એક વાર વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો. એક રૂમ મા ૮ વાંદરાઓને પૂરી દીધા. રૂમની છતમાંથી એક છાબડી લટકાવી અને તેમાં તાજા કેળા મુક્યા. એ કેળા ને લેવા માટે થોડા થોડા અંતરે દોરડા લટકાવ્યા જેથી તે વાંદરા તે કેળા સુધી પહોંચી સકે. પણ તેમને એક રચના એવી કરી કે જેવા તેઓ કેળા ને અડે કે તરત ઉપરથી પાણી પડે. હવે વાંદરાઓને તેમની પર પાણી પડે તે સહેજેય નાં ગમે. એટલે એક બે વારની વડીલ વાંદરાની કોશિશ પછી કોઈ યુવાન વાંદરાથી કેળા વગર નાં રહેવાય અને પકડવા કુદકો મારે, તો વડીલ બધા ભેગા થયી ને પેલા ને ધોઈ નાખે અને પાણીથી બચાવે.
વૈજ્ઞાનિકોએ એ થોડા થોડા દિવશો એ કેળા બદલવાનું ચાલુ રાખ્યું અને એક એક વાંદરાને કાઢીને નવો વાંદરો મુકતા ગયા. નવા વાંદરાને વળી,ફરી કેળા દેખે અને કુદકો મારવાનું મન થાય તો પાછા જુના વાંદરા મારવા લાગે.નવો વાંદરો વિચારતો હોય કે મારું બેટુ કેળા દેખાય છે તોયે કોઈ કુદકો નથી મારતું અને હું મારું તો કેમ બધા મારે છે??? પણ આવું ચાલ્યું પછી તો નવો આવ્યો, તે બીજા નવા ને મારવા લાગ્યો ... વળી પાછો નવો વાંદરો આવે અને જુનો જાય. છેલ્લે એવું બન્યું કે બધા વાંદરા નવા થયી ગયા. પણ કોઈને એ ખબર નહોતી કે આ મારવાનું કેમ ? તેમને કેળા અને પાણી નો સંબંધ તો ખબર જ નહોતી પણ મારવાનું ચાલુ રહ્યું.
બીજી બાજુ પર પણ વૈજ્ઞાનિકોએ આવીજ રીતે કેળા લટકાવી રાખેલા.આ રૂમ મા પાણી ની વ્યવસ્થા રાખી નહોતી. અહી જેમ જેમ ત્યાંથી વાંદરાને કાઢે તેમ તેમ અહી આ રૂમમા મુકતા જાય.આ રૂમ મા પહેલા નાના વાંદરાઓ હતા તેતો મજે થી કુદમ કુદી કરતા હતા અને કેળા ખાતા હતા.પણ ત્યાંથી માર ખાઈને આવેલા વાંદરા પોતાનો ત્યાં નો અનુભવ ભૂલતા નહોતા. શું થતું હશે તે તો હવે સમજી જ સકાય તેવી વાત છે. જેવા પેલા વડીલ અહી આવ્યાતો અહીના વાંદરા ઓને પણ મારવા લાગ્યા. આ નાના વાંદરાઓ કઈ બોલી તો સકે નહિ. એટલે પછી તો તેઓ પણ કુદકા મારવાનું ભૂલી ગયા. અને વડીલો ને જોઇને બીજાને માર મારતા થયી ગયા.
બસ આવુજ કઈક ચાલ્યું આવે છે, નવા વાંદરાઓ પાસે નવા નિયમો છે, અને કોઈને એય નથી ખબર કે આવું કેમ છે? કોઈકે કીધું હોય કે પ્રભુ તો અમાસ પછી ઉઘડતા બીજના ચાંદ છે તો બધા બીજના ચાંદ ની પૂજા કરવા લાગ્યા ...કોઈકે કીધું કે હું આ તમામ ને નમસ્કાર કરું છું લખ.. કોને કોને ....તેને લખી કાઢ્યા અને પછી ભૂલી નાં જવાય એટલે મોઢે કર્યા અને પછી તે કેટલી વાર બોલ્યા તેની ગણતરી ચાલુ કરી...હવે તે કેટલી વાર ગણ્યા તેનું બેલેન્સ પણ યાદ રાખે છે...કોઈક એમ કહે કે લાખ નવકાર ગણ્યા કોઈક એમ કહે કે પાંચ લાખ ગણ્યા.. કોઈક એમ કહે કે મહાવીર ભૂખ્યા રહ્યા હું પણ ભૂખ્યો રહું...અને હુંય મોક્ષે જાઉં.
સવાલ : શું કહેવા માંગો છો તે સમજમાં ના આવ્યું..
હા, સાચી વાત છે.. ઘણી વખત ઘણી જગ્યા એ આપણે આવું બોલી નથી સકતા કે "સમજમાં ના આવ્યું, સમજાવો " એની જ આ મોકાણ છે. હજી આજે પણ આપણને ખબર નથી કે બટાકા કેમ ના ખાવા? કંદમૂળ કેમ ના ખાવા? જો આદિશ્વર ભગવાને ખેતી ની શોધ કરી હતી, તો તે પહેલા ની ચોવીશી શું ઝખ મારતી હતી ? નેમિનાથ ની જાનની આગતા સ્વાગતા કરવા માટે,લઇ જવાતા પશુઓ શું સૂચવે છે ? ... બસ આવું જ ચાલે છે. કેળા કેમ ના લેવા તેનો ખુલાશો ખોવાઈ ગયો, બસ હવે તો મારવાનું જ ચાલુ છે. કોઈ પણ નિયમ સાશ્વત નથી હોતા. એ ભલે મહાવીરનો બોલેલો નિયમ તમને ગળે ના પડતો હોય તો અઈન્સ્તૈન પણ આ કહી ગયા છે પછી તો હા પાડો. દરેક નિયમ જે તે સંજોગોમાં વેલીડ ગણાય છે. નાનપણમા જે ચડ્ડી સારી લગતી હતી તે મોટા થયા પછી ઝંઘીયા તરીકે ના વપરાય.
સવાલ: તો કંદમૂળ ખાવા જોઈએ ?

કંદમૂળ ને જાગૃતિ જોડે સંબંધ છે. કંદમૂળ ને માનશીકતા સાથે સંબંધ છે. કંદમૂળ એ તમારી જાગૃતિ ઓછી કરી નાખે છે અને તમને મદ માં (ઘેનમાં) લાવી સકે છે. કેટલાક કંદમૂળથી માંન્શીકતા માં ઉગ્રતા આવે છે. જે "સાધક"ને ના પાલવે. મૂળ વસ્તુ આત્મા ને પામવાની છે. તીર્થંકરોએ જાગૃતિ ને પ્રાધાન્ય આપવા માટેના એક ઉપાયો તરીકે કંદમૂળ ના ખાવાની સલાહ આપી છે.
પણ, જો કંદમૂળ ના ખાવાથી વધેલી જાગૃતિ કચકચ કરવામાં વપરાતી હોય તો કંદમૂળ ખાઈ ને ઘેન માં જતું રહેવું ઉત્તમ છે. કારણકે "કષાયો થાય" તે કંદમૂળ થી થતી જીવ હિન્ષા કરતા ઘણું નેગેટીવ અસરો આત્માં પર પાડી જાય છે. કષાયો થવા એ સક્રિય કર્મ છે, અને કંદમૂળ ખાવાથી થતી "જીવ હિન્ષા" એ નિષ્ક્રિય કર્મ છે. કષાયો એ તત્કાલ મલ્ટીપ્લાયર ઈફ્ફેક્ત થી વધે છે.

મોક્ષ ને આહાર સાથે સીધો કોઈ સંબંધ નથી. હા સાત્વિક ભોજન થી જાગૃતિ વધે છે અને તે જરૂર આત્માંની ઓળખ માટે, જરૂરી એવી જાગૃતિ લાવી શકે છે.
No comments:
Post a Comment