, April 20, 2012

કૃતિ

રસ્તે રઝળતા,
લાખો કરોડો પથ્થરને
કોઈ ટાંકી ટાંકીને દેખતું નથી.
કારણકે એ બધાની આંખો
કોઈ કલાકારની નથી હોતી..
રોજ રોજ લોકોને
લાખો કરોડો સ્વપ્ના આવે છે..
લાખો કરોડો વિચારો આવે છે
કોઈક જો એ
કરોડો સ્વપ્ના અને વિચારોનું
નકશીકામ ચાલુ કરે તો
કોઈક કૃતિ તો સર્જાય જ..

  

No comments:

Post a Comment